ભારતને પ્રકૃતિએ જાણે કે ખોબા ભરીને આપ્યું છે. એટલે લોકો દેશના જુદાજુદા ભાગોમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીની યાત્રા કરે છે. એટલું જ નહીં, દુનિયાભરના પ્રવાસી ભારતના બધા રંગોનો અનુભવ કરવા તેને નજીકથી જોવા અને અનુભવ કરવા આવે છે.
આમ તો દેશની સુંદરતા જોવાની ઇચ્છા કોની નથી હોતી! પરંતુ ઘણીવાર મોટા ખર્ચાના કારણે લોકો પોતાના પગલા પાછા ખેંચી લે છે. આને ધ્યાનમાં લેતા અમે અહીં કેટલાક એવા શહેરોને લિસ્ટ કર્યા છે. જ્યાં ખિસ્સા ઢિલા કર્યા વગર શાનથી ફરી શકાય છે. પર્યટન માટે આ શહેરો બેસ્ટ છે તો ઉપડી જાઓ ફરવા.
1. હૈદરાબાદ
હૈદરાબાદ તેની સંસ્કૃતિ માટે જાણીતું છે. નિજામના આ શહેરમાં તમને સ્વાદિષ્ટ વાનગીઓ ખાવા મળશે. ભાડાની સાથે અહીં ખાવાનો ખર્ચો પણ ઓછો આવે છે. સસ્તું હોવાની સાથે અહીંનું જીવનસ્તર ઊંચુ છે. અહીં ફિલ્મોના શોખીનો માટે દુનિયાનો સૌથી મોટો રામોજી ફિલ્મ સિટી જોઇને રોમાંચિત થઇ જવાય છે. આ શહેર આઇટી શહેર તરીકે પણ જાણીતું છે.
હૈદરાબાદ
આ શહેરમાં ચારમીનાર, ગોલકોંડા ફોર્ટ, હુસેન સાગર સરોવર, સંગ્રહાલયો, મંદિરોની સાથે સાથે મનોરંજનનો આનંદ ઉઠાવી શકાય છે. ઓછા બજેટમાં ફરવું હોય તો હૈદરાબાદ તમારા માટે બેસ્ટ શહેર છે.
2. ઇન્દોર
બીજું સસ્તું શહેર ઇન્દોર છે જે એક જુનું અને ઝડપથી વધતું શહેર છે. આમ તો આ શહેર મધ્યપ્રદેશની આર્થિક રાજધાની છે પરંતુ અહીં ફરવું ઘણું જ સસ્તું અને મજેદાર છે. તમને જણાવી દઇએ કે ઇન્દોરને મીની મુંબઇના નામથી ઓળખવામાં આવે છે. તમે આનાથી જ જાણી શકો છો કે આ ટૂ-ટાયર સીટી ટૂર કેટલી ખાસ હોઇ શકે છે. અહીં રહેવું, ખાવું, ફરવું, તમારી તબિયતના હિસાબે બિલકુલ બરોબર છે. આ શહેરમાં એક્સપ્લોર કરવાલાયક પણ ઘણું છે.
ઇન્દોર
કેન્દ્રીય સંગ્રહાલય, લાલ બાગ પેલેસ, પાતાળ વૉટર ફોલ, રાજવાડા પેલેસ, પિપલિયાવાળા ક્ષેત્રીય પાર્ક, ગોમેગીરિ સહિત ઘણાં એવા આકર્ષણ છે જે આ શહેરના સહેલાણીઓ માટે ખાસ બનાવે છે. અહીં ઇતિહાસમાં ડૂબકી લગાવી શકો છો તો બીજી તરફ આધુનિક વિકાસ પણ જોઇ શકાય છે. શહેરની આસપાસ પ્રાકૃતિક છટા પણ ઘણી જ મનમોહક છે. જો તમે આ શહેરને ટ્રિપ માટે પસંદ કરો છો તો આ એક સુંદર અનુભવ સાબિત થઇ શકે છે.
3. અમદાવાદ
અમદાવાદ એક એવું શહેર બની રહ્યું છે જેને મેટ્રો સિટી તરીકે જોવામાં આવી રહ્યું છે. અહીં હાલના દિવસોમાં જે પ્રકારે રોજગારના સાધન વધ્યા છે, લોકોનું આવવા-જવાનું ચાલતું રહે છે. આ પરવડે તેવા શહેરમાં જે સૌથી વધુ તમને આકર્ષિત કરે છે તે છે સાબરમતી આશ્રમ. જોકે, પ્રવાસીઓને આ શહેર મંદિરો-મસ્જિદોની સાથે-સાથે સરોવરના માધ્યથી પણ આકર્ષિત કરે છે.
અમદાવાદ
આ શહેરને ભારતનું માન્ચેસ્ટર પણ કહેવામાં આવે છે. ગુજરાતનું સૌથી મોટું શહેર હોવાની સાથે જ આ ઔદ્યોગિક રીતે પણ વિકસિત છે. આઝાદી પહેલા આ શહેર સ્વતંત્ર સેનાનીઓનો અડ્ડો ગણાતું હતું. આજે પણ આ શહેરમાં તે યાદો પથરાયેલી છે.
4. નવી દિલ્હી
સસ્તા શહેરોની યાદીમાં નવી દિલ્હીને જોઇને તમે આશ્ચર્યમાં મુકાઇ જશો. પરંતુ એ જાણવું ઘણું જરૂરી છે કે દેશની રાજધાનીમાં ટૂર કરવાનું પણ એટલું પણ મોંઘું નથી. કેટલાક રહેણાંક વિસ્તારોને જો હટાવી દઇએ તો બાકી અહીં પબ્લિક ટ્રાન્સપોર્ટથી ટ્રાવેલ કરવાનું હવે ખિસ્સા પર ભારે નથી પડતું. તો રહેવા અને ખાવામાં પણ જરા સાવધાની રાખો તો કોઇ ખાસ ખર્ચ નથી થતો.
નવી દિલ્હી
હવે ખિસ્સા પર વધારે ભાર નાંખ્યા વગર રાજધાનીનો ખૂણે ખૂણો ફરી શકો છો. નવી દિલ્હી અંગે તમને ખબર જ હશે કે ક્યાં અને શું જોવાનું છે. એટલે તેની પર હું મારા શબ્દ ખર્ચ નહીં કરું.
5. જયપુર
રાજા-રજાવાડાની ધરતી અને રાજસ્થાનની રાજધાની જયપુર, ટૂરિસ્ટો માટે સૌથી ફેવરિટ શહેર છે. પિંક સિટીને જોવાની ઇચ્છા કોને ન થાય. પોતાના અતીતથી લઇને આજસુધી જયપુરની પાસે તમને બતાવવા માટે ઘણું બધું છે. હવા મહેલ જોવાની સાથે જ આબોહવાનો આનંદ લેવા જયપુર જરૂર જાઓ. રૉયલ સિટી હોવા છતાં જયપુર ખિસ્સા માટે સારુ શહેર છે.
જયુપર
રાજસ્થાનના આ શહેરને વ્યવસ્થિત શહેરોમાં ગણવામાં આવે છે. જ્યાંનો ખૂણે ખૂણો તમને રોમાંચિત કરે છે. કહેવાય છે કે આની સુંદરતાને નિહાળવા માટે અલગ જ પારખી નજર જોઇએ, તો ચાલો તૈયારી શરૂ કરો.
6. કોલકાતા
હવે જ્યારે સસ્તા શહેરોનું લિસ્ટ કરી રહ્યા છીએ અને કોલકાતાનો ઉલ્લેખ ન થાય તો તે અન્યાય ગણાશે. દેશની સાંસ્કૃતિક રાજધાનીમાં અતીતને શોધવા અને તેને પરખવાના અનેક અવસર છે. ક્યારેક દેશની રાજધાની રહેલું આ શહેર આજે પણ આમ આદમીનું શહેર છે જ્યાં પરંપરા અને આધુનિકતાનો મેળ જોવા મળે છે.
કોલકાતા
આમ તો અમે આ શહેરનો અંત સૌથી છેલ્લે કર્યો છે. પરંતુ જો સસ્તા શહેરોની ટૂર પર નીકળવાનું હોય તો કોલકાતાથી શરૂ કરી શકાય છે. હુગલી નદી પર રહેલો હાવડા બ્રિજ અને રવિન્દ્રનાથ ટાગોરનું આ શહેર તમારા સ્વાગત માટે તૈયાર છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો