ભારતીય રેલવે આશરે 186 વર્ષ જૂની છે. જ્યારે અંગ્રેજો ભારત પર શાસન કરવા આવ્યા ત્યારે તેની શરૂઆત 1836માં કરવામાં આવી હતી. ભારતીય રેલવે કદના આધારે વિશ્વમાં ચોથા ક્રમે છે. ટ્રેકની કુલ લંબાઈ 68 હજાર કિલોમીટરથી વધુ છે. 2020માં ,રેલવેએ 800 કરોડ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં મદદ કરી.ભારતીય રેલવે ઝડપથી બદલાઈ રહી છે.હવે સેમી બુલેટ ટ્રેન પણ ચલાવવામાં આવી રહી છે, જે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડે છે. વિવિધ શહેરોમાં પોતપોતાના રેલવે સ્ટેશન છે. અનેક મોટા શહેરોમા એક કરતા વધુ રેલવે સ્ટેશન છે. કેટલાક ગામો એવા છે જ્યાં કોઈ રેલવે સ્ટેશન નથી. આ લેખમાં, અમે ભારતના કેટલાક સૌથી જૂના રેલવે સ્ટેશનોના નામ જણાવી રહ્યા છીએ. લોકો આ સૌથી જૂના રેલવે સ્ટેશનો પરથી અન્ય શહેરો તરફ મુસાફરી કરે છે, તો કેટલાક લોકો એવા પણ છે જેઓ આ રેલવે સ્ટેશનો પર સુંદર આર્કિટેક્ચર સાથે ફોટો ક્લિક કરવા આવે છે.
ભારતનું સૌથી જૂનું રેલવે સ્ટેશન
1) હાવડા રેલવે સ્ટેશન-
રેલવે દ્વારા લગભગ 13200 પેસેન્જર ટ્રેનોનું સંચાલન કરવામાં આવે છે. કુલ 7325 સ્ટેશનો છે, જેનું એકંદર સંચાલન 13 લાખથી વધુ રેલવે કર્મચારીઓ કરે છે. પશ્ચિમ બંગાળનું હાવડા જંક્શન દેશનું સૌથી મોટું સ્ટેશન છે. હાવડા જંક્શન એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાંનું એક છે. તેમાં કુલ 23 પ્લેટફોર્મ અને 25 ટ્રેક છે. તેના દ્વારા દરરોજ લાખો મુસાફરો મુસાફરી કરે છે. આ સ્ટેશન પરથી દરરોજ 600 થી વધુ ટ્રેનો પસાર થાય છે. કોલકાતાનું આ રેલવે સ્ટેશન ટર્મિનલ 1 અને ટર્મિનલ 2 તરીકે ઓળખાય છે. દેશના સૌથી સુંદર રેલવે સ્ટેશનની યાદીમાં હાવડાને પણ સ્થાન મળ્યું છે.
હુગલી નદીના પશ્ચિમ કિનારે બનેલ હાવડા રેલવે સ્ટેશન, કોલકાતા શહેરનું એક રેલવે સ્ટેશન છે. કોલકાતા પાસે સીયાલદાહ નામનું બીજું મોટું રેલવે સ્ટેશન છે. આ સાથે શાલીમાર, સંતરાગાચી અને કોલકાતા રેલવે સ્ટેશન પણ છે.
હાવડા રેલવે સ્ટેશન એ ભારતનું સૌથી જૂનું રેલવે સ્ટેશન છે. તેનું બિલ્ડિંગ વર્ષ 1854 માં બનાવવામાં આવ્યું હતું. હુગલી નદીના કિનારે બનેલ હાવડા રેલવે સ્ટેશન હાવડા પુલ દ્વારા કોલકાતા સાથે જોડાયેલું છે. હાવડા રેલવે સ્ટેશન સમગ્ર ભારતમાં સૌથી વધુ ટ્રેન કમ્પાર્ટમેન્ટ ક્ષમતા ધરાવે છે. લોકોની અવરજવર માટે 23 પ્લેટફોર્મ પરથી હાવડાથી દેશના લગભગ દરેક વિસ્તારમાં ટ્રેનો દોડે છે.
કેટલાક દિવસો પહેલા રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હાવડા જંક્શનથી દરરોજ 350 થી વધુ ટ્રેનો ઉપડે છે. હાવડા જંકશન રેલવે સ્ટેશન પૂર્વ રેલવે હેઠળ આવે છે. જ્યારે ભારતમાં રેલવે પ્રથમ વખત શરૂ થઈ ત્યારે 1853માં પ્રથમ ટ્રેન મુંબઈથી દોડી હતી અને 1854માં બીજી ટ્રેન હાવડા જંક્શનથી દોડી હતી.
સ્વતંત્રતા ચળવળ દરમિયાન હાવડા સ્ટેશન ક્રાંતિકારીઓની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બની ગયું હતું. સ્વાતંત્ર્ય ચળવળના ઘણા ક્રાંતિકારીઓ હાવડા સ્ટેશન પર સભાઓ અને આગળની યોજનાઓ યોજતા હતા. કાકોરી ઘટના પહેલા ભારતના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની યોગેશ ચંદ્ર ચેટરજીની હાવડા રેલવે સ્ટેશન પર ધરપકડ કરવામાં આવી હતી.
2) જૂની દિલ્હી રેલવે સ્ટેશન-
ચાંદની ચોક પાસે આવેલું આ રેલવે સ્ટેશન લાલ કિલ્લાથી પ્રેરિત છે. તે ઉત્તર ભારતના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાંનું એક છે. આ સ્થાન પર તમને હંમેશા પ્રવાસીઓની ભીડ જોવા મળશે. જૂની દિલ્હી રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન 1864માં થયું હતું. વર્ષ 1903માં તેના સ્વરૂપમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા. આજે પણ આ સ્ટેશન પરથી રોજના બે લાખથી વધુ લોકો મુસાફરી કરે છે.
3) બડોગ રેલવે સ્ટેશન-
કાલકા શિમલા રેલવે લાઇન બડોગ, હિમાચલ પ્રદેશના પર્વતોમાં આવેલું એક નાનું બડોગ રેલવે સ્ટેશન સૌથી જૂનું છે. તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ધરાવે છે. આ સ્ટેશનનું નામ કર્નલ બડોગના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેનું ઉદ્ઘાટન 1930માં થયું હતું. ફોટોગ્રાફરોને આ સ્ટેશન ગમશે.
4) છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-
તે ભારતના સૌથી જૂના રેલવે સ્ટેશનોમાંનું એક છે. અગાઉ આ રેલવે સ્ટેશન વિક્ટોરિયા ટર્મિનસ તરીકે ઓળખાતું હતું. લોકો અહીં ફરવા તેમજ ફોટોગ્રાફ્સ લેવા માટે આવે છે. તે મુંબઈનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન છે. મુંબઈનું છત્રપતિ શિવાજી ટર્મિનસ, જેને CST તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દેશનું ત્રીજું સૌથી મોટું સ્ટેશન છે. તેની સ્થાપના 1887માં થઈ હતી. તેમાં કુલ 18 પ્લેટફોર્મ છે. તે મુંબઈની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ છે. સીએસટીના 18 સ્ટેશનોમાંથી 11 લાંબા અંતરની ટ્રેનો માટે છે. મુંબઈ લોકલ દ્વારા સાત સ્ટેશનનો ઉપયોગ કરવામાં આવે છે.
5) લખનઉ ચારબાગ રેલવે સ્ટેશન-
લખનઉનું આ સ્ટેશન માત્ર સૌથી સુંદર જ નથી, પણ સૌથી જૂના ભારતીય રેલવે સ્ટેશનોમાંનું એક છે. રાજસ્થાની અને મુઘલ સ્થાપત્યથી બનેલા આ સ્ટેશનની સામે એક બગીચો પણ છે. ચારબાગ રેલવે સ્ટેશન 1914 માં કાર્યરત કરવામાં આવ્યું હતું. આ રેલવે સ્ટેશન જૂના સમયની ઈમારતોના રૂપમાં બનેલું છે. અહીં રાજધાની અને મુગલ સ્થાપત્યનું મિશ્રણ જોવા મળે છે. એક રિપોર્ટ અનુસાર, 1916માં જવાહરલાલ નેહરુ પહેલીવાર મહાત્મા ગાંધીને મળ્યા હતા તે આ જ જગ્યા છે. નવ પ્લેટફોર્મ સાથે, તે ઉત્તર ભારતના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાંનું એક છે. આ સ્ટેશનની સૌથી ખાસ વાત એ છે કે ઉપરથી જોવામાં આવે તો તે ચેસબોર્ડ જેવું લાગે છે.
(6) રાયપુરમ રેલવે સ્ટેશન:
ચેન્નાઈનું રાયપુરમ રેલવે સ્ટેશન દેશનું સૌથી જૂનું રેલવે સ્ટેશન છે જે હજુ પણ કાર્યરત છે. આ રેલવે સ્ટેશનનું આ 167મું વર્ષ છે. દક્ષિણ ભારતની પ્રથમ પેસેન્જર ટ્રેન અહીંથી 28 જૂન 1856ના રોજ રવાના થઈ હતી. આ ટ્રેન રાયપુરમ રેલવે સ્ટેશનથી બાલજાહ રોડ સુધી ચલાવવામાં આવી હતી. જેને હવે બાલાજાબાદ રોડ કહેવામાં આવે છે જે કાંચીપુરમ જિલ્લામાં છે. તે જ દિવસે ત્રિવેલુરથી બીજી ટ્રેન શરૂ કરવામાં આવી હતી. જે આજે ત્રિવલ્લુર તરીકે ઓળખાય છે. અને આ ટ્રેનના પ્રથમ મુસાફર મદ્રાસ પ્રેસિડેન્સીના ગવર્નર લોર્ડ હેરિસ હતા, જેમણે તેમના 300 યુરોપિયન પ્રતિનિધિમંડળ સાથે મુસાફરી કરી હતી.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો