શું તમે ખૂબ વ્યસ્ત છો અને મુસાફરી માટે એક દિવસ પણ કાઢી શકવાનુ મુશ્કેલ છે? ચાહવા છત્તા તમે બહાર નથી જઇ શકતા, તો અમે તમારા માટે એવા નાના નાના દેશોની સૂચિ લાવ્યા છીએ, જ્યાં ફરવા માટે એક દિવસ કરતા પણ ઓછો સમય લાગે છે. તો ચાલો જાણીએ એક પછી એક તે દેશો વિશે-
1. ગ્રેનેડા
તે ક્યાં સ્થિત છે: દક્ષિણ-પુર્વ કૈરેબિયન સમુદ્રમા ગ્રેનેડાઈંસના દક્ષિણી છેડા પર આવેલો એક ટાપુ કે જે એક દેશ પણ છે.
ક્ષેત્રફળ: 344 ચો.કિ.મી.
વિશેષ શું છે: ગ્રેનેડાને દુનિયામાં જાયફળનો સૌથી મોટો ઉત્પાદક માનવામાં આવે છે, તેથી તેને સ્પાઇસ આઇલેન્ડ પણ કહેવામાં આવે છે, અને અહીં આવીને તમે તેની હવાઓમા મસાલાઓની સુગંધ લઈ શકો છો. અહીં સફેદ રેતી વાળા દરિયાકિનારા પાસે ફેલાયેલા પહાડો, સમુદ્રની સુંદરતા અને અજાણ્યુ વાતાવરણ તમને એક અલગ જ અનુભવ આપી શકે છે. વિશેષ બાબત એ છે કે હજી પણ આ મનોહર ટાપુ પર લોકોની નજર પડી નથી અને માત્ર થોડા જ લોકો અહીં તેમની રજાઓ ગાળવા આવે છે.
ત્યાં જઈને શું કરવું: ગ્રેનાડા અંડરવોટર સ્કલ્પચર પાર્કની મુલાકાત લો કે જે વિશ્વનુ પ્રથમ અંડરવોટર શિલ્પ પાર્ક છે; ફોર્ટ ફ્રેડરિક, ફોર્ટ મેથ્યુ અને ફોર્ટ જ્યોર્જ નામના ત્રણ ઐતિહાસિક કિલ્લાઓની મુલાકાત લો; લેવેરા નેશનલ પાર્કની મુલાકાત લઈને ગ્રેનેડાના સૌથી અદભૂત કાંઠાળ વિસ્તારનો આનંદ લો.
2. માલ્ટા
તે ક્યાં સ્થિત છે: માલ્ટિઝ આઇલેન્ડ્સ ભૂમધ્ય સમુદ્રની લગભગ મધ્યમાં સ્થિત છે.
ક્ષેત્રફળ: 316 ચો.કિ.મી.
વિશેષ શું છે: માલ્ટા ત્રણ ટાપુઓથી બનેલો છે - ગોઝો, કોમિનો અને સૌથી મોટો માલ્ટા. સુખદ વાતાવરણ, આકર્ષક સમુદ્ર કિનારો, ચાંદની રાત અને 7000 વર્ષના મનોહર ઇતિહાસ સહિત ઘણા રસપ્રદ તથ્યોને ગૌરવ આપતો આ દેશ તમને આવકારવા તૈયાર છે. આજે પણ આ સ્થાન લોકોની નજરથી દૂર છે અને તેના વિશે ફક્ત થોડા જ લોકો જાણે છે.
ત્યાં જઈને શું કરવું: માલ્ટાના પ્રાગૈતિહાસિક મંદિરો જેવા કે મંજદ્ર અને હાગર કિમની મુલાકાત લો; સેન્ટ જુલિયન અને બુગિબાની આસપાસ ક્લબિંગની મઝા લો; ગોઝો અને કોમિનો ટાપુઓની મુલાકાત લો; ગ્રાન્ડ હાર્બર બોટ ટૂર પર જરુર જાઓ.
3. સેન્ટ કિટ્સ અને નેવિસ
તે ક્યાં સ્થિત છે: વેસ્ટ ઇન્ડીઝ
ક્ષેત્રફળ: 261 ચો.કિ.મી.
શું વિશેષ છે: બે ટાપુઓ વાળો આ દેશ કઠોર પર્વતો તેમજ દરિયાકિનારા માટે જાણીતો છે. જો તમારે કોઈ નાના ટાપુની મુલાકાત લઈને વેકેશન ગાળવુ હોય કે જ્યાં દરિયાકિનારે આરામ ફરમાવવાથી માંડી દુર દુર સુધી ફેલાયેલા જંગલોને નિહાળવાનુ સુખ મળે અને આ બધા સાથે મહાન કોકટેલનો પણ આનંદ માણવા માંગતા હો, તો આ તમારા માટે યોગ્ય દેશ છે!
ત્યાં જઈને શું કરવું: માઉન્ટ લિયામુઇગા પર ચડવુ; બ્રિમસ્ટોન હિલ ફોર્ટની મુલાકાત લો; સુગર ટ્રેન દ્વારા ટાપુની ફરતે કિનારે કિનારે ચક્કર લગાવો; એક લોકલ ગાઈડને સાથે લઈ ટાપુના વરસાદી જંગલોમા ફરો; બેસેટરે વોટરફ્રન્ટ પર ટ્રેઝરી બિલ્ડિંગ અને નેશનલ મ્યુઝિયમની મુલાકાત લો.
4. લિકટેંસ્ટીન
તે ક્યાં સ્થિત છે: સેંટ્રલ યુરોપ
ક્ષેત્રફળ: 160 ચો.કિ.મી.
શું વિશિષ્ટ છે: તેના બ્લિંક-એંડ-મિસ આકારને લીધે લિકટેંસ્ટીન સ્વિટ્ઝરલેન્ડ અને ઓસ્ટ્રિયા વચ્ચેનો એક ખૂબ જ ખાસ દેશ છે. રસપ્રદ વાત તો એ છે કે આ દેશનું પોતાનું કોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક નથી, તેથી દેશમાં પ્રવેશવું થોડું મુશ્કેલ છે. આ આલ્પાઇન દેશમાં જવા માટે તમારે હજી પણ રજવાડા દ્વારા શાસિત સ્વિટ્ઝરલેંડના ઝુરિક એરપોર્ટ પર ઉતરવું પડશે.
ત્યાં જઈને શું કરવું: લિકટેંસ્ટીન નેશનલ મ્યુઝિયમમા ટહેલો; લિકટેંસ્ટીન આર્ટ મ્યુઝિયમમા રંગીન આર્ટવર્ક જુઓ; વડુઝના હોફકેલેર ડેસ ફુર્સ્ટન વોન લિકટેંસ્ટીનમા કેટલીક કોમ્પ્લીમેંટ્રી વાઇનનો આનંદ લો; લિકટેંસ્ટીનમાં 400 કિ.મી. લાંબા હાઇકિંગ ટ્રેલ્સની મજા લો; જાજરમાન ગુટેનબર્ગ ગઢની મુલાકાત લો.
5. સૈન મૈરિનો
તે ક્યાં સ્થિત છે: સૈન મૈરિનો ઇટાલીની સરહદે આવેલ એક યુરોપિયન દેશ છે.
ક્ષેત્રફળ: 61 ચો.કિ.મી.
શું વિશેષ છે: સૈન મૈરિનો સુરમ્ય વાતાવરણ અને સુંદર કુદરતી છટાઓ સાથે એક શાંતિપૂર્ણ દેશ છે. તે વિશ્વના નાનામાં નાના દેશોમાંનો એક છે, જે ઇટલીથી જુદો છે. જોકે ઘણા લોકો તેને ઇટલીનો ભાગ કહેવાની ભૂલ કરે છે. આ દેશ ઇટલીના એમિલિયા-રોમાગ્ના અને લ માર્શ પ્રદેશો દ્વારા એડ્રિયાટિક સમુદ્રની નજીક સ્થિત છે, જ્યાં ફ્લોરેન્સ અથવા બોલોગ્ના જેવા શહેરોથી એક દિવસની સફર કરીને સરળતાથી પહોંચી શકાય છે.
ત્યાં જઈને શું કરવું: વિંટેજ કાર મ્યુઝિયમ, મારાનેલો રોસો ફેરારી મ્યુઝિયમ જરૂર જુઓ; મ્યુજો ડેલ્લે સેરે ખાતે સૈન મૈરિનોના ઇતિહાસને ખોળી આવો; સૈન મૈરિનોનો સૌથી જૂનો અને સૌથી મોટો કિલ્લો ટોરે ગુએટાની પણ મુલાકાત લો.
6. તુવાલુ
તે ક્યાં સ્થિત છે: દક્ષિણ પેસિફિક મહાસાગર
ક્ષેત્રફળ: 26 ચો.કિ.મી.
વિશેષ શું છે: તુવાલુ કે અગાઉ એલિસ આઇલેન્ડ તરીકે ઓળખાતો હતો તે ઓસ્ટ્રેલિયાની ઉત્તર પુર્વમાં પેસિફિક મહાસાગરમાં સ્થિત છે. આ દેશમાં પ્રિન્સેસ માર્ગરેટ સાથે આશરે 10,000 ભાડૂત છે, જેમના માટે ફક્ત 8 કિ.મી. રસ્તાઓ અને એક હોસ્પિટલ હાજર છે. આ દેશ એક સમયે બ્રિટીશ વસાહત હતો, જેણે 1978 માં આઝાદી મેળવી હતી.
ત્યાં જઈને શું કરવુ: ફનાફુટી મરીન કન્સર્વેઝન એરિયામા જઈ વિશાળ સમુદ્ર અને જંગલની મજા માણવી; કિલિકીટીની રમત જુઓ કે જે તુવાલુની ક્રિકેટ છે; ફનાફુટી લગૂન પર આરામ કરો.
7. મોનાકો
તે ક્યાં સ્થિત છે: પશ્ચિમ યુરોપ
ક્ષેત્રફળ: 2 ચો.કિ.મી.
શું વિશેષ છે: ફ્રેન્ચ રિવેરા પરની એક ભવ્ય અને નાનુ શાહી રજવાડુ, મોનાકો વિશ્વનો બીજો સૌથી નાનો દેશ હોઈ શકે, પરંતુ તેનું વાતાવરણ તેને એક પરિપૂર્ણ દેશ બનાવે છે. મોનાકોને પૃથ્વીનો સૌથી આકર્ષક ભાગ કહેવામા કાઈ ખોટું નહીં હોય. તેના વાર્ષિક ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પ્રિ માટે જાણીતું મોનાકો સુખદ પળો અને મુસાફરોને આકર્ષિત કરી રહ્યું છે.
ત્યાં જઈને શું કરવું: લાર્વોટોટ બીચ પર થોડો સમય પસાર કરો; મોન્ટે કાર્લો કેસિનો પર તમારુ નસીબ અજમાવો; રોયલ પેલેસની મુલાકાત લો; ઓશનોગ્રાફિક મ્યુઝિયમમાં પાણીની અંદરની સૃષ્ટિ વિશે જાણો; અને કાર ઉત્સાહીઓનો તો શું કહેવું, ત્યાં નાકો ગ્રાન્ડ પ્રિ તો છે જ.
8. વેટિકન સિટી
તે ક્યાં સ્થિત છે: યુરોપ
ક્ષેત્રફળ: 0.44 ચો.કિ.મી.
વિશેષ શું છે: ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કના આઠમા ભાગ જેટલા મોટુ વેટિકન સિટી પોપ દ્વારા રાજાશાહી તરીકે સંચાલિત છે. જોવામા તે અદ્યતન શહેર જેવું લાગે છે જે વિશ્વના શ્રેષ્ઠ શિલ્પ કૌશલનો નમૂનો છે. અહીંનો શણગાર અને બનાવટ દરેકને મોહિત કરે છે.
ત્યાં જઈને શું કરવું: સેન્ટ પીટર બેસિલિકાની મુલાકાત લો; સિસ્ટિન ચેપલ જુઓ; સ્કૈવીની મુલાકાત લો; સ્વિસ ગાર્ડ સાથે સંપર્ક કરો; સેન્ટ પીટર સ્ક્વેર પર ટહેલવાનો આનંદ લો.
વોટ્સએપ પર દૈનિક મુસાફરીની પ્રેરણા માટે Hi લખીને 9319591229 પર મોકલો અથવા અહીં ક્લિક કરો.
ટ્રાવેલ વિડિઓ માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો.