જો તમે ભૂટાન ફરવા માટે અગાઉથી જ કોઇ ટૂર ઓપરેટર પાસે પોતાની ટ્રિપ બુક કરાવી લીધી છે તો કંઇ વાંધો નહીં. પરંતુ આ આર્ટિકલ એવા લોકો માટે છે જે સસ્તામાં ભૂટાન ફરવા માંગે છે. મેં અને મારા દોસ્તોએ 7 દિવસ માટે ભૂટાનનો પ્લાન બનાવ્યો હતો. અમે ગયા અને જે અનુભવ કર્યો તે આપને જણાવી રહ્યો છું.
ભૂટાનમાં હરવું-ફરવું
• જ્યારે પણ તમે કોઇ જગ્યાએ ફરવા જવું હોય તો બસ કે ટેક્સી સ્ટેન્ડ પર જઇને પૂછપરછ કરો. યાદ રાખો કે બધી જગ્યાએ આ સુવિધા ઉપલબ્ધ નથી હોતી. બની શકે તો પહેલેથી બુક કરાવી લો અને પછી પોતાના હિસાબે ટ્રિપનો પ્લાન બનાવો.
થિમ્પૂ
• થિમ્પૂમાં બે બસ સ્ટેન્ડ છે. એક છે સિટી બસ સ્ટેન્ડ અને બીજું છે થિમ્પૂ બસ સ્ટેન્ડ (RTSA).સિટી બસ સ્ટેન્ડથી તમને નજીકની જગ્યાએ જવા માટે બસ મળી જશે. પરંતુ થિમ્પૂ બસ સ્ટેન્ડથી ભૂટાનના મોટા શહેરોમાં જવા માટે બસ મળશે.
• ટેક્સીના બદલે સિટી બસ ઘણી સસ્તી પડે છે. ભૂટાનમાં આપને બસમાં બેસવા માટે પહેલેથી જ ટિકિટ લેવી પડે છે, એવું નથી કે તમે ક્યાંય પણ બસમાં ચઢો અને કંડકટર પૈસા આપીને ટિકિટ લઇ લે. બસ માટે ટિકિટ તમે સિટી બસ સ્ટેન્ડ કે કેટલીક ખાસ દુકાનોથી ખરીદી શકો છો.
• થિમ્પૂથી પારો જવા માટે સિમિત સંખ્યામાં બસ ઉપલબ્ધ છે. ધુગ ટ્રાન્સપોર્ટની બે બસ દરરોજ ચાલે છે, એક સવારે 9 કલાકે અને બીજી બપોરે 2 વાગે. એક કે બે બસો કોઇ બીજા ટ્રાન્સપોર્ટની પણ ચાલે છે. જો કે તેની પૂછપરછ કરી લો.
• દાવા ટ્રાન્સપોર્ટની બે બસો પારોથી ફવેનશૉલિંગ (Phuentsholing) જાય છે. એક સવારે 9 વાગે અને બીજી બપોરે 2 વાગે. મેટો ટ્રાન્સપોર્ટની પણ 3 બસો છે જે સવારે 8:30, 9:00 અને બપોરે 2 કલાકે નીકળે છે. પરંતુ તેના પર ભરોસો રાખવો નહીં, એટલા માટે ભારત પેટ્રોલિયમની સામે બનેલી તેમની ઓફિસમાંથી પૂછપરછ કરી લો.
ફવેનશૉલિંગ
• ફવેનશૉલિંગ (Phuentsholing)થી થિંપૂ પહોંચવા માટે 5 કલાક લાગે છે. રોડ માર્ગે તમને સુંદર દ્રશ્યો જોવા મળશે. યાત્રના એક કે બે દિવસ પહેલા જ ટિકિટ બુક કરાવી લો, તે જ દિવસે ટિકિટ બુક કરાવવાનું જોખમ ન ઉઠાવો.
• પારોથી ટાઇગર્સ નેસ્ટ જવા માટે કોઇપણ કેબ ડ્રાઇવર એક વ્યક્તિના 300થી લઇને 500 રુપિયા લેશે. જો તમે થોડાક રુપિયા બચાવવા માંગો છો અને તમને થોડુંક પગપાળા જવામાં કોઇ મુશ્કેલી નથી તો ડ્રાઇવરને કહો કે તે તમને ટાઇગર્સ નેસ્ટ જંકશન પર ઉતારી દે. આના માટે શેરીંગ કેબમાં તમારે 50 રુપિયા આપવા પડશે. અહીંથી ટ્રેકની શરુઆત પોઇન્ટ સુધી જવા માટે 1.15 કલાકનો સમય લાગશે.
• પોતાની પરમિટ હંમેશા પોતાની સાથે રાખો કારણ કે ચેક પોસ્ટ પર તેની જરુરીયાત પડશે.
ભૂટાનમાં ખાણી-પીણી
• ભૂટાનમાં નૉન-વેજ ખાવાનું દરેક ખૂણે મળે છે. આમ તો વેજીટેરિયન ફૂડ મળવાનું એટલું પણ મુશ્કેલ નથી પરંતુ જો સારુ વેજીટેરિયન જોઇતું હોય તો શોધવામાં થોડોક સમય લાગશે.
• ભૂટાનમાં દારુ સસ્તો છે. તે દરેક સ્ટોર અને શોપિંગ મોલમાં મળી જશે. જેમ ભારતમાં દુકાનમાં કેક મળી જાય છે તેમ ભૂટાનમાં દારુ મળી જાય છે. જો કે સિગારેટ પર લગભગ પ્રતિબંધ છે એટલે મોંઘી પણ છે.
• ભૂટાનમાં મારા એક દોસ્તે કહ્યું કે ભારતની પાસે 20 પ્રકારના મસાલા છે પરંતુ ભૂટાનમાં ફક્ત એક છે અને તે છે મરચાં. આ તેને પોતાના દરેક ખાનામાં નાંખે છે.
ભૂટાનમાં ક્યાં રહેશો?
હાં, ભૂટાનમાં રહેવાનું તમને થોડુક મોંઘુ પડી શકે છે. પરંતુ જો તમે ઇચ્છો તો તમારા બજેટ અનુરુપ હોટલ પસંદ કરી શકો છો. તમારે રોડ પર ઉતરવું પડશે અને દરેક ખૂણાને સર્ચ કરવો પડશે.
• જયગામમાં જઇને હનુમાન મંદિર ધર્મશાળા અંગે શોધ કરો. મેં સાંભળ્યુ છે કે 10 રુપિયાની ઓછી કિંમતમાં પણ એક રાત માટે રુમ આપે છે. પરંતુ અહીં મોટાભાગે પેહેલેથી જ બુકિંગ થાય છે કારણ કે આ લગ્ન માટે પોતાનું બિલ્ડિંગ ભાડે આપે છે.
• તમે જયગામમાં જ સાહૂ સેવા ટ્રસ્ટ જઇ શકો છો. અહીંના રુમ અને ટોયલેટ સ્વચ્છ હોય છે. આના માટે એક રાતનું ભાડું 300 રુપિયા થશે.
• પારોમાં હોટલ ટેંડિનમાં જઇ શકાય છે. તે એક રાત રોકાવા માટે 700 રુપિયા લે છે, જેમાં તમને ડબલ બેડ અને ટીવી મળે છે. જે તે જગ્યાએ બાકીની હોટલના મુકાબલે સસ્તું જ છે, તેમને ત્યાં ઇન્ડિયન ફૂડનું રેસ્ટોરન્ટ પણ છે. તમે શેફ્સ હોટલ પણ જઇ શકો છો જે હોટલ ટૈંડિનની પાછલ છે.
ભૂટાન સાથે જોડાયેલી કેટલીક જરુરી વાતો
• પરમિટ લેવા માટે તમારે આ ચીજોનું ધ્યાન રાખવું પડશે.
1) તમારો હાલનો પાસપોર્ટ સાઇઝ ફોટો
2) વેલિડ પાસપોર્ટ અને વીઝા (આ ભારતીય, બાંગ્લાદેશી અને માલદિવ સિવાયના લોકો માટે જરુરી છે) કે વોટર આઇ કાર્ડ
3) હોટલ કન્ફર્મેશનની કૉપી
4) ટ્રાવેલ આઇટનરી
• આ ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ ઇમિગ્રેશન ઓફિસની નોટિસ બોર્ડ પર મળી જશે. આઇટનરી માટે, એક કોરા કાગળ પર તારીખ, સોર્સ અને જે જગ્યાએ ફરવાનું છે અને રહેવાનું છે, તે બધુ લખો. એક સેટ બનાવી લો, જેમાં પરમિટ એપ્લિકેશન, ડોક્યુમેન્ટ્સની કોપી અને ફોટો હોય.
• જો તમે સ્ટુડંટ છો તો તમારુ સ્ટુડન્ટ આઇ કાર્ડ લઇ જવાનું ન ભૂલો. ઇમિગ્રેશન ઓફિસમાં તમને એ બતાવવા માટે કહેવામાં આવી શકે છે. આ કાર્ડના ઘણાં ફાયદા પણ તમને મળશે. ભૂટાનમાં ઘણી જગ્યાની એન્ટ્રી પર તમને 50%ની છૂટ મળી જશે.
• ઇમિગ્રેશન ઓફિસમાં પરમિટ બતાવીને તમે સરકારનું બી-મોબાઇલ (ભૂટાન ટેલીકૉમ) સિમ કાર્ડ ખરીદી શકો છો. આનું નેટવર્ક કવરેજ એટલું સારુ છે કે તમારે ફજોડિંગ મઠની ઉંચાઇ પર પણ નેટવર્ક મળશે. આ સિમ કાર્ડથી ઇંટરનેટ યૂઝ કરવા માટે તમારે તમારા APNમાં થોડોક ફેરફાર કરવો પડશે.