લદ્દાખને પ્રેમ કરવાના એક નહીં પરંતુ એક હજાર કારણ હોઇ શકે છે. પરંતુ ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જે લદ્દાખ જેટલી જ સુંદર અને અનુપમ છે જે મુસાફરોનું સ્વાગત લદ્દાખ જેટલી હૂંફ અને આનંદની સાથે કરે છે. મુસાફર હોવાના કારણે, જીવનમાં એકવાર તો આ જગ્યાઓ પર જરુર જવું જોઇએ. તો આવો જાણીએ ભારતની આ સુંદર જગ્યાઓ અંગે.
1. સ્પિતિ ખીણ, હિમાચલ પ્રદેશ
ભારત અને તિબેટની વચ્ચે એક સુંદર રાજ્ય હિમાચલ પ્રદેશના ઉત્તર પૂર્વમાં એક સપનાની દુનિયા છે. આ સપનાની દુનિયાનું નામ છે સ્પિતિ. સ્પિતિ ખીણ એટલે સુંદર છે કે જો તમે ફોટોગ્રાફર નથી તો પણ લાગવા લાગશો. અહીંના દ્રશ્યોની તસવીરો જોયા જ કરીએ.
2. દૂધપથરી, કાશ્મીર
શ્રીનગરથી લગભગ 42 કિ.મી. દૂર એક ઘણી જ સુંદર જગ્યા છે જેનું નામ છે દૂધપથરી. દૂધપથરીને ભારતની એક પસંદગીની સૌથી સુંદર જગ્યાઓમાંની એક માનવામાં આવે છે. દૂર-દૂર સુધી ફેલાયેલા ઘાસના મેદાનો જે પૂરા વેગથી વહેતી નદી સુધી આવીને અટકે છે. દૂધપથરીના કોમળ લીલા ઘાસના મેદાનો ફરવાથી તમને વિશ્વાસ આવી જશે કે આ જગ્યાને ભારતની સૌથી સુંદર જગ્યાઓમાંની એક હોવાનું ગૌરવ કેમ પ્રાપ્ત છે.
3. એબૉટ માઉન્ટ, ઉત્તરાખંડ
નૈનીતાલ અને મસૂરી હવે પ્રવાસીઓથી ભરાઇ ચૂક્યા છે. આવામાં જો તમે પ્રવાસીઓની ભીડ-ભાડથી દૂર શાંતિમાં ફરવા માંગો છો તો ઉત્તરાખંડમાં સ્થિત એબૉટ માઉન્ટ તમારા માટે રજાઓ મનાવવા માટે યોગ્ય જગ્યા છે.
4. ગિરનાર, ગુજરાત
એવુ માનવામાં આવે છે કે ગિરનારના પર્વત હિમાલયથી પણ જુના સમયથી આ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે. અમદાવાદથી 327 કિ.મી. દૂર જુનાગઢની પાસે ગિરનાર પર્વત આવેલો છે. ગિરનાર પર્વતની આસ-પાસના વિસ્તારમાં ઘણાંબધા જોવાલાયક પૌરાણિક મંદિર અને પુરાતન સ્થળો છે. ગિરનારના લીલાછમ પર્વત શ્રેણી આખા ભારતવર્ષના ધાર્મિક શ્રદ્ધાળુઓની વચ્ચે ઘણું પ્રસિદ્ધ છે.
5. લેટમાવ્સિયાંગ, મેઘાલય
બહારની દુનિયાના ઘોંઘાટથી દૂર જો એકાંતની શોધમાં છો તો ધ્યાન આપો. ભારતના પૂર્વી રાજ્યોમાંનું એક મેઘાલયની પૂર્વી ખાસી હિલ્સ જિલ્લાના ખતરશોંગ લેટ્રોહ બ્લૉકમાં સ્થિત છે પ્રકૃતિની સુંદરતાનું અભૂતપૂર્વ ઉદાહરણ, લેટમાવ્સિયાંગ નામનું એક નાનકડું ગામ.
6. ટિંકિટમ, સિક્કિમ
આ નૈસર્ગિક જગ્યાની આસપાસ પહોંચતા જ તમને ઇલાયચીના બગીચામાંથી આવતી સુંદર ખુશ્બુ મદહોશ કરી દેશે. ટિંકિટમ શહેરમાં તમને એક નિષ્ક્રિય જ્વાળામુખી પણ જોવા મળશે. આ જ્વાળામુખીને નજીકથી જોવા માટે તમારે ટેંડોંગ નેશનલ પાર્કનું ચઢાણ કરવું પડશે.
7. વાલપરાઇ, તામિલનાડુ
સમુદ્રની સપાટીએથી 3500 ફૂટની ઊંચાઇ પર સ્થિત છે પ્રદુષણથી મુક્ત વલપરાઇ. ગાઢ જંગલોવાળા અનમલાઇ પર્વતોથી ઘેરાયેલા હોવાના કારણે અહીંની હવામાં એક અલગ જ પ્રકારની શુદ્ધતાનો અનુભવ થાય છે. વલપરાઇમાં ફરવા અને જોવાલાયક પહાડ, લીલોછમ ઘાસચારો, ખીણો, ઘાસના મેદાનો અને ઝરણાંની સાથે એટલું બધુ છે કે તમને પાછા જવાનું મન જ નહીં થાય.
વાલપરાઇ
8. બેલમ ગુફાઓ, આંધ્ર પ્રદેશ
બેલમની ગુફા આંધ્ર પ્રદેશની 6 પ્રાકૃતિક ગુફાઓમાંની સૌથી મોટી છે અને ભારતીય ઉપખંડની સૌથી મોટી ગુફાઓમાં બીજા નંબરે આવેલી છે. વેલમ ગુફાઓની શાંતિ અને રચનાત્મક સુંદરતામાં તમે તમારા દિલનો અવાજ પણ સાંભળી શકો છો.
બેલમ
9. કૂર્ગ, કર્ણાટક
જો કોઇ જગ્યાને ભારતનું સ્કૉટલેન્ડ કહેવાય છે તો તમે વિચારી જ શકો છો કે ત્યાંની સુંદરતા કેટલી ભવ્ય હશે.
મદિકેરી
આ જગ્યા હજુ પણ પ્રવાસીઓની ભીડથી દૂર છે અને અહીંનું બધુ જ એટલું સુંદર છે કે જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો