જિંદગી એકવાર મળી છે, તો ખુલીને જીવી લો. આમેય વેકેશન આવી રહ્યું છે, શું ખબર આવતા જન્મે આપણે માણસના બદલે કુતરા કે બિલાડી તરીકે જન્મ લઇએ. તો આ જીવનમાં તમારે ભારતની એવી 30 જગ્યાઓ ફરી લેવી જોઇએ જેના વગર જીવન ત્યાગવું પાપ સમાન છે.
1. લતમૉસિંગ, મેઘાલય
પ્રકૃતિની ગોદમાં શાંતિની પળો વિતાવવા માટે લતમૉસિંગ ગામની મુલાકાત જરૂર કરવી જોઇએ.
2. ચેટ્ટિનાડ પેલેસ, તમિલનાડુ
તમિલનાડુનો ચેટ્ટિનાડ પેલેસમાં કળા, વાસ્તુ અને સંસ્કૃતિ એટલે અંદર સુધી ભળી ગયા છે જે તેને અમારી લિસ્ટમાં ટોપ 30માં જગ્યા આપે છે.
3. 13 આર્ક બ્રિજ, કેરળ
કેરળમાં કોલ્લમ જિલ્લામાં સ્થિત આ બ્રિજ વાસ્તુકળાનો બેનમૂન નમૂનો છે. લગભગ 100 વર્ષ પહેલા માત્ર ખડકમાંથી આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે.
4. ટાટા ઝરણા/ઉબલંબાદુગુ ઝરણા, આંધ્ર પ્રદેશ
આંધ્રમાં ઘણાં ઝરણાં છે, જેના નામ કદાચ તમને પણ યાદ હોય, પરંતુ સુંદર પહાડો અને હરિયાળી માટે ટાડા ઝરણાની મુલાકાત લેવાની તક ન છોડતા. આ જગ્યા કોઇ સ્વર્ગથી કમ નથી.
5. અરવાલેમ ગુફાઓ, ગોવા
પથ્થરને કાપીને બનાવેલી આ ગુફાઓ બિચોલિમ બીચથી ફક્ત 9 કિ.મી. દૂર છે. એકવાર અહીં મુલાકાત જરૂર લેવી જોઇએ.
6. ઝાતિંગરી, હિમાચલ પ્રદેશ
બરોટ તરફ જતાં ઘટસનીથી 5 કિ.મી. દૂર પડે છે આ નાનકડું પવિત્ર ધામ. કોઇ શાંતિની જગ્યાની શોધમાં જનારા લોકોને આ જગ્યાથી પ્રેમ થઇ જશે.
7. દૂધપથરી, કાશ્મીર
ભારતમાં ઘાસના મેદાનોની સુંદરતાનો હિસાબ લગાવાય તો દૂધપથરી અવ્વલ નંબર પર આવે છે. શ્રીનગરથી 42 કિ.મી. દૂર છે આ નાનકડું સ્વર્ગ.
8. ઇડુક્કી, કેરળ
ટૂરિસ્ટોની ભીડથી દૂર કેરળના સર્વાધિક સુંદર જિલ્લા ઇડુક્કીની જંગલમાંથી પસાર થતા રસ્તાઓ પર ફરવાની મજા જ કંઇક અલગ જ છે.
9. ચાલાકુડી, કેરળ
મુન્નાર અને થેકડીથી આગળ જશો તો જોશો કે ચાલાકુડી નામની જગ્યા પણ જોવાલાયક છે. પહાડો, જંગલ, મોટા મોટા ઝરણા અને મુનક્કલ બીચ જોવા માટે સારી તક છે.
10. નાગરહોલ રાષ્ટ્રીય પાર્ક
યૂનેસ્કોની હેરિટેજ સાઇટમાં સામેલ આ પાર્ક પ્રાણીઓની સાથે સાથે ઝાડ-પાન અને જંગલી સંપત્તિને જાણવા સમજવા માટેની સુંદર જગ્યા છે.
11. અડાલજની વાવ, ગુજરાત
અડાલજની વાવનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં થયો છે. જો તમે એક ટ્રાવેલર છો તો તમારે અહીં જરૂર જવું જોઇએ.
12. મેથૉન, ઝારખંડ
નવી નવી જગ્યાઓને શોધવાનો શોખ છે તો મેથોન આવીને તમારી મંઝિલ પૂરી થશે.
13. ડો.સલીમ અલી બર્ડ સેન્ચુરી, ગોવા
ચોરાઓ ટાપુ પર સ્થિત આ બર્ડ સેન્ચુરી જવા માટે રીબાનગરથી રિક્ષા ચાલે છે. અહીં સાઇબેરિયન પક્ષીઓ મોટી સંખ્યામાં જોઇ શકાય છે.
14. ચિખલદરા, મહારાષ્ટ્ર
બાળકો માટે સારી જગ્યા છે. અહીં તમે ગાવિલઘુર કિલ્લો, પ્રાચીન મંદિર અને વન્ય જીવોનું મ્યુઝિયમ જોઇ શકો છો.
15. બાદામી ગુફાઓ, કર્ણાટક
કર્ણાટકના બગલકોટમાં સ્થિત આ ગુફાઓ ચાલુક્ય વંશનો વારસો છે. તે છઠ્ઠી સદીમાં બની હતી.
16. હફલોંગ, આસામ
જો તમે દુનિયાદારીથી કંટાળીને સંત થવાનું વિચારી રહ્યાં છો તો આ સરોવર જોઇને ફરીએકવાર તમારુ મન મોહમાયામાં પાછુ ફરશે.
17. લુગનક વેલી, જમ્મૂ-કાશ્મીર
જંસ્કાર વેલીના દક્ષિણ પૂર્વ હિસ્સામાં સ્થિત લુગનક વેલી 12મી સદીમાં ગુફાઓવાળો મઠ તરીક જાણીતી હતી. આજના જમાનામાં તે 70 સાધુઓનું ઘર છે. અહીં માત્ર પગપાળા જ જઇ શકાય છે.
18. ચોપતા, ઉત્તરાખંડ
ટ્રેકિંગના કિડાને શાંત કરવા માટે આનાથી વધુ સુંદર જગ્યા બીજી કોઇ નથી. તુંગનાથ અને ચંદ્રશિલામાં બેઝ કેમ્પની વ્યવસ્થા છે.
19. યૂફેમા, નાગાલેન્ડ
નાગાલેન્ડના દિલમાં વસે છે આ આદિવાસી ગામ. પહાડી સંસ્કૃતિનો પરિચય કરવો હોય તો અહીંનો પ્લાન બનાવો.
20. લોકતક તળાવ, મણિપુર
દુનિયાનો એકમાત્ર પાર્ક જે પાણી પર તરી રહ્યો છે. પૂર્વોત્તર ભારતમાં આ જગ્યા વગર ટ્રિપ અધૂરી છે.
21. ચૂચેન, સિક્કિમ
બહારની દુનિયાથી અજાણી જગ્યા છે સિક્કીમનું આ સ્વર્ગ. અહીં ઘણી ગુફાઓ છે.
22. દાંસબોંગ કિલ્લો, થારંગમબડી
થારંગમબડીનો અર્થ કાઢો તો તે જગ્યા જ્યાં હવાઓમાં સંગીત ગુંજે છે. 1620માં બનેલો આ કિલ્લો આજે પણ દક્ષિણ ભારતમાં પ્રવેશ કરવાનો અનોખો રસ્તો છે.
23. કાશિદ, મહારાષ્ટ્ર
આ જગ્યાની સફેદ રેતીની તમે થાઇલેન્ડના ફિ ફિ આઇલેન્ડ સાથે તુલના કરી શકો છો.
24. ચતપલ, કાશ્મીર
કાશ્મીર એટલું સુંદર છે કે તેની સુંદરતાનું વર્ણન કરવું અઘરું છે. તેને મિનિ પહેલાગામ પણ કહે છે.
25. સ્યાલસૌર, ઉત્તરાખંડ
મંદાકિની નદીની શાંત લહેરોમાં વસે છે સ્યાલસૌર, જ્યાં કોઇ બદમાશને પણ જવાની મંજૂરી નથી.
26. અથિરાપિલી જળધોધ, ચલકુડી
અહીં વધુ ભીડ જોવા નહીં મળે. વોટરફૉલની કુલ ઉંચાઇ 80 ફૂટ છે અને ચલકુડી નદી તો તેની સાથે તમારી બધી ઇચ્છાઓ પૂરી કરી દેશે.
27. અરાકુ વેલી, વિશાખાપટ્ટનમ
ગોલકોંડા, રક્તકોંડા અને ચિત્તમોગોંડી પહાડોની તળેટીમાં સ્થિત આ વેલી પર્યટકો માટે સ્વર્ગ સમાન છે.
28. મુરુડ, મહારાષ્ટ્ર
જાંજિરા સમુદ્રી કિલ્લા વિશે તો તમે સાંભળ્યું જ હશે. તમે અહીં આવીને જુઓ કે આ બનાવ્યો કેવી રીતે હશે.
29. ચાંપાનેર-પાવાગઢ, ગુજરાત
પાવાગઢનું નામ તો ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. મહાકાળીના ભક્તો અવારનવાર અહીં દર્શન કરવા જાય છે. અહીં ચાંપાનેરનો કિલ્લો, મસ્જિદ પણ જોવાલાયક સ્થળ છે.
30. એડક્કલ, કેરળ
6,000 વર્ષ પહેલા એડક્કલના આ જ ખડકો પર કોઇએ કલાકારી કરી હતી, આજે આ ખડકો લોકો માટે અહીં આવવાનું કારણ બની છે. અહીંની ગુફાઓ 8,000 વર્ષ જુની છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો