પહાડો જવાનું કોને પસંદ ન હોય? જ્યારે પણ ફરવાનો વિચાર આવે ત્યારે મનમાં લીલાછમ હરિયાળા પહાડો જરુર ઉભરી આવે. પરંતુ કોરોનામાં કદાચ તમારી આ ઇચ્છાઓ અધુરી રહી ગઇ હશે તો આજે એવા અનુભવોને વાગોળીએ જે ફક્તને ફક્ત આ વિશાળ પહાડોની યાત્રા પર મળે છે.
1. પહાડો પર પહોંચતા પહેલા જ રોમાંચિત થઇ જવાય છે
પહાડોની સુંદરતા તો મન લલચાવે છે જ, પરંતુ તેની પહેલા જલેબી જેવા વળાંકદાર રસ્તાઓ અને જોખમી વળાંક પહાડી સફરને રોમાંચક બનાવી દે છે. એક તરફ ઉંચા પહાડો અને બીજી તરફ ઊંડી ખીણો તમારા હ્રદયના ધબકારાને વધારી દેશે.
2. આજ મેં ઉપર, આસમાં નીચે!
આ ગીત પહાડો પર સાચુ પડે છે. જ્યારે તમે પહાડોની ટોચ તરફ આગળ વધો છો તો રુ જેવા વાદળ તમને બાય બાય કરતા નજરે પડે છે. મોસમનો મિજાજ પણ બાળકની જેમ પળે પળે બદલાય છે. એક પળ સૂરજ તમારા ચહેરાને શેક આપી રહ્યો હોય છે તો બીજી જ પળ ઠંડી હવા તમને ધ્રુજાવી નાંખે છે. કુદરતનો આ જાદુ તમને પહાડો પર જ જોવા મળે છે.
3. આકાશમાં છલકતા સફેદ મોતી!
જો તમે પહાડો પર સ્નો ફૉલની મજા નથી માણી તો સાચુ માનજો, તમે તમારી ઝિંદગીનો સૌથી મજેદાર અનુભવ અત્યાર સુધી નથી લીધો. તમે પર્વતને જોઇ રહ્યા હોવ અને અચાનક જ એક મખમલ જેવો કોમળ, બરફનો ટુકડો તમારા ગાલ પર આવીને પડે છે. જોતજોતામાં પહાડોનો નજારો એક સફેદ ચાદર ઓઢી લે છે અને વાતાવરણમાં એક ઠંડી લહેર છવાઇ જાય છે જે તમારા શરીરને શીતળ કરી દે છે. તમે જ બતાવો આવો અનુભવ બીજે કયાંય મળે ખરો?
4. આનાથી વધારે સુદંર સુર્યોદયનો નજારો બીજે ક્યાંય નહીં!
ગાઢ વાદળી આકાશ અને પહાડોની આડમાં સૂરજ ધીમે ધીમે ઘુંઘટ ઉઠાવે છે અને આખી ખીણ પહેલા લાલ, પછી નારંગી રંગમાં ડુબી જાય છે અને છેવટે પીળા તડકામાં ખિલખિલી ઉઠે છે. કંઇક આવો હોય છે પહાડોમાં સૂર્યોદય. એકવાર તમે તમારી ઉંઘ અને આળસને દાવ પર લગાવીને આ નજારો જોઇ લીધો તો તેને ઝિંદગીભર નહીં ભુલી શકો. સાંજે હાથમાં ચા અને સૂરજને ફરીથી પહાડોના ખોળામાં સંતાતા જોવાની પણ મજા કઇઁક અલગ જ હોય છે.
5. સાદગીમાં ખુશીઓ શોધવી એ તે પહાડોનું ટેલેન્ટ છે
સરળતા અને સાદગી તો પહાડોના દરેક ખૂણામાં વસે છે. અહીં લોકોના જીવવાની રીત ફક્ત મુસાફરો માટે જ નહીં, પરંતુ દરેક માટે પ્રેરણા છે. સરળ પરંતુ સ્વાદિષ્ટ ખાવાનું, સિંપલ પરંતુ સુંદર ઘર અને ઇમાનદારી અને ઉમળકાથી ભરેલા લોકો, નાની નાની ચીજોને કેવીરીતે ખુશીઓથી ભરવી આ કળા તો ફક્ત એક પર્વત જ આપને શીખવી શકે છે.
6. ટૉય ટ્રેનની મજા જો ક્યાંય છે તો તે પહાડોમાં છે
પછી તે શિમલા-કાલકા ટૉય ટ્રેન હોય કે પછી હોય દાર્જિલિંગ-હિમાલય રેલવે, આની યાત્રા કરીને એક વાત તો સ્પષ્ટ છે કે ટોય ટ્રેનની અસલી મજા તો ફક્ત પહાડોમાં જ છે બીજે ક્યાંય નહીં. ક્યારેક ગુફાઓમાંથી પસાર થતી, ક્યારેક પહાડોને અડતી તો ક્યારેક નદીની ઉપરથી હ્રદયના ધબકારાને રોકતી, આ બધા અનુભવ એક જ રાઇડમાં બીજે ક્યાં મળે?
7. શહેરનો કોલાહલ અહીં નથી પહોંચતો!
અમને શહેરવાળાને પહાડોની ખાસ વાત એ લાગે છે કે અહીં આવતા જ એ કારના હોર્ન, એ બોસની કચકચ, એ પ્રદુષણ ભરેલી હવા અને કારણ વગરની અનેકો ચિંતાઓ પળવારમાં ગાયબ થઇ જાય છે. કંઇક બાકી રહી જાય છે તો તે છે પક્ષીઓનો સુરીલો અવાજ અને ઝાડ પરથી વહેતું ઠંડી હવાનું સંગીત
સાંજ પડતા જ અહીં આકાશ તમારા માટે ચળકતા મોતીઓનો દુપટ્ટો ઓઢી લે છે. અહીં સેંકડો તારાઓને આકાશમાં ચમકતા જોવા માટે તમારે કોઇ ટેલિસ્કોપની જરુર નહીં પડે, બસ નજર ઉઠાવવાની જ જરુર છે.