8 એવા દેશ જે તમે ફક્ત એક દિવસમાં ફરી શકો છો!

Tripoto

શું તમે એક વ્યસ્ત માણસ છો અને હરવા-ફરવા માટે એક દિવસ પણ કાઢવો મુશ્કેલ થઇ રહ્યો છે? ઇચ્છા હોવા છતાં નીકળી નથી શકતા તો અમે તમારા માટે જ એવા નાના-નાના દેશોનું લિસ્ટ લઇને આવ્યા છીએ જ્યાંનો ખૂણેખૂણો ફરવા માટે એક દિવસથી પણ ઓછો સમય લાગે છે. તો પછી ચાલો, એક-એક કરીને એવા દેશો અંગે જાણીએ-

1. ગ્રેનેડા

ક્રેડિટઃ વિકિપીડિયા

Photo of 8 એવા દેશ જે તમે ફક્ત એક દિવસમાં ફરી શકો છો! by Paurav Joshi

ક્યાં આવેલુ છે: દક્ષિણ-પૂર્વ કેરેબિયન સાગરમાં ગ્રેનેડાઇંસના દક્ષિણી ભાગ પર એક ટાપુ જે એક દેશ પણ છે.

ક્ષેત્રફળઃ 344 ચોરસ કિ.મી.

શું છે ખાસઃ ગ્રેનેડાને જાયફળનું દુનિયામાં સૌથી મોટું ઉત્પાદક માનવામાં આવે છે. જેથી આને સ્પાઇસ ટાપુ પણ કહે છે, અને અહીં આવીને તેની હવામાં તમે મસાલાની મહેક લઇ શકો છો. અહીં સફેદ રેતીવાળા દરિયાકિનારાની પાસે ફેલાયેલા પહાડના શિખરો, સમુદ્રની સુંદરતા અને એક અજાણી આબોહવા તમને અલગ જ અનુભવ આપી શકે છે. ખાસ વાત એ છે કે હજુ પણ આ મનોરમ ટાપુ પર લોકોની નજર નથી પડી અને ઓછા લોકો જ અહીં રજા ગાળવા આવે છે.

જઇને શું કરોઃ પાણીની અંદર દુનિયાનો પહેલો મૂર્તિકલા પાર્ક, ગ્રેનેડા અંડરવોટર સ્કલ્પચર પાર્ક પર જાઓ, ફોર્ટ ફ્રેડરિક, ફોર્ટ મેથ્યૂ અને ફોર્ટ જ્યોર્જ એમ 3 ઐતિહાસિક કિલ્લાઓ જોવાનો આનંદ માણો. લેવેરા નેશનલ પાર્કમાં જઇને ગ્રેનેડાના સૌથી શાનદાર તટીય ક્ષેત્રની મજા લો.

2. માલ્ટા

ક્રેડિટઃ વિજિટમાલ્ટા

Photo of 8 એવા દેશ જે તમે ફક્ત એક દિવસમાં ફરી શકો છો! by Paurav Joshi

ક્યાં આવેલું છેઃ માલ્ટીઝ ટાપુ સમુહ ભૂમધ્ય સાગરના લગભગ કેન્દ્રમાં સ્થિત છે.

ક્ષેત્રફળઃ 316 ચોરસ કિ.મી.

શું છે ખાસઃ 3 ટાપુ- ગોજો, કોમિનો અને સૌથી વિશાળ માલ્ટાને ભેગા કરીને માલ્ટા દેશ બને છે. ખુશનુમા વાતાવરણ, આકર્ષક સમુદ્રી કિનારો, ચાંદની રાત અને 7000 વર્ષના મનોરમ ઇતિહાસ સહિત ઘણાં રોચક તથ્યોને પોતાનામાં સમેટીને આ દેશ સ્વાગત માટે તૈયાર રહે છે.

જઇને શું કરવું: માલ્ટાના ઐતિહાસિક મંદિરો જેવા કે મન્જદ્ર અને હાગર કિમ જોવા જાઓ, સેંટ જુલિયન અને બુગિબાની આસપાસ ક્લબિંગનો આનંદ લો, ગોજો અને કોમિનો ટાપુની યાત્રા કરો. ગ્રાન્ડ હાર્બર બોટ ટૂર પર જરૂર જાઓ.

3. સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ

Photo of 8 એવા દેશ જે તમે ફક્ત એક દિવસમાં ફરી શકો છો! by Paurav Joshi

ક્યાં આવેલું છે: વેસ્ટ ઇન્ડિઝ

વિસ્તાર: 261 ચોરસ કિ.મી.

શું છે ખાસ: બે ટાપુનો આ દેશ પહાડોની સાથે સાથે સમુદ્ર કિનારા માટે પણ જાણીતો છે. તમે રજાઓ ગાળવા અહીં આવી શકો છો.

જઇને શું કરવું: માઉંટ લિઆમુઇગાનું ચડાણ; બ્રિમસ્ટોન હિલના કિલ્લા પર જાઓ, સુગર ટ્રેનથી ટાપુ અને સમુદ્ર કિનારાની ચારેબાજુ ચક્કર લગાવો,બેસેટરે વોટરફ્રન્ટ પર ટ્રેઝરી બિલ્ડિંગ અને નેશનલ મ્યૂઝિયમ જાઓ.

4. લિકટેંસ્ટીન

ક્રેડિટઃ વિકિપીડિયા

Photo of 8 એવા દેશ જે તમે ફક્ત એક દિવસમાં ફરી શકો છો! by Paurav Joshi

ક્યાં આવેલું છે: સેન્ટ્રલ યૂરોપ

વિસ્તાર: 160 ચોરસ કિ.મી.

શું છે ખાસ: પોતાના બ્લિંક-એન્ડ મિસ આકારના કારણે લિકટેંસ્ટીન સ્વિટ્ઝરલેન્ડ અને ઑસ્ટ્રિયા વચ્ચે એક ખાસ દેશ છે. તેનું પોતાનું કોઇ એરપોર્ટ નથી. અહીં પહોંચવા તમારે સ્વિટ્ઝરલેન્ડના જ્યુરીચ ઉતરવું પડશે.

જઇને શું કરવું: લિકટેસ્ટીન નેશનલ મ્યૂઝિયમમાં ફરો, ધ લિક્ટેનસ્ટીન આર્ટ મ્યૂઝિયમમાં રંગબેરંગી કલાકારી જુઓ, વુડ્ઝમાં હોફકેલીરે ડેસ ફુરસ્ટન વોન લિકટેંસ્ટીનમાં થોડીક કોમ્પ્લીમેન્ટરી વાઇનનો આનંદ લો. અહીં 400 કિ.મી. લાંબો હાઇકિંગ ટ્રેલ્સ છે. રાજસી ગુટેનબર્ગ ગઢ ફરવા જાઓ.

5. સેન મેરિનો

ક્રેડિટઃ વિકિપીડિયા

Photo of 8 એવા દેશ જે તમે ફક્ત એક દિવસમાં ફરી શકો છો! by Paurav Joshi

ક્યાં આવેલું છે: સેન મરીનો એક યૂરોપીય દેશ છે જે ઇટાલીની બોર્ડર પાસે છે.

વિસ્તાર: 61 ચોરસ કિ.મી.

શું છે ખાસ: દુનિયાના સૌથી નાના દેશોમાં સામેલ આ દેશ ઇટાલીના એમિલિયા-રોમાગ્ના અને લ માર્શ ક્ષેત્રો દ્વારા એડ્રિયાટિક સાગરની નજીક સ્થિત છે, જ્યાં ફ્લોરેંસ કે બોલોગ્ના જેવા શહેરોથી એક દિવસમાં પહોંચી શકાય છે.

જઇને શું કરવું: વિન્ટેજ કાર મ્યૂઝિયમ, મારાનેલો રોસો ફેરારી સંગ્રહાલય જરૂર જાઓ, મ્યૂઝો ડેલ્લે સેરેમાં સેન મારિનોના ઇતિહાસને શોધો. આ સાથે જ સેન મેરિનોના સૌથી જુના કિલ્લા ટોરે ગુએટાને જોવા જરૂર જાઓ.

6. તુવાલૂ

Photo of 8 એવા દેશ જે તમે ફક્ત એક દિવસમાં ફરી શકો છો! by Paurav Joshi

ક્યાં આવેલું છે: દક્ષિણ પ્રશાંત મહાસાગર

વિસ્તાર: 26 ચોરસ કિ.મી.

શું છે ખાસ: પહેલા એલિસ ટાપુ તરીકે જાણીતા તુવાલૂ ઓસ્ટ્રેલિયાના ઉત્તર-પૂર્વમાં પ્રશાંત મહાસાગરમાં સ્થિત છે. આ ટાપુ દેશમાં પ્રિન્સેસ માર્ગારેટની સાથે લગભગ 10,000 ભાડવાત છે. જેમના માટે માત્ર 8 કિ.મી.ના રસ્તા અને એક હોસ્પિટલ છે. આ દેશ એક સમયે બ્રિટિશ કોલોની હતો. જેને 1978માં સ્વતંત્રતા મળી હતી.

જઇને શું કરવું: ફનાફુટી મેરીન કંઝર્વેશન એરિયામાં જઇને દૂર સુધી સમુદ્ર અને જંગલનો આનંદ લો. કિલિકિટી રમત જુઓ. જે તુવાલુની ક્રિકેટ હોય છે. ફનાફુટી પર આરામ કરો.

7. મોનાકો

Photo of 8 એવા દેશ જે તમે ફક્ત એક દિવસમાં ફરી શકો છો! by Paurav Joshi

ક્યાં આવેલું છે: પશ્ચિમી યૂરોપ

વિસ્તાર: 2 ચોરસ કિ.મી.

શું છે ખાસ: ફ્રેંચ રિવેરા પર સ્થિત દુનિયાનો બીજો સૌથી નાનો દેશ છે. પોતાના વાર્ષિક ફૉર્મૂલા 1 ગ્રાન્ડ પ્રી માટે પ્રસિદ્ધ મોનાકો ખુશનુમા પળ અને રજાઓ પસાર કરનારાને આકર્ષિત કરે છે.

જઇને શું કરવું: લર્વોટોટ બીચ પર કેટલોક સમય વિતાવો, મોંટે કાર્લો કેસીનોમાં કિસ્મત અજમાવો. રોયલ પેલેસ જાઓ, ઓશનો ગ્રાફિક મ્યૂઝિયમમાં પાણીની અંદર જીવન અંગે જાણો. કારના શોખીનો માટે ગ્રાન્ડ પ્રી તો છે જ.

8. વેટિકન સિટી

Photo of 8 એવા દેશ જે તમે ફક્ત એક દિવસમાં ફરી શકો છો! by Paurav Joshi

ક્યાં છે: યૂરોપ

વિસ્તાર: 0.44 ચોરસ કિ.મી.

શું છે ખાસ: ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કનો આઠમો ભાગ જેટલું મોટુ વેટિકન સિટી પોપ દ્વારા રાજાશાહી તરીકે સંચાલિત થાય છે. અહીંની સજાવટ સૌનું મન મોહી લે છે.

જઇને શું કરવું: સેન્ટ પીટર બેસિલિકા, સિસ્ટિન ચેપલ જુઓ. સ્કેવીની યાત્રા કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads