શ્રીનગર જે ભારતનો મુગટ ગણાતાં જમ્મુ અને કાશ્મીર રાજ્યની ઉનાળાની રાજધાની છે. શ્રીનગર સૌથી સુંદર શહેરોમાંનું એક છે, આ શહેર તેના ખૂબ જ સુંદર ધોધ, મેદાનો, ટેકરીઓ અને બગીચાઓ માટે જાણીતું છે.
જ્યારે મુઘલો ભારતમાં આવ્યા ત્યારે તેમણે આ શહેરને 'પૃથ્વી પરના સ્વર્ગ'નો દરજ્જો આપ્યો અને અહીં સુંદર બાગ-બગીચાઓ બનાવડાવ્યા. જો તમને અદ્ભુત પર્વતો, બરફના શિખરો, સુંદર તળાવો અને ખુશનુમા હવામાન ગમે છે, તો શ્રીનગર તમારા માટે યોગ્ય સ્થળ છે. અહીંનો અદ્ભુત નજારો તમને મંત્રમુગ્ધ કરી શકે છે. આ જ કારણ છે કે આ સ્થળ પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે. કેટલાક લોકો શ્રીનગરને 'પૂર્વનું વેનિસ' પણ કહે છે.
શ્રીનગરમાં રહેવાના ઘણા વિકલ્પો છે. શ્રીનગરમાં ઝોસ્ટેલ ખુલી હોવાથી તમે હોટેલ કે હોસ્ટેલમાં પણ રહી શકો છો. વેલ લોકો ઘણીવાર હાઉસબોટમાં રહેવાનું પસંદ કરે છે. જો તમે પણ દાલ લેકમાં બનેલી હાઉસબોટમાં રહેવા માંગતા હોવ તો તમે શાંગ્રીલા હાઉસ બોટનો સંપર્ક કરી શકો છો. આ એક સુંદર જગ્યા છે.
ધ ગ્રેસ્ટોન, દાલ લેક નજીક
એક પહાડના કિનારે આવેલા આ હોમસ્ટેની બારીમાંથી તમને શ્રીનગરની આસપાસની ખીણોનું સુંદર દ્રશ્ય જોવા મળશે. હોમસ્ટેને બિલકુલ અડીને ચેરી અને સફરજનના વૃક્ષોથી ભરેલો એક બગીચો છે જ્યાં તમે શાંતિથી ફરવાનો આનંદ લઇ શકો છો. તમને ભરપુર આરામ મળે તે માટે બાલ્કની સાથેના બે રૂમ ઓસરીની સાથે મળે છે. રૂમમાં એક ચીમની પણ છે. અહીં તમને કુદરતી દ્રશ્યો પરથી આંખો હટાવવાનું મન નથી થતું. તમે અહીં બુક્સ વાંચી શકો છો. રમત રમી શકો છો અને બાળકો ટોયસ પણ રમી શકે છે.
ધ ખાંડા કોઠી, ઘોગ્જી બાગ
શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી માત્ર 20 મિનિટના અંતરે આવેલા એક બંગલામાં એક વિશાળ લોન છે જ્યાંથી જબરવાન પહાડોના દ્રશ્ય જોવા મળે છે. આખા ઘરને હિમાલયન દેવદારથી બનેલા પરંપરાગત ખાતમબંદ લાકડાની છતથી સજાવાયું છે. અહીં ચાર બેડરૂમમાંથી કોઇને પણ પસંદ કરવાની તમારી પાસે તક છે. અહીં આવતા ગેસ્ટ પાસે પ્રથમ માળની બાલ્કનીની સાથે રહેવાનો વિકલ્પ છે. અહીંથી તમે ભોજન રૂમ સુધી પહોંચી શકો છો. આ એ જગ્યા છે જ્યાં તમે માઉન્ટ મહાદેવને જોઇ શકો છો. જબરવાન રેન્જનું સૌથી ઉંચુ શિખર જે શહેરથી દૂર ઉભેલું દેખાય છે. અન્ય ભારતીય વ્યંજનોની સાથે તમને પરંપરાગત કાશ્મીરી વાનગીઓ પીરસવા માટે એક રસોઇઓ છે. બ્રેક ફાસ્ટ સાથે અહીં તમને રુ.7,500ની આસપાસ રૂમ મળી શકે છે.
શંગ્રાફ માઉન્ટેન હાઉસ, રૈનાવારી
પ્રકૃતિઓ પ્રેમીઓ માટે આદર્શ એવું આ આકર્ષક ઘર દાલ સરોવરથી માત્ર 10 મિનિટના અંતરે છે. જ્યારે તમે સેન્ટ્રલ ચીમની પાસે બેસીને એક પુસ્તક વાંચી શકો છો. કે બગીચામાં તમે સવારની ચાની ચુસ્કી લો છો. સવારી તાજી હવામાં શ્વાસ લો. ચાર બેડરૂમવાળા ઘરમાં મહત્તમ 8 વ્યક્તિઓ રહી શકે છે. આ હોમસ્ટેનો માલિક એક કાશ્મીરી ડોક્ટર છે. જેને તમે તમારા કાશ્મીર પ્રવાસ દરમિયાન મળી શકો છો. જો કે ડોક્ટર ત્યાં હાજર હોય તે જરૂરી છે. તમે અહીંના કિચનનો ઉપયોગ તમારા માટે રસોઇ બનાવવા માટે કરી શકો છો. અથવા તો તમે અહીંના કર્મચારીઓને તમારા માટે કાશ્મીરી વાનગી તૈયાર કરવા માટે કહી શકો છો. અહીં બે નાઇટનું ભાડું લઘુત્તમ 12,500 રૂપિયાથી શરૂ થાય છે.
ધ કોટેજ નિગીન, મિરઝા બાગ
નિગીન લેકના કિનારે પરંપરાગત કાશ્મીરી કોટેજમાં એક રૂમ બુક કરો, જેમાં એક ડબ (કવરવાળી બાલ્કની) અને ખાતમ બેંડ (એક લાકડાની છત) છે. એવા ડિઝાઇનવાળા તત્વ જે હવે ખીણમાં આવેલા નવા ઘરોમાં જોવા નથી મળતા. મેજબાન શકીલા અને રિયાઝ આ રમણીય ઘરમાં રહે છે. જો તમે શહેર ફરવા માંગો છો તો તમારા માટે પર્યટન અને બોટની સવારીની વ્યવસ્થા કરી શકે છે. અહીં રહેવાનું વધુ એક કારણ છે અહીંની ઉષ્માભરી મહેમાનગતિ. તમે અહીં હોમ મેડ જામ, આમળાનો મોરબ્બો, અને ટાર્ટને બ્રેકફાસ્ટમાં આરોગી શકો છો. અહીં એક રાત રહેવાનું ભાડું લગભગ 6000 રૂપિયાથી શરૂ થાય છે.
નૈવાશા, દાલ લેક નજીક
આ એક ઘરેલુ સેલ્ફ સર્વિસ સ્ટુડિયો છે. અહીંથી તમે સફરજનના બગીચાને જોઇ શકો છો. ઘરના માલિક ફોઝિયા અને તેમના કલાકાર પતિ સિદ્દીક તમારા પ્રવાસમાં રંગ ઉમેેરે છે અને ઉષ્માપૂર્ણ માહોલ બનાવે છે. આ સ્ટુડિયો હાઉસમાં એક રાની આકારનો બેડ અને એટેચ બાથરૂમ છે. સાથે જ એક નાનું પરંતુ સુસજ્જિત રસોડું છે. જે મસાલાથી ભરેલું છે. તમને નજીકમાં ખાવાના અનેક સ્થાનિક વિકલ્પો મળી જશે. અહીં તમે કાશ્મીરની સ્થાનિક બ્રેડનો સ્વાદ માણી શકો છો. આ સ્ટુડિયો હોમ દાલ લેકથી 2 કિલોમીટરના અંતરે છે. અહીં ડબલ બેડના રૂમ સાથે બે રાતના 3850 રૂપિયાથી શરૂ થાય છે.
ધ મેનોર, ઇશબેર નિશાત
વિક્યોરિયન શૈલીના ચાર બેડરૂમવાળા મેનોરમાં મહત્તમ દસ મહેમાનોની વ્યવસ્થા થઇ શકે છે, એટલું જ નહીં તમે પાલતુ જાનવરોને પણ અહીં રાખી શકો છો. નિશાત ગાર્ડન અને દાલ લેક જેવા પર્યટન સ્થળોથી 2 કિલોમીટરના પગપાળા રસ્તે આ પ્રોપર્ટી પહાડોના આકર્ષક દ્રશ્યો રજુ કરે છે. કેરટેકર તમારા માટે ભોજન તૈયાર કરે છે. ગેસ્ટની રિક્વેસ્ટ પર મહેમાનો માટે રસોઇ તૈયાર કરે છે. હોમસ્ટેના માલિક બશીર છે જે અહીં નથી રહેતા પરંતુ કોલ પર ઉપલબ્ધ હોય છે. અહીં એક રાતનુ ભાડું 4500 રૂપિયાથી શરૂ થાય છે.
ડવ કોટેજ, રાજબાગ
રાજબાગના આ બુટિક હોમસ્ટેમાં એક રૂમ બુક કરો જેના માલિક છે એક માતા-પુત્રી બીનિશ અને ફહમીદા. જ્યારે તમે તેમના ડોગ રેક્સની સાથે સફરજનના બગીચામાં ફરો છો તો એક કપ કાવા જરૂર લો. જો તમને કાશ્મીરની ઠંડીમાં રાહત મેળવવી હોય તો એક ગેસ હીટર પણ મળશે. બધા રૂમ ઇલેક્ટ્રીક મેટ્રેસ હીટરથી સજ્જ છે. જ્યારે તમે અહીં રોકાશો તો અહીંના પરિવાર દ્વારા તમને શાનદાર કાશ્મીરી દાવતનો આનંદ લઇ શકો છો. કોટેજ દાલ લેકથી પાંચ મિનિટના અંતરે છે. અહીં રૂમનું ભાડું 2850 રૂપિયાથી શરૂ થાય છે.
નોંધઃ અહીં દર્શાવેલા ભાડાં સીઝન અને ઓફ સીઝન પ્રમાણે બદલાઇ શકે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો