મધ્યપ્રદેશના 6 બેજોડ હિલ સ્ટેશન, સુંદર એવા કે હિમાચલ-ઉત્તરાખંડ પણ થઇ જશે ફેઇલ

Tripoto
Photo of મધ્યપ્રદેશના 6 બેજોડ હિલ સ્ટેશન, સુંદર એવા કે હિમાચલ-ઉત્તરાખંડ પણ થઇ જશે ફેઇલ 1/1 by Paurav Joshi

ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે. અહીં દરેક રાજ્યની પોતાની વિશેષતાઓ છે. પહાડો, ધોધ, રણ, સમુદ્રના આ દેશમાં જોવા માટે એટલું બધું છે કે ભારતીયો સિવાય દરેક વિદેશી નાગરિક પહેલા ભારતની મુલાકાત લેવા ઈચ્છે છે. હવે જ્યારે દેશની મુલાકાત લેવાની વાત આવે છે, ત્યારે સૌ પ્રથમ તમારે ભારતનું હૃદય, મધ્યપ્રદેશ જોવું જોઈએ. મધ્યપ્રદેશમાં એક રીતે એવી ઘણી વસ્તુઓ છે જે ભારતને અતુલ્ય બનાવે છે. પહાડો, ધોધ, વન્યજીવન અને કુદરતનાં શ્રેષ્ઠ સર્જન સાથે આ રાજ્ય હંમેશા પ્રવાસીઓને આકર્ષે છે. આજે અમે તમને આ સુંદર રાજ્યના કેટલાક એવા હિલ સ્ટેશન વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેને તમારે તરત જ તમારી બકેટ લિસ્ટમાં એડ કરી લેવી જોઈએ.

1. પંચમઢી

સતપુડા પર્વતમાળાની રાણી તરીકે જાણીતું આ હિલ સ્ટેશન વીકએન્ડનો આનંદ માણવા માટે ખૂબ જ સુંદર સ્થળ છે. પંચમઢી એ મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાનો એક ભાગ છે. કારણ કે આ હિલ સ્ટેશન એટલી ઉંચાઈ પર છે કે અહીંથી દેખાતા નજારા દરેક પ્રવાસીનું મન મોહી લે છે. પચમઢીમાં ફરવા અને જોવા માટે ઘણા સ્થળો છે. આમાંની એક પાંડવ ગુફાઓ છે. અહીં પ્રિયદર્શિની વોટરફોલ પણ છે, જેને જોતાં જ સ્વર્ગ જેવી અનુભૂતિ થાય છે. પંચમઢીમાં અપ્સરા વિહાર પરિવાર અને મિત્રો સાથે પિકનિક માટે યોગ્ય સ્થળ છે. આ બધી જગ્યાઓમાં સૌથી સુંદર પંચમઢીનો સનસેટ પોઈન્ટ છે. રાજેન્દ્રગીરી સનસેટ પોઈન્ટ પંચમઢીનું સૌથી ખાસ સ્થળ છે. પંચમઢીની વિશેષતા માત્ર આટલા પૂરતી સીમિત નથી. 2009 માં, યુનેસ્કોએ પંચમઢીને બાયોસ્ફિયર રિઝર્વ તરીકે જાહેર કર્યું, જેના કારણે આ હિલ સ્ટેશનની પ્રાકૃતિક સુંદરતા હજુ પણ અકબંધ છે.

2. માંડુ ટેકરી

મધ્યપ્રદેશની વાત થતી હોય અને રાજ્યના ઐતિહાસિક વારસાનો ઉલ્લેખ ન થાય તે શક્ય નથી. મધ્યપ્રદેશનું સ્થાપત્ય તેને વધુ વિશેષ બનાવે છે. માંડુ હિલ્સ મધ્યપ્રદેશની અદ્ભુત સ્થાપત્ય અને પ્રાચીન ઈમારતોનું જીવંત ઉદાહરણ પણ છે. માંડુ હિલ્સ પશ્ચિમ મધ્ય પ્રદેશના માળવા ક્ષેત્રમાં જોવાલાયક સ્થળ છે. અહીં તળાવો અને ઝરણાંઓ તેમજ મહેલો છે. જો તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા માંગો છો, તો તમને માંડુ હિલ્સમાં એક સરસ વાતાવરણ જોવા મળશે. અહીંનું હવામાન પણ માર્ચથી ઓક્ટોબર સુધી ખુશનુમા રહે છે. માંડુ હિલ્સમાં ભારતીય તેમજ ઇસ્લામિક સ્થાપત્યની ઝલક જોવા મળશે. એ પણ જાણવા જેવું છે કે યુનેસ્કો દ્વારા સંચાલિત વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં માંડુ હિલ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

3. શિવપુરી હિલ્સ

શિવપુરી હિલ્સ એ ભારતના સૌથી શાંત અને આરામદાયક સ્થળો પૈકીનું એક છે. આ હિલ સ્ટેશનમાં તમને એવું શાંત વાતાવરણ મળશે કે પક્ષીઓના કિલકિલાટ સાથે તમને તમારા મનનો અવાજ પણ સંભળાશે. શિવપુરી હિલ્સ સમુદ્ર સપાટીથી 478 મીટરની ઉંચાઈ પર છે. અહીં માધવ વિલાસ પેલેસ છે જેનો રાજસી ઠાઠ તમને મંત્રમુગ્ધ કરી દેશે. લાલ અને ગુલાબી રંગમાં લપેટાયેલી આ ઇમારત જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. શિવપુરી હિલ્સમાં પરિહાર પણ છે જે ગંગાની જેમ ડૂબકી મારવા માટે પવિત્ર માનવામાં આવે છે. અહીંના કરેરા પક્ષી અભયારણ્યમાં લગભગ 245 પ્રકારની પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે. શિવપુરી મધ્ય પ્રદેશનું એક સુંદર હિલ સ્ટેશન છે જે દરેક ભટકનાર વ્યક્તિએ જોવું જ જોઈએ.

4. ઓમકારેશ્વર ટેકરી

નર્મદા અને કાવેરી નદીઓ વચ્ચે સ્થિત ઓમકારેશ્વર હિલ સ્ટેશન છોટા બનારસ તરીકે પણ ઓળખાય છે. મધ્યપ્રદેશના તમામ હિલ સ્ટેશનોમાં ઓમકારેશ્વરને પવિત્ર માનવામાં આવે છે. કારણ કે આ જગ્યા બે ખીણની વચ્ચે છે અને તેમાંથી નર્મદા નદી વહે છે, તેથી આ હિલ સ્ટેશનનો આકાર ઓમ જેવો છે. લોકોનું માનવું છે કે અહીં સ્થિત અંકલેશ્વર મંદિરના દર્શન કરવાથી જીવન સફળ બને છે. માન્યતાઓ અનુસાર, જ્યારે ભક્તો સાંજની આરતી કરી રહ્યા હતા ત્યારે ભગવાન શિવ સ્વયં ઓમકારેશ્વર મંદિરમાં પ્રગટ થયા હતા. આ સ્થળ ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે, તેથી લોકો વર્ષભર અહીં આવતા રહે છે. જો તમે ફ્લાઈટ દ્વારા ઓમકારેશ્વર હિલ્સ આવવા માંગતા હોવ તો તમારે ઈન્દોર એરપોર્ટ આવવું જોઈએ જે અહીંથી માત્ર 77 કિલોમીટર દૂર છે.

5. અમરકંટક

અમરકંટકની પથરાયેલી હરિયાળી આ સ્થળને બાકીના લોકો કરતા અલગ બનાવે છે. અમરકંટકને તીર્થરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ થાય છે યાત્રાધામોનો રાજા. આ હિલ સ્ટેશનની વિશેષતા એ છે કે નર્મદા, સોન અને જોહિલા નદીઓ અમરકંટકની ટેકરીઓમાંથી નીકળે છે. અમરકંટકના જંગલોમાં મોટી સંખ્યામાં જડીબુટ્ટીઓ પણ જોવા મળે છે જેનો ઉપયોગ ઔષધીય હેતુઓ માટે થાય છે. અમરકંટકનું લીલુંછમ લેન્ડસ્કેપ અહીંની મુલાકાત લેતા તમામ મહેમાનોને વ્યસ્ત શહેરી જીવનમાંથી હળવાશ અનુભવવાની તક આપે છે. અમરકંટક સંશોધન સંસ્થા માટે પણ જાણીતું છે. આદિવાસી સમાજ પર કેન્દ્રિત સંશોધન કરવા માટે અમરકંટકના પર્વતો શ્રેષ્ઠ સ્થાનો છે.

6. તામિયા હિલ્સ

તામિયા હિલ્સ સતપુરા નેશનલ પાર્કની નજીક સ્થિત છે. પંચમઢીની તુલનામાં, તામિયાની મુલાકાત લેનારા લોકોની સંખ્યા ચોક્કસપણે ઓછી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આ હિલ સ્ટેશન સુંદર નથી. તામિયા હિલ્સની આ ખુબી તેને શાંત અને સૌમ્ય વાતાવરણ આપે છે. અહીં ઓછા પ્રવાસીઓ હોવાથી, આરામ કરવાની સાથે સપ્તાહાંતનો આનંદ માણવા માટે આ સ્થળ ઉત્તમ છે. તામિયા ટેકરીઓના અદ્ભુત નજારા અને લહેરાતા વૃક્ષો વચ્ચે આવીને તમને ચોક્કસ શાંતિ મળશે. અહીં એક ચર્ચ પણ છે જેની મુલાકાત લેવા જેવી છે. ઓફ-બીટ સ્થળ હોવાને કારણે, તામિયા હિલ્સમાં હજુ પણ જોવાલાયક દ્રશ્યો રહેલા છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads