જયપુર, ઉદેપુર અને જોધપુર રાજસ્થાનના ફરવાલાયક સ્થાનોમાં મોખરે રહે છે. પરંતુ મહારાજાઓની આ ભૂમિ ફક્ત આ ત્રણ શહેરોની તુલનામાં ઘણી મોટી છે.
જો તમે પણ કંઇક નવું જોવા માંગો છો તો રાજસ્થાનના આ ઓછા જાણીતા રત્નો અંગે પણ જાણી લઇએ.
1. બૂંદી
એક નજરે: બૂંદી શહેર વાદળી ઘરો, સરોવરો, પહાડો, બજારો અને દરેક વળાંક પર એક મંદિરની સાથે કોઇ પરીકથા જેવું લાગે છે.
બુંદીમાં જોવાલાયક: સુખ મહેલ, ક્ષાર બેગ, દભાઇ કુંડ, રાણીજી બાઓલી, તારગઢ કિલ્લો, જેત સાગર સરોવર
બુંદી કેવી રીતે જશો?
હવાઇ માર્ગે: નજીકનું એરપોર્ટ જયપુરનું સાંગાનેર છે જે લગભગ 206 કિ.મી. દૂર છે.
રોડ દ્ધારા: બૂંદીની બસો અજમેર, બિજોલિયા, બીકાનેર, ચિત્તોડગઢ, જયપુર, જોધપુર, કોટા, સવાઇ માધોપુર અને ઉદેપુરથી નિયમિત સમયે મળે છે.
ટ્રેન દ્ધારા: બૂંદીમાં એક નાનકડુ રેલવે સ્ટેશન છે જે જુના શહેરના લગભગ 4 કિ.મી. દક્ષિણમાં સ્થિત છે. ટ્રેન દ્ધારા બુંદી પહોંચવા માટે તમારે ચિત્તોડગઢમાં ટ્રેનોને બદલવી પડશે, જે ભારતના મુખ્ય શહેરો સાથે જોડાયેલી છે.
2. બાડમેર
એક નજરે: પોતાના સમૃદ્ધ શિલ્પ માટે જાણીતું છે જેમાં લાકડાનું નકશીકામ, માટીના વાસણ, ભરતકામ અને અજરક પ્રિન્ટ સામેલ છે, પશ્ચિમી રાજસ્થાનમાં બાડમેર શહેર જેસલમેરથી 153 કિ.મી. દૂર આવેલું છે.
બાડમેરમાં જોવાલાયક: કિરુડ મંદિર, બાડમેર કિલ્લો અને ગઢ મંદિર, શ્રી નાકોડા જૈન મંદિર, ચિંતામણી પારસનાથ જૈન મંદિર, જુના કિલ્લા અને મંદિર
બાડમેર કેવી રીતે જશો?
હવાઇ માર્ગે: નજીકનું એરપોર્ટ બાડમેરથી 220 કિ.મી. દૂર જોધપુરમાં છે.
રોડ દ્ધારા: રાજ્ય સંચાલિત બસો જોધપુર, જયપુર, ઉદેપુર સહિત રાજ્યના મોટાભાગના શહેરો સાથે શહેરને જોડે છે.
ટ્રેન દ્ધારા: બાડમેર રેલવે સ્ટેશન જોધપુરથી સારી રીતે જોડાયેલું છે, જે ભારતના અન્ય મુખ્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે.
3. ડુંગરપુર
એક નજરે: ગુજરાત રાજ્ય દ્ધારા પૂર્વમાં અને ઉત્તરમાં અરવલ્લીના પહાડોની તળેટી પર સ્થિત ડુંગરપુર અહીં જોવા મળતા લીલા સંગેમરમર જેટલું જ આકર્ષક છે.
ડુંગરપુરમાં જોવાલાયક: દેવ સોમનાથ, ગાલીકોટ, નાગફાંજી, વિજય રાજ રાજેશ્વર મંદિર, વાદળ મહેલ
ડુંગરપુર કેવી રીતે જશો?
હવાઇ માર્ગે: 120 કિ.મી. દૂર ઉદેપુર નજીકનું એરપોર્ટ છે. આ સિવાય અમદાવાદ 175 કિ.મી. દૂર છે.
રોડ દ્ધારા: રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા 8, જે દિલ્હી અને મુંબઇ અને રાજ્ય હાઇવે (સિરોહી- રતલામ હાઇવે) ની વચ્ચેથી ચાલે છે, જિલ્લામાંથી પસાર થાય છે.
ટ્રેન દ્ધારા: રેલવે સ્ટેશન શહેરથી 3 કિ.મી. દૂર છે. ગુજરાતથી ડુંગરપુર પહોંચવા માટે હિંમતનગર-ડુંગરપુર-ઉદેપુર એક મહત્વનું રેલવે સ્ટેશન છે.
4. કુચામન
એક નજરે: રાજસ્થાન નામના પુસ્તકમાં એક મહત્વપૂર્ણ અધ્યાય, કુચમન પુષ્કરથી 100 કિ.મી. દૂર છે. કુચામનના ઐતિહાસિક શહેરમાં એક પ્રભાવશાળી જોવાલાયક કિલ્લો છે જે વર્તમાનમાં એક હેરિટેજ હોટલ છે.
કિલ્લામાં કિંમતી પથ્થરો, કાચ અને સોનાના રંગમાં મૂળ જડનું કામનો સમૃદ્ધ સંગ્રહ પણ છે. કુચામન જિલ્લામાં શીશ મહેલનો આશ્ચર્યચકિત કરનારો નજારો પણ છે.
મીરા મહેલ કુચામન શહેરમાં એક બીજો સુંદર મહેલ છે.
કુચામન કેવી રીતે જશો?
હવાઇ માર્ગે: 145 કિ.મી. દૂર જયપુર એરપોર્ટ છે જ્યાંથી ટેક્સી મળી જશે.
રોડ દ્ધારા: બીકાનેર, જયપુર, જોધપુર, અજમેર, દિલ્હી સાથે રોડ દ્ધારા જોડાયેલું છે. આ શહેરોથી દૈનિક બસો ઉપલબ્ધ છે.
ટ્રેન દ્ધારા: જયપુરથી કુચામન સુધી લગભઘ 6 સીધી ટ્રેનો છે.
5. ઝાલાવાડ
એક નજરે:
ઝાલા જાલિમ સિંહ દ્ધારા સ્થાપિત આ શહેરની એક વિવિધ સાંસ્કૃતિક વિરાસત છે જેમાં રાજપૂત અને મુગલ કાળના ઘણાં કિલ્લા અને મહેલ સામેલ છે.
ઝાલાવાડમાં જોવાલાયક: કોલ્વી ગામમાં બૌદ્ધ ગુફાઓ અને સ્તૂપ, ઝલવાર કિલ્લો, ભવાની નાટ્યશાળા, ગ્રેગોન કિલ્લો, ચંદ્રભાગા મંદિર, સૂર્ય મંદિર, શાંતિનાથ જૈન મંદિર.
ઝાલાવાડ કેવી રીતે જશો?
હવાઇ માર્ગે: નજીકનું એરપોર્ટ ઇંદોર 240 કિ.મી. દૂર છે, ત્યાર બાદ ઉદેપુર એરપોર્ટ 300 કિ.મી. દૂર છે.
રોડ દ્ધારા: ઝાલાવાડ રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા 12 પર સ્થિત છે અને રાજસ્થાનના ઘણાં શહેરો સાથે બસ દ્ધારા જોડાયેલું છે.
ટ્રેન દ્ધારા: નજીકનું મુખ્ય રેલવે સ્ટેશન કોટા 85 કિ.મી. દૂર છે. ઝાલાવાડ-કોટા ટ્રેન દ્ધારા 2 કલાકમાં કોટા જંકશનથી ઝાલાવાડ સ્ટેશન સુધી પહોંચી શકાય છે.
6. નાગૌર
એક નજરે:
ભારતનું સૌથી મોટું ખારાપાણીનું સરોવર સાંભર સરોવરનું ઘર કહેવાતું નાગૌરનો મહાકાવ્ય મહાભારતમાં પણ ઉલ્લેખ મળે છે. આ યુગમાં શહેરને જંગલાદેશ તરીકે પણ ઓળખાતું હતું. આજ સુધી તેની સમૃદ્ધિ સાંસ્કૃતિક વિરાસત, મૂલ્યો અને પરંપરાઓ જાળવી રાખવામાં આવી છે.
નાગૌરમાં જોવાલાયક: નાગૌર કિલ્લો, લડનુન, ઝોર્ડ, ખતુ
નાગૌર કેવી રીતે જશો?
હવાઇ માર્ગે: નજીકનું એરપોર્ટ જોધપુર જે 137 કિ.મી. દૂર છે.
રોડ દ્ધારા: જોધપુર, જયપુર અને બીકાનેરથી બસો ઉપલબ્ધ છે.
ટ્રેન દ્ધારા: નાગૌર ઇન્દોર, મુંબઇ, કોઇમ્બતૂર, સૂરત, જોધપુર, જયપુરથી રેલવેથી જોડાયેલું છે.
7. સવાઇ માધોપુર
એક નજરે: લોકપ્રિય રીતે 'ગેટવે ટૂ રણથંભોર' તરીકે જાણીતું સવાઇ માધોપુર ભારતના રેતીલા રાજ્યનં એક સુંદર અને પૌરાણિક શહેર છે. વિંધ્ય અને અરવલ્લીના પહાડોથી ઘેરાયેલું આ શહેર એડવેન્ચર લવર્સ માટે આદર્શ છે.
સવાઇ માધોપુરમાં જોવાલાયક: રણથંભોર કિલ્લો, સુનેરી કોઠી, જામા મસ્જિદ અને ખંધાર કિલ્લો.
સવાઇ માધોપુર કેવી રીતે જશો?
હવાઇ માર્ગે: નજીકનું એરપોર્ટ જયપુર 170 કિ.મી. દૂર છે.
રોડ દ્ધારા: દેદેશરદેશના બધા મુખ્ય શહેરો સાથે બસ અને ટેક્સીના માધ્યમથી જોડાયેલું છે.
ટ્રેન દ્ધારા: દેશના મુખ્ય શહેરોથી સવાઇ માધોપુર માટે તમને નિયમિત ટ્રેન સેવા મળી રહેશે.