અઢળક આકર્ષણોનું ઠેકાણું એવા રાજસ્થાન રાજ્યની ટુરિઝમ ટેગલાઇન છે: ‘ન જાને કયા દિખ જાયે?’. રાજા-મહારાજાઓના શાહી રાજસ્થાનના પ્રવાસે જતાં કોઈ પણ પ્રવાસી લોકપ્રિય સ્થળોએ તો અચૂક જાય છે પણ આ ઓછા જાણીતા છતાં ખાસ જોવાલાયક સ્થળોની મુલાકાત લેવાનું ચૂકી જતાં હોય છે.
ચાલો, આજે આવા જ સ્થળો પર એક નજર કરીએ:
1. બુંદી
આ જગ્યાનું કદાચ જો તમે નામ સાંભળ્યું હશે પરંતુ તેની સુંદરતાની કલ્પના નહિ કરી હોય.
બુંદીમાં ખાસ જોવાલાયક જગ્યાઓ: સુખ મહેલ, ક્ષાર બાગ, ડભાઈ કુંડ, રણજી કી બાઓરી, તારાગઢ કિલ્લો, જઇટ સાગર લેક.
બુંદી કેવી રીતે પહોંચી શકાય?
હવાઈ માર્ગે: સૌથી નજીક જયપુર એરપોર્ટ 206 કિમી દૂર આવેલું છે.
રેલવે માર્ગે: સૌથી નજીકનું રેલવે સ્ટેશન બુંદી રેલવે સ્ટેશન છે જે ભારતના દરેક મોટા શહેર સાથે રેલવે માર્ગે જોડાયેલું છે.
સડક માર્ગે: રાજસ્થાનના દરેક નાના મોટા શહેરોથી બુંદી આવવા બસ ઉપલબ્ધ છે.
2. બારમેર
લાકડામાં કોતરણી, માટી કળા, એમ્બ્રોડરી, તેમજ અજરક પ્રિન્ટ વગેરે જેવા ઉત્કૃષ્ટ ઉદ્યોગો માટે રાજસ્થાનની પશ્ચિમે આવેલું બારમેર ગામ સાચે જ જોવા જેવુ છે. પરમાર રાજવી દ્વારા વસાવવામાં આવેલું આ શહેર આજે જ રાજાઓ સમયના અવશેષો ધરાવે છે.
બારમેરમાં ખાસ જોવાલાયક જગ્યાઓ: કિરાડું મંદિર, બારમેર કિલ્લો તેમજ ગઢ મંદિર, શ્રી નકોડા જૈન મંદિર, ચિંતામણી પારસનાથ જૈન મંદિર, જૂનો કિલ્લો અને મંદિર
બારમેર કેવી રીતે પહોંચી શકાય?
હવાઈ માર્ગે: સૌથી નજીકનું એરપોર્ટ જોધપુર અહીંથી 220 કિમીના અંતરે આવેલું છે.
રેલવે માર્ગે: બારમેર રેલવે સ્ટેશન જોધપુર શહેર સાથે ખૂબ સારી કનેક્ટિવિટી ધરાવે છે જે ભારતના તમામ અન્ય શહેરો સાથે જોડાયેલું છે.
સડક માર્ગે: રાજ્ય પરિવહનની પુષ્કળ બસો આ શહેર સાથે જોડાયેલી છે.
3. દુર્ગાપુર
અરવલ્લી પહાડોની ગોદમાં અને ગુજરાત રાજ્યની સરહદે દુર્ગાપુર ગામ આવેલું છે જે અહીંની વિશેષતા લીલા આરસ માટે પ્રખ્યાત છે. દુર્ગાપુરના મહેલોનું અદ્ભુત આર્કિટેક્ચર અહીં આવતા મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી મૂકે છે. મહારાવલ શિવ સિંઘના સમયમાં બંધાયેલા ઝરૂખા સાચે જ મનમોહક છે.
દુર્ગાપુરમાં ખાસ જોવાલાયક જગ્યાઓ: દેવ સોમનાથ, ગલિયકોટ, નાગફંજી, વિજય રાજ રાજેશ્વર મંદિર, બાદલ મહેલ
દુર્ગાપુર કેવી રીતે પહોંચી શકાય?
હવાઈ માર્ગે: સૌથી નજીકનું એરપોર્ટ ઉદયપુર અહીંથી 120 કિમીના અંતરે આવેલું છે ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટ 175 કિમી દૂર છે.
રેલવે માર્ગે: મુખ્ય શહેરથી 3 કિમી અંતરે રેલ્વે સ્ટેશન આવેલું છે જ્યાં હિમ્મતનગરથી ઉદયપુરની ટ્રેનમાં જઈ શકાય છે.
સડક માર્ગે: મુંબઈ અને દિલ્હીથી નેશનલ હાઇવે નંબર 8 દ્વારા અહીં પહોંચી શકાય છે.
4. કૂચમન
ધાર્મિક નગરી પુષ્કરથી માત્ર 100 કિમી દૂર આવેલું કૂચમન એ રાજસ્થાનના ઈતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. અહીંનો ભવ્ય કિલ્લો આજે એક જાજરમાન હોટલમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. કિલ્લાની આસપાસ તદ્દન પ્રદૂષણ રહિત ખૂબ જ મનમોહક અને મનોરમ્ય વાતાવરણ અનુભવી શકાય છે.
આ કિલ્લામાં પથ્થર, કાચ તેમજ સોનામાં અદ્ભુત કારીગરી કરીને બનાવવામાં આવેલી કેટલીય અમૂલ્ય વસ્તુઓ સચવાયેલી છે. કૂચમનનો શીશ મહેલ ખાસ જોવાલાયક જગ્યા છે. ઉપરાંત, મીરાંબાઈના જીવન સાથે જોડાયેલો મીરાં મહેલ પણ અહીંના આકર્ષણનું કેન્દ્ર છે.
કૂચમન કેવી રીતે પહોંચી શકાય?
હવાઈ માર્ગે: સૌથી નજીકનું એરપોર્ટ જયપુર અહીંથી 145 કિમીના અંતરે આવેલું છે.
રેલવે માર્ગે: કૂચમનમાં એક રેલવેસ્ટેશન છે જ્યાં જયપુરથી રોજની 6 ટ્રેનની કનેક્ટિવિટી છે.
સડક માર્ગે: રાજસ્થાનના તમામ મુખ્ય શહેરો સાથે કૂચમન સડકમાર્ગે જોડાયેલું છે.
5. ઝાલાવાડ
રાજસ્થાનના અન્ય શહેરો કે જગ્યાઓથી વિરુદ્ધ ઝાલાવાડ એ ચોમેર ઘાસના મેદાનો વચ્ચે ફેલાયેલું છે જેને અહીંના રાજા ઝાલા ઝાલીમ સિંઘનું નામ આપવામાં આવ્યું છે. અહીં અનેક કિલ્લાઓ છે અને રાજપુતોની શૌર્ય ગાથાઓ કહેતી અનેક જગ્યાઓ પણ.
ઝાલાવાડમાં ખાસ જોવાલાયક જગ્યાઓ: કોલવી ગામમાં બૌધ્ધ ગુફાઓ અને સ્તૂપ, ઝાલાવાડ કિલ્લો, ભવાની નાટ્ય શાળા, ગાગ્રોન કિલ્લો, ચંદ્રભગા મંદિર, સૂર્યમંદિર, શાંતિનાથ જૈન મંદિર.
ઝાલાવાડ કેવી રીતે પહોંચી શકાય?
હવાઈ માર્ગે: સૌથી નજીકનું એરપોર્ટ ઈન્દોર અહીંથી 240 કિમીના અંતરે આવેલું છે.
રેલવે માર્ગે: ઝાલાવાડ રેલવે સ્ટેશન સુધી પહોચવા નજીકના મુખ્ય શહેર કોટાથી પેસેંજર ટ્રેન ઉપલબ્ધ છે જે 2 કલાકમાં કોટાથી ઝાલાવાડ પહોચાડે છે.
સડક માર્ગે: મુંબઈ અને દિલ્હીથી નેશનલ હાઇવે નંબર 12 દ્વારા અહીં પહોંચી શકાય છે.
6. નાગૌર
નાગૌર એ રાજસ્થાનનો છૂપોખજાનો કહી શકાય એટલું સુંદર ગામ છે. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર સાંભર લેક અહીં આવેલું ચ્હે. વળી, નાગૌર ગામનો મહાભારત મહા ગ્રંથમાં પણઉલ્લેખ થયેલો જોવા મળે છે. તે સમયે તેને જંગલાદેશ કહેવામાં આવતું અને તે આજે પણ ખૂબ જ સમૃદ્ધ પરંપરા અને સંસ્કૃતિ ધરાવે છે.
નાગૌરમાં ખાસ જોવાલાયક જગ્યાઓ: નાગૌર કિલ્લો, લડનું, ઝોરડા, ખાતું
નાગૌર કેવી રીતે પહોંચી શકાય?
હવાઈ માર્ગે: સૌથી નજીકનું એરપોર્ટ જોધપુર અહીંથી 137 કિમીના અંતરે આવેલું છે.
રેલવે માર્ગે: નાગૌર રેલ માર્ગે ઈન્દોર, મુંબઈ, કોઇમ્બતુર, સુરત, બીકાનેર, જોધપુર, જયપુર સાથે જોડાયેલુ છે.
સડક માર્ગે: રાજસ્થાન રાજ્ય પરિવહનની અનેક બસ દ્વારા અહીં પહોંચી શકાય છે.
7. સવાઇ માધવપુર
‘રણથંભોરના મુખ્ય પ્રવેશ દ્વાર’ તરીકે જાણીતું સવાઇ માધવપુર એ રણ પ્રદેશ રાજસ્થાનનું એક અનોખું નજરાણું છે. વિંધ્યાચલ અને અરવલ્લીની પર્વતમાળા દ્વારા ઘેરાયેલું આ નગર એડવેંચરના શોખીનો માટે એક મજાનું સ્થળ છે.
સવાઇ માધવપુરમાં ખાસ જોવાલાયક જગ્યાઓ: રણથંભોર કિલ્લો, સુનહેરી કોઠી, ખંધાર કિલ્લો.
સવાઇ માધવપુર કેવી રીતે પહોંચી શકાય?
હવાઈ માર્ગે: સૌથી નજીકનું એરપોર્ટ જયપુર અહીંથી 160 કિમીના અંતરે આવેલું છે.
રેલવે માર્ગે: નાગૌર રેલ માર્ગે દેશના અનેક શહેરો સાથે જોડાયેલુ છે.
સડક માર્ગે: રાજસ્થાન રાજ્ય પરિવહનની અનેક બસ દ્વારા અહીં પહોંચી શકાય છે.
ખાસ સૂચના: આ લેખ Tripoto ટીમ દ્વારા નવેમ્બર 2017માં તૈયાર કરવામાં આવ્યો હતો, હાલ આ સ્થળોએ જતાં પહેલા યોગ્ય તપાસ કરી લેવી.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ