ભારતના 9 સ્થળો જે સુંદરતામા લદ્દખને પણ માત આપે છે.!

Tripoto

લદ્દાખને ચાહવાના એક હજાર કારણો હોઈ શકે. પરંતુ ભારતમાં બીજી ઘણી જગ્યાઓ છે જે લદ્દાખ જેટલી જ સુંદર અને અનોખી છે અને પ્રવાસીઓને લદાખ જેટલી જ હૂંફ અને આનંદથી આવકારે છે. ટ્રાવેલર હોવાના કારણે જીવનમાં એકવાર તો આ સ્થળોની મુલાકાત લેવી જ જોઈયે. તો ચાલો જાણીએ ભારતની આ સુંદર જગ્યાઓ વિશે.

1. સ્પીતી વેલી, હિમાચલ પ્રદેશ

ભારત અને તિબેટ વચ્ચે એક સુંદર રાજ્ય, હિમાચલ પ્રદેશના ઉત્તર પૂર્વમા એક સપનાઓની દુનિયા છે. સપનાની આ દુનિયાનું નામ સ્પિતિ છે. સ્પીતી વેલી એટલી સુંદર છે કે જો તમે ફોટોગ્રાફર ન હોવ તો પણ બની જશો. અહીંના નજારાઓ જોતા વેંત જ ચિત્રો બની જાય છે.

Photo of ભારતના 9 સ્થળો જે સુંદરતામા લદ્દખને પણ માત આપે છે.! 1/19 by Romance_with_India
Credit : Salim Islam
Photo of ભારતના 9 સ્થળો જે સુંદરતામા લદ્દખને પણ માત આપે છે.! 2/19 by Romance_with_India
Credit : Disha Kapkoti
Photo of ભારતના 9 સ્થળો જે સુંદરતામા લદ્દખને પણ માત આપે છે.! 3/19 by Romance_with_India
Credit : Salim Islam

2. દૂધપથરી, કાશ્મીર

શ્રીનગરથી લગભગ 42 કિમી દૂર બીજી એક ખૂબ જ સુંદર જગ્યા છે જેનું નામ દૂધપથરી છે. દૂધપથરીને ભારતની કેટલીક પસંદ કરેલી સૌથી સુંદર જગ્યાઓમાંની એક માનવામાં આવે છે. દૂર દૂર સુધી ફેલાયેલા લીલા ઘાસના મેદાન પૂરજોશ સાથે વહેતી નદીએ આવી અટકી જાય છે. દુધપથરીના કુણા લીલા ઘાસના મેદાનોમા ફરીને તમને ખબર પડશે કે શું કામ આ સ્થળને ભારતના સૌથી સુંદર સ્થળોમાંનું એક હોવાનો ગૌરવ પ્રાપ્ત છે.

Photo of ભારતના 9 સ્થળો જે સુંદરતામા લદ્દખને પણ માત આપે છે.! 4/19 by Romance_with_India
Photo of ભારતના 9 સ્થળો જે સુંદરતામા લદ્દખને પણ માત આપે છે.! 5/19 by Romance_with_India
Credit : Wikimedia

3. એબોટ માઉન્ટ, ઉત્તરાખંડ

નૈનીતાલ અને મસૂરી હવે પ્રવાસીઓથી ભરેલા છે. આવી સ્થિતિમાં જો તમે પ્રવાસીઓની ધમાલથી દૂર, ક્યાંક શાંતિથી ફરવા માંગતા હો, તો ઉત્તરાખંડમાં સ્થિત એબોટ માઉન્ટ તમારા માટે યોગ્ય સ્થળ છે.

Photo of ભારતના 9 સ્થળો જે સુંદરતામા લદ્દખને પણ માત આપે છે.! 6/19 by Romance_with_India
Photo of ભારતના 9 સ્થળો જે સુંદરતામા લદ્દખને પણ માત આપે છે.! 7/19 by Romance_with_India
Credit : Abott Mount

4. ગિરનાર, ગુજરાત

એવું માનવામાં આવે છે કે ગિરનારની પર્વતમાળા, હિમાલય કરતાં પણ પ્રાચીન કાળથી અડિખમ ઊભી છે. અમદાવાદથી 327 કિમી જૂનાગઢ નજીક ગિરનાર પર્વતો આવેલા છે. ગિરનાર પર્વતની નજીકમાં જોવા માટે ઘણા પૌરાણિક મંદિરો અને પ્રાચીન સ્થળો છે. ગિરનારની લીલી પર્વતમાળા સમગ્ર ભારતના ધાર્મિક ભક્તોમાં ખૂબ પ્રખ્યાત છે.

Photo of ભારતના 9 સ્થળો જે સુંદરતામા લદ્દખને પણ માત આપે છે.! 8/19 by Romance_with_India
Credit : Amre
Photo of ભારતના 9 સ્થળો જે સુંદરતામા લદ્દખને પણ માત આપે છે.! 9/19 by Romance_with_India
Credit : Andrea Kirkby

5. લેટમાવ્સિયાંગ, મેઘાલય

જો તમે બહારની દુનિયાના ઘોંઘાટથી દૂર, એકાંત શોધી રહ્યા છો તો ધ્યાન આપો! કુદરતની સુંદરતાનું અદભૂત ઉદાહરણ, ભારતના પૂર્વી રાજ્યોમાના એક મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના ખાતરશોંગ લેટ્રોહ બ્લોકમાં સ્થિત લેટમાવ્સિયાંગ.

Photo of ભારતના 9 સ્થળો જે સુંદરતામા લદ્દખને પણ માત આપે છે.! 10/19 by Romance_with_India
Photo of ભારતના 9 સ્થળો જે સુંદરતામા લદ્દખને પણ માત આપે છે.! 11/19 by Romance_with_India
Credit : Rajesh Dutta

6. ટિંકિટમ, સિક્કિમ

આ કુદરતી સ્થળની નજીક પહોંચતાની સાથે જ તમે એલચીના બગીચાઓમાંથી આવતી સુગંધથી મંત્રમુગ્ધ થઈ જશો. તમને ટિંકિટમ શહેરમાં એક નિષ્ક્રિય જ્વાળામુખી પણ મળશે. આ જ્વાળામુખીને નજીકથી જોવા માટે તમારે ટેન્ડોંગ નેશનલ પાર્કમાં જવું પડશે.

Photo of ભારતના 9 સ્થળો જે સુંદરતામા લદ્દખને પણ માત આપે છે.! 13/19 by Romance_with_India

7. વાલપરાઈ, તમિલનાડુ

સમુદ્ર સપાટીથી 3500 ફૂટની ઊંચાઈ પર, પ્રદુષણમુક્ત સ્થળે આવેલું છે વાલપરાઈ. ગીચ જંગલવાળા અનમલાઈ પર્વતોથી ઘેરાયેલ હોવાથી અહીંની હવા એક અલગ પ્રકારની શુદ્ધતા ધરાવે છે. પર્વતો, લીલાછમ ગોચર, ખીણો, ઘાસના મેદાનો અને ધોધથી લઈ વાલપરાઇમાં જોવા માટે ઘણું બધું છે જે તમને પાછા આવવાનું મન નહીં થવા દે.

8. બેલમ ગુફાઓ, આંધ્ર પ્રદેશ

બેલમ ગુફા આંધ્રપ્રદેશની 6 કુદરતી ગુફાઓમાં સૌથી મોટી છે અને ભારતીય ઉપખંડની સૌથી મોટી ગુફાઓમાં બીજા ક્રમે છે. તમે બેલમ ગુફાઓની શાંતિ અને સર્જનાત્મક સુંદરતામાં તમારા હૃદયના ધબકારા પણ સાંભળી શકો છો.

Photo of ભારતના 9 સ્થળો જે સુંદરતામા લદ્દખને પણ માત આપે છે.! 16/19 by Romance_with_India
Credit : Praveen
Photo of ભારતના 9 સ્થળો જે સુંદરતામા લદ્દખને પણ માત આપે છે.! 17/19 by Romance_with_India
Credit : Mahesh Telkar

9. કુર્ગ, કર્ણાટક

જો કોઈ સ્થળને ભારતનું સ્કોટલેન્ડ કહેવામાં આવે તો તમે કલ્પના કરી શકો છો કે તે કેટલુ સુંદર હશે.

Photo of ભારતના 9 સ્થળો જે સુંદરતામા લદ્દખને પણ માત આપે છે.! 18/19 by Romance_with_India
Credit: Navaneeth KN

આ સ્થળ હજુ પણ પ્રવાસીઓની ભીડથી દૂર છે અને અહીંની દરેક વસ્તુ એટલી સુખદ અને સુંદર છે કે તેના જેટલા વખાણ થાય તેટલા ઓછા છે.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

બંગાળી અને ગુજરાતીમાં સફરાનામો વાંચવા અને શેર કરવા માટે Tripoto બાંગ્લા અને Tripoto ગુજરાતી ને અનુસરો.

Tripoto હિન્દી ઇન્સ્ટાગ્રામ પર જોડાઓ અને ફિચર થવની તક મેળવો.

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads