ભલે કોઈ વર્ષોથી યાત્રા કરી રહ્યું હોય કે પછી કોઈને હમણા હમણા જ રખડવાનો શોખ ચડ્યો હોય પણ એક પ્રાઈવેટ બીચ પર એશ-ઓ-આરામ સાથે રજાઓ ગાળવાનું આપણા બધાના લિસ્ટમાં ક્યાંક ને ક્યાંક જરુર હોય છે. પરંતુ જો તમે પૈસાના અભાવે આ સપનાને પૂર્ણ કરવામાં અસમર્થ છો, તો પછી હવે ખુશ થઈ જાઓ કારણ કે તમારા સપનાને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે અને તમારા સપનાનો રાજકુમાર કર્ણાટકનો સુવર્ણ સંગમ છે. કર્ણાટકમાં આવેલા આ ટાપુ પર માત્ર એક જ લક્ઝરી હોમસ્ટે છે. હા ભઈ સાચી વાત છે.! ન તો ત્યાં જોવાનું બીજું કોઈ સ્થાન, ન તો આકાશે પહોંચતા ભાડાવાળી હોટેલો અને ના તો કોઈ બીજો માથાનો દુખાવો; માત્ર તમે અને બીચના કાંઠે સ્થિત આ દ્વિપ. તો હવે તમે સોશિયલ ડિસ્ટેન્સિંગ અને લોકડાઉનના નિયમોનું પાલન કરો અને સાથે સાથે આ પ્રાઈવેટ દ્વીપ પર તમારા ડ્રીમ હોલીડેનું પ્લાનિંગ કરો.
કોણે અહીં જવું જોઈએ
સુવર્ણ સંગમ એવા લોકો માટે શ્રેષ્ઠ છે કે જેઓ આરામ અને એકાંતની શોધમાં હોય અથવા રોમેન્ટિક સ્થાનની શોધમાં હોય.
સુવર્ણ સંગમ
આ લક્ઝરી હોમસ્ટે પૂર્વી ટોન્સના એક નાનકડા ગામમાં મેંગલોર અને ઊડીપી વચ્ચે આવેલું છે. નારિયેળીઓ અને શાંત સમુદ્ર વચ્ચે આ સ્થાન એક સ્વપ્ન જેવું લાગે છે. સુંદર પીળા રંગથી શણગારેલા આ વિલામા ગ્રાઉન્ડ ફ્લોર પર બે બેડરૂમ અને પહેલા માળે એક રૂમ છે. આ સ્થાન પ્રકૃતિ અને મોડર્ન લક્ઝરીનુ એક અનોખુ સંયોજન છે.
આ વિલામાં તમને બધી આવશ્યક સુવિધાઓ મળે છે અને તેની સ્થાપત્ય શૈલી ખૂબ પરંપરાગત અને સરળ છે. પરંતુ એર કંડિશનિંગ, ટેલિવિઝન સેટ અને Wi-Fi કનેક્શન અહીં નથી જેથી મહેમાનો થોડા સમય માટે બહારની દુનિયાથી દૂર રહી શકે અને પ્રકૃતિના ખોળામાં આરામ કરી શકે.
અહીંના અનુભવને વધુ વૈભવી બનાવવા માટે, દરેક ઓરડા સાથે એક ખાનગી બાલ્કની છે જેથી મહેમાનો તેમના મિત્રો સાથે તાજી હવા અને નદીના અદભૂત દૃશ્યોનો આનંદ લઈ શકે.
ભોજન
સુવર્ણ સંગમ સંપૂર્ણપણે દૂરસ્થ ટાપુ પર આવેલું છે, તેથી અહીં ખાવા પીવાની કોઈ દુકાન મળશે નહીં. પરંતુ અહીંનો સ્ટાફ આ અછતને પણ દૂર કરે છે. કેવી રીતે? મેંગલોર શૈલીનુ સ્વાદિષ્ટ ભોજન પિરસીને. મેંગ્લોરિયન ખોરાક સ્વાદિષ્ટ અને સરળ છે, જે શાકાહારી અને માંસાહારી એમ બંને ખવાના શોખીનોને પસંદ આવે છે.
કિંમત
સુવર્ણા સંગમમાં રાત્રિ રોકાણ માટે, બે રૂમનું ભાડુ ₹5,995 થી શરૂ થાય છે. આ સિવાય જો તમે પોતાને માટે આખો વિલા બુક કરાવવા માંગતા હો, તો તેના એક રાત્રિના ₹9,000 ખર્ચ થશે.
અહીં જવાનો શ્રેષ્ઠ સમય
હળવા શિયાળાને કારણે સપ્ટેમ્બરથી એપ્રિલ મહિના સુધી અહીં ફરવા માટેનો શ્રેષ્ઠ સમય છે. ઉનાળામાં અહીં મુલાકાત લેવાનું ટાળો, કારણ કે તે સમયે તાપમાનમાં ઘણો વધારો થાય છે. તેવી જ રીતે, ચોમાસુ પણ ટોન્સની મુલાકાત લેવા માટે યોગ્ય નથી, કારણ કે તે સમયે મુશળધાર વરસાદ પડે છે જે તમારી રજાની મજા બગાડી શકે છે.
સુવર્ણા સંગમમાં રહેવા સિવાય બીજું શું કરી શકાય:
1. આ દૂરસ્થ ટાપુ પર ટ્રેક કરી શકો છો
અહીં રજાઓ ગાળવાનું સૌથી મોટું આકર્ષણ એ છે કે તમે આખા ટાપુના એકમાત્ર માલિક છો. વહેલી સવારે ઊઠીને તમે ટાપુ પર ગમે ત્યાં ફરવાની મજા લઇ શકો છો. એક સામાન્ય લટાર તમારા માટે પ્રકૃતિના ઘણા બધા ખજાના ખોલી શકે છે. તે પછી અહીંની અદ્દભુત વનસ્પતિ હોય કે પછી સુંદર પક્ષીઓ અથવા ગાઢ જંગલમાં માત્ર તમારા હોવાની અનુભૂતિ..! અહીં બધું એક રોમાંચક અનુભવ આપવા માટે પૂરતું છે.
2. અહીં શાંત બેકવોટરમાં બોટ રાઇડ લો
જો તમને ચાલવું પસંદ નથી, તો તમે બોટમાં સવાર થઈને આ સ્થાનના સુંદર દૃશ્યો જોઈ શકો છો. આ સ્થાનના શાંત બેકવોટરમાં બોટ રાઇડની મજા વર્ણવી શકાતી નથી.
3. માલપે બીચ પર સોનેરી તડકાનો આનંદ માણો
ટોન્સમા સૌથી સુંદર પર્યટન સ્થળોમાંનુ એક માલ્પે બંદર ટાઉનનો સુંદર બીચ છે. લાંબો દરિયાકિનારો અને દૂર દૂર સુધી કોઈ નહિ. અહીં તમે માછીમારો સાથે વાતચીત કરીને સ્થાનિક માછલી પકડવાની તકનીકો શીખી શકો છો અને જો તમને થોડું વધારે એડવેન્ચર જોઈતુ હોય તો જેટ સ્કી પર ચારેય બાજુ ચક્કર લગાવો અને માલપે બીચ પરથી ડૂબતા સુર્યને નિહાળો.
જ્યારે તમે સુવર્ણ સંગમ પર રજાઓ આપી રહ્યા હો ત્યારે માલપે બીચ પર એક દિવસની સફર ચોક્કસપણે બને છે.
4. ઊડીપીની એક દિવસની ટ્રીપ પ્લાન કરો
સુવર્ણાથી લગભગ 10 કિ.મી. દૂર, ઊડીપીનું પ્રાચીન ધાર્મિક શહેર, એક રોમાંચક દિવસ વિતાવવા માટે અદ્ભુત સ્થળ છે. અહીંના મુખ્ય આકર્ષણો કૃષ્ણ મંદિર, ઊડીપી શ્રી કૃષ્ણ મઠ, કાંજીવરમ સિલ્ક સાડીઓ અને સેન્ટ મેરી આઇલેન્ડ છે.
સુવર્ણ સુધી કેવી રીતે પહોંચવું
હવાઈ મુસાફરી: અહીંનું નજીકનું એરપોર્ટ મંગલરુ એરપોર્ટ છે, જે સુવર્ણ સંગમથી 65 કિમી દૂર છે. નવી દિલ્હીથી મેંગ્લોર વચ્ચે ફ્લાઇટના ભાવ ₹ 4,000 થી શરૂ થાય છે. એરપોર્ટથી લોકલ ટેક્સી દ્વારા સુવર્ણા પહોંચવામાં લગભગ 1.5 કલાકનો સમય લાગે છે.
ટ્રેનની મુસાફરી: નવી દિલ્હી અને મંગ્લોર વચ્ચેનું અંતર કાપવામાં લગભગ 35 થી 40 કલાક નો સમય લાગે છે. સુવર્ણા વિલા મેંગ્લોર રેલ્વે સ્ટેશનથી આશરે 70 કિમી દૂર છે. જ્યાં ટેક્સી દ્વારા પહોંચવામાં 1.5 કલાક નો સમય લાગે છે.