આ 6 બજેટ રોડ ટ્રિપ્સ દર્શાવે છે ભારતના પૂર્વોત્તરની સુંદરતા

Tripoto

જે પહોંચી ગયા છે મંઝિલ પર, તેમને તો નથી નાઝ-એ-સફર

બે ડગલુ હજુ જે ચાલ્યા નથી, સ્પીડની વાતો કરે છે!

રોડ ટ્રિપ, આ શબ્દ સાંભળતા જ સૌથી પહેલા દિમાગમાં શું આવે છે? ઘણાં બધા દોસ્ત લેહના રસ્તે બુલેટ લઇને દોડી રહ્યા છે, બેકગ્રાઉન્ડમાં 'યૂં હી ચલા ચલ રાહી' ગીત ચાલી રહ્યું છે. કે પછી ગોવા અને સ્પીતિમાં દોસ્તોની સાથે ટ્રિપ લાગી રહી છે. પરંતુ આ બધુ વિચારતા બાઇક કે કાર પણ સાથે ઉભેલી નજરે પડી રહી છે, છે ને? પરંતુ શું આ બન્ને વગર પણ લોકલ બસોથી રોડ ટ્રિપ લગાવી શકાય છે? તો આનો જવાબ છે જી હાં. અને જો કંઇક અનોખુ કરી રહ્યા છીએ તો તે જ જુની ગોવા અને લદ્દાખની રોડ ટ્રિપ પર કેમ નીકળીએ, ચાલો આપને ભારતની પૂર્વોત્તરના સુંદર રસ્તા પર એક મજેદાર યાત્રા પર લઇ જઇએ. તમે હાલ આ રોડ ટ્રિપ્સ અંગે જાણી લો અને યોગ્ય સમયે યાત્રા કરો.

Photo of આ 6 બજેટ રોડ ટ્રિપ્સ દર્શાવે છે ભારતના પૂર્વોત્તરની સુંદરતા 1/1 by Paurav Joshi

એક ટ્રાવેલ રાઇટર છે ઉમેશ પંત, તેમના અનુસાર જેટલું નોર્થ ઇસ્ટ અંગે લખાયું છે, તે ટોટલના 10 ટકા જેટલું પણ નથી. તો અંદાજો લગાવી શકો છો કે પોતાના ટ્રાવેલ લિસ્ટમાં શું શું છુટી રહ્યું છે તમારાથી

1. મણિપુર - મ્યાનમાર

મોરેહ

ત્રિપુરા

મેચુકા વ્યૂ પૉઇન્ટ

મણિપુર

મિઝોરમ

ભારતથી થાઇલેન્ડની રોડ ટ્રિપ પર હવે લોકોનું દિલ આવવા લાગ્યું છે પરંતુ જો તમે તમારી ગાડીની સાથે જાઓ છો તો મ્યાનમારમાં પ્રવેશતાની સાથે જ તગડો ખર્ચ કરવો પડે છે. તો આનાથી સસ્તો રસ્તો પણ સાંભળી લો. મણિપુરના મોરેહ પહોંચો, જે મ્યાનમારની બોર્ડર પર અંતિમ ગામ છે. અહીંથી ટૂરિસ્ટ વીઝાની સાથે તમે મ્યાનમારની બોર્ડર પાર કરી શકો છો. યાદ રાખો, ઇ-વીઝાથી કામ નથી ચાલવાનું. આ સાથે જ એક શરત એ પણ કે મ્યાનમારમાં તમે બોર્ડરથી અંદર જાઓ તો આ બોર્ડરથી બહાર પણ જવું પડશે. થોડાક દિવસોમાં ઇમ્ફાલ-મેંડલેની બસ સેવા પણ ચાલવા લાગશે, જેનાથી તમને મુસાફરીમાં સુવિધા રહેશે.

કેવી રીતે પહોંચશો

હવાઇ માર્ગ- સૌથી નજીકનું એરપોર્ટ ઇમ્ફાલ (109 કિ.મી.) છે અને અહીં જવા માટે બધા મોટા શહેરોથી ફ્લાઇટ જાય છે.

રેલ માર્ગ- નજીકનું રેલવે સ્ટેશન જિરિબમ, મણિપુરનું છે જે મોરેહથી લગભગ 300 કિ.મી.દૂર છે.

રોડ માર્ગ- ઇમ્ફાલથી મોરેહ માટે શેરીંગ કેબ ચાલે છે

જવાનો સૌથી સારો સમય- ઓક્ટોબરથી જૂનની વચ્ચે. અહીંનું તાપમાન 10 થી 35 ડિગ્રી સુધી હોય છે. ફક્ત મૉનસૂનથી જુલાઇથી સપ્ટેમ્બર સુધી ન જાઓ તો સારુ રહેશે.

2. ગુવાહાટી - અગરતલા ટ્રેનની મુસાફરી

એક લેખક છે પૉલ થેરૉક્સ, તે અમેરિકી ટ્રાવેલ રાઇટર જે દુનિયાની અંતરીયાળ જગ્યાઓ પર ટ્રેનથી પહોંચ્યા છે. અમારા દેશની સુંદરતા જોવી છે તો ટ્રેનથી નીકળો. આસામના પૂર્વ વિસ્તારમાં નીકળો, તો આ રેલવે લાઇન ઘણી સુંદર ખીણો, આદિવાસી ગામડાઓ અને જંગલોમાંથી પસાર થાય છે. તમે ગુવાહાટીથી અગરતલાની કોઇપણ ટ્રેન લઇ લો, તેની યાદગાર સફરની ગેરંટી મારી. ગુવાહાટી-અગરતલાની ટ્રેન તમે અહીં જોઇ શકો છો.

ગુવાહાટી કેવી રીતે પહોંચશો

હવાઇ માર્ગ- ગુવાહાટીનું ગોપીનાથ બોરદોલોઇ એરપોર્ટ સૌથી નજીકનું એરપોર્ટ છે.

રેલવે માર્ગ- ગુવાહાટીનું રેલવે સ્ટેશન ઘણાં શહેરો સાથે જોડાયેલું છે અને અહીંના માટે શતાબ્દી જેવી ટ્રેનો પણ છે.

રોડ માર્ગ- ગુવાહાટી આવવા માટે સિક્કિમ અને બંગાળથી પ્રાઇવેટ અને પબ્લિક બસો મળી જશે.

જવાનો સૌથી સારો સમય- ઓક્ટોબરથી જૂન- અહીંનું તાપમાન 10 થી 35 ડિગ્રી સુધી હોય છે. ફક્ત ચોમાસાના જુલાઇથી સપ્ટેમ્બર સુધી ન જાઓ તો સારુ રહેશે.

ગુવાહાટીમાં ક્યાં રોકાશો- રિ-સન (₹700, બે લોકો માટે), હોટલ લીલાવતી ગ્રાન્ડ (₹1,872, બે લોકો માટે) વધુ જાણકારી માટે ક્લિક કરો.

3. અગરતલા - ઢાકા

બાંગ્લાદેશ

ત્રિપુરાથી બાંગ્લાદેશની બોર્ડર ફક્ત 4 કિ.મી. દૂર છે. તમે ચાલીને કે પછી રિક્શાથી અહીં પહોંચી શકો છો. અગરતલામાં બાંગ્લાદેશના વીઝા માટે અરજી કરો. સરહદના ચેક પોઇન્ટ પર જરુરી ચીજો બતાવીને તમે અહીંથી ઢાકા માટે નીકળી શકો છો. આ આખા રસ્તાની સૌથી સારી બાબત અહીંની સુંદરતા છે, જો આ ન જોઇ તો આખી સફર ફક્ત સફર જ રહી જશે.

કેવીરીતે પહોંચશો અગરતલા

હવાઇ માર્ગ- અગરતલાનું મહારાજા બીર બિક્રમ કિશોર માણિક એરપોર્ટ સૌથી નજીકનું એરપોર્ટ છે.

ટ્રેન માર્ગ- અગરતલા માટે તમને લગભગ દરેક મોટા શહેરથી ટ્રેનો મળી જશે.

રોડ માર્ગ- બસની મુસાફરી કરવા કરતાં ઘણી સારી છે ટ્રેન કે ફ્લાઇટ કારણ કે બસમાં ન તો પહોંચવાની ગેરંટી હોય છે અને ન તો કોઇ સુવિધા.

જવાનો સૌથી સારો સમય- ઓક્ટોબરથી જૂન સુધી અહીંનું તાપમાન 10થી 35 ડિગ્રી સુધી હોય છે. ફક્ત ચોમાસામાં જુલાઇથી સપ્ટેમ્બર સુધી ન જાઓ તો સારુ રહેશે.

અગરતલામાં ક્યાં રોકાશો- હોટલ સ્ટાર (₹650, બે વ્યક્તિ માટે), હોટલ જિંજર (₹2,879, બે વ્યક્તિ માટે) વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

4. દિબ્રુગઢ- આલો-મેચુકા

લીલાછમ પહાડોની વચ્ચે પોતાના તેજ આવેગ સાથે વહે છે મેચુકા નદી. કોઇ ગામની રંગત મળે છે આ નાનકડા સ્વર્ગ સાથે. બાળકો ફુટબોલ રમતા, મહિલાઓ ખેતરોમાં કામ કરતી અને તેમના પુરુષ ચા સાથે ચર્ચા કરતા. તમને આ ગામ સુધી પહોંચવા માટે સારી એવી મહેનત કરવી પડશે. પહેલા ટ્રેન, પછી ફેરી, પછી બસ, શેરીંગમાં ટાટા સૂમો, ત્યારે જઇને અહીં પહોંચશો તમે.

તમે સૌથી પહેલા દિબ્રુગઢ રેલવે સ્ટેશન ઉતરો. ત્યાંથી બ્રહ્મપુત્ર માટે ફેરી કરો, ત્યાંથી આલો માટે બસ ચાલે છે અને છેવટે આવે છે શેરવાલી ટાટા સૂમો. કંઇપણ કહો, અહીં પહોંચીને સફર સફળ ન થાય તો કહેજો.

કેવીરીતે પહોંચશો દિબ્રુગઢ

હવાઇ માર્ગ- દિબ્રુગઢનો ચાબુઆ એરપોર્ટ ભારતના બધા મોટા શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે.

ટ્રેન માર્ગ- અહીં બે રેલવે સ્ટેશન છે, દિબ્રુગઢ ટાઉન અને દિબ્રુગઢ. ભારતના દરેક મોટા શહેરથી અહીં આવવા માટે ટ્રેન મળી રહે છે.

રોડ માર્ગ- ગુવાહાટી અને કોહિમાથી આપને દિબ્રુગઢ માટે બસ મળી જશે.

જવાનો સૌથી સારો સમય- ઓક્ટોબરથી જૂન. અહીંનું તાપમાન 10 થી 35 ડિગ્રી સુધી હોય છે. ચોમાસામાં જુલાઇથી સપ્ટેમ્બર સુધી ન જાઓ તો સારુ રહેશે.

દિબ્રુગઢમાં ક્યાં રોકાશો- ભાસ્કર હોમસ્ટે (₹1,000, બે વ્યક્તિ માટે), હોટલ નટરાજ (₹2,300, બે વ્યક્તિ માટે). વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો.

5. ગુવાહાટી - જિરિબમ

ભારતના કોઇ રિમોટ વિસ્તારમાં ટ્રેનની મુસાફરી વધારે આનંદદાયક બની જાય છે. આદિવાસી લોકો પોતાના પારંપારિક વસ્ત્રોમાં જોવા મળે છે. પોતાના માથા પર ખેતરમાંથી કાપેલો પાક અને સાથે ઢોરઢાંખર. આ ધન પૈસાથી નથી પ્રાપ્ત થતું પરંતુ આ અનુભવ સોનાથી ઓછો નથી. આવી જ એક મુસાફરી છે ગુવાહાટીથી જિરિબમની. કોઇપણ ટ્રેન પકડી લો અને બદરપુર ઉતરી જાઓ. અરુણાચલ જંક્શન ઉતરીને જિરિબમ માટે બીજી કોઇ ટ્રેન કરી લો. આ મુસાફરીમાં મોટા જંગલ છે, ઉંચા શિખરો છે, અનેક દર્શનીય સ્થળ છે, અને મોટી સંખ્યામાં આદિવાસી લોકો. તમે આ સફર નહીં ભૂલી શકો, સાચે જ.

કેવીરીતે પહોંચશો

હવાઇ માર્ગ- ઇમ્ફાલ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (300 કિ.મી.) સૌથી નજીકનું છે.

ટ્રેન માર્ગ- જિરિબમ પહોંચવા માટે કોઇ સીધી ટ્રેન નથી. આના માટે તમારે અરુણાચલ જંકશન, બદરપુર જંકશન કે પછી ધર્મનગર પહોંચવુ પડશે જેના માટે તમારે અગરતલા, ગુવાહાટી કે દિલ્હીથી ટ્રેન મળી જશે.

રોડ માર્ગ- બસની સલાહ એટલા માટે નહીં આપુ કારણ કે તેનું ઠેકાણું નથી. એટલા માટે હવાઇ અને ટ્રેન યાત્રા પર જ ભરોસો રાખો.

જવાનો સૌથી સારો સમય- ઓક્ટોબરથી જૂન. અહીંનું તાપમાન 10 થી 35 ડિગ્રી સુધી હોય છે. ચોમાસામાં જુલાઇથી સપ્ટેમ્બર સુધી ન જાઓ તો સારુ રહેશે.

6. ગુવાહાટી- ભૈરબી

ગુવાહાટીથી ભૈરબી માટે લગભગ એ જ રુટ છે જે ગુવાહાટીથી જિરિબમ સુધી છે. જિરિબમ માટે તમે બદરપુર પર ઉતરી જાઓ છો. બદરપુરથી આગળ બીજા રુટ પર મીજો પડે છે. મીજોની રંગીન સંસ્કૃતિ, નવા નવા દેસી પકવાન, કેથલિક ચર્ચ, પારંપરિક મીજો ગામ, સુંદર વોટર બોડી અને ચાના મોટા મોટા બગીચા આ આખા રસ્તાને અનોખો અનુભવ બનાવી દે છે. આ રેલવે લાઇનનું અંતિમ સ્ટેશન ભેરબી છે. અહીંથી તમે ટેક્સી લઇને આઇઝોલ નીકળી શકો છો, જે દર્શનીય સ્થળ પણ છે અને મિઝોરમની રાજધાની પણ.

કેવીરીતે પહોંચશો

હવાઇ માર્ગ- અગરતલાનું એરપોર્ટ 280 કિ.મી. દૂર છે અને બધા મોટા શહેરો સાથે જોડાયેલું છે.

ટ્રેન માર્ગ- ભૈરબી પહોંચવા માટે તમારે લોકલ ટ્રેનનો સહારો લેવો પડશે. અરુણાચલ જંકશન અને બદરપુર જંકશન માટે તમારે અગરતલા, ગુવાહાટી કે દિલ્હીથી ટ્રેન મળી જશે.

રોડ માર્ગ- ખોટા આશ્વાસન હું નહીં આપુ. સાચુ કહીશ, બસ સર્વિસ પર ભરોસો ન કરતા. ટ્રેન કે ફ્લાઇટથી જ મુસાફરી કરો.

જવાનો સૌથી સારો સમય- ઓક્ટોબરથી જૂન. અહીંનું તાપમાન 10 થી 35 ડિગ્રી સુધી હોય છે. ચોમાસામાં જુલાઇથી સપ્ટેમ્બર સુધી ન જાઓ તો સારુ રહેશે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads