Day 1
બીચનું નામ સાંભળતા જ મનમાં ગોવા, મુંબઇ, કેરળ જેવી જગ્યાઓના દરિયાકિનારા નજર સમક્ષ આવી જાય છે. પરંતુ કદાચ આની પહેલાં તમે ક્યારેય ઋષિકેશના બીચ વિશે નહીં સાંભળ્યું હોય. આ જાણીને તમે જાતે કદાચ આશ્ચર્યમાં મુકાઇ જશો અને સવાલ પોતાની જાતને કરશો કે શું સાચે જ ઋષિકેશમાં બીચ આવેલા છે? તો ચાલો તમારા આ સવાલનો જવાબ અમે આ આર્ટિકલ દ્વારા આપી દઇએ.
ઋષિકેશમાં ગોવા બીચ
સફેદ રેતીનો આ સમુદ્ર કિનારો એક પ્રસિદ્ધ પિકનિક સ્થળ છે જ્યાં તમે મોટી સંખ્યામાં પર્યટકોને તડકામાં વિટામીન ડી લેતાં જોઇ શકો છો. આસપાસની જગ્યા ઘણી જ સુંદર છે અને ફરવા માટે તમને એવો જ અનુભવ મળશે જેવો તમને ગોવામાં મળે છે. સાંજની ઠંડી હવા આ જગ્યાને વધારે શાંત અને સુંદર બનાવી દે છે. કેટલાક વર્ષ પહેલાં સુધી આ સમુદ્રી કિનારો ફ્કત વિદેશીઓમાં એક લોકપ્રિય પર્યટન સ્થળ હતું. પરંતુ ધીમે-ધીમે અહીં પર્યટકોની ભીડ વધવા લાગી.
ઋષિકેશમાં નીમ બીચ
નીમ બીચ (કે નિમ બીચ) ઋષિકેશમાં રાફ્ટિંગના છેલ્લા પોઇન્ટ તરીકે પ્રસિદ્ધ છે. અહીં આવવાનો સૌથી સારો સમય સવારનો છે. જ્યાં તમે શાંતિપૂર્ણ રીતે કેટલોક સમય પસાર કરી શકો છો. અહીં દિવસમાં કેટલાક કલાકો સુધી તડકો લઇ શકાય છે. ફરવા માટે આ એક શાનદાર જગ્યા છે.
ઋષિકેશમાં ગંગા બીચ
આ બીચ પ્રકૃતિ પ્રેમીઓને ઘણો જ પસંદ આવશે. કારણ કે આખો સમુદ્રી કિનારો લીલીછમ હરિયાળીથી ભરેલો છે. ગંગાનું સુંદર પાણી, તારાઓથી ભરેલું આકાશ, લીલુંછમ વાતાવરણ, કુદરતી સુંદરતામાં ભીંજાઇને પાર્ટનરની સાથે થોડોક ક્વોલિટી સમય પસાર કરી શકો છો.
ઋષિકેશમાં કોડિયાલા બીચ
કોડિયાલા ઋષિકેશથી 40 કિલોમીટર દૂર એક નાનકડું ગામ છે. કોડિયાલાથી શિવપુરી સુધી ફેલાયેલો રાફ્ટિંગ ઝોન એડવેન્ચર પ્રેમીઓને ઘણો પસંદ આવે છે. કોડિયાલા બીચ ગંગા નદીના કિનારે સુંદરતાની સાથે સ્થિત છે. આ વ્હાઇટ રિવર રાફ્ટિંગ અને નાઇટ કેમ્પ માટે ઘણું જ પ્રસિદ્ધ છે. કેટલાક શાનદાર લેંડસ્કેપની સાથે આ બીચ કેમ્પિંગ માટે બેસ્ટ લોકેશન માનવામાં આવે છે. આ જગ્યાની સુંદરતાનો આનંદ લેવા માટે વર્ષનો સૌથી સારો સમય માર્ચથી જૂનની વચ્ચેનો છે.
ઋષિકેશમાં શિવપુરી બીચ
આ સમુદ્રી કિનારો પણ પર્યટકોમાં ઘણો જ લોકપ્રિય છે. વશિષ્ઠ ગુફા થઇને આ દરિયાકિનારાની યાત્રા પોતાનામાં ઘણી જ મનોરમ અને આંખોને ઠંડક આપનારી છે. શાંત ભૂરા સમુદ્રની રેતીની સાથે, શિવપુરી બીચ કોઇપણ જાતની શંકા વિના ઋષિકેશના સૌથી શાનદાર સ્થાનોમાંનું એક છે. આ જગ્યાની સુંદરતા કોઇ રિલેક્સિંગ થેરેપીથી કમ નથી.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો