લદ્દાખ ભારતના સૌથી જોવાલાયક સ્થળોમાંનું એક છે. દરેક પ્રવાસીની ઈચ્છા હોય છે કે એક વખત લદ્દાખની મુલાકાત લે. લદ્દાખના બરફથી ઢંકાયેલા પહાડો, અદભૂત માર્ગો અને અહીંનું વાતાવરણ દરેકને દિવાના બનાવી દે છે. લદ્દાખમા ફરવાલાયક જગ્યાઓમાં માત્ર પર્વતો જ નથી આવતા, અહીંના કેફે જોયા વિના તમારી લદ્દાખની યાત્રા અધૂરી રહેશે. લદ્દાખમાં ઘણા કેફે છે પરંતુ કેટલાક કેફે એવા છે જની તમારે એકવાર મુલાકાત જરુર લેવી જ જોઈએ. લદ્દાખના આવા જ કેટલાક પસંદગીના કેફે વિશે અમે જણાવવા જઈ રહ્યા છીએ.
લદ્દાખના શાનદાર કેફે:
1- નાસ કેફે
નાસ કેફે લેહના શ્રેષ્ઠ કેફેમાંનું એક છે. પ્રવાસીઓ માટે અહીં દરેક પ્રકારની વેરાયટી જોવા મળશે. તમે જે કહેશો તે અહીં મળી જશે. નાસ કેફે તેના સ્વાદિષ્ટ પિઝા અને કોફી માટે પણ જાણીતું છે. આ કેફેમાં વાઈફાઈની સ્પીડ શાનદાર છે, જેના કારણે ઘણા લોકો આ કેફેમાં ઓનલાઈન કામ કરતા જોવા મળશે. જો તમે લેહ જાઓ તો ચોક્કસ આ કેફેની મુલાકાત લો.
સમય: 9:30 AM થી 9 PM
સરનામું: મેઈન બજાર રોડ, સોમા ગોમ્પા પાસે, લેહ લદ્દાખ
2- લેહ કેફે
લેહ કેફે તેના સારા વર્તન અને ઉત્તમ વાતાવરણ માટે જાણીતું છે. દરેક પ્રવાસીએ ઓછામાં ઓછા એક વખત આ કેફેની મુલાકાત લેવી જ જોઈએ. આ કેફે લેહની એક સ્થાનિક મહિલા ચલાવે છે. કેફેમાં બેસીને તમને શાંતિ સ્તૂપ જોવા મળશે. તમારે આ કેફેમાં બિરયાની અને કેરેટ કેકનો સ્વાદ માણવો જ જોઈએ.
સમય: 7 AM થી 11 PM
સરનામું: જાંગસ્તી રોડ, લેહ લદ્દાખ
3- સોલ્જા કેફે
જો તમારે લદ્દાખમાં ચાઈનીઝ ફૂડ ખાવું હોય તો તમારે સોલ્જા કેફે જવું જ જોઈએ. સોલ્જા કેફે લેહના શ્રેષ્ઠ કેફેમાંનું એક છે. અહીં તમને આસામી અને તિબેટીયન ફૂડ પણ મળશે. આ સિવાય તમારે લદ્દાખની સ્થાનિક વાનગીઓનો પણ સ્વાદ લેવો જોઈએ. સોલ્જા કેફેના ટેરેસ પર બેસીને તમે તમારા સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ લઈ શકો છો.
સમય: 8 AM થી 9 PM
સરનામું: જાંગસ્તી રોડ, લેહ લદ્દાખ
4- ધ નુક્કડ કેફે
ધ નુક્કડ કેફેનું વાતાવરણ તેને લેહના શ્રેષ્ઠ કેફેમાંનું એક બનાવે છે. પ્રવાસીઓ તેમના વાહનો દ્વારા અહીં આવે છે અને થોડા સમય માટે અહીંના સ્વાદિષ્ટ ભોજન સાથે આ કેફેના અદ્ભુત વાતાવરણમાં સમય પસાર કરે છે. તમને અહીંનું ચિલી ચિકન ચોક્કસપણે ગમશે. ઉપરાંત, નુક્કડ કેફેની કુલડીની ચા પીવાનું ભૂલશો નહીં.
સમય: 7 AM થી12 PM
સરનામું: ફોર્ટ રોડ, લેહ લદ્દાખ
5- હિમાલયા કેફે
લદ્દાખમાં ઘણા રૂફટોપ કેફે છે પરંતુ તે બધામાં શ્રેષ્ઠ હિમાલયન કેફે છે. આ કેફેમાંથી પહાડોના સુંદર નજારા આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. અહીં તમે લંચ અને ડિનર લઈ શકો છો. સાંજના સમયે આ કેફેનું વાતાવરણ વધુ સુંદર થઈ જાય છે. જો તમે આ કેફેમાં આવો છો, તો તંદૂરી ચિકન અને થુકપા લેવાનું ભૂલશો નહીં.
સમય: 7 AM થી 9 PM
સરનામું: મુખ્ય બજાર, લેહ લદ્દાખ
6- કોફીસૂત્ર
જો તમને લેહમાં કોઇ જગ્યાએ શ્રેષ્ઠ કોફી મળે, તો તે જગ્યા છે કોફીસૂત્ર. આ કેફેની ઈન્ટિરિયર ડિઝાઈન એકદમ અદભૂત છે. લેહમાં તમને આવા કેફે ભાગ્યે જ જોવા મળશે. તમે અહીં કોફીની સાથે ઓમેલેટ, પેસ્ટ્રી અને કેક લઈ શકો છો.
સમય: 7 AM થી 9 PM
સરનામું: SBI ATM મુખ્ય બજાર પાસે, લેહ
7- માય કેફે
લદ્દાખનું આ કેફે તેની સ્વાદિષ્ટ કેક માટે જાણીતું છે. તમને અહીં વિવિધ વેરાયટીમાં કેક મળશે. લેહના માય કેફેનું વાતાવરણ શાનદાર છે. પ્રવાસીઓ આ કેફેમાં આવે છે અને ચોક્કસપણે અહીં આઈસ ટી લે છે અને કેકનો સ્વાદ પણ લે છે. અહીંથી તમને લદ્દાખી પર્વતોનો અદભૂત નજારો જોવા મળે છે. જો તમે લેહ જાઓ તો આ કેફેની અવશ્ય મુલાકાત લો.
સમય: 8 AM થી 10 PM
સરનામું: ALBA કોમ્પ્લેક્સ, મુખ્ય બજાર લેહ લદ્દાખ.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો