જો ભારત એક નવી નવેલી દુલ્હન છે તો ચોમાસું એ એની સુંદરતા વધારી દેતી બિંદી છે. દરેક શહેર દરેક ગામ ચોમાસામાં ખીલી ઉઠે છે. અને જો તમે સહપરિવાર રજાઓ ગાળવા નીકળી પડો તો ચોમાસાનો આનંદ ઔર વધી જાય છે. માટે ટ્રીપોટો લાવ્યું છે તમારા માટે ચોમાસામાં ફરવા માટેના શ્રેષ્ઠ 5 સ્થળોનું લિસ્ટ
જો તમે મુંબઈ માં રહેતા હો તો ચોમાસામાં તમારા માટે લોનાવાલા બેસ્ટ છે. સહ્યાદ્રી પર્વત શૃંખલા, હરિયાળા ઘાટ અને સુંદર ધોધ અહીંયા આકર્ષણ છે. શહેરની ભીડભાડથી દૂર અહિયાં ફરવાનું પ્લાનિંગ ચોક્કસ કરવું જોઈએ.
કેવી રીતે પહોંચવું:
લોનાવાલા રેલવે સ્ટેશન છે જ્યાં મુંબઈ અને પૂણેથી રોજ ટ્રેન આવે છે. સૌથી નજીકનું એરપોર્ટ પૂણે છે જે 60 કિમી દૂર છે. મુંબઈ પૂણેથી દોઢ કલાકના ડ્રાઇવિંગથી કારમાં પણ આવી શકાય છે.
ક્યાં રહેવું:
હોટેલ ગ્રાન્ડ વિશ્વમાં તમને 3000 રૂપિયા* સુધીમાં બધી જ સુવિધાઓ મળી રહેશે.
ઉદયપુર
પૂર્વના વેનિસ તરીકે ઓળખાતું ઉદયપુર વિશ્વના રોમાંટિક શહેરોમાનું એક છે. મેવાડની રાજધાની રહી ચૂક્યું હોવાથી એનું ઐતિહાસિક મહત્વ પણ ઘણું જ છે. મુખ્ય આકર્ષણ સિટી પેલેસ અને ઉદયપુર લેક પેલેસ છે. ચોમાસામાં તમને અહિયાં કડકડતી ગરમીમાંથી રાહત મળશે.
કેવી રીતે પહોંચવું: ઉદયપુરમાં રેલવે સ્ટેશન અને મહારાણા પ્રતાપ એરપોર્ટ છે અને તમે બાઈ રોડ પણ આરામથી પહોંચી શકો છો.
ક્યાં રહેવું: હોટેલ આશિયા હવેલીમાં તમને 1600* રૂપિયા સુધીમાં બધી જ સુવિધા મળી રહેશે.
ચેરાપુંજી
વિશ્વમાં સૌથી વધુ વરસાદ ધરાવતા સ્થળોમાં ચેરાપુંજી બીજા સ્થાને છે. અહિયાં ચોમાસા દરમિયાન મુસાફરી કરવી એ ખૂબ જ સુંદર અનુભવ છે. અહિયાં ચોમાસામાં મોન્સુન ટ્રેકિંગ યાત્રા પણ થાય છે જે ઘણી જ ફેમસ છે. અને હા, અહીની મેઘાલય ચા પીવાનું ના ભુલશો કારણે એ આસામ અને દાર્જીલિંગ ની ચાથી અલગ છે.
કેવી રીતે પહોંચવું: ચેરાપુંજીમાં રેલવે સ્ટેશન છે અને નજીકનું એરપોર્ટ શિલોંગ છે જે 35 કિમી દૂર છે. જો તમે ઉત્તર પૂર્વ ભારતથી આવી રહ્યા હો તો કાર લઈને પણ આવી શકો છો.
ક્યાં રહેવું: હોટેલ કૂતમદાન રિસોર્ટમાં તમને 3000* રૂપિયા સુધીમાં દરેક પ્રકારની સવલતો મળી રહેશે.
મુન્નાર
મુન્નારના ચાના બગીચાઓ અને વરસતા વરસાદના દ્રશ્યો એક પ્રકૃતિપ્રેમી માટે ખૂબ જ રોમાંચક હોય છે. વરસાદમાં અહિયાં ધુમ્મસની ચાદર એક અલગ જ સુંદરતા પૂરી પાડે છે. ઓગસ્ટમાં અહિયાં ભીડ નથી રહેતી એટલે આ એક શાંત સમય છે મુન્નારની મુસાફરી કરવાનો.
કેવી રીતે પહોંચવું: સૌથી નજીકનું રેલવે સ્ટેશન આલુવા 110 કિમી દૂર અને સૌથી નજીકનું એરપોર્ટ કોચિ 110 કિમી દૂર છે. અને દક્ષિણ તરફથી રમે રોડ દ્વારા પણ પહોંચી શકો છો.
ક્યાં રહેવું: હોટેલ ઇકો ટૉનસ માં તમને 3900* રૂપિયા સુધીમાં વ્યવસ્થિત સુવિધા મળી રહેશે.
ઓરછા
1501 માં રાજા રુદ્રપ્રતાપ દ્વારા વસાવવામાં આવેલું આ શહેર ચોમાસામાં ફરવા માટેનું એક બેસ્ટ સ્થળ છે. પહાડોથી ઘેરાયેલું ઓરછા બેટવા નદી પર સ્થિત છે અને કસ્ટર્ડ સફરજનની સુગંદથી મઘમઘતું રહે છે. અહિયાં વિશાળ મંદિરો અને કિલ્લા છે.
કેવી રીતે પહોંચવું: સૌથી નજીકનું રેલવે સ્ટેશન ઝાંસી છે જે 18 કિમી દૂર છે. સૌથી નજીકનું એરપોર્ટ ગ્વાલિયર છે જે 123 કિમી દૂર છે. અને મધ્ય ભારતથી તમે સેલ્ફ ડ્રાઇવિંગ કરીને પણ આવી શકો છો.
ક્યાં રહેવું: હોટેલ અમર મહેલમાં તમને 3800 રૂપિયામાં બધી જ સગવડ મળી શકે છે.
તમારે તમારા પરિવાર સાથે આ 5 જગ્યાએ ચોક્કસ જવું જ જોઈએ. ચોમાસામાં ઘરમાં ન બેસો, સુંદર સંસારનો આનંદ માણો.
* હાલના તેમજ ભવિષ્યના દરમાં ફેરફાર હોય શકે છે.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.