ભીડભાડથી દૂર શાંત જગ્યાએ બેસીને વાદળી પાણીને નિહાળવાથી ખૂબ જ આરામ મળે છે. જો તમે ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમે કર્ણાટકના સુંદર બીચ જોવા જઈ શકો છો. અહીં તમે બીચ પર શાંતિથી સૂર્યાસ્ત અને સૂર્યોદયનો આનંદ માણી શકો છો. અહીં કેટલાક એવા બીચ છે જે ચોક્કસપણે તમને બાલીની યાદ અપાવશે.
કુડલે બીચ
ગોકર્ણમાં આવેલો કુડલે બીચ શહેરની ધમાલથી દૂર રહેવા માટે અને તમારી જાતને ટ્યૂન કરવા માટે એક સારો બીચ છે. ભીડથી દૂર એકાંત મેળવવા માટે આ સ્થળની મુલાકાત લઈ શકાય છે. કુડલે બીચ પર, તમે વાંસની ઝૂંપડીઓમાં બેસીને રાત્રિનો આનંદ માણી શકશો. કેટલાક લોકો માટે આ એક નવો અનુભવ હશે.
કોડી બીચ
કુંડાપુરથી 4 કિમી દૂર સ્થિત કોડી બીચ એ છે જ્યાં સુવર્ણા નદી અરબી સમુદ્રમાં ભળી જાય છે. તે કર્ણાટકના વિદેશી બીચમાંથી એક તરીકે ઓળખાય છે. જો તમે માંસાહારી છો, તો તમે અહીં તાજા સીફૂડનો આનંદ માણી શકો છો. અહીં લોકો સૂર્યાસ્તના સુંદર નજારાને માણવા માટે બોટ રાઈડ કરી શકે છે.
હૂડ બીચ
હૂડ બીચ ઉડુપીથી લગભગ 20 કિમી દૂર બેંગરે ખાતે આવેલું છે. અહીં તમે ખૂબ જ સુંદર સૂર્યાસ્ત અને સૂર્યોદય જોઈ શકો છો. સર્ફિંગ માટે ઉડુપીમાં તે શ્રેષ્ઠ બીચ પૈકી એક છે.
તારકરલી બીચ
જ્યારે કર્ણાટકમાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળોની વાત આવે છે, તો તારકરલી બીચનું નામ ચોક્કસપણે પ્રથમ લેવામાં આવે છે. વાદળી રંગનું આકાશ અને વાદળી રંગનું પાણી અને બાજુમાં નારિયેળના ઝાડ આ બીચની સુંદરતામાં વધારો કરે છે.
તમને જણાવી દઈએ કે હજારો લોકો સાંજે સૂર્યાસ્ત અને સવારે સૂર્યોદયનો અદ્ભુત નજારો જોવા માટે અહીં પહોંચે છે. તારકરલી બીચ માત્ર વોકિંગ માટે જ જાણીતો નથી પરંતુ તે ઘણી વોટર એક્ટિવિટીઝ માટે પણ પ્રખ્યાત છે.
ઓમ બીચ
જો તમારે સુંદર બીચ જોવો હોય તો ઓમ બીચ પર જાવ. આ કર્ણાટકનો સૌથી સુંદર બીચ છે. અહીં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ બીચ પ્રવાસીઓના મનને મોહી લે છે અને તેની સુંદરતા તેમને મંત્રમુગ્ધ કરી દે છે. OM બીચ ગોકર્ણમાં છે અને તમે આ વખતે અહીંનું પ્લાનિંગ કરી શકો છો. અહીં બીચની મજા લેવા ઉપરાંત તમે ટ્રેકિંગ પણ કરી શકો છો. આ બીચ ઓમ આકારમાં છે, જેના કારણે તે આધ્યાત્મિકતાનું કેન્દ્ર પણ છે.
ગોકર્ણ એ અહીંનું દરિયાકાંઠાનું શહેર છે જે ઉત્તર કેનરા જિલ્લામાં આવેલું છે. અહીંનું મુખ્ય પ્રવાસી આકર્ષણ ઓમ બીચ છે. અહીં તમે બીચની નજીક ઓમનો આકાર જોઈ શકો છો. પ્રવાસીઓ આ બીચ પરથી સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સુંદર નજારો જોઇ શકે છે. ખડકાળ ભૂપ્રદેશને અડીને આવેલો આ સફેદ રેતાળ બીચ દુનિયાભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. ગોકર્ણમાં કુલ ચાર બીચ છે જે કુડાલ બીચ, ઓમ બીચ, હાફ મૂન અને પેરેડાઇઝ બીચ છે. આમાં સૌથી વધુ લોકપ્રિય અને આકર્ષણનું કેન્દ્ર ઓમ બીચ છે.
આ બીચ પર પ્રવાસીઓ એડવેન્ચર એક્ટિવિટી પણ કરી શકે છે. પ્રવાસીઓ અહીં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝનો લઈ શકે છે. આ બીચને ઓમ નામ આપવામાં આવ્યું છે કારણ કે અહીં બીચ પર ઓમનો આકાર ઉભરે છે અને નજીકમાં એક શિવ મંદિર પણ છે. કોઈપણ રીતે, ગોકર્ણને ટ્રેકિંગ માટે સ્વર્ગ માનવામાં આવે છે. દૂર-દૂરથી પ્રવાસીઓ અહીં ટ્રેકિંગ માટે આવે છે. અહીંના ગાઢ જંગલો, દરિયાકિનારા અને પ્રાકૃતિક હરિયાળી પ્રવાસીઓના દિલને ખુશ કરી દે છે. ટ્રેકિંગની સાથે સાથે, તમે અહીં સુંદર નજારા પણ જોઈ શકો છો જે આંખને આકર્ષે છે. અહીં તમે સી ફૂડની મજા માણી શકો છો. ઓમ બીચ ગોકર્ણ સિટી સેન્ટરથી 6 કિમી દૂર છે. ગોકર્ણ બેંગ્લોરથી 500 કિમી અને મેંગલુરુથી 230 કિમી દૂર છે.
દરિયાકિનારે થતી એક્ટિવિટીઝ
સૂર્યાસ્તના દર્શન: અહીં ટૂરિસ્ટ સૂર્યાસ્તના દર્શન કરી શકે છે. અરબી સમુદ્રમાં સૂર્યાસ્તને જોવાનું ઘણું જ રોમાંચક હોય છે.
વોટર એક્ટિવિટીઝ: જેટ સ્કીની સવારી, કેલા નાવની સવારી, પેરાસેલિંગ અને સર્ફિંગ ગોકર્ણના ઓમ સમુદ્ર કિનારે થતી કેટલીક એક્ટિવિટીઝમાંની એક છે. તમે આ એક્ટિવિટીઝ કરી શકો છો.
લાંબી પગપાળા યાત્રાઃ ઓમ બીચ પર કલાકો સુધી પગપાળા ચાલવાની પોતાની અલગ જ મજા છે.
દેવબાગ બીચ
દેવબાગ બીચને ધરતીનું સ્વર્ગ માનવામાં આવે છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્થળ મુલાકાત લેવા યોગ્ય છે. અહીં કાલી નદી અરબી સમુદ્રને મળે છે. લીલાછમ પહાડોથી ઘેરાયેલા અને સફેદ સીગલ્સના દર્શન કરવા હોય તો તમારી ચિંતાઓને બાજુ પર રાખો અને માત્ર દેવબાગ બીચ પર બ્લૂ પાણીનો આનંદ લો.
તમને જણાવી દઈએ કે આ એક ટાપુ પર સ્થિત એક ખૂબ જ સુંદર અને અદ્ભુત જગ્યા છે. જો તમે દેવબાગના શાંતિપૂર્ણ સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમને આનાથી વધુ સારી જગ્યા નહીં મળે. (વસંતમાં આ દરિયાકિનારાને કરો એક્સપ્લોર)
દેવબાગ બીચ તેની સુંદરતાની સાથે શ્રેષ્ઠ વોટર એક્ટિવિટીઝ માટે પ્રખ્યાત છે. સ્વિમિંગથી લઈને સ્કૂબા ડાઈવિંગ સુધીની મજા પણ તમે અહીં લઈ શકો છો. કહેવાય છે કે આ બીચ સુધી પહોંચવા માટે બોટનો સહારો લેવો પડે છે.
દેવબાગમાં જોવા માટેના અન્ય સ્થળો
તમે અહીં લાઇટહાઉસ, સદાશિવગઢ કિલ્લો અને શેજેશ્વર મંદિર જેવી જગ્યાઓ પણ જોઈ શકો છો. આ સિવાય જો તમારે દેવબાગમાં શોપિંગ કરવું હોય તો તમે દેવબાગ માર્કેટમાં પણ ખરીદી કરી શકો છો.
દેવબાગ કેવી રીતે પહોંચવું?
દેવબાગ પહોંચવું ખૂબ જ સરળ છે. તે કર્ણાટકના લગભગ દરેક શહેર સાથે જોડાયેલ છે. તમને જણાવી દઈએ કે કુંડલ રેલ્વે સ્ટેશન દેવબાગથી સૌથી નજીક છે. અહીંથી લોકલ ટેક્સી અથવા કેબ દ્વારા સરળતાથી દેવબાગ જઈ શકાય છે. કુંડલ રેલ્વે સ્ટેશનથી દેવબાગ લગભગ 35 કિમીના અંતરે છે.
તમે અહીં હવાઈ માર્ગે પણ પહોંચી શકો છો. દેવબાગનું સૌથી નજીકનું એરપોર્ટ ગોવા એરપોર્ટ છે. અહીંથી દેવબાગનું અંતર લગભગ 68 કિમી છે. દેવબાગ
જવા માટે તમે ટેક્સી અથવા કેબ લઈ શકો છો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો