ડિસેમ્બરની ઠંડી ઋતુમાં તહેવારોની મજા માણવા મળે એટલે ચાર ચાંદ લાગી જ જાય ને!
ડિસેમ્બરમાં સામાન્યરીતે થતાં 7 મુખ્ય તહેવારો વિષે જાણો!:
1. રણ ઉત્સવ
ડિસેમ્બરમાં ગુજરાતનાં કચ્છમાં થતો રણ ઉત્સવ એ ખૂબી જ જાણીતો ઉત્સવ છે. દૂર દૂરથી લોકો અહિયાં કળા, સંસ્કૃતિ અને સફેદ રણની મજા લેવા આવે છે. ફોક ડાન્સ, હેન્ડીક્રાફ્ટ એક્સિબિશન, સંગીત સંધ્યા વગેરે કાર્યક્રમોની મજા માણી શકાય છે.
સમય – નવેમ્બરથી ફેબ્રુઆરી
સ્થળ – રણ ઓફ કચ્છ, ધોરડો, ગુજરાત
કેવી રીતે પહોંચવું – સૌથી નજીકનું રેલવે સ્ટેશન અને એરપોર્ટ – 74 કિમી દૂર ભૂજ, ત્યાંથી બસ અને ટેક્સી પણ ઉપલબ્ધ છે.
2. ઇન્ટરનેશનલ સેન્ડ આર્ટ ફેસ્ટિવલ
ઓરિસ્સાના કોણાર્કમાં ડિસેમ્બરમાં સેન્ડ આર્ટ ફેસ્ટિવલ થાય છે જેમાં દેશ અને દુનિયાભરમાંથી કલાકારો ભાગ લેવા માટે આવે છે. શ્રેષ્ઠ કલાકૃતિને એક લાખ રૂપિયાનો પુરસ્કાર દેવામાં આવે છે. ફ્રાંસ, મેક્સિકો, જર્મની, સિંગાપોર, નેધરલેન્ડ, અમેરિકા વગેરે દેશોના કલાકારો ભારતીય કલાકારો સાથે સ્પર્ધા કરે છે.
સ્થળ – ચંદ્રભાગ બીચ, કોણાર્ક, ઓરિસ્સા
કેવી રીતે પહોંચવું – સૌથી નજીકનું એરપોર્ટ – 64 કિમી દૂર ભુવનેશ્વર, અને સૌથી નજીકનું રેલવે સ્ટેશન – 31 કિમી દૂર પુરી
3. હોર્નબિલ ફેસ્ટિવલ
આ તહેવાર નોર્થ ઈસ્ટ ઇન્ડિયાનો સૌથી જાણીતો અને માનીતો તહેવાર છે. નાગાલેન્ડના આદિવાસીઓ ફોક ડાન્સ, રમતો, મેળાઓ વગેરેનું આયોજન કરે છે.
સ્થળ – કોહિમા, નાગાલેંડ
કેવી રીતે પહોંચવું – સૌથી નજીકનું એરપોર્ટ – દિમાપુર 68 કિમી, બાકી કોહિમા ગુવાહાટી અને કોલકાતા સાથે કનેક્ટેડ છે.
4. મેગ્નેટિક ફિલ્ડ
રાજસ્થાનના આલસીસર કિલ્લામાં મેગ્નેટિક ફિલ્ડ ફેસ્ટિવલના નામે dj અને સંગીત કલાકારોની એક અનોખી ઈવેન્ટ થાય છે. સંગીત, ફેશન, ખાણીપીણી, વગેરેનો જલસો આ 17 મી સદીના કિલ્લામાં માણવા જેવો છે.
સ્થળ – અલસીસાર કિલ્લો, રાજસ્થાન
કેવી રીતે પહોંચવું – સૌથી નજીકનું એરપોર્ટ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન – જયપુર
5. જશ્ન એ રેખતા
ઉર્દૂ ભાષા અને ઉર્દૂ સંગીતનો આ જલસો દિલ્હીમાં થાય છે. અહિયાં થતાં પેનલ ડિસ્કશન, ફિલ્મોના સંવાદો, વર્કશોપ વગેરે માણવા લાયક છે.
સ્થળ – ધ્યાનચંદ સ્ટેડિયમ, દિલ્હી
કેવી રીતે પહોંચવું – દિલ્લી દેશ વિદેશમાં સૌ સાથે સારી રીતે કનેકટેડ છે.
દિલ્હીમાં બજેટ હોટેલ્સ બૂક કરો.
6. સેરેનડીપીટી આર્ટ ફેસ્ટિવલ
ગોવામાં અલગ અલગ સ્થળોએ અલગ અલગ કળા સંસ્કૃતિ પ્રદર્શિત કરતો આ ફેસ્ટિવલ એકદમ યુનિક છે. આ ફેસ્ટિવલમાં 70 થી વધુ પ્રોજેક્ટ્સ છે. અહિયાં મોટાભાગે પ્રદર્શિત થતી આર્ટ ચર્ચાસ્પદ હોય છે.
સ્થળ – ગોવા
કેવી રીતે પહોંચવું – મેજર એરપોર્ટ 29 કિમી દૂર દબોલીં એરપોર્ટ છે અને રેલવે સ્ટેશન 39 કિમી દૂર મડગાવ છે.
7. પૌષ મેળા
બંગાળી મહિના પૌષના સાતમાં દિવસે આ મેળાનું આયોજન થાય છે. બીરભૂમ જિલ્લાના શાંતિનિકેતન મેદાનમાં આ મેળો આયોજાય છે. આ મેળાની શરૂઆત ટાગોર પરિવારે કરી હતી. ટ્રાયબલ આર્ટ, હેન્ડીક્રાફ્ટ, વગરએ માટે આ મેળો વિખ્યાત છે.
સ્થળ – શાંતિનિકેતન, બીરભૂમ, બંગાળ
કેવી રીતે પહોંચવું – સૌથી નજીકનું એરપોર્ટ – કોલકાતા, નજીકનું સ્ટેશન - બોલપુર સ્ટેશન.
તો માણો આ દરેક ફેસ્ટિવલ્સ ડિસેમ્બરમાં! હા કોરોના ના કારણે ભૂલતા નહિ વિગતો ચેક કરવાનું!
.