લદ્દાખ ભારની શાનદાર જગ્યાઓમાની એક છે. દરેક ટ્રાવેલર લાઈફમા એક વાર તો લદ્દાખ જવાની ઈચ્છા રાખતો જ હોય છે. લદ્દાખના બરફથી ઢંકાયેલા પહાડો, જબરદસ્ત રસ્તાઓ અને અહિનો માહોલ હર કોઈને પાગલ કરી દે છે. લદ્દાખમા માત્ર પહાડૉ જ નથી, પણ અહિના કેફે પણ એવા છે કે જેને જોયા વગર તમારી યાત્રા અધુરી જ રહી માનો. લદ્દાખમા એમ તો કેટલાય કેફે છે પણ અમુક કેફે એવા છે જ્યા તમારે અચુક જવુ જોઈયે. તો અમે લદ્દાખના એવા જ કેટલાક ખાસ કેફેની વાત કરવા જઈ રહ્યા છીએ.
લદ્દાખના શાનદાર કેફે
1. નાસ કેફે
નાસ કેફે લેહના સૌથી બહેતરીન કેફેમાથી એક છે. અહિ ટ્રાવેલર્સ માટે દરેક પ્રકારની વેરાઈટી મળી જશે. તમે બસ બોલો! નાસ કેફે તેના ડિલિશીયસ પિત્ઝા અને કૉફી માટે પણ જાણીતુ છે. અહિ વાઈફાઈની સ્પીડ પણ વધુ હોવાના કારણે તમને અહિ વર્ક ફ્રોમ એનીવ્હેર વાળા લોકો વધુ જોવા મળશે. લેહ જાઓ તો આ કેફેમા જવાનુ ભુલતા નહિ.
ટાઈમ: 9:30 am – 9 pm
અડ્રેસ: મેઈન બજાર રોડ, સોમા ગોમ્પા પાસે, લેહ લદ્દાખ
2. લેહ કેફે
લેહ કેફે ખાસ તો તેની ગ્રેટ હોસ્પિટાલિટી અને શાનદાર માહોલ માટે ખુબ ફેમસ છે. દરેક ટ્રાવેલરે એક વાર તો આ કેફેમા જવુ જ જોઈયે. આ કેફેને લેહની એક લોકલ મહિલા ચલાવે છે. કેફેમા બેઠા બેઠા જ તમને શાંતી સ્તુપ જોવા મળી જશે. આ કેફેમા બિરિયાની અને કેરટ કેકનો સ્વાદ લેવાનુ ભુલશો નહિ.
ટાઈમ: 7 am – 11 pm
અડ્રેસ: જાંગસ્તી રોડ, લેહ લદ્દાખ
3. સોલ્જા કેફે:
લદ્દાખમા તમને ચાઈનીઝ ફુડ ખાવુ હોય તો સોલ્જા કેફે બેસ્ટ છે. સોલ્જા કેફે લેહના બેસ્ટ કેફેમાનુ એક છે. અહિ તમને આસામી અને તિબેટીયન ફુડ પણ મળી જશે. આ સિવાય તમારે લદ્દાખની લોકલ ડીશનો સ્વાદ પણ લેવો જોઈયે. સોલ્જા કેફેની ટેરેસ પર બેઠા બેઠા તમે આ ડિલિશિયસ ફુડનો સ્વાદ માણી શકો છો.
ટાઈમ: 8 am – 9 pm
ઍડ્રેસ: જાંગસ્તી રોડ
4. ધ નુક્કડ કેફે
ધ નુક્કડ કેફેનો માહોલ જ આ કેફેનો લેહનુ જબરદસ્ત કેફે બનાવે છે. અહિ સહેલાણીઓ તેમની ગાડીમા આવે છે અને અહિના સ્વાદિષ્ટ ફુડ સાથે અહિના શાનદાર માહોલની મજા માણે છે. અહિનુ ચીલી ચિકન તમને ચોક્કસ પસંદ આવશે. આ સિવાય નુક્કડ કેફેની કુલ્હડ ચા પીવાનુ ચુકશો નહિ.
ટાઈમ: 7 am – 12 pm
ઍડ્રેસ: ફોર્ટ રોડ, લેહ લદ્દાખ
5. હિમાલયન કેફે
લદ્દાખમા ઘણા બધા રુફટોપ કેફે છે પણ એ બધામા સૌથી મસ્ત હોય તો હિમાલયન કેફે! આ કેફેથી પહાડોના સુંદર નજારાઓ આ જગ્યાની સુંદરતામા ચાર ચાંદ લગાવી દે છે. અહિ તમે કંચ અને ડિનર લઈ શકો છો. સાંજના સમયે તો આ કેફેનો માહોલ વધુ એક્સાઈટીંગ થઈ જાય છે. આ કેફેમા આવો તો તંદૂરી ચિકન અને થુપકા ખાવાનુ ચુકશો નહિ.
ટાઈમ: 7 am – 9 pm
ઍડ્રેસ: મેઈન બજાર, લેહ લદ્દાખ
6. કૉફીસૂત્ર
લેહમા અગર કોઈ જગ્યા છે કે જે જ્યા સૌથી બેસ્ટ કૉફી મળે છ તો એ છે કૉફીસૂત્ર! આ કેફેનુ ઈંટિરિયર ડિઝાઈન ખુબ શાનદાર છે. લેહમા આવા કેફે તમને ખુબ ઓછા જોવા મળશે. કૉફીની સાથે તમે અહિ આમલેટ, પેસ્ટ્રી અને કેક પણ લઈ શકો છો.
ટાઈમ: 7 am – 9 pm
ઍડ્રેસ: SBI ATM ની પાસે, મેઈન માર્કેટ, લેહ
7. માઈ કેફે
લદ્દાખનુ આ કેફે તેની સ્વાદિષ્ટ કેક માટે પ્રખ્યાત છે. તમને અહિ અલગ અલગ વેરાઈટીના કેફે મળી આવશે. લેહના માઈ કેફેનો માહોલ ખુબ શાનદાર છે. ટ્રાવેલર્સ અહિની કેકની સાથે આઈસ ટી પણ અચુક માણે છે. અહિથી તમને લદ્દાખના પહાડૉનો જબરદસ્ત વ્યુહ મળે છે. લેહ જાઓ તો આ કેફેમા થોડી વાર માટે પણ જરુરથી જાઓ.
ટાઈમ: 8 am – 10 pm
ઍડ્રેસ; ALB કોમ્પ્લેક્સ, મેઈન બજાર, લેહ લદ્દાખ
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.