મોનેસ્ટ્રીમાં શાંતિની સાથે સાથે બુદ્ધિષ્ટ સંસ્કૃતિને પણ જાણી શકાય છે. અને મોનેસ્ટ્રી હંમેશા બુદ્ધિષ્ટ લોકો ઉપરાંત એડવેન્ચર પ્રેમી લોકો માટે પણ આકર્ષણ રહે છે. અહીંયા અમે તમારી સામે ભારતની રહેવાલાયક 7 મોનેસ્ટ્રીનું લિસ્ટ બનાવ્યું છે.
થીક્સે મોનેસ્ટ્રી
સેન્ટ્રલ લદ્દાખની સૌથી મોટી એવી થીક્સે મોનેસ્ટ્રીમાં સાધુઓ અને સાધ્વીઓ સાથે રહેવાનો અનુભવ ઘણો જ યુનિક છે કારણકે અહીંયાના સંતો ઘણા ફ્રેન્ડલી છે. સ્વાદિષ્ટ ફૂડ, લાયબ્રેરી ઉપરાંત અત્યંત સુંદર વ્યૂ અહીંયા મળે છે.
સ્થળ : લદ્દાખ
ધ લામાયુરુ મોનેસ્ટ્રી
લામાયુરુ ભારતની સૌથી વખાણવામાં આવતી મોનેસ્ટ્રી છે. લેહ થી કારગિલના રસ્તે આવેલી આ મોનેસ્ટ્રીની નજીકમાં જ હોટેલ આવેલી છે ત્યાં તમે રહી શકો છો. તમને અહીંયા સંતોની આગતાસ્વાગતા સાથે જ કમ્પ્લીટ સાઇલન્સ અને આઇસોલેશનનો અનુભવ થશે.
સ્થળ: લદ્દાખ
હેમીસ ગોમ્પા
પુરા લદ્દાખની આ સૌથી અમીર અને સૌથી મોટી મોનેસ્ટ્રી છે. હેમીસ નેશનલ પાર્કના રસ્તે જતા જ આ મોનેસ્ટ્રી આવે છે. ભારતમાં આ મોનેસ્ટ્રી ડાન્સ અને બુદ્ધિષ્ટ રીચ્યુઅલ્સ સાથેના વાર્ષિક ફેસ્ટિવલ - હેમીસ ફેસ્ટિવલ માટે જાણીતી છે. તમે અહીંયા મોનેસ્ટ્રીની અંદર જ રહી શકો છો સાથે વહેલા ઉઠીને પ્રાર્થના વગેરે કરીને તમે સંતો સાથે ચર્ચા પણ કરી શકો છો.
સ્થળ: લદ્દાખ
ટાબો મોનેસ્ટ્રી
સ્પીતિની સૌથી મહત્વનું મોનેસ્ટ્રી હોવા છતાં અહીંયા બીજી મોનેસ્ટ્રીની સરખામણીએ બહુ ઓછા પર્યટકો આવે છે. શિયાળામાં મોનેસ્ટ્રીના મોટા મોટા રૂમમાં રહેવાનો અનુભવ એ વન્સ ઈન આ લાઈફટાઈમ અનુભવ છે. અહીંથી એક ગામનો સરસ વ્યૂ જોઈ શકાય છે. મોનેસ્ટ્રીની દીવાલો થાન્ગકા તરીકે ઓળખાતા સિલ્ક ચિત્રો અને કિંમતી બુદ્ધિષ્ટ લેખોથી શણગારવામાં આવી છે.
સ્થળ: સ્પીતી
નાકો ગોમ્પા
નાકો ગામમાં આવેલી આ મોનેસ્ટ્રી લાહૌલ અને સ્પીતી વેલીમાં ફેલાયેલી છે. તમારે જીવનમાં એક વાર તો આ મોનેસ્ટ્રીમાં રહેવું જ જોઈએ. ઉનાળા દરમિયાન અહીંયા ઘણા જ પ્રવાસીઓ આવે છે પરંતુ શિયાળા દરમિયાન અહીંયા બહુ ભીડ હોતી નથી. અહીંયા પણ થાન્ગકા અને અન્ય માટીના દેવી દેવતાઓ જોવા મળે છે.
સ્થળ: સ્પીતી
ફુગટલ ગોમ્પા
પહાડોના સીધા ચઢાણ પર આવેલું ફુગટલ મોટા ભાગે એની અન્ય સ્થળોથી દુરીનાં કારણે જાણીતું છે. અહીંયા પહોંચવા માટે ઝંસ્કાર રંગદુમ રોડ જે ખુબ જ ખાડા વાળો છે એ પસાર કરવો પડે છે. અહીંયા લાંબો સમય ટ્રેક કરીને આવેલા આરામ કરવા માંગતા પ્રવાસીઓ વધારે આવે છે.
સ્થળ: લદ્દાખ
રંગદુમ ગોમ્પા
રંગદુમ ગોમ્પા મોનેસ્ટ્રી સૌથી એકાંતવળી ઝંસ્કાર વેલી જતા રસ્તામાં આવે છે. અહીંયા જવાનો રસ્તો ખરાબ હતો પરંતુ હવે પ્રસાશન રસ્તાઓ સુધારવાના પ્રયત્નો કરી રહ્યા છે. રંગદુમ નાનકડા ગામડાની ટોચ પર આવેલી છે. રંગદુમ ખુબ જ ધીમી અને ળાસ્પ્રિય જગ્યા છે પરંતુ અહીંયાના સાધુઓ સાથે ઘણી સારી ચર્ચાઓ કરી શકાય છે.
સ્થળ: લદ્દાખ
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.