ફરવું જ તમારા જીવનનો ક્રમ બની ગયો છે અને દુનિયાને એક્સપ્લોર કરવા માંગો છો તો તમારા માટે રહેવું એટલે કે એકોમોડેશન એક મહત્વની ચીજ બની જાય છે. જીવનભરની યાત્રા કરવા માટે મેં ભારતમાં કેટલાક ટ્રી હાઉસને લિસ્ટેડ કર્યા છે જે લીલાછમ જંગલો અને હરિયાળી વચ્ચે આવેલા છે.
ભારતના આ સુંદર ટ્રી હાઉસો પર એક નજર નાંખીએ, જેનું તમારે તરત બુકિંગ કરાવી લેવું જોઇએ.
વ્યથિરી રિસોર્ટ ભારતમાં સૌથી મોટું ટ્રી હાઉસ છે જે અજાણી અને અદ્ભુત કુદરતી વાતાવરણમાં જીવિત વૃક્ષો પર સૌથી શાનદાર સુવિધાઓ પ્રદાન કરે છે.
ક્યાં છે: લક્કીડી પી.ઓ., વાયનાડ, કેરળ
2. ટ્રાંક્વિલ રિસોર્ટ - એ પ્લાન્ટેશન હાઇડવે
ઉત્તરી કેરળના અદ્ભુત પહાડોમાં ઘટાદાર વૃક્ષોની વચ્ચે આવેલો આ હોમસ્ટે 400 એકરમાં ફેલાયેલો છે અને વેનિલા એસ્ટેટ પર સ્થિત છે. જો તમે કુદરતને પ્રેમ કરો છો અને તેના ખોળામાં રહેવા માંગો છો તો તમે જ્યારે ભવિષ્યમાં કેરળની મુલાકાત લો ત્યારે આ ટ્રી હાઉસ નિશ્ચિત રીતે તમારા લિસ્ટમાં હોવું જોઇએ.
સ્થળ: ટ્રાન્ક્વિલ, અસ્વતી પ્લાન્ટેશન લિમિટેડ
કુપ્પામુડી કોફી એસ્ટેટ, કોલાગાપારા
મચાન એ ભારતના સૌથી પ્રખ્યાત અને અનોખા ટ્રી હાઉસમાંનું એક છે. એવા લોકો માટે જે પ્રકૃતિમાં ખોવાઇ જવા માંગે છે અને વૃક્ષોની સાથે રહેવા માંગે છે અને દુનિયાના 25 જૈવિક હોટ-સ્પોટમાંથી એકમાં રહેવા માંગે છે તેમના માટે આ જગ્યા બેસ્ટ છે. આ જગ્યા મુંબઇ અને પુણેના લોકો માટે વીકેન્ડમાં રહેવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે.
સ્થાન: પ્રાઇવેટ રોડ, અટવન, મહારાષ્ટ્ર
આ ટ્રી હાઉસ બાંધવગઢના ટાઇગર રિઝર્વમાંમાં આવેલું છે. જે ચારેબાજુ જંગલોથી ઘેરાયેલું છે. આ ખાસ કરીને જંગલમાં રહેવાના અનુભવ કરાવવાના ઉદ્દેશથી ડિઝાઇન કરવામાં આવ્યું છે. રાતે આ ગાઢ જંગલમાં તમને જંગલી પશુ-પક્ષીઓના અવાજો સંભળાય છે જે તમને રોમાંચિત કરી મુકે છે. જે તમને ભારતના અન્ય ટ્રી હાઉસ કરતાં અલગ પાડે છે.
તેની બે અલગ અલગ પ્રોપર્ટી છે જે એકબીજાથી 5 કિલોમીટર દૂર આવેલી છે. બોક્કાપુરમના મુખ્ય રિસોર્ટમાં ટ્રી હાઉસ અને કોટેજ છે. રિસોર્ટ 5 એકરમાં ફેલાયેલો છે જ્યાં રિસોર્ટ ઉપરાંત એકોમોડેશન અને અન્ય આકર્ષક સુવિધાઓ છે. જે ગ્રામ્ય જીવના પરિદ્રશ્યને રજુ કરે છે. અહીં જે બીજી પ્રોપર્ટી છે તેમાં વિલા પણ છે જે સફારી લેન્ડ રિસોર્ટથી 5 કિલોમીટર દૂર આવેલી છે. જે મૈસુર-ઉટી રોડ પર માસિનાગુડી શહેરમાં આવેલી છે.
સ્થાન: 4/78K, બોક્કાપૂરમ, માસિનાગુડી, તામિલનાડુ
આ રિસોર્ટ એક ચા અને ઇલાયચીના બગીચાની વચ્ચે આવેલો છે. અને લીલાછમ ઘાસથી ઘેરાયેલો છે જે આને ભારતમાં ટ્રી હાઉસની વચ્ચે એક હોટ ફેવરિટ સ્થાન બનાવે છે. વંદનમેડુ ગામની નજીક થેક્કડી-મુન્નાર રોડ પર થેક્કડીથી અડધા કલાકના અંતરે આવેલો છે આ રિસોર્ટ.
ક્યાં છે: કાર્મેલિયા હેવન રિસોર્ટ, વંદનમેડુ, થેક્કડી
ઇડુક્કી, કેરળ
ટ્રી હાઉસ લોજ એક ટ્રી હાઉસ રિસોર્ટ છે. ડાર્ક લાકડું, લાઇટ રંગ સાથે કોન્ટ્રાસ્ટ અને રંગીન ફર્નિચર સાથેનો કોમ્બો તમારા માટે યાદગાર ક્ષણ બનાવી દેશે. સ્યારી વિલેજને અડીને આવેલા આ રિસોર્ટમાં તમને અરવલ્લીના પહાડોનો અદ્ભુત વ્યૂ જોવા મળે છે. ટ્રી હાઉસ રિસોર્ટ તમને એક અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરે છે.
ક્યાં છે: 35મો કિલોમીટર સ્ટોન, NH-8, જયપુર
ભારતમાં આ ટ્રી હાઉસ જાણે કોઇ પરીઓની વાર્તામાં આપણે જોયા ન હોય તેવા દેખાય છે. તમારી અંદર રહેલા બાળકને જગાડવો હોય તો એકવાર આ ટ્રી હાઉસની મુલાકાત અવશ્ય લેવી જોઇએ.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો