બિરયાનીનો ઇતિહાસ બિરયાનીના સ્વાદ કરતા પણ મજેદાર છે! એવું કહેવાય છે કે ભારત પર 1938 માં આક્રમણ કરવા આવેલા તૈમુરની સેનાનો આ મુખ્ય ખોરાક હતો. મુઘલ સમયમાં પણ બિરયાનીની બોલબોલા હતીઃ. ભારતના દક્ષિણ ભાગમાં તમિલ સાહિત્યમાં પણ ચોખા અને માંસના એક ખાદ્ય પદાર્થનો ઉલ્લેખ જોવા મળે છે. એક વાર્તામાં તો મુમતાઝ જે શાહજહાંની પત્ની હતી એને બિરયાનીની શોધ નો શ્રેય દેવામાં આવે છે.
ત્યારથી લઈને આજ સુધી ભારતના અલગ અલગ ભાગમાં અલગ અલગ પ્રકારની બિરયાની ફેમસ છે જે માટે લોકો એક બીજા સાથે લડાઈ પણ કરવા લાગે છે.
ચાલો જાણીએ બિરયાનીની અલગ અલગ વેરાઈટી.
હૈદરાબાદી બિરયાની
આ બિરયાની 2 પ્રકારમાં મળે છે કાચી અને પાકી. કાચીમાં માંસને આખી રાત દહીંમાં રાખીને મેરિનેટ કરીને ભાત સાથે એક ખાસ તાપમાન પાર પકવવામાં આવે છે.
પાક્કિમાં માંસ અને ભાત બંને અલગ અલગ પકાવવામાં આવે છે. અને પછી "દમ" પ્રોસેસ (માટીના વાસણને લોટથી બંધ કરીને પકવવાની રીત) કરવામાં આવે છે. આ બિરયાની સુગંધિત કેસર વાળા ભાટ અને માંસ સાથે રાયતાની જોડે પીરસવામાં આવે છે.
કોલકાતા બિરયાની
અવધના છેલ્લા નવાબ જયારે નિર્વાસિત કરવામાં આવ્યા ત્યારે એમના રસોઈયાઓ આવક ઓછી હોવાને કારણે બિરયાનીમાં માંસને બદલે બટેટા નાખવાનું શરુ કર્યું અને એ કોલકાતા બિરયાની કહેવાય છે. આમાં બટેટા, ભાત ઉપરાંત કેસર, રોઝ વોટર અને ચિકન અથવા મટન એક મટકીમાં નાખીને પકવવામાં આવે છે. અને વચ્ચે એક ઈંડુ પણ નાખવામાં આવે છે!
લખનવી બિરયાની
આ અવધી સ્ટાઇલ બિરયાનીમાં મસાલાને મીટના રસમાં બનાવવામાં આવે છે, માંસને પહેલા અડધું પકાવીને તજ વગેરે મસાલા સાથે ભાત નાખીને પૂરું પકાવવામાં આવે છે. આને દમપુખ્ત સ્ટાઇલ કહેવાય છે.
ડીન્ડીગુલ બિરયાની
આ બિરયાની બનાવવા માટે માત્ર ઘાસ ચરવા વળી કન્નીવડી બકરીના માંસનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી બિરયાનીમાં માંસના મોટા મોટા ટુકડા નાખવામાં આવે છે જયારે આ બિરયાનીમાં માંસના નાના નાના ક્યુબ નાખવામાં આવે છે. જીરા ભાતને તીખો સ્વાદ આપવા માટે દહીં અને લીંબુ નાખીને મરિના મસાલામાં વધારવામાં આવે છે. સાથે ડુંગળીનું રાયતું અથવા રીંગણની ગ્રેવી પીરસવામાં આવે છે.
થલાસેરિ બિરયાની
આ બિરયાની કેરળના મલબાર વિસ્તારમાં બને છે. આમ બાસમતી ભાતની બદલે દેશી ખયમા અથવા જીરાકસલા ભાતનો ઉપયોગ થાય છે. આમાં ઘણા ચિકન વિંગ, ડુંગળી, શેકેલા કાજુ, કિસમિસ, મસાલા અને વરિયાળીનું કોમ્બિનેશન હોય છે. ગ્રેવી વાળું મીટ પીરસતા સમયે ભાત પીરસવામાં આવે છે.
મેમની બિરયાની
આ ખુબ જ તીખી બિરયાની ગુજરાત સિંધ પ્રાંતના મેમણ જાતિની ઓળખ છે. આમાં રસદાર લેમ્બ, તીખી ડુંગળી, અને બટેટાને દહીં સાથે મેળવીને નાખવામાં આવે છે. આમ ખાવાનો રંગ નાખવાની પણ જરૂર નથી પડતી કારણકે બધા મસાલા અને શાકને કારણે જ કુદરતી રંગ આવી જાય છે.
અમ્બુર બિરયાની
આ તમિલનાડુની બિરયાનીમાં મીટ ને દહીં સાથે મેરિનેટ કરીને કોથમીર અને પુદીના ફ્લેવર સાથે બનાવવામાં આવે છે. આમ મીટ સાથે સિરગિ સાંબા ભાતનો ઉપયોગ કરવામાં આવે છે. આમ માંસ પણ પ્રમાણમાં વધારે હોય છે. આને કથિરીકાઈ અથવા રીંગણની ગ્રેવી સાથે ખાઈ શકાય છે.
બ્યારી બિરયાની
કર્ણાટકના દક્ષિણ કન્નડના મુસ્લિમ પરિવારો આ બિરયાની ખાય છે. બિરયાનીનું નામ "બ્યારા" એ વ્યાપાર શબ્દ પરથી આવ્યું છે. આ બિરયાનીમાં ખુબ ટોપરું અને મરચું નાખવામાં આવે છે. પુરી રાત ઘી અને મસાલામાં ભાત રાખવામાં આવતા હોવાથી આ બિરયાનીના ભાતમાં સ્ટ્રોંગ ફ્લેવર હોય છે. આમ ચિકન, મટન અને સી ફૂડનો ઉપયોગ કરાય છે.
તાહરી બિરયાની
આ બિરયાની મીટ વગર બનાવવામાં આવે છે. મીટના બદલે આમ ખુબ બધું શાક નાખવામાં આવે છે જેમાં સ્વાદિષ્ટ મસાલા ઉપરાંત બટેટા અને ગાજર મુખ્ય હોય છે. આ બિરયાનીની શરૂઆત ટીપું સુલતાનના સમયમાં થઇ હોવાનું મનાય છે. જે સમયે વેજિટેરિયન લોકોને કામે રાખ્યા હોવાથી બિરયાનીનું વેજ સ્વરૂપ બનાવાયું હોવાનું મનાય છે.
સિંધી બિરયાની
સિંધી બિરયાની તીખા અને બોલ્ડ ફ્લેવર સાથે પાકિસ્તાનના સિંધ પ્રાંતથી આવી છે. સિંધી બિરયાનીમાં ઝીણું કાપેલું લીલું મરચું નાખવામાં આવતું હોવાથી એ ખુબ જ તીખી હોય છે. આમ મસાલા ઉપરાંત ફુદીનો, કોથમીર, ડુંગળી અને સૂકો મેવો નાખવામાં આવે છે. અને આલુબુખારા તથા બટેટા સાથે લેયરિંગ વખતે ખાતું દહીં પણ મેળવાય છે.
બોમ્બે બિરયાની
મુંબઈવાસીઓનાં જીવનનો ઉત્સાહ એમના બિરયાની પ્રેમમાં દેખાય છે. ટેન્ગી અને મીઠી આ બિરયાનીની હરેક ચમચીમાં જોરદાર સ્વાદ હોય છે. ચિકન અથવા મટન સાથે આમ તળેલા બટેટા જરૂર હોય છે. આલુબુખારા અને કેવડા પાણી નાખવાથી આ બિરયાનીમાં થોડી મીઠાશ પણ આવે છે.
ભટકલી બિરયાની
આ બિરયાની કર્ણાટકના તટીય વિસ્તાર ભટકલમાં જોવા મળે છે. આ બિરયાનીનો શ્રેય ફારસી ટ્રેડર્સને જાય છે. આમ મિતને સુગંધિત ભાત સાથે ડુંગળી અને માર્ચના લેયરમાં પકવવામાં આવે છે. પછી એમાં મસાલા અને મીઠો લીમડો નાખવામાં આવે છે. અને પછી ડુંગળી અને લસણના તીખા સ્વાદ વળી ભટકલી બિરયાની તૈયાર થાય છે જેમાં મીટ અને ભાત હોય છે.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.