આપણામાંથી ઘણાએ રાત્રે ચમકતા બીચ વિશે સાંભળ્યું હશે. ક્યાંક દરિયાનું પાણી ચમકે છે તો ક્યાંક રેતી ચમકી રહી છે. જ્યારે આ સ્થાનોનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે પ્રથમ વિચાર જે મનમાં વિદેશી દેશોના જ આવે છે. પરંતુ, ભારતમાં પણ આવા ઘણા બીચ છે જે રાત્રે ચમકે છે અને જેની સુંદરતા રાત્રે ચરમસીમા પર હોય છે. આ બીચ પર કેમિકલ રિએક્શનના કારણે આવો નજારો જોવા મળે છે. આવો જાણીએ કે તે કયા બીચ છે જે રાત્રે ચમકે છે જેથી તમે પણ ઝડપથી અહીં ફરવાનો પ્લાન બનાવી શકો.
ભારતમાં રાત્રે ચમકતા દરિયાકિનારા (Indian Beaches That Glow At Night)
મટ્ટ બીચ, કર્ણાટક
જો તમે દિવસ દરમિયાન પાણી પાસે બેસીને કંટાળી ગયા હોવ તો થોડો ફેરફાર કરો અને રાત્રે ચમકતા પાણીનો આનંદ લો. કર્ણાટકનો મટ્ટુ બીચ કર્ણાટક રાજ્યનું પ્રખ્યાત પ્રવાસ સ્થળ છે. મટ્ટુ બીચ તેના વાદળી પાણી માટે પ્રખ્યાત છે. આ બીચ ઉડુપીથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે. રાત્રે આ બીચની સુંદરતા તમારી પોતાની આંખોથી જોવી એ સપનાની દુનિયામાં ફરવા જેવું છે. નિષ્ણાતોના મતે, આ બીચ રાતના સમયે સી સ્પાર્કલ નામના દરિયાઈ જીવોને કારણે ચમકવા લાગે છે. સૂર્યાસ્ત, પિકનિક અને પરિવાર સાથે થોડો સમય પસાર કરવા માટેનું આ શ્રેષ્ઠ સ્થળ છે.
બાયોલ્યુમિનેસેન્સ જોવાનો શ્રેષ્ઠ સમય ક્યારે છે?
અમાવસ્યા દરમિયાન. જ્યારે સમુદ્ર પર પોતાનો પ્રકાશ ફેલાવવા માટે ચંદ્ર નથી હોતો અને અંધારું હોય છે. તમે દરરોજ રાત્રે બાયોલ્યુમિનેસેન્સ ડ્રિફ્ટર્સને તેના તેજસ્વી મહિમાને ધૂમ મચાવતા જોઈ શકો છો.
બંગારામ આઇલેન્ડ, લક્ષદ્વીપ
આંસુના આકારનો આ ટાપુ અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ દીપ સમૂહનો એક ભાગ છે. એલ્ગી અને જેલીફિશ જેવા ઘણા દરિયાઈ જીવોની હાજરીને કારણે બંગારામ બીચ રાત્રે ચમકે છે. તેને જોવો એ પોતાનામાં એક વિશેષ અનુભૂતિ છે.
ગોવાનો બેતાલ્બતિમ બીચ પણ ચમકે છે
સ્પાર્કલિંગ બીચના નજારાને જોવા માટે માત્ર મુંબઈ જ ફેમસ નથી, પરંતુ તમે દરેકના ફેવરિટ ગોવામાં પણ તમે આ જાદુઈ વસ્તુ જોઈ શકો છો. વાસ્તવમાં, અહીંનો બેતાલ્બતિમ બીચ પણ રાત્રિના સમયે ઝગમગી ઉઠે છે. પોતાની નૈસર્ગિક સફેદ રેતી માટે પ્રખ્યાત આ બીચને રાતમાં જોવાની મજા જ કંઈક અલગ છે. ગોવાનો બેતાલ્બતિમ બીચ સૌથી સ્વચ્છ અને શાંતિપૂર્ણ બીચ છે. તે દક્ષિણ ગોવામાં છે. તે કોલવા અને મેજોર્ડા બીચ વચ્ચે આવેલો છે. આ બીચની સફેદ રેતી, સુંદર સૂર્યાસ્ત અને ડોલ્ફિન સ્પોટિંગ તેની વિશેષતાઓમાં સામેલ છે. અહીં સાંજના સમયે ડોલ્ફિનની મૂવમેન્ટ અને ડૂબતા સૂર્યનો રોમેન્ટિક નજારો તમને મદહોશ કરી દેશે. એલ્ગીની હાજરીને કારણે આ બીચ રાત્રીના સમયે ચમકવા લાગે છે.
તિરુવનમિયુર બીચ, ચેન્નાઈ
તિરુવનમિયુર બીચ ચેન્નાઈના સૌથી પ્રખ્યાત બીચમાં ગણવામાં આવે છે. પરંતુ, વર્ષ 2019 થી, અહીં રાત્રે ચમક દેખાવાની શરૂ થઇ. અહીં સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાની પણ એક અલગ જ મજા છે. આ એક સરળ દેખાતો પણ અલૌકિક કરી દેતો દરિયાકિનારો છે.
હેવલોક આઇલેન્ડ, આંદામાન
આંદામાનમાં એવા ઘણા બીચ છે જે ખૂબ જ સુંદર પણ છે અને જ્યાં પહોંચીને ખાસ અનુભવની અનુભતિ થાય છે. પરંતુ, હેવલોક આઇલેન્ડની વાત કંઇક અલગ છે. આ બીચ પર, રાત્રે શ્રેષ્ઠ ચમક જોવા મળે છે. ખાસ કરીને નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી અહીં ફરવાનો એક અલગ જ આનંદ હોય છે. નાના દરિયાઈ જીવો રાત્રે તેના ચમકવાનું કારણ છે.
હેવલોક આઇલેન્ડમાં એશિયાના કેટલાક શ્રેષ્ઠ બીચ છે જે સ્વિમિંગ, એલિફન્ટ રાઇડિંગ અને ટોપ-ક્લાસ કોરલ રીફ માટે યોગ્ય છે. ચમકતા વાદળી પાણી, સુંદર સૂર્યોદય અને સૂર્યાસ્ત, ન જોયેલા પાણીની અંદરની દુનિયાની વચ્ચે બોટની સવારી અને ટાપુની સફેદ રેતી મળીને આ ટાપુને સ્વર્ગ બનાવે છે.
હેવલોક આઇલેન્ડની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય
વર્ષનો કોઈપણ સમય ટાપુની મુલાકાત લેવા માટે ઉત્તમ છે કારણ કે હવામાન આખુ વર્ષ સારુ જ રહે છે. જો તમે પ્રવાસી સીઝન દરમિયાન ત્યાં જવા માંગતા હોવ અને ધમાલ-મસ્તી જોવા માંગતા હોવ તો નવેમ્બરથી માર્ચ એ મુલાકાત લેવાનો ઉત્તમ સમય છે. જો તમે ભીડથી બચવા માંગતા હોવ તો જૂન અને સપ્ટેમ્બર વચ્ચે અહીં મુલાકાત લેવાનું આયોજન કરો.
હેવલોક આઇલેન્ડનો ઇતિહાસ
હેવલોક આઇલેન્ડ એ નિકોબાર આઇલેન્ડ એડમિનિસ્ટ્રેશનનો એક ભાગ છે અને આંદામાન ટાપુઓની પૂર્વમાં આવેલો છે. તેનું નામ બ્રિટિશ જનરલ હેનરી હેવલોકના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેઓ અહીં ત્યારે રહેતા હતા જ્યારે ભારત અંગ્રેજોની વસાહત હતું.
હેવલોક આઇલેન્ડમાં 5 લોકપ્રિય ગામોનો સમાવેશ થાય છે: ગોવિંદા નગર, કૃષ્ણ નગર, રાધા નગર, શ્યામ નગર, અને બિજોય નગર, જે બધાના પોતાના બીચ અને સુંદર વોટરફ્રન્ટ છે. અહેવાલો જણાવે છે કે આ ટાપુમાં મ્યાનમાર અને બંગાળની મોટાભાગની ઇમિગ્રન્ટ વસ્તી રહે છે.
2018 માં, સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ તરીકે આ ટાપુનું નામ સ્વરાજ દ્વીપ રાખવામાં આવ્યું હતું. આ ટાપુ વિશે એક રસપ્રદ તથ્ય એ છે કે સુભાષ ચંદ્ર બોઝે ભારતની આઝાદી પહેલા 1943માં ટાપુ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો અને આંદામાન દ્વીપને શહીદ દ્વીપ અને નિકોબાર દ્વીપને સ્વરાજ દ્વીપ નામ આપ્યું હતું.
આજે હેવલોક આઇલેન્ડ અથવા સ્વરાજ દ્વીપ ભારતીય અને વિદેશી પ્રવાસીઓ માટે એકસરખું પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે.
હેવલોક આઇલેન્ડ કેવી રીતે પહોંચવું
હેવલોક આઇલેન્ડ એ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલ સ્થળો પૈકીનું એક છે. આ ટાપુ તેની સાહસિક જળ પ્રવૃત્તિઓ, રાધાનગર બીચ, સેલ્યુલર જેલ, રોસ આઇલેન્ડ અને બીજા ઘણા વધુ સુંદર સ્થળો માટે જાણીતું છે. તમે અહીં જળમાર્ગો અથવા વાયુમાર્ગ દ્વારા પહોંચી શકો છો. નીચે દર્શાવેલા કેટલાક શ્રેષ્ઠ પ્રવાસ વિકલ્પો છે.
નજીકનું મેટ્રોપોલિટન શહેર. બેંગ્લોર
નજીકનું દરિયાઈ બંદર. હાડો વ્હાર્ફ પોર્ટ
નજીકનું એરબેઝ. વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ
પોર્ટ બ્લેરથી અંતર. 69 કિ.મી
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો