આ છે દુનિયાની 5 સૌથી સુંદર જગ્યાઓ, નજારો જોતા જ રહી જશો!

Tripoto

કોરોના સંકટના પગલે છેલ્લા લગભગ બે વર્ષ લોકો માટે ભયાનક રહ્યા છે. હવે દરેક 2022ની સાથે એક નવી અને સારી શરુઆતની આશા રાખીને બેઠા છે. ઘરોમાં કેદ લોકો ફરી એકવાર હરવા-ફરવા અને પ્રકૃતિ સાથે રુબરુ થવા માટે બેતાબ છે. દરમિયાન નેશનલ જિયોગ્રાફિકે 2022માં ફરવા માટે દુનિયાના સૌથી સારા ટૂરિસ્ટ ડેસ્ટિનેશનનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં કુદરતી દ્રશ્યોના કેસમાં દુનિયાની પાંચ સૌથી સુંદર જગ્યાઓ અંગે જણાવાયું છે. જો તમે પણ નેચર લવર છો તો આ જગ્યાઓ અંગે જરુર જાણો અને ફરવાનો પ્લાન બનાવો.

બેકાલ સરોવર, રશિયા-

Photo of આ છે દુનિયાની 5 સૌથી સુંદર જગ્યાઓ, નજારો જોતા જ રહી જશો! 1/4 by Paurav Joshi

ઊંડું અને વિશાળકાય બેકાલ સરોવરને અહીંના સ્થાનિક નિવાસીઓ એક સાગર માને છે. અંદાજે 12,200 માઇલ સુધી ફેલાયેલું અને 2,442 ફૂટ ઊંડું આ સરોવર પ્રકૃતિનો એક અદ્ભુત નજારો છે. જો કે, આ સરોવર પર હવે સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. યૂનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઇટ (1996)માં રજિસ્ટર બેકાલ સરોવર છેલ્લા કેટલાક સમયથી પ્રદુષણનો શિકાર થયું છે. ઇન્ટરનેશનલ યૂનિયન ફૉર કન્ઝર્વેશન ઑફ નેચરે 2020માં આને લઇને ચિંતા પણ વ્યક્ત કરી છે.

વિઝિટર્સ ગ્રેટ બેકાલ ટ્રેલ એસોસિએશનની સાથે મળીને આને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંગઠનના અધ્યક્ષ એલેના ચુબાકોવાના જણાવ્યા અનુસાર, આ નૉન પ્રૉફિટ એન્વાર્યમેન્ટલ ગ્રુપ તળાવની ફરતે ચારેબાજુ એક પગપાળા રસ્તો બનાવી રહ્યું છે. સાથે જ અહીં ઇકોટૂરિઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

કેપરિવી સ્ટ્રિપ, નામીબિયા- નામીબિયા રેગિસ્તાન, ઊંચા રેતીના ઢગલા અને સુકા પહાડો માટે જાણીતું છે. પરંતુ અહીં કેપરિવી સ્ટ્રિપમાં લીલાછમ જંગલો અને વન્ય જીવ મળે છે. અહીં ઓકાવાંગો, ક્વાંડો, ચોબે અને જમ્બેજી જેવી નદીઓ આ જાનવરોની પ્રજાતિઓ માટે આદર્શ માનવામાં આવે છે. 20મી શતાબ્દીના ઉતરાર્ધ દરમિયાન આ વિસ્તાર મિલિટ્રી એક્ટિવિટીઝ માટે જાણીતો હતો. આર્મ્ડ ગ્રુપ્સ માટે આ એક પ્રાઇમ કોરિડોર હતો, એટલે અહીં પબ્લિકને જવાની અનુમતિ નહોતી.

પરંત 1990માં નામીબિયા જેવો સ્વતંત્ર થયો, અહીં વન્ય જીવન અને શાંતિ ફરીથી સ્થપાઇ ગઇ. તેના પૂર્વ ભાગમાં સ્થિત 'નકાસા રુપારા નેશનલ પાર્ક' કોઇ રહસ્યમયી ખજાના જેવો છે. હાલના વર્ષોમાં અહીં એક રેન્જર સ્ટેશન અને ટેન્ટ લૉજ ખોલવામાં આવી છે જેણે ટુરિઝમને વધારે સહેલુ બનાવી દીધું છે.

વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા-

Photo of આ છે દુનિયાની 5 સૌથી સુંદર જગ્યાઓ, નજારો જોતા જ રહી જશો! 2/4 by Paurav Joshi

ઑસ્ટ્રેલિયાના ગ્રેટ ઓશિયન રોડ પર હવે ફરીથી હરિયાળી વિખેરાવા લાગી છે. આ એ જગ્યા છે જેનો લગભગ 72,000 ચોરસ માઇલનો હિસ્સો 2019-2020ના બુશફાયરમાં સળગીને રાખ થઇ ગયો હતો. આ દુર્ઘટનામાં અંદાજે એક ડઝન લોકો અને કરોડો જાનવરોના મોત થયા હતા.

વિક્ટોરિયાના ઓટવેજ ક્ષેત્રમાં નવું વન્ય જીવન એક ચમત્કાર છે. જે લીલાછમ પ્રાચીન જંગલો અને ઝરણાની વચ્ચે ગ્રેટ ઓશિયન રોડથી થોડોક દૂર છે. આ ન્યૂઝિલેન્ડના હૉબિટન મૂવી સેટ ટૂરના લેન્ડસ્કેપ ડિઝાઇનર બ્રાયન મેસીના ભેજાની પેદાશ છે. મેસીએ બોટેનિસ્ટ, સાયન્ટિસ્ટ, ઝુલૉજિસ્ટ અને એન્વાર્યમેન્ટલ સ્પેશ્યાલિસ્ટની સાથે મળીને ઘણું કામ કર્યું છે.

બેલિજ માયા ફૉરેસ્ટ રિઝર્વ-

Photo of આ છે દુનિયાની 5 સૌથી સુંદર જગ્યાઓ, નજારો જોતા જ રહી જશો! 3/4 by Paurav Joshi

અમેરિકામાં સૌથી મોટા ટ્રોપિકલ રેઇનફૉરેસ્ટ (ઉષ્ણકટિબંધીય વર્ષાવન)ને બચાવવા માટે હાલમાં જ એક મોટુ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. એપ્રિલ, 2021માં સંરક્ષણકર્તાઓના સંગઠન નોર્થ-વેસ્ટર્ન બેલિજમાં 'બેલિજ માયા ફૉરેસ્ટ રિઝર્વ' બનાવવા માટે 236,000 એકર ટ્રૉપિકલ રેઇનફૉરેસ્ટ ખરીદ્યું છે.

આ એકમાત્ર રિઝર્વ બેલિજના અંદાજે 10 ટકા હિસ્સાની સુરક્ષા કરે છે. તેમાં બેલિજનું રાષ્ટ્રીય પશુ ટેપિર અને કાળા હાઉલર બંદર સહિત પક્ષીઓની અંદાજે 400થી વધુ પ્રજાતિઓનું સંરક્ષણ થાય છે. આ ઉપરાંત, સેન્ટ્રલ અમેરિકામાં ઝડપથી ઘટી રહેલી જગુઆરની વસતીને પણ બચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

નોર્ધન મિનેસોટા-

Photo of આ છે દુનિયાની 5 સૌથી સુંદર જગ્યાઓ, નજારો જોતા જ રહી જશો! 4/4 by Paurav Joshi

ઉત્તરી મિનેસોટાની ઉપર લાખો તારા તેને ઝગમગાવે છે. કેનેડાના ઓંટારિયો પ્રાંતની બોર્ડરને અડીને આવેલા આ અંતરિયાળ ક્ષેત્રમાં પ્રકાશથી ફેલાતુ પ્રદુષણ બિલકુલ નથી અને આનું સંપૂર્ણ શ્રેય અહીં રહેતી વસતીને જાય છે. આને ધરતીનું સૌથી મોટુ ડાર્ક સ્કાય ડેસ્ટિનેશન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આના બે સૌથી મોટા હિસ્સા મિનેસોટામાં છે. પહેલી, 'બાઉન્ડ્રી વૉટર્સ કેનોએ એરિયા વાઇલ્ડરનેસ' જે લાખો એકરમાં બનેલી દુનિયાની સૌથી મોટી ડાર્ક સ્કાય સેન્ક્ચુરી છે. બીજુ, વોયાગુએર્સ નેશનલ પાર્ક, જે દેશનો પહેલો ઇન્ટરનેશનલ ડાર્ક સ્કાય પાર્ક છે. આ બન્ને જગ્યાઓને વર્ષ 2020માં ડાર્ક સ્કાય સર્ટિફિકેશન પણ મળી ચુક્યું છે. આ ઉપરાંત, ઓંટારિયોના ક્વેટિકો પ્રોવિનેન્સ પાર્કે વર્ષ 2021ની શરુઆતમાં જ ઇન્ટરનેશનલ ડાર્ક સ્કાઇ પાર્કનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

Further Reads