જ્યારે પણ ટ્રીપ પ્લાન કરતા હોઈયે ત્યારે સૌથી પહેલો વિચાર કમ્ફર્ટનો આવે. ટ્રાવેલ ડેસ્ટિનેશન ફાઈનલ થયા બાદ સૌથી જરુરી કાઈ હોય તો એ છે અકોમોડેશન. દરેકની અકોમોડેશનને લઈને એ જ અપેક્ષા હોય છે કે ત્યા શાંતી મળે અને ફર્યા પછી આરામ મળે. એવામા હમણાથી હોમ સ્ટેનુ ચલણ વધી રહ્યુ છે. કેમ કે અહિ ટુરિસ્ટ્સને ઘર જેવો માહોલ અને આરામ મળે છે. બીજુ એ કે ગરમીના કારણે મોટી સંખ્યામા લોકો હિમાચલ બાજુ જઈ રહ્યા છે. હવે એ સ્વાભાવિક છે કે પહાડો પર મોટા ભાગે ટુરિસ્ટ્સ હોમ સ્ટે જ પ્રિફર કરે છે. તો ચાલો તમને પહાડો પર આવેલા અમુક હોમ સ્ટે વિશે જણાવીયે, જે તમારી યાત્રા વધુ સુંદર બનાવશે.
1. મીના બાગ, રત્નારી
બાળકો સાથે ટ્રીપ પ્લાન કરી રહ્યા છો તો આ તમારી માટે એક સારો ઓપ્શન છે. અહિ આજુબાજુ એપલ ફાર્મ છે. તેની સાથે એનિમલ ફાર્મ પણ છે જે બાળકોને આકર્ષિત કરે છે. અહિ તમને પહાડી માહોલની સાથે ઓર્ગેનિક ફુડ પણ મળી રહેશે. જંગલ વોક ઊપરાંત હાટૂ પીક પર ટ્રેકીંગ પણ કરી શકો છો. અને જે લોકો પક્ષીઓમા રસ ધરાવે છે તે બર્ડ વોચિંગ પણ કરી શકે છે.
2. ધ લામા હાઉસ
મનાલીમા લામા હાઉસ એક આશ્ચર્યજનક બુટિક સમ્પતિ છે જ્યા તમારે તમારી નેક્સ્ટ ટ્રીપ માટે જવુ જોઈયે. અહિ વર્ષો પહેલા એક બૌદ્ધ શિક્ષા કેંદ્ર હતુ જે હવે એક સુંદર હોમ સ્ટે છે. વિશાળ બગીચો, 6 બેડરુમ, અને પિર પંજલના બર્ફાચ્છાદિત શિખરોના નજારા વાળુ આ હોમ સ્ટે આનંદમય છે. બજાર નજીકમા જ છે અને ઓલ્ડ મનાલી વોકિંગ ડિસ્ટંસ પર છે. જો તમે પણ એક શાંત એસ્કેપની તલાશમા છો તો લામા હાઉસ સમ્પુર્ણ રીતે સોલિટ્યુડ છે.
3. જૈસ્મીન કોટેજ, કસૌલી
તમે જંગલમા એક આરામદાયક છુટ્ટી ચાહતા હો તો એક શાનદાર ટીમ સાથે ઘરથી દુર એવુ બીજુ ઘર એક આદર્શ સ્થળ છે જે તમારા અનુભવને વિશેષ બનાવે છે. જગ્યા ખરેખર ખુબ સુંદર છે, અતિથિઓની અદ્ભુત મહેમાનગતિ કરવામા આવે છે તથા રુમ આરામદાયક અને સુસજ્જિત છે. અહિનો નજારો અદ્ભુત છે. નાની નાની વાતોનુ પણ અહિ ધ્યાન રાખવામા આવે છે. કર્મચારીઓ શાનદાર છે અને ખુબ સ્વાદિષ્ટ ભોજન પિરસે છે. જો તમે કસૌલી જાવ છો તો અહિ જવાનુ ચુકાશો નહિ. આ સ્થળ તમારી એક એક મિનિટ ડિઝર્વ કરે છે.
4. ધ સોનૌગી હોમ સ્ટે, કુલ્લુ
મનાલીથી એક નાની ડ્રાઈવ, નગ્ગર અને બુંતર એરપોર્ટથી દુર એક શાંત પહાડી સડક પર બંજારા કેમ્પની પ્રોપર્ટી, સોનૌગી હોમ સ્ટે એક શાનદાર સ્થળ છે. આ શાંત સ્થળ કુલ્લુ વેલીનુ એક જબરદસ્ત દ્રશ્ય પ્રસ્તુત કરે છે જે મુળ ઈટાલિયન માલિકથી પ્રાપ્ય પ્રોપર્ટી છે. તેની ડિઝાઈન અને અનુભવમા ખાસ સ્વિસ શૈલેટ આપે છે. સાંકડા અને વળાંકોવાળા રસ્તા પર ખુબ નાની એવી પણ ચેલેંજીંગ ડ્રાઈવ છે જે બહારની દુનિયાથી અલગ પડે છે.
5. કુદરત-એ-બુટિક હોમ સ્ટે, તિર્થન વેલી
કુદરત એક સુંદર પ્રોપર્ટી છે જે મહાન મેજબાનો સાથે સુંદર શાંત ઘાટીમા વસેલી છે. આ હોમ સ્ટેની ખાસ બાબત એ છે કે અહિ તમને એક આલિશાન રિસોર્ટમા રહેવાનો અનુભવ મળે છે જેમા વળી હોસ્ટ એક પર્સનલ ટચ આપે છે. રૂમ સુંદર આકાશ પેનલ્સ સાથે મહાન દેખાય છે જેના થકી તમે પથારીમાથી જ તારાઓ જોઈ શકો છો. અહિનુ ભોજન અદ્ભુત છે. હોસ્ટ ભાવના અને સુધિર બન્ને ખુબ મિલનસાર ક્ને નેક લોકો છે જેમણે અહિની દરેક વસ્તુમા પોતાનુ મન પરોવી દિધુ છે. અહિ તમને ખરેખર ફેમિલિ કે મિત્ર સાથે રહેતા હો એવુ લાગે છે. જે લોકો તિર્થન વેલી અને જીએચેનપી ની યાત્રા કરવા ચાહે છે તેમને હુ માત્ર એટલુ જ કહિશ કે કુદરત એક એવો પ્રવાસ છે જે હમેશા તમારી મેમરિઝમા રહેશે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.