ભારત વિવિધતાનો દેશ છે. અહીં ભાષાથી લઇને, વેશભૂષા સુધી બધુ જ અલગ પરંતુ સુંદર છે. આ જ રીતે દરેક જગ્યાના વ્યંજન પણ અલગ અને સ્વાદિષ્ટ છે. પરંતુ તે સ્વાદિષ્ટ વ્યંજનોમાં એક ચીજ કોમન છે, મીઠાઇ! ગળ્યાનો અર્થ છે ખુશી, એટલા માટે ભારતના દરેક ખૂણામાં લોકોને મીઠાઇ ઘણી જ પસંદ છે. લગ્નથી લઇને જન્મદિવસ અને તહેવાર સુધી, બધુ જ મીઠાઇથી શરુ થાય છે.
ભારતના દરેક રાજ્યમાં ખુશી, ઉલ્લાસ માટે મીઠાઇનો ઉપયોગ થાય છે પરંતુ દરેક જગ્યાની અલગ-અલગ મીઠાઇ છે. મેં દેશના 31 પ્રદેશોની યાદી તૈયાર કરી છે અને હું તે જગ્યાઓની જાણીતી મીઠાઇઓ અંગે જણાવવા જઇ રહ્યો છું. હું એ જગ્યાઓ પર ગયો અને દરેક મીઠાઇને ચાખી. જે મીઠાઇ મને સારી લાગી તેની યાદી બનાવી છે અને તેને રેંકિંગ આપ્યું છે. બની શકે કે કેટલીક મીઠાઇઓના રેંકિંગમાં તમે મારી સાથે સહમત ન હો, જો આવું લાગે તમે તે જગ્યાની ફેમસ મીઠાઇ અંગે સૂચનો મોકલી શકો છો.
31. બાબરુ-હિમાચલ પ્રદેશ
બાબરુ, લોટ અને ખાંડના મિશ્રણથી બને છે. મિશ્રણ પછી તેને તળવામાં આવે છે. હિમાચલમાં ભયંકર ઠંડી પડે છે. તે ભયંકર ઠંડીમાં લોકો આ પકવાનને ખાય છે. આ ફક્ત તેમનું પકવાન નથી, તેમની જરુરિયાત પણ છે. આ મીઠાઇ હિમાચલમાં દરેક શુભ પ્રસંગે બને છે જેમ કે લગ્ન, જન્મદિવસ અને તહેવાર.
30. પૂરનમ બોરેલુ-તેલંગાણા
ગોળ આકારની આ મીઠાઇ દાળ અને ગોળને મિક્સ કરીને બનાવવામાં આવે છે અને પછી તેને અડદના દ્રાવણમાં ડુબાડ્યા પછી, સારી રીતે તળવામાં આવે છે. જ્યારે મને આનો સ્વાદ લેવાની તક મળી તો ક્યારેક બહારથી કડક લાગી હતી તો ક્યારેક નરમ. બન્ને વખત સ્વાદ લીધા પછી પણ આ મીઠાઇ મને ભાવી નહીં.
29. સેલ રોટી- સિક્કિમ
આ મીઠાઇને પહેલીવાર જોયા પછી મારા મનમાં વિચાર આવ્યો કે લાગે છે કે આને નેપાળથી ઉધાર લીધી છે. ગોળ આકારની આ મીઠાઇ વીંટી જેવી લાગે છે. તેમાં ઇલાચયી, કેળા, લવિંગ વગેરેનું મિશ્રણ છે જે મને પસંદ ન પડ્યું.
28. મોદક- મહારાષ્ટ્ર
એ તો બધા જ જાણે છે કે નારિયેળાના સ્વાદવાળા લાડુ મોદક ભગવાન ગણેશને ઘણાં જ પ્રિય છે. મહારાષ્ટ્રમાં તો ગણેશ ઉત્સવ ધૂમધામથી મનાવવામાં આવે છે અને આ જ કારણ છે કે અહીંના લોકોને ગણેશ ભગવાનની પ્રિય મીઠાઇ સૌથી વધુ ભાવે છે. તેમ છતાં મને લાગે છે કે કોઇ પણ મીઠાઇ નીરસ ન હોવી જોઇએ.
27.ઠેકુઆ-બિહાર
આ મીઠાઇમાં ઘણી જ ફેટ હોય છે. પરંતુ એ મીઠાઇ જ શું જેમાં ફેટ ન હોય. ઠેકુઆ ફક્ત સુકો મેવો હોય છે જેને સારીરીતે તળવામાં આવે છે.
26.મગ દાળનો હલવો- ચંદિગઢ
આ મીઠાઇને દરેક જગ્યાએ પસંદ કરવામાં આવે છે પરંતુ આને લોકો ત્યારે ખાતા દેખાય છે જ્યારે તે ફ્રીમાં મળી રહી હોય, જેમ કે લગ્ન કે જન્મદિવસે. ચંદિગઢ જેવી જગ્યા જ્યાં ગળપણમાં પહેલેથી જ રબડી, લસ્સી અને અન્ય લાજવાબ મીઠાઇઓ છે ત્યાં મગદાળન હલવો થોડો ફીકો દેખાય છે.
25. વેટ્ટુ કેક- કેરળ
આ મીઠાઇ તો મોટાભાગે ચાની સાથે જ ખાવામાં આવે છે. આ ઉપરાંત, મને કેરળમાં કોઇ સારી મીઠાઇ જોવા ન મળી, જો કે આનો સ્વાદ ઘણો સારો છે.
24. કોત પિઠા-નાગાલેન્ડ
આ મીઠાઇ નાગાલેન્ડમાં ઘણી જાણીતી છે. પરંતુ ઘણાં લોકોનું માનવું છે કે આ મીઠાઇ ત્રિપુરાથી આવે છે અને આ મીઠાઇ નાગાલેન્ડની નથી. ત્રિપુરામાં મને બીજી એક મીઠાઇ મળી ગઇ જે મને ઘણી પસંદ છે તે અંગે પછી વાત કરીશું. કોત પિઠા કેળાની સાથે બનાવવામાં આવે છે અને એટલા માટે આ મને ઘણી જ સ્વાદિષ્ટ લાગી.
23. કુબાની કા મીઠા- આંધ્ર પ્રદેશ
આ મીઠાઇને હૈદરાબાદના લગ્નોમાં સામાન્ય રીતે જોઇ શકાય છે. પહેલીવાર જ્યારે મેં આ મીઠાઇને જોઇ તો લાગ્યું કે આ ગુલાબજાંબુ છે, હું ખુશ થઇ ગયો. પરંતુ નજીક જઇને જોયું તો આ સુકા જરદાળુની મીઠાઇ હતી. આ મીઠાઇ ઘણી રસપ્રદ છે.
22. છેના પોડા- ઓરિસ્સા
આ એક ઘણી જ અનોખી મીઠાઇ છે અને એનાથી પણ રસપ્રદ વાત એ છે કે ઓરિસ્સાના ખાનપાનમાં મીઠાઇઓને જરુરિયાતના હિસાબે બનાવાય છે. આને ધ્યાનમાં રાખીને બનાવાઇ છે ઓરિસ્સાની મીઠાઇ છેના પોડા. છેના પોડા પોતાના નામની જેમ જ શેકેલુ ગળ્યું પનીર છે એટલા માટે આને એક લકઝરી મીઠાઇ પણ કહેવામાં આવે છે.
21. છંગબન લેહ કુરતાઇ- મિઝોરમ
આ મીઠાઇને મિઝરોમમાં ચાની સાથે ખાવામાં આવે છે, આ એક પ્રકારે સ્નેકનું કામ કરે છે. આ મીઠાઇ ઘણી જ અનોખી રીતે બને છે અને એક પ્રકારની પકોડી કે હલવો જ છે. આ લેહ કુરતાઇ ભજીયા કે હલવા જેવું દેખાય છે જે ફાજુ ચોખાના લોટથી બનાવાય છે. આને પાનમાં લપેટીને પાણીમાં ઉકાળવામાં આવે છે.
20. દહરોરી-છત્તીસગઢ
આ મીઠાઇ જલેબી અને માલપુઆના મિશ્રણ જેવી લાગે છે. પરંતુ આ મીઠાઇનો સ્વાદ બન્નેનો મુકાબલો નથી કરી શકતો. કદાચ આ મીઠાઇ મને પસંદ ના આવી કારણ કે તેમાં નાંખેલી ઇલાયચી મને પસંદ ના આવી.
19. બેબિનકા- ગોવા
જો બેબિનકાને બનાવવાની વાત કરીએ તો તે ઘણું જ ભારે અને થકાવી નાંખનારુ કામ છે. પારંપારિક રીતે બનનારી આ મીઠાઇમાં સાત પરતો હોય છે જે ઘી, ખાંડ, ઇંડાની જર્દી અને નારિયેળના દૂધમાંથી બનેલી હોય છે. આ મીઠાઇની બનાવટ અંગે સાંભળીને જ થાક લાગવા માંડે છે.
18. ખાપસે- અરુણાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશના અનેક ભાગમાં ઘણી જ લોકપ્રિય આ મીઠાઇમાં વધારે કંઇ નથી હોતું. આ તો ફક્ત સારી તળેલી પેસ્ટ્રી છે. જ્યારે મેં આનો સ્વાદ ચાખ્યો તો અન્ય મીઠાઇઓની તુલનામાં તે ઓછી ગળી છે.
17. ભુટ્ટા ખીર- મધ્ય પ્રદેશ
ખીર ભારતનું એક એવુ પકવાન છે, જે દેશના દરેક ખૂણામાં મળી જાય છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં દૂધ અને દૂધથી બનેલી મીઠાઇઓની ભરમાર છે. પરંતુ મકાઇથી બનેલી ખીર ઘણી જ ઓછી જગ્યાએ મળે છે અને આવી જ જગ્યાઓમાંની એક છે મધ્ય પ્રદેશ.
16. અવન બંગવી- ત્રિપુરા
આ મીઠાઇને બનાવવી મોટી ઝંઝટનું કામ છે. આ મીઠાઇને બનાવવા માટે પહેલા ચોખાને આખીરાત પાણીમાં પલાળીને રાખવામાં આવે છે. પછી તે પલાળેલા ચોખાને આદુ અને અન્ય સુકો મેવો નાંખવામાં આવે છે જે આ મીઠાઇનો મહત્વપૂર્ણ ભાગ છે.
15. મલાઇ ઘેવર- રાજસ્થાન
ભારતની કદાચ જ કોઇ એવી મીઠાઇ હશે જે તમને રાજસ્થાનમાં ન મળતી હોય. પરંતુ એ મીઠાઇ જેને જોઇને કહેવાય કે આ રાજસ્થાનની મીઠાઇ છે તો તે છે મલાઇ ઘેવર. લોટ, માવો અને મલાઇથી બનેલી ઘેવર મીઠાઇ ઘણી જ સ્વાદિષ્ટ હોય છે.
14. મધુરજન થોંગબા- મણિપુર
ગોટા જેવી દેખાતી આ મીઠાઇ બેસનથી બને છે અને તેને દૂધમાં ડુબોવીને પરોસવામાં આવે છે. આ મીઠાઇ સ્વાદમાં તો ઘણી સારી છે પરંતુ મીઠાઇને જોઇને કહેવાય કે આને સમજી-વિચારીને નથી બનાવાઇ.
13. સિંગોધી- ઉત્તરાખંડ
આ મીઠાઇને જોતાં એવુ લાગે છે કે આ પાન છે કે કુલ્ફી. પરંતુ એવું નથી, આ છે ઉત્તરાખંડની ફેમસ મીઠાઇ સિંગોંધી. બની શકે કે મેં નામ ખોટું લખ્યુ હોય પરંતુ નામ ભલે ગમે તે લખો પરંતુ જો તમે ઉત્તરાખંડથી છો તો આ મીઠાઇ અંગે સાંભળ્યુ નથી તો તેમાં કોઇ આશ્ચર્યની વાત નથી. કારણ કે આ મીઠાઇ ફક્ત કુમાઉ વિસ્તારમાં બને છે.
12. પાલ પોલી- તમિલનાડુ
સારી રીતે તળેલી પુરીને દૂધમાં ડુબાડવામાં આવે છે અને પછી બની ગઇ પાલ પોલી મીઠાઇ. આટલી સરળ હોવા છતાં આ મીઠાઇ ઘણી જ સ્વાદિષ્ટ હોય છે. આ સ્વાદિષ્ટ મીઠાઇમાં કેસર, બદામ, પિસ્તાની સાથે બીજુ ઘણું નાંખવામાં આવે છે.
11. નારિકોલર લાડુ- આસામ
મીઠાઇઓની વાત થઇ રહી છે અને લાડુનું નામ ન આવે, એવુ કેવી રીતે થઇ શકે છે? આસામના નારિયેળના લાડુ ઘણાં જાણીતા છે. આ લાડુ બને તો ઘણી સહેલાઇથી છે પરંતુ તેને સરળતાથી ના નથી કરી શકાતા.
10. ચૂરમા- હરિયાણા
હવે જરા આપણે કામની વાત કરી લઇએ. 10 સૌથી સારી મીઠાઇઓની વાત કરીએ. આ મીઠાઇઓમાં પહેલો નંબર હરિયાણાનો આવે છે. હરિયાણામાં ઘણી સરળતાથી બનતી મીઠાઇ છે, ચૂરમા. જોકે, ચૂરમુ રાજસ્થાનમાં દાલ બાટીની સાથે આપવામાં આવે છે. પરંતુ હરિયાણાના ઘઉંના લોટના ભુકામાં દેશી ઘી નાંખવામાં આવે છે. ત્યાર બાદ જે સુગંધ આવે છે અને સ્વાદ હોય છે તે લાજવાબ હોય છે.
9. મૈસૂર પાક, કર્ણાટક
વિદેશોમાં ભારતની સૌથી વધુ નિકાસ થનારી મીઠાઇ ઘણી જ ફેમસ છે. આ મીઠાઇ ખુબ ઘી, ખાંડ, ઇલાયચી, બેસન વગેરેથી બને છે.
8. પુખલીન- મેઘાલય
તમે કદાચ મીઠાઇ અંગે સાંભળ્યુ હશે, પહેલા પણ મેં આ મીઠાઇ અંગે નહોતુ સાંભળ્યુ. ગોળથી બનનારી આ અજાણી મીઠાઇ તે રાજ્યની ગિફ્ટ છે જ્યાં દેશમાં સૌથી વધુ વરસાદ પડે છે.
7. માલપુઆ- ઝારખંડ
પુખલીનની જેમ બનનારી આ મીઠાઇ ઘણી ફેમસ છે. આ પશ્ચિમી ભારતમાં નાસ્તાની જેમ પ્રયોગ કરવામાં આવે છે. પેનકેક જેવા દેખાતા માલપુઆ ઘણા જ લાજવાબ અને સ્વાદિષ્ટ હોય છે.
6. બાસુંદી- ગુજરાત
તમે તેને ગુજરાતી ખીર કહી શકો છો પરંતુ માત્ર ગુજરાતના લોકો જ સારી ખીર બનાવી શકે છે. જેમાં સૌથી વધુ લોકપ્રિય છે બાસુંદી ખીર. બાસુંદી મીઠા ગાઢ દૂધની સાથે જાયફળ, ઇલાયચી અને ડ્રાયફ્રુટ્સની સાથે બનાવવામાં આવે છે અને આખા દેશને આ સ્વાદ સાથે રુબરુ કરાવે છે.
5. બાલૂશાહી- ઉત્તર પ્રદેશ
લાબૂશાહીને કદાચ પ્રથમવાર બિહારના હરનૌતમાં બનાવાઇ હતી પરંતુ આ મીઠાઇને જાણીતી કરી ઉત્તર પ્રદેશે. ઉત્તર પ્રદેશના લગ્નોમાં બાલૂશાહી મીઠાઇ તરીકે મળી જાય છે. બાલૂશાહી મેંદામાંથી બને છે અને તેને દેશી ઘીમાં સોનેરી રંગ થાય ત્યાં સુધી તળવામાં આવે છે અને પછી ચાસણીમાં ડુબાડવામાં આવે છે.
4. શુફ્તા- જમ્મૂ અને કાશ્મીર
જ્યારે સ્વાદિષ્ટ વ્યંજનોની વાત કરીએ તો કાશ્મીરનું નામ સૌથી ઉપર આવે છે. અહીંની મીઠાઇઓ પણ ઘણી જ સ્વાદિષ્ટ હોય છે. શુફ્તા આવી જ મીઠાઇ છે અને તેમાં ફેટ (ચરબી) ઓછી હોય છે. તેમ છતાં આ સૌથી સ્વાદિષ્ટ મીઠાઇઓમાંની એક છે. સુકા મેવાની ચાસણીમાં ડુબાડીને શુફ્તા બનાવવામાં આવે છે.
3. કુલ્ફી- દિલ્હી
કુલ્ફી દરેકને પસંદ છે. તેનો પુરાવો છે તેનું મીઠાઇમાં સૌથી ટોચનું સ્થાન. આ ભારતીય આઇસ્ક્રીમ છે જે જાડા દૂધ અને મલાઇથી બને છે અને જલદી નથી પીગળતુ.
2. મિષ્ટી દોઇ - પશ્ચિમ બંગાળ
આમ તો પશ્ચિમ બંગાળની દરેક મીઠાઇને લિસ્ટમાં સૌથી ઉપર રાખવામાં આવે છે પરંતુ મારે એક પસંદ કરવાની હતી તો મેં રોશોગુલ્લાને નહીં પરંતુ મિષ્ટી દોઇને પસંદ કરી. છતાં વિવાદ ચાલી રહ્યો છે કે રોશોગુલ્લા બંગાળના છે કે ઓરિસ્સાના. એટલા માટે હું મલાઇદાર મીઠાઇને પસંદ કરીશ.
1. અમૃતસરી જલેબી- પંજાબ
જો હું ભોજન સંબંધિત કોઇ પણ લિસ્ટ બનાવીશ તો તેમાં પંજાબનું નામ સૌથી આગળ રહેશે. તે જ ખાવાની ભુલભુલામણી પંજાબમાં અમૃતસરી જલેબી ભગવાનના અમૃતની જેમ છે. અહીં જલેબી ફક્ત મીઠાસ જ નથી આપતી, દિલમાં પણ વસી જાય છે.