કાશ્મીરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા 9 દિવસ – ઓછા જાણીતા સ્થળોનો પ્રવાસ ભાગ 1

Tripoto
Photo of કાશ્મીરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા 9 દિવસ – ઓછા જાણીતા સ્થળોનો પ્રવાસ ભાગ 1 1/12 by Jhelum Kaushal

કાશ્મીર હમેશા ભારતીય પ્રવાસીઓનું માનીતું સ્થળ રહ્યું છે. 2021માં જ્યારે હજુ પણ વિદેશ પ્રવાસ પર રોક લગાવવામાં આવેલી છે ત્યારે કાશ્મીર જાન્યુઆરી 2021 માં ભારતનું મોસ્ટ વિઝિટેડ સ્થળ તરીકે ઊભરી આવ્યું છે. મોટા ભાગે કાશ્મીર ફેમિલી ટ્રીપ તરીકે જ જોવામાં આવે છે પરંતુ કાશ્મીરમાં મિત્રો અને સોલો ટ્રાવેલર્સ માટે પણ ઘણું જ છે. મે 2020 માં લોકડાઉનના માત્ર 15 દિવસ પહેલા જ કાશ્મીરની મુલાકાત લીધેલી. જો તમે થોડું ઓફ બીટ ફરવા માંગો છો તો તમને મારો આ પ્રવાસ મદદરૂપ થશે.

દિવસ 1

Photo of કાશ્મીરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા 9 દિવસ – ઓછા જાણીતા સ્થળોનો પ્રવાસ ભાગ 1 2/12 by Jhelum Kaushal

તમે ધાર્યું હશે કે પ્રવાસ શરુ થાય છે શ્રીનગરથી પણ ના અમારો પ્રવાસ શરુ થયો અનંતનાગ થી. મે અને મારા બે મિત્રો બાલા અને તપને જમ્મુના બનિહાલથી પીર પંજાલ પર્વતમાળાને પસાર કરવા માટે કાશ્મીર રેલવેનો સહારો લીધો. પીર પંજાલની ઉત્તરે કાશ્મીર ખીણ અને સૌથી દક્ષિણે અનંતનાગ છે.

Photo of કાશ્મીરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા 9 દિવસ – ઓછા જાણીતા સ્થળોનો પ્રવાસ ભાગ 1 3/12 by Jhelum Kaushal

પહલગામ માટે અમને તરત જ ટેક્સી મળી ગઈ અને શેરિંગ ટૅક્સીનું ભાડું માત્ર 100 રૂપિયા જ છે જે તમે પ્રાઇવેટ કરીને જાઓ તો તમને 1200 રૂ. માં પડશે. અને અમને એક સુંદર વ્યૂ સાથેનો લાકડાનો રૂમ પણ 800 રૂ. માં મળી ગયો. સાંજે તપને બાઈસરણ જવાનું નક્કી કર્યું અને હું તથા બાલા પહલગામની લટાર મારવા નીકળ્યા. પ્રવાસીઓ દ્વારા ઘણી વખત પહલગામને નજર અંદાજ કરવામાં આવે છે. ચંદનવર્ણી માર્કેટથી થોડા કિમી આગળની તરફ જ પહેલગામ આવેલું છે.

Photo of કાશ્મીરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા 9 દિવસ – ઓછા જાણીતા સ્થળોનો પ્રવાસ ભાગ 1 4/12 by Jhelum Kaushal

અમે રોજબરોજની કાશ્મીરી લાઇફનું નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યાં જ અમને એક લોકલ કાશ્મીરીએ ચા માટે આમંત્રિત કર્યા, અને અમે તરત જ હા પાડી. તેમનું ઘર એક પરંપરાગત લાકડાનું કાશ્મીરી ઘર હતું જેના ડ્રૉઇંગ રૂમમાં કોઈ જ ફર્નિચર નહોતું પરંતુ આખા રૂમને આવરી લેતી એક કાર્પેટ માત્ર હતી. 10 લોકોનાં પરિવાર સાથે અમે ઘણી જ વાતો કરી અને સમયનું ભાન ત્યારે થયું જ્યારે સાંજે ખૂબ જ અંધારું થઈ ગયું હતું! એ પરિવારના મુજફફર નામના સૌથી યુવાન સદસ્યએ અમને એની ગાડીમાં અમારા રૂમ સુધીની સવારી કરી આપી અને દાના પાની નામનાં રેસ્ટોરંટમાંથી અમને ખાવાનું પણ મળી ગયું.

Photo of કાશ્મીરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા 9 દિવસ – ઓછા જાણીતા સ્થળોનો પ્રવાસ ભાગ 1 5/12 by Jhelum Kaushal

દિવસ 2

Photo of કાશ્મીરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા 9 દિવસ – ઓછા જાણીતા સ્થળોનો પ્રવાસ ભાગ 1 6/12 by Jhelum Kaushal

અમે દિવસની શરૂઆત ટુરિસ્ટ કેબમાં અરુ વેલીથી કરી. જોકે મારી 2018 ની કાશ્મીરની મુલાકાત વખતે પહાલગામથી અરુ વેલીનું આ 15 કિમીનું અંતર સવારીઓ બદલી બદલીને અને ચાલતા હાઇકિંગ કરીને સાવ મફતમાં પસાર કરેલું. હાઇકિંગનો આ અનુભવ અચૂક કરવા જેવો છે. અમે ઘણા સારા ફોટાઓ aઅ જગ્યા એ લીધા જય એ સમયે બરફ પણ પડી રહ્યો હતો. તપને સ્લેડ્જિંગની પણ ઈચ્છા પૂરી કરી.

અમે પાછા પહલગામ આવ્યા અને ત્યાંથી અનંતનાગ જવા નીકળ્યા. અમે હવે સાચું ઓફ બીટ ફરવા માંગતા હતા. અમે શોપિયા માટે 120 રૂ. માં શેરિંગ કેબ કરી લીધી. નેશનલ લેવલ પર ન્યૂઝમાં રહેતું હોવાથી લોકો શોપિયા આવવાનું પસંદ નથી કરતાં. અહીં અમારું પણ સઘન ચેકિંગ કરવામાં આવ્યું. 

Photo of કાશ્મીરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા 9 દિવસ – ઓછા જાણીતા સ્થળોનો પ્રવાસ ભાગ 1 7/12 by Jhelum Kaushal

શોપિયા ખૂબ ઓછા લોકો આવતા હોવાથી અમારી પર પણ સ્થાનીય લોકોનું ઘણું જ ધ્યાન હતું. DSLR તરફ લોકો થોડા સતર્ક થઈ જતાં હોવાથી મેં એનો ઉપયોગ કરવાનું ટાળ્યું. તુલીપ નામની એક એવરેજ હોટેલમાં ઉતારો કરીને અમે ફરવા નીકળ્યા. શોપિયામાં વચોવચ એક મસ્જિદ છે. અને દાનિશ રેસ્ટોરન્ટમાં નાસ્તો કર્યો. અહીંના ઘણા લોકો ઈરાન, કજખસ્તાન અને બાંગ્લાદેશ ભણે છે. અહિયાં ઘણી બધી દુકાનોમાં તાંબાના વાસણો જોઈને મેં તપાસ કરવા ઇચ્છયું તો મને દુકાનદારે એવો જવાબ આપ્યો કે એ તમારા માટે નથી! ઉપરાંત ઘણી કૂકીસની દુકાનો પણ હતી.

Photo of કાશ્મીરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા 9 દિવસ – ઓછા જાણીતા સ્થળોનો પ્રવાસ ભાગ 1 8/12 by Jhelum Kaushal
Photo of કાશ્મીરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા 9 દિવસ – ઓછા જાણીતા સ્થળોનો પ્રવાસ ભાગ 1 9/12 by Jhelum Kaushal

રાત્રે ડિનર અમે હોટેલમાં જ કર્યું. એક રસોઇયાં, એક કેર ટેકર અને ઉત્તર પ્રદેશના એક વેપારીએ અમને આહારબાલ ધોધ તરફ અમારો પ્રવાસ કઈ રીતે આગળ વધારવો એ સમજાવ્યું.

દિવસ 3

અમે સવારે નિહામાં માટે ટેક્સી કરી જ્યાંથી અમારે આહારબાલ માટે બીજી ટેક્સી કરવાની હતી પરંતુ અમને નિહામાં ખૂબ જ પસંદ પડી ગયું. જામિયા મસ્જિદ અને એની આગળ વિષવ નદીના દ્રશ્યો જોઈને અમે ચકિત થઈ ગયા.

Photo of કાશ્મીરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા 9 દિવસ – ઓછા જાણીતા સ્થળોનો પ્રવાસ ભાગ 1 10/12 by Jhelum Kaushal
Photo of કાશ્મીરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા 9 દિવસ – ઓછા જાણીતા સ્થળોનો પ્રવાસ ભાગ 1 11/12 by Jhelum Kaushal

ત્યાં પણ અમને એક અજાણ્યા ભાઈએ પોતાના ઘરે બોલાવીને ચા અને સફરજન ઓફર કર્યા. આ સરકારી કર્મચારી જોડે સરકારની તરફદારી કરતી વાતો કરીને અમે આહારબાલ જવા નીકળ્યા. આ ધોધની આજુ બાજુ બરફ જ બરફ હતો અને અત્યંત રમણીય દ્રશ્ય આ બરફ પૂરું પાડતો હતો. થોડા કલાકો અહિયાં ગાળીને અમે અનંતનાગ જવા નીકળ્યા જ્યાંથી અમારી શ્રીનગરની છેલ્લી ટ્રેન તો નીકળી ચૂકેલી એટલે અમે ટેક્સી કરીને શ્રીનગર જવા નીકળ્યા, નહેરુ પાર્ક પાસે 1000 રૂ ની હોટેલ માં અમે રાતવાસો અને ડિનર કર્યા.

Photo of કાશ્મીરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા 9 દિવસ – ઓછા જાણીતા સ્થળોનો પ્રવાસ ભાગ 1 12/12 by Jhelum Kaushal

દિવસ 4

વહેલી સવારે અમે સોંપોર માટે ટ્રેન પકડી. પર્શિયન ફીલિંગ આપતા આ ગામને જોઈને અમને ઘણું જ આશ્ચર્ય થયું. ઘોડા ગાડીઓ – ટાંગાઓથી અને કાશ્મીરી સ્ત્રીઓથી આખો રોડ ભરચક હતો. અમે ખૂબ જ ભૂખ્યા હતા એટલે સ્થાનીય વાનગી ધરાવતી એક રેસ્ટોરન્ટમાં અમે જમ્યા અને ત્યાંથી બંદીપોરા જવા નીકળ્યા. ભારતના સૌથી વિશાળ સરોવર – વુલરથી પસાર થતો આ રુટ કુદરતી દ્રશ્યોની સુંદરતાથી ભરપૂર છે. બંદીપોરા પહોંચ્યા પછી અમને ખ્યાલ આવ્યો કે વુલરને જોવા માટે શ્રેષ્ઠ જગ્યા અષ્ટનગુ છે. પછી અમે સ્થાનિક લોકો સાથે વાતો કરતાં કરતાં સરોવરની આજુ બાજુ ફર્યા.

ત્યાંનાં બાળકોએ અમને પૂછ્યું કે અમે ભારતથી હતા કે કેમ કારણકે કોરોનાનો ડર ત્યાં સુધી પહોંચી ગયો હતો અને પ્રવાસીઓ આ બીમારી અહિયાં લાવે એવી એમણે આશંકા હતી. સાચું કહીએ તો એન્ટિ ઈન્ડિયા સેંટિમેંટ્સ સોંપોર અને બંદીપોરામાં ઘણા બધા ચિતરામણ દ્વારા જોઈ જ શકાય છે. ઘણા બધા આવા ચિતરામણ સેન એ હટાવી દીધેલ પરંતુ ઘણાબધા હજુ એમને એમ જ છે.

સાંજે અમે શ્રીનગર જવા માટે બસ પકડી. બંદીપોરાથી શ્રીનગરની આ મુસાફરીમાં વુલર સરોવર, માનસબલ સરોવર, અહંસર સરોવર સંબલ સરોવર અને ઝેલમ નદી આવે છે.

બીજા દિવસે બાલા અને તપને દિલ્લી માટે નીકળવાનું હતું અને મારી પાસે બીજા 5 દિવસ હતા કાશ્મીર ફરવા માટે. મારી આ સફરના આધ્યાત્મિક અને ઐતિહાસિક ભાગ માટે વાંચો ભાગ 2.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads