
એપ્રિલ મહિનો શરૂ થઇ ગયો છે અને તેની સાથે જ ગરમી પણ શરૂ થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત સાથે, પ્રવાસીઓ હિલ સ્ટેશનો પર ફરવાનું આયોજન કરવાનું શરૂ કરી દે છે. દરેક વ્યક્તિ જાણે છે કે ઉનાળામાં હિલ સ્ટેશનો જ એક એવી જગ્યા છે જ્યાં સખત ગરમીમાં પણ ઠંડી હોય છે. કોઈપણ રીતે, હિલ સ્ટેશનો દરેક સિઝનમાં પ્રવાસીઓમાં લોકપ્રિય છે, પછી તે ઉનાળો હોય કે શિયાળો, અને પ્રવાસીઓ ત્યાં જઈને થોડા દિવસોની રજાઓ ગાળે છે. શિયાળામાં, જ્યાં પ્રવાસીઓ હિલ સ્ટેશનોમાં હિમવર્ષાનો આનંદ માણે છે, તો ઉનાળામાં, પ્રવાસીઓ ગરમીથી બચવા ત્યાં જાય છે.
ઉનાળાની ઋતુમાં માત્ર દિલ્હી-એનસીઆર જ નહીં પરંતુ દેશના દરેક ખૂણેથી પ્રવાસીઓ પહાડો તરફ વળે છે. હિલ સ્ટેશનો પર જઈને, પ્રવાસીઓ કુદરતને નજીકથી જુએ છે અને નદીઓ, તળાવો, સરોવરો અને હરિયાળા મેદાનોમાં તેમનો સમય વિતાવે છે. આમ કરવાથી પ્રવાસીઓને માત્ર હળવાશ જ નથી થતી પરંતુ તેઓ શહેરોની આકરી ગરમીથી પણ બચી જાય છે.
7 એવી જગ્યાઓ જ્યાં ગરમીઓમાં પણ હોય છે ઠંડક
નૈનીતાલ
હિલ સ્ટેશનની વાત કરીએ તો સૌથી પહેલા ઉત્તરાખંડનું નામ જ મોં પર આવે. અહીં ઘણી ફિલોસોફિકલ જગ્યાઓ પણ છે, જે તમારી યાત્રાને યાદગાર બનાવે છે. આવા જ હિલ સ્ટેશનો પૈકીનું એક છે નૈનીતાલ. નૈનીતાલ હિમાલયની કુમાઉ પહાડીઓની તળેટીમાં આવેલું છે. કુમાઉ પ્રદેશના કિનારે આવેલું નૈનીતાલ ખૂબ જ સુંદર છે. અહીં લોકો નૈનીતાલની મુલાકાત સાથે કૈચી ધામની મુલાકાત લેવાનું પણ પસંદ કરે છે.

નૈનીતાલમાં ફરવા માટેના ઘણા સ્થળો છે, અહીં તમે તળાવમાં નૌકાવિહાર કરતી વખતે મેદાનોની સુંદરતાને નિહાળી શકો છો, તો તમે ઊંચા શિખરો પર જઈને હિમાલય પણ જોઈ શકો છો. આ ઉપરાંત મનસા દેવી મંદિર, સુસાઈડ પોઈન્ટ, લવર પોઈન્ટ, એડવેન્ચર પાર્ક, ચાઈના પીક, સ્નો પીક, નૈના દેવી મંદિરની મુલાકાત લેવા ઉપરાંત હોટ ચોકલેટ કોફી પીને મોલ રોડ પર ચાલવાની મજા માણી શકો છો.

નૈનીતાલમાં તમે બે દિવસમાં તમામ સ્થળોની મુલાકાત લઈ લેશો. તેથી જો તમારી પાસે સમય હોય તો તમે મુક્તેશ્વરમાં ફરવા જઇ શકો છો જે નૈનીતાલથી 51 કિમી દૂર છે. ઘોંઘાટ, ભીડથી દૂર અહીંનું અદ્ભુત હવામાન અને દૃશ્ય તમારી રજામાં સુંદરતા ઉમેરશે. અહીં તમે મહાદેવ મંદિર, ચૌલી કી જાલી અને ભાલુગઢ વોટરફોલ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.
ઓલી
ઓલી પણ ઉત્તરાખંડનું એક પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. ઓલીને ભારતનું સ્વિટ્ઝરલેન્ડ પણ કહેવામાં આવે છે. ગરમીઓમાં દેશભરમાંથી પર્યટકો ઓલીમાં ઉમટી પડે છે.
ઓલી ગઢવાલ પ્રદેશમાં બદ્રીનાથ ધામ પાસે ગાઢ જંગલ, પર્વતો અને મખમલી ઘાસથી ભરેલું એક ખૂબ જ સુંદર અને ઠંડુ સ્થળ છે. ઉનાળામાં ઓલીનું મહત્તમ તાપમાન 15 થી 20 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 4-8 ડિગ્રી હોય છે.

અહીં દેશનું સૌથી નવું અને આધુનિક આઈસ સ્કીઈંગ સેન્ટર પણ છે. જ્યાં સ્કીઈંગનો ભરપૂર આનંદ લઈ શકાય છે. અહીંથી નંદા દેવી, હાથી ગૌરી પર્વત, નીલકંઠ અને ઐરાવત પર્વતની હરિયાળી પણ જોઈ શકાય છે.
જોશી મઠ ઓલીથી 12 કિમીના અંતરે આવેલું છે. આ સ્થળે મઠો, મંદિરો અને સ્મારકો છે. આ સિવાય તમે અહીંના પહાડોની પણ મુલાકાત લઈ શકો છો. જોશી મઠને બદ્રીનાથ અને વેલી ઑફ ફ્લાવર્સનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. આ ઉપરાંત છત્ર કુંડ, ક્વોરી બુગ્યાલ, સેલધર તપોવન, ગુરસૌન બુગ્યાલ, ચિનાબ તળાવ, વંશીનારાયણ કલ્પેશ્વર વગેરે સ્થળો જોઈ શકાય છે.

ક્વોરી બુગ્યાલ ટ્રેકિંગ માટે એક આદર્શ સ્થળ છે. અહીં પહાડોના વિશાળ ઢોળાવની સુંદરતા દૂર દૂર સુધી જોઇ શકાય છે. સેલધર તપોવનમાં ગરમ પાણીના ઝરણા અને ફુવારા જોવા લાયક છે.
મનાલી
ઉનાળાની ઋતુમાં ફરવા માટે મનાલી શ્રેષ્ઠ સ્થળ છે. હિમાચલ પ્રદેશનું આ સ્થળ બિયાસ નદીના કિનારે આવેલું છે અને તે સમુદ્ર સપાટીથી 6725 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. જો તમે મનાલી જઈ રહ્યા છો તો જાણી લેજો કે અહીં તમને જવામાં થાક જરૂર લાગશે પરંતુ એકવાર મનાલીમાં પહોંચ્યા બાદ તેની સુંદરતા જોઇને તમારો બધો થાક ઉતરી જશે.

મનાલીમાં ક્યાં ફરવા જવાય અને શું કરી શકાય?
હિડમ્બા મંદિર, વન વિહાર, હિમાલયન નિંગમાપા ગોમ્પા મઠ, ક્લબ હાઉસ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો.
સોલાંગ ખીણમાં સાહસિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો.
રોહતાંગ પાસની ટ્રીપ પર જઈ શકો છો.
બિયાસ નદીમાં રિવર રાફ્ટિંગ કરી શકો છો.
કુલુ મનીકરણ ગુરુદ્વારા, જોગિની ધોધ, અર્જુન ગુફા, ભૃગુ તળાવ અને વશિષ્ઠ ગરમ પાણીના ઝરણા જેવા સ્થળોનો આનંદ માણી શકો છો.
સફરજનના બગીચામાં પિકનિક કરો.
કેમ્પિંગ અને ટ્રેકિંગ પણ કરી શકાય છે.

શિમલા
ગરમીમાં ફરવા માટે શિમલા પણ એક સુંદર જગ્યા છે. શિમલા હિમાચલ પ્રદેશની રાજધાની છે. અહીંની આહલાદ્ક આબોહવાના કારણે બ્રિટશ જનરલો પોતાનું કામકાજ કરવા અને રજાઓ ગાળવા અહીં આવતા હતા.

તમે શિમલામાં ક્યાં ફરી શકો અને શું કરી શકો?
કાલકાથી શિમલા સુધી ટોય ટ્રેનમાં મુસાફરી કરી શકાય છે.
તત્તાપાનીમાં વ્હાઇટ વોટર રાફ્ટિંગ કરી શકાય છે.
મોલ રોડ પર ખાણી-પીણી અને ખરીદી કરવાનો આનંદ માણો.
મોલ રોડ નજીક રિજ પર સુંદર ક્રાઇસ્ટ ચર્ચની મુલાકાત લો.
એક ટેકરીની ટોચ પર સ્થિત જખુ હનુમાન મંદિર સુધી ટ્રેકિંગ કરો.
કુફરી, ચેઈલ અને મશોબરા મુસાફરી કરી શકાય છે અને સુંદર પહાડોને જોઈ શકાય છે. અહીં પરંપરાગત ડ્રેસમાં ફેમિલી ફોટો પણ ક્લિક કરી શકો છો.
ધનોલ્ટી
મસૂરીથી 62 કિમીના અંતરે આવેલું ધનોલ્ટી ઉત્તરાખંડનું એક નાનું શહેર છે. આ હિલ સ્ટેશનને ઓફબીટ ટૂરિસ્ટ પ્લેસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દરિયાની સપાટીથી લગભગ 2200 મીટરની ઉંચાઈ પર આવેલું છે. આ હિલ સ્ટેશન પર આવ્યા પછી લોકો એક અલગ જ શાંતિ અનુભવે છે.

ધનોલ્ટીની નજીકના મુખ્ય પ્રવાસી સ્થળો
ધનોલ્ટીમાં પ્રવાસન વિભાગ અને વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે ઈકો પાર્ક તૈયાર કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં દેવદારના વૃક્ષો હોવાની સાથે સાથે ઈકો હટ પણ છે. અહીં તમે શાંતિથી સમય પસાર કરી શકો છો. આ હટ્સમાં રહેવાની પણ વ્યવસ્થા છે. આ ઉપરાંત આ સ્થળ તેના બટાકાના ખેતરો માટે પણ પ્રવાસીઓમાં પ્રખ્યાત છે.

ધનોલ્ટીમાં, તમે દશાવતાર મંદિર, ન્યુ ટિહરી ટાઉનશિપ, બરેહીપાની, જોરાંડા ધોધ, દેવગઢ કિલ્લો અને માતાટીલા ડેમ જેવા સુંદર સ્થળોની મુલાકાત લઈ શકો છો. અહીં ફોટોગ્રાફીની પોતાની અલગ જ મજા છે. તમે અહીં એડવેન્ચર ટુરિઝમની મજા પણ માણી શકો છો. કેમ્પ થંગધારમાં રોક ક્લાઈમ્બિંગ, રિવર ક્રોસિંગ, હાઈકિંગ અને ટ્રેકિંગ જેવા એડવેન્ચર સ્પોર્ટ્સનો આનંદ લઈ શકાય છે. આ કેમ્પમાં તમને રહેવાની સાથે જરૂરી સુવિધાઓ પણ મળશે.
બીર બિલિંગ

બીર એ ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલું એક ખૂબ જ સુંદર શહેર છે. જો તમે બીર બિલિંગ ગયા છો, તો તમને એ પણ ખબર હશે કે આ શહેર તેની પેરાગ્લાઈડિંગ પ્રવૃત્તિ માટે જાણીતું છે. તમને જણાવી દઈએ કે, બીરને આ રમત માટે વિશ્વના શ્રેષ્ઠ સ્થળોમાં ખ્યાતિ મળી છે. આ શહેર દર વર્ષે વર્લ્ડ પેરાગ્લાઈડિંગ ચેમ્પિયનશિપનું પણ આયોજન કરે છે. અહીં પેરાગ્લાઈડિંગ માટે ટેક ઓફ પ્લેસને બિલિંગ અને લેન્ડિંગ પ્લેસને બીર કહેવામાં આવે છે. સાહસ ઉપરાંત, તમે આ શહેરમાં ધ્યાન અને ધાર્મિક વસ્તુઓમાં પણ વ્યસ્ત થઈ શકો છો.
બીર બિલિંગમાં ચોકલિંગ મઠ, ટી ફેક્ટરી, માર્કેટ, બૈજનાથ મંદિર, ગુનેહર વોટરફોલ ફરી શકો છો.

કુર્ગ
કર્ણાટકમાં આવેલું કુર્ગ એક અદ્ભુત પર્યટન સ્થળ છે. કુર્ગ સમુદ્ર સપાટીથી 1525 મીટરની ઉંચાઈ પર આવેલું છે અને તે તેના ચા, કોફી, ગાઢ જંગલો માટે પણ જાણીતું છે. એટલું જ નહીં, તમે 'કુર્ગ'માં માઉન્ટેન બાઈકિંગની મજા પણ લઈ શકો છો.

અહીંના જોવાલાયક સ્થળોની વાત કરીએ તો 70 ફૂટની ઊંચાઈએથી નીચે ઉતરતો એબી ફોલ્સ ખરેખર જોવા જેવો છે. મંડલપટ્ટીનો અર્થ થાય છે 'વાદળોનું બજાર', લગભગ 4050 ફૂટની ઊંચાઈએ આવેલું છે. આ હિલટોપ પુષ્પગિરી રિઝર્વ ફોરેસ્ટનો એક ભાગ છે, જ્યાંથી તમે આ પ્રદેશના કેટલાક અદ્ભુત દૃશ્યો જોઈ શકો છો. કુર્ગ હિલ સ્ટેશનથી લગભગ 34 કિમી દૂર સ્થિત નામડ્રોલિંગ મઠ, જેને સુવર્ણ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, જો તમે પક્ષીઓ, પ્રાણીઓ જોવાના ખૂબ જ શોખીન છો, તો પુષ્પગિરી વન્યજીવ અભયારણ્ય તમારા માટે શ્રેષ્ઠ સ્થળ છે. રાજાની બેઠક કુર્ગ હિલ સ્ટેશનની મુલાકાત લેવા માટેના મુખ્ય સ્થળોમાંનું એક છે. 5724 ફૂટની ઉંચાઈ પર સ્થિત, તાડિયાંદામોલ. કુર્ગનું સૌથી ઊંચું શિખર છે અને કર્ણાટકમાં બીજા ક્રમનું સૌથી ઊંચું શિખર માનવામાં આવે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો