લવ સ્ટોરી, કોમેડી કે પછી ઈમોશનલ, કોઈ પણ પ્રકારની ફિલ્મો બોલીવુડે અલગ અલગ એક્ઝોટિક લોકેશન પાર શૂટ કરી છે. શિમલામાં સાની દેઓલ હોય કે પછી સ્વિટ્ઝર્લેન્ડમાં શાહરુખ દરેક લોકોને આનાથી આકર્ષણ તો થયું જ હોય છે. ચાલો જોઈએ બોલૂવુડના શૂટિંગ માટેના એક્ઝોટિક સ્થળો!
દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે - પંજાબથી સ્વિટ્ઝર્લેન્ડ
પંજાબ
90 ના દર્શકની વાત હોય અને DDLJ ની વાત ન થાય એવું તો કેમ બને! આમ પંજાબ અને સ્વીર્ઝરલેન્ડ બંનેના ફરવાલાયક સ્થળોએ "કબુ આઓ" અને "ઝરા સ ઝૂમ લુ" મેં કરવા નીકળી પડો!
માચીસ - મનાલી
હિન્દી પોલિટિકલ થ્રિલર એવી ફિલ્મ માચીસમાં હિમાલયના મનાલીના સુદનાર પહાડોના દ્રશ્યો છે.
મેને પ્યાર કિયા - ઉટી
આ ફિલ્મનું જાણીતું ગીત "દિલ દીવાના બિન સજના કે માને ના" ઉટીના સુંદર બગીચાઓ અને નદીઓ પર ફિલ્માવાયું છે.
હમ આપકે હે કોન - કૂનૂર
રાજેશ-પૂજા અને પ્રેમ-નિશાની આ લવ સ્ટોરી આપણે દરેકે જોઈ છે. અને આ ફિલ્મના અઢળક દ્રશ્યોની સુંદરતા પાછળ તામિલનાડુના કુનુરનો પણ હાથ છે.
જો જીત વહી સિકંદર - કોડાઇકેનાલ (ફિલ્મમાં દહેરાદુન તરીકે દેખાડવામાં આવ્યું છે)
"પહેલા નશા" ફેમ આ ફિલ્મમાં દહેરાદુન તરીકે દેખાડવામાં આવેલા સુંદર હરિયાળા દ્રશ્યો ખરેખર કોડાઇકેનાલ અને ઉટીના છે!
દિલ સે - લદાખ-કેરળ
1998 ની રોમેન્ટિક થ્રિલર આ ફિલ્મમાં સતરંગી રે ગીત લદ્દાખમાં અને જીયા જલે કેરળમાં શૂટ થયેલું છે. અને ફેમસ છૈયા છૈયા ઉટીની નીલગીરી એક્સપ્રેસમાં!
હમ દિલ દે ચુકે સનમ - ભુજ-ઇટાલી
આ લવ ટ્રાઇંગલનો પહેલો હિસ્સો રાજસ્થાન અને ગુજરાતમાં અને બીજો હિસ્સો ઇટાલી તરીકે દેખાડવામાં આવેલા હંગેરી, બુડાપેસ્ટમાં શૂટ થયેલો છે. ક્લાઈમેક્સમાં અહીંનો ફેમસ ઝેનયી ચૈન બ્રિજ પણ જોઈ શકાય છે.
વાસ્તવ - મુંબઈ - સ્વિટ્ઝર્લેન્ડ
1999 ની હિટ ફિલ્મ એવી અંડરવર્લ્ડ ફિલ્મ વાસ્તવનો મોટા ભાગનો હિસ્સો મુંબઈમાં અને એક ગીત "મેરી દુનિયા હૈ" સિટઝર્લેન્ડના થુનમાં શૂટ થયેલું છે.
પરદેશ - ફતેહપુર સિક્રી-કેનેડા-અમેરિકા
આ ગુડ NRI અને બેડ NRI પ્રકારની વાર્તા ધરાવતી ફિલ્મ ઉત્તરપ્રદેશથી લઈને અમેરિકા સુધી શૂટિંગ પામેલી છે! "યેહ દિલ દીવાના" કેનેડાના એલેક્સ ફ્રેઝર બ્રિજ પર અને બીજા ઘણા ભાગો લાસ વેગાસ, ઋષિકેશ, આગ્રા, મૈસુર વગેરે સ્થળોએ શૂટિંગ કરવામાં આવ્યા છે.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.