![Photo of ઉત્તરાખંડના 5 સુંદર વોટરફૉલ જેને તમારે એકવાર તો જોવા જોઇએ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1663650499_1655188001_picsart_22_06_14_11_55_09_730.jpg)
Day 1
આપણા ભારત દેશમાં એવી ઘણી સુંદર જગ્યાઓ હશે જ્યાં તમને ઘણાં સુંદર ઝરણાં સરળતાથી જોવા મળશે. પરંતુ અમે આજે વાત કરવા જઇ રહ્યા છીએ ઉત્તરાખંડના 5 સુંદર ઝરણાની જે પોતાની સુંદરતાના કારણે સૌથી અલગ તરી આવે છે.
સુંદર પહાડોની હરિયાળી ચીડ અને દેવદારના ઉંચા ઉંચા વૃક્ષ અને તેમના મધ્યમાંથી વહેતું ઝરણું તમારા મનને અપાર શાંતિ આપવાનું કાર્ય કરવામાં સક્ષમ છે. જ્યાં તમે વીકેન્ડમાં પરિવાર અને દોસ્તોની સાથે જઇ શકો છો.
ઉત્તરાખંડના 5 સુંદર ઝરણાં
1) મુંસિયારી પાસે બિર્થી ઝરણું
![Photo of ઉત્તરાખંડના 5 સુંદર વોટરફૉલ જેને તમારે એકવાર તો જોવા જોઇએ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1663650545_1655107929_1655107906609.jpg)
![Photo of ઉત્તરાખંડના 5 સુંદર વોટરફૉલ જેને તમારે એકવાર તો જોવા જોઇએ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1663650545_1655107992_1655107906798.jpg)
સુંદર પહાડોના મધ્યમાં મુનસિયારીમાં બિર્થી નામથી પ્રસિદ્ધ આ સુંદર ઝરણું જોવા માત્રથી મનમાં એક નવી ઉંમગ પેદા કરવાનું કામ કરી દે છે. આ ઝરણામાંથી પડતા બારીક પાણીના છાંટા તાજગી અને સ્ફૂર્તિ આપે છે. આ ઝરણા સુધી કાલામુની પાસથી પહોંચી શકાય છે. બિર્થી જળધોધ મુનસિયારીથી લગભગ 35 કિ.મી. દૂર છે. આ સુંદર ઝરણા માટે એક નાના ટ્રેક દ્વારા સરળતાથી પહોંચી શકાય છે.
2) બદ્રીનાથની પાસે વસુંધરા ફૉલ
![Photo of ઉત્તરાખંડના 5 સુંદર વોટરફૉલ જેને તમારે એકવાર તો જોવા જોઇએ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1663650593_1655121271_1655121263918.jpg)
દેવભૂમિ ઉત્તરાખંડ ધાર્મિક તીર્થ સ્થળ ઉપરાંત ઘણાં સુંદર ઝરણા માટે પણ ઓળખાય છે. અહીં રહેલા ઝરણા પહાડી વિસ્તારોની સુંદરતાને વધારી દે છે.
આ સુંદર ઝરણું બદ્રીનાથથી અંદાજે 8 કિલોમીટરના અંતરે સ્થિત વસુધારા ઝરણું છે. જે અંગે ઘણાં ઓછા લોકો જાણે છે. આ પવિત્ર ઝરણું પોતાના અંદર ઘણાં રહસ્ય છુપાયેલા છે. આ ઝરણાની સુંદરતા જોવાલાયક છે.
![Photo of ઉત્તરાખંડના 5 સુંદર વોટરફૉલ જેને તમારે એકવાર તો જોવા જોઇએ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1663650609_1655121494_1655121492688.jpg)
અહીંના લોકોના જણાવ્યા અનુસાર આ ધોધની નીચે જનારા દરેક વ્યક્તિ પર આ ઝરણાનું પાણી નથી પડતું. કહેવાય છે કે આ ઝરણાનું પાણી પાપી લોકો પર નથી પડતું.
આ કારણે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને આ અદ્ભુત અને ચમત્કારી ઝરણાની નીચે ઉત્સાહિત થઇને ઉભા રહી જાય છે અને આ ચમત્કારને પોતાની આંખોથી જોવાનો પ્રયાસ કરે છે.
3) ચોપતાની પાસે અત્રિ મુનિ ફૉલ
![Photo of ઉત્તરાખંડના 5 સુંદર વોટરફૉલ જેને તમારે એકવાર તો જોવા જોઇએ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1663650627_1655124573_1655124493810.jpg)
ચોપતા એક એવી અનટચ સુંદર જગ્યા છે જે અંગે ઘણાં ઓછા લોકો જાણે છે. જ્યાં ચારેબાજુ ફેલાયેલી હરિયાળી તમારુ મન જીતવા માટે પૂરતી છે. અત્રિ મુનિ ઝરણું ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા એક નાનકડા હિલ સ્ટેશનમાં સ્થિત છે.
![Photo of ઉત્તરાખંડના 5 સુંદર વોટરફૉલ જેને તમારે એકવાર તો જોવા જોઇએ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1663650648_1655125330_1655125326369.jpg)
ચોપતા ઉત્તરાખંડના આકર્ષક હિલ સ્ટેશનોમાંનું એક છે. ગાઢ જંગલ અને તેની વચ્ચોવચ કુદરતી રીતે બનેલા અત્રિ મુનિ ફોલનું દ્રશ્ય બધો થાક દૂર કરી નાંખે છે. તમારે એકવાર અહીં જરૂર આવવું જોઇએ.
4) ચકરાતાની પાસે ટાઇગર ફૉલ્સ
![Photo of ઉત્તરાખંડના 5 સુંદર વોટરફૉલ જેને તમારે એકવાર તો જોવા જોઇએ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1663650670_1655175101_1655175083095.jpg)
![Photo of ઉત્તરાખંડના 5 સુંદર વોટરફૉલ જેને તમારે એકવાર તો જોવા જોઇએ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1663650670_1655175103_1655175083345.jpg)
ચકરાતામાં ટાઇગર ફોલ સુંદર લીલાછમ પહાડોની વચ્ચોવચ સ્થિત છે. દેહરાદૂનથી આ ઝરણું 25 કિલોમીટર દૂર આવેલું છે.
ચકરાતાથી ટાઇગર ફોલની મધ્ય આ નાનકડા ટ્રેક પર રોડોડેંડ્રોન અને ઓકેના સુંદર વૃક્ષ જોવા માટે મળી જશે જે આ ઝરણાની સુંદરતાને વધારી દે છે.
![Photo of ઉત્તરાખંડના 5 સુંદર વોટરફૉલ જેને તમારે એકવાર તો જોવા જોઇએ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1663650687_1655176026_1655176019603.jpg)
ટાઇગર ફોલ ઝરણું ભારતનો સૌથી ઉંચો જળધોધ માનવામાં આવે છે. આ ઝરણાની સુંદરતા જોવાલાયક છે. ચકરાતાથી 5 કિલોમીટર ટાઇગર ફોલ ઝરણાના આ ટ્રેકની સુંદરતા જોવા માટે તમારે એક વાર જરૂર જવું જોઇએ.
5) ધારચૂલાની પાસે રાંથી ઝરણું
![Photo of ઉત્તરાખંડના 5 સુંદર વોટરફૉલ જેને તમારે એકવાર તો જોવા જોઇએ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1663650712_1655176371_1655176367296.jpg)
![Photo of ઉત્તરાખંડના 5 સુંદર વોટરફૉલ જેને તમારે એકવાર તો જોવા જોઇએ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1663650712_1655176405_1655176401661.jpg)
પિથોરાગઢથી ધારચૂલા ફક્ત 92 કિલોમીટર દૂર છે. પરંતુ આ 92 કિલોમીટર મધ્ય ઘણાં સારા સુંદર નાના નાના વોટર ફોલ અને કાળી નદી જોવા મળી જશે.
અહીંની સુંદરતા કોઇ સ્વર્ગથી કમ નથી. અને મુખ્ય વાત કરીએ તો રાથીં વોટરફોલ તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. આ વોટરફોલને ખાસ બનાવે છે આ ઝરણાની નીચેથી નીકળતો રસ્તો. જ્યાંથી વાહન પસાર થાય ત્યારે ઘણું સારુ દ્રશ્ય દેખાય છે. વાહનચાલકો આ વોટરફોલનો આનંદ ઉઠાવે છે.
![Photo of ઉત્તરાખંડના 5 સુંદર વોટરફૉલ જેને તમારે એકવાર તો જોવા જોઇએ by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1663650755_1655187636_1655187631650.jpg)
એકવાર તમારે આ 5 કુદરતી ઝરણાને જરૂર જોવા જોઇએ અને મને પૂરો વિશ્વાસ છે કે તમે આ 5 સુંદર ઝરણાને જોઇને મંત્રમુગ્ધ જરૂર થશો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો