
30 માર્ચના રોજ હોય છે રાજસ્થાન દિવસ. રાજા રજવાડાએ પોતાના એક એકથી ચડિયાતા રાજમહેલ જનતા માટે હોટલના રુપમાં સજાવ્યા છે અને મહિલાઓને મળનારી સુરક્ષા એવી બે જરુરી વાતો છે જેનાથી રાજસ્થાન પર્યટનના લિસ્ટમાં ટૉપ પર છે. પરંતુ આજે અમે રાજસ્થાનની ફરનારી જગ્યાઓ નહીં પરંતુ એવી ચીજોની વાત કરીશું જેના કારણે દરેક રાજસ્થાનીનો તેના ફ્રેન્ડ્સ ગ્રુપમાં મજાક ઉડાવાય છે. મજાક આમ તો દરેક રાજ્યના લોકોનો બને છે પરંતુ આજે રાજસ્થાન સ્પેશ્યલ છે તો વાત રાજસ્થાનની.
1. આ લો એક ગ્લાસ પાણી તમને તો નસીબથી મળતું હશે

ભાઇ સાહેબ, રાજસ્થાનને રાજસ્થાનની બહારના લોકો તો એક રણ જ સમજે છે. જેમ કે પાણીની એક એક બુંદ માટે રાજસ્થાનના લોકો તરસે છે. સવાર સવારમાં ચાર વાગે મહિલાઓ પોતાના ઘરોથી બેડા લઇને 10 કિ.મી. દૂર પાણીની શોધમાં નીકળતી હશે અને પછી કોઇ શાહુકાર 50 રુપિયા લીટરમાં તેને પાણી વેચતો હશે. રાજસ્થાનના લોકોનો જેટલો મજાક આ ડાયલોગે બનાવ્યો છે તેટલો બીજા કોઇએ બનાવ્યો નથી.
2. તમે તો મહારાણા પ્રતાપના કોઇ સ્વજન હશો

રાજસ્થાનની ઓળખ હંમેશા રાજાઓથી રહી છે. રાજસ્થાનના લોકોએ રાજાઓ અને તેમના યુદ્ધોની ગાથાઓ પેઢી દર પેઢી સંભળાવી છે. પરંતુ આ વાળી વાત થોડીક વધારે થઇ ગઇ, ખરું ને! જેવીરીતે માહિષ્મતીની પોતાની પ્રજા છે પરંતુ દરેક જણ કંઇ બાહુબલીનો સંબંધી થોડો થઇ જાય છે. મહારાણા પ્રતાપની શોર્યગાથાઓ જેમ રાજસ્થાનમાં પ્રચલિત છે, બરોબર તેવી જ રીતે આખા ભારતમાં લોકો તેમને તેમના શોર્યના કારણે પૂજે છે.
3. રાજસ્થાનમાં સરોવરો તો હશે જ નહીં
જેવીરીતે રાજસ્થાન તેના કિલ્લા માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે, તેવી જ રીતે તેના કુદરતી નહીં પરંતુ કુત્રિમ સરોવરો માટે પણ પ્રસિદ્ધ છે. રાજસ્થાનમાં પિચોલા સરોવર, ફતેહ સાગર સરોવર, પુષ્કર સરોવર, અનાસાગર સરોવર, રાજસમંદ સરોવર કેટલાક પ્રસિદ્ધ સરોવર પૈકીના એક છે. તમે વિશ્વાસ નહીં કરો પરંતુ રાજસ્થાનનું કદાચ જ કોઇ પ્રસિદ્ધ શહેર હશે જેની પાસે પોતાનું સરોવર હશે.
4. તમારા તો બાળપણમાં લગ્ન થઇ ગયા હશે ને!

બાલિકા વધુ જેણે જોઇ હશે તેવો કોઇ ભોળો યુવાન સંપૂર્ણ ભોળપણ સાથે દરેક રાજસ્થાનીને બાળવિવાહનો શિકાર માની લેતો હોય છે. તે એ જાણતો જ નથી કે તે દરેક રાજસ્થાનીને સ્ટીરિયોટાઇપ નજરોથી જોઇ રહ્યો છે. કોઇ વાત નહીં, જ્યારે તે રાજસ્થાન જશે તો તેમના પણ ભ્રમ તૂટશે ધીમે ધીમે.
5. તમે લોકો તો ઉંટ પર સવારી કરતા હશો ને?

રાજસ્થાનને દરેક નોન રાજસ્થાની રણ જ માને છે. તેમને લાગે છે કે રણમાં રહેનારા લોકો લગ્ન કરવા ઊંટમાં આવતા હશે. દરેક ઊંટ પર કામ કરવા જતા હશે. જાણે કે ઊંટ જ તેમની મારુતિ 800 ન હોય. ભાઇઓ, રાજસ્થાનનો આખો ભાગ રણનો બનેલો નથી. તેનો અડધાથી વધુ ભાગ રહેવા લાયક છે. અને ત્યાં પણ લોકો સામાન્ય ગાડીઓની સાથે જ રહે છે.
6. રાજસ્થાનના લોકો તો શરાબ પણ નથી પીતા અને શાકાહારી હોય છે
કદાચ તમે પણ રાજસ્થાનને લઇને આ અફવા સાંભળી હશે. આમ તો રાજસ્થાનમાં માંસાહારી ખાવાનું ચલણ એટલું જ છે જેટલું દેશના બાકીના ભાગોમાં છે. આ સાથે જ અહીં લાલ માંસ અને શિકારી માંસનું પણ ખુબ ચલણ છે.
7. દાલ બાટી ચૂરમા
દાલ બાટી ચૂરમા રાજસ્થાનની વિશેષતા છે. રાજસ્થાનના સ્વાદની જ્યારે પણ વાત આવે છે તો લોકો દાળ બાટી ચૂરમાનું નામ સૌથી પહેલા લે છે. પરંતુ દરરોજ સવારે નાશ્તામાં દાલ બાટી ચૂરમા જ નથી ખાતા, ત્યાં પૌંઆ, જલેબી, પરાઠા અને અન્ય ચીજો પણ ખાવામાં આવે છે.