હું કેટલાક એવા સ્થળોની યાદી બનાવી રહ્યો હતો જે દરેક પ્રકારની સોલો કે સિંગલ મહિલા યાત્રીઓ માટે બેસ્ટ હોય. ઘણું બધું સર્ચિંગ, સર્ફિંગ, એક્પ્લોરિંગ અને અન્ય દેશમાંથી ભારત ફરવા આવી હોય કે પછી ભારતમાં જ રહેતી હોય તેવી જુદા જુદા સ્થળોએ રહેતી જુદી જુદી મહિલાઓ સાથે વાતચીત કર્યા બાદ મેં 8 સ્થળોની એક યાદી તૈયાર કરી છે જેને 2023માં તમે તમારા ફરવાના લિસ્ટમાં મુકી શકો છો.
જો તમારા મગજમાં ફરવાની ધૂન સવાર છે અને મોબાઇલ, કેટલાક જોડી કપડાં, દરરોજની જરુરીયાતનો કેટલોક સમાન અને એક કેમેરા સાથે બેગ પેક કરવા તૈયાર છો તો આ 8 જગ્યાઓ ખાસ તમારા માટે છે..
તો જગ્યાને એક્સપ્લોર કરવા તૈયાર થઇ જાઓ અને હાં...તમારા અનુભવો અંગે નીચે કોમેન્ટ કરવાનું અને આ પોસ્ટને તમારા પ્રિયજનોમાં શેર કરવાનું ભુલતાં નહીં.
મારા પેજને પ્લીઝ લાઇક કરો:- https://www.facebook.com/MyVisionTravelogue/
અગાતી (Agatti)

જો તમે એક સિંગલ મહિલા છો જે નવા દોસ્તો માટે સંભવિત અનોખા અનુભવની શોધમાં છો તો અગાતી જાઓ. આ ટાપુ કુદરતી સુંદરતા અને રસપ્રદ પ્રવાસીઓથી ઘેરાયેલો છે.
ઓલી

ઓલીના સ્કી ઢોળાવ એ કેટલાક શ્વાસથંભાવી દેનારા સ્થળોનું ઘર છે. નાની શેરીઓમાં ઘણાં કેફે જોવા મળે છે જે તમને ઘરે જ બનાવેલા સ્થાનિક ભોજન (ફુડ)નો ટેસ્ટ કરાવે છે. મસ્તી અને સ્કી કરવાના શોખીન યુવાનો આ ઠંડી જગ્યાએ વારંવાર આવતા હોવાથી સોલો ટ્રાવેલર માટે ઓલી એક પરફેક્ટ જગ્યા કહી શકાય છે.
દાર્જીલિંગ

ડુંગરાળ વિસ્તારમાં ઘોડેસવારી કરવી હોય કે પછી કેવેન્ટર્સમાં બેસીને બ્રેકફાસ્ટ કરવાનું હોય આ અદ્ભુત હિલ સ્ટેશન એકલી મહિલા યાત્રીને રાજકુમારી જેવી અનુભૂતી કરાવે છે. દાર્જીલિંગમાં તમે ઓછા બજેટમાં અનેક પ્રકારની જગ્યાઓ જોઇ શકો છો.
જયપુર

શ્રેષ્ઠ શોપિંગનો અનુભવ કરાવતું જયપુર એવી મહિલા યાત્રીઓ માટે બેસ્ટ જે તેના કપડાના કબાટને (વોર્ડ્રોબ)ને ભરવા માંગે છે. એટલે કે જયુપરમાં મહિલાઓને શોપિંગ કરવા માટે અનેક જગ્યાઓ છે. સુંદર હવેલીઓ હોય કે પછી આર્ટ મ્યુઝિયમ જયપુર તમને હળવા થવાની અને ખુલવાની તક આપે છે. શહેરની અંદરના રસ્તાઓ પર ફરનારા વિશાળ પ્રવાસીઓમાં નવા મિત્રો બનાવવાનું પણ સરળ બની જાય છે.
કસોલ

પાર્વતી નદીની સહેલગાહ, પ્રસિદ્ધ મનીકરણની યાત્રા, ખીર ગંગાનો ટ્રેક, હેન્ડીક્રાફ્ટ માર્કેટ કે સ્વાદિષ્ટ ઇઝરાયેલી ફુડનો ટેસ્ટ કરવો હોય કસોલ, સોલો મહિલા યાત્રીઓ માટે એક સલામત જગ્યા છે. સ્થાનિકો પણ એકલી મહિલા યાત્રીઓથી ટેવાઇ ગયા છે અને તેમને સન્માન આપે છે.
કેરળ

કોઇપણ સોલો કે સિંગલ મહિલા માટે કેરળ હળવા થવા અને આનંદ કરવા માટે એક આદર્શ જગ્યા છે. અહીં ઓછા બજેટમાં વિવિધ સ્થળો ફરી શકાય છે. બેકવોટર્સની મજા લો, ચર્ચમાં જાઓ અને સ્વાદિષ્ટ સીફુડની મજા લો, કેરળ દરેક વ્યક્તિને એન્જોય કરાવવા પૂરતું છે. આખો દિવસ જુદા જુદા સ્થળોએ ફર્યા પછી હાઉસ બોટ પર સોલો લંચ કે દરિયાકિનારે ટહેલવું એ કેરળમાં રિલેક્સ થવા માટેની યોગ્ય રીત છે.
ઓરિસ્સા

ચાલવું, દોડવું કે તડકામાં બાઇકિંગ કરવું, ઓરિસ્સાની દરિયાઇ પગદંડીઓ પર તમે આ બધુ જ કરી શકો છો. ઓરિસ્સામાં અનેક સમુદ્ર છે જ્યાં કલાકો સુધી બેસીને દરિયાને નિરખવાની મજા જ કંઇક ઓર છે.
ઋષિકેશ

એક સિંગલ મહિલા માટે ઋષિકેશમાં એડવેન્ચર અને સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવા માટે ઘણુંબધુ છે. મહિલા તરીકે તમે અહીં રિવર રાફ્ટિંગ, બંજી જમ્પિંગ, હાઇકિંગ વગેરે કરી શકો છો. તમે ગ્રુપ ટુરમાં જતા હો કે પછી સોલો ટ્રિપમાં, ફરવા માટે ઋષિકેશ એક સલામત અને સુંદર જગ્યા છે.