જ્યારે વાત ફરવાની આવે ત્યારે સૌથી પહેલા બે બાજુ જ લોકોનું ધ્યાન જાય, એક પૈસા અને બીજો સમય. સમય બચાવવાની રીત તો કદાચ ભગવાનને જ ખબર હોય પરંતુ પૈસા બચાવવાની સેંકડો રીત અમારી પાસે હાજર છે.
આ 6 જગ્યાઓ પર બજેટમાં તમને રહેવાનું પણ મળી જશે અને ફરવા માટે કોઇ કમી નહીં રહે.
1. કનાતલ
સમુદ્રની સપાટીએથી 2,590 મીટરની ઊંચાઇ પર સ્થિત કનાતલ મસૂરીથી 40 કિ.મી. દૂર છે. દિલ્હી અને તેની આસપાસની જગ્યાઓમાં રહેનારા માટે આ પહાડ ઘણાં નજીક છે.
તમે વીકેન્ડ ટ્રિપ માટે આ જગ્યાનો પ્લાન બનાવી શકો છો. અહીંથી તમે નવી ટિહરી, કોડિયા જંગલ, સુરકંડા દેવી મંદિર અને ધનોલ્ટીનો પ્લાન બનાવી શકો છો. ફક્ત અહીંથી કનાતલ નીકળવાનું છે.
2. બીર બિલિંગ
હળવાશ, શાંતિ અને પેરાગ્લાઇડિંગનો જે અનુભવ અહીં મળે છે, ક્યાંય નથી મળતો. આખા એશિયામાં પેરાગ્લાઇડિંગ માટે બીર બિલિંગનું નામ બીજા નંબરે આવે છે. અને સૌથી સારી વાત એ છે કે અહીં ફરવા, પેરાગ્લાઇડિંગમાં ઘણાં પૈસા ખર્ચ નથી કરવા પડતા. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં સ્થિત બીર બિલિંગમાં ઘણાં બધા બૌદ્ધ મઠ પણ છે, જે આ રોમાંચકારી તસવીરમાં શાંતિ અને હળવાશની કેટલીક પળો પરોસે છે.
3. પૉન્ડિચેરી
ભારતમાં ફ્રેન્ચ લોકોનું ઘર કહેવાય છે પૉન્ડિચેરી. ભારતની સૌથી સુંદર જગ્યાઓમાંની એક, પોતાના દરિયાકિનારા માટે જાણીતી આ જગ્યાએ પોતાની કળા અને ઐતિહાસિક વિરાસતને પોતાનામાં સાચવીને રાખી છે. આકર્ષક ફ્રેન્ચ વાસ્તુકળા અને સમુદ્ર જોવા માટે આ જગ્યાને પોતાના બકેટ લિસ્ટમાં જોડી લો.
4. જેસલમેર
શિયાળામાં જેસલમેર ફરવાથી વધુ સારી જગ્યા કદાચ જ બીજી કોઇ હોઇ શકે. સોનાનું આ શહેર રણનો આનંદ માણવા માટે ભારતના કેટલાક વિશિષ્ટ સ્થળોમાંના એક તરીકે તેનું નામ જાણીતું બનાવે છે. ઊંટની સવારી કરવા માટે, રાતમાં થથરાવતા રણમાં ચંદ્રના ઉજાસમાં મસ્તી મોજ કરવા માટે અહીં આવવાની તક શું કામ ગુમાવવી જોઇએ? આ સાથે જ રણની કળા અને સંસ્કૃતિનું પોતાનું મહત્વ છે જેને દરેક યાત્રી જોવા માંગે છે, જાણવા માંગે છે, પસંદ કરવા માંગે છે.
5. કુમારકોમ
વેમ્બનાડ સરોવર પર વસેલુ છે કુમારકોમ, જે કેરળની નવી સ્વર્ગ જેવી જગ્યાઓમાંનું એક છે. ઘણીબધી નહેરોમાં અટવાયેલું કુમારકોમ, બોટ અને ફેરીથી તમને બધી જગ્યાઓ ફરાવે છે. અહીંનો પ્લાન બનાવો છો તો કુમારકોમ બર્ડ સેન્ચુરી જોવા માટે સૌથી આકર્ષક જગ્યા છે.
6. હમ્પી
ઇતિહાસ અને સંસ્કૃતિને પસંદ કરે છો તમે? જો હાં, તો અહીં જરુર જાઓ. બેંગ્લોરથી 350 કિ.મી. દૂર હમ્પી યૂનેસ્કોના હેરિટેજ લિસ્ટમાં આવે છે જ્યાં ઇતિહાસ અહીંની માટીમાં મહેકે છે.
14મી સદીમાં વિજયનગર સામ્રાજ્ય અહીં વસતું હતું. હમ્પી બજાર અને દરોજીની રીંછ અભયારણ્ય અહીંની બે મુખ્ય જોવાલાયક જગ્યાઓ છે. આ સાથે જ ફોટોગ્રાફર અને જે લોકો શાંતિની શોધમાં આવ્યા છે, તેમને પણ અહીં આવવું જોઇએ.