આ સમાજની રૂઢિચુસ્તતાથી તદ્દન વિપરીત છે. તે તેના મનની બિન્દાસ બોલે છે, તેના મનમાં જે આવે છે તે કરે છે અને તેને બંધનમાં રાખનારાઓને પાઠ પણ શીખવે છે. તે સુંદર, બુદ્ધિશાળી અને સ્વતંત્ર છે. તે દરેક જગ્યાએ છે અને તેની જાતે પોતાની કિસ્મત લખે છે. આ છે આજની મહિલાઓ.
સુનીતા દુગર, પરનીત સંધુ અને નીતા જેગન આજની મહિલાઓના આવા બેજોડ ઉદાહરણો છે, જેમણે કન્યાકુમારીથી કાશ્મીર સુધી 5000 કિમીનો પ્રવાસ કરી વિશ્વ માટે પ્રેરણાદાઈ બન્યા.
ત્રણેય અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, સુનીતા એક એંટરપ્રીનર અને ફોટોગ્રાફર છે, નીતા સર્વિસ કંપની રીગસમાં મેનેજર છે અને પરનીત એક અમેરિકન કંપનીમાં કામ કરે છે. આ ત્રણેયની નોકરી અને ક્ષેત્ર ભલે અલગ હોઈ પરંતુ મુસાફરીનો જુસ્સો અને કંઈક કરવાની ઉત્કટતાએ તેમને આ રીતે જોડ્યા છે કે તેઓએ તે કામ કર્યું જે ખૂબ ઓછા લોકો કરી શક્યા છે.
મિશન 'કન્યાકુમારી થી કાશ્મીર'
તેમણે ગયા વર્ષે 8 ઓગસ્ટે કન્યાકુમારીથી પોતાની યાત્રા શરૂ કરી હતી. સુનિતા જણાવે છે કે તેમણે દરરોજ ઓછામાં ઓછું 800 કિમી નુ અંતર કાપવાનુ નક્કી કર્યું અને તેનો અમલ કર્યો. આ ટારગેટ સેટથી ટ્રીપ કરવાવાળી આ 'ટ્રાવેલીંગ ડિવાઝ' પાસે આરામ અથવા મનોરંજન નામે માત્ર ફોટોગ્રાફીનો જ સમય હતો.
આગામી પાંચ દિવસોમાં, કન્યાકુમારીનું સ્પષ્ટ વાદળી આકાશ કર્ણાટકમા જતા લીલું થઈ ગયું અને ધીરે ધીરે આંધ્રપ્રદેશમાં આ દૃશ્યો લીલા-ભુરા થઈ ગયા. અને પછી દક્ષિણ ભારતમાંથી પસાર થઈને તે ઉત્તર તરફ આગળ વધ્યા.
સુનીતા કહે છે કે જેવી આ ત્રિપુટી દિલ્હી પહોંચી, આકાશ ક્યાંય દેખાતું નહોતું; કારણ કે તે તો પ્રદૂષણની કાળી-રાખોડી ચાદરથી ઢંકાયેલું હતું. પંજાબ પહોંચ્યા પછી જ, આકાશ દેખાતુ થયુ અને રસ્તાની બંને બાજુ સરસવ અને શેરડીના ખેતરો લહેરાવા લાગ્યા. અને પછી આવ્યો સૌથી સુંદર નજારો - હરિયાળી અને રંગોથી ભરેલી કાશ્મીરની વાદીઓ.
કન્યાકુમારીથી કાશ્મીર સુધીનું આ મિશન આઝાદીના એક દિવસ પહેલા જ શ્રીનગરમાં પૂર્ણ થયું.
માર્ગમાં મુશ્કેલીઓ તો હોવાની જ ને
5000 કિલોમીટરની આ મુસાફરીમાં ત્રણેયને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેમ કે, કાર ખરાબ થઈ જવાના કારણે રસ્તા પર ફસાઈ જવું, ઝાંસીના લૂંટ માટે બદનામ એવા રસ્તા પરથી પસાર થવું, ચંબલમાં ખિસ્સામાં રિવોલ્વર લઈ ફરતા લોકોની વચ્ચે ભોજન કરવું, શ્રીનગરમા 24 કલાક ફોન કનેક્ટિવિટી વગર રહેવુ. પરંતુ આ બધા અનુભવો છતાં, તે ફરીથી આ ટ્રીપને ખુશી ખુશી કરવા તૈયાર છે.
આવુ એટલા માટે છે કારણ કે તેમણે આ પ્રવાસ કોઈ જોશમા આવીને ઉતાવળે નહોતો કર્યો, પરંતુ કેટલાય મહિનાઓ સુધી તૈયારી કર્યા પછી, ખુબ વિચાર્યા બાદ આ ટ્રીપ કરી હતી. ખરેખર પ્લાનની શરુઆત ત્યારે થઈ જ્યારે આ ત્રિપુટીને બાઇક પર કન્યાકુમારીથી લેહ સુધી એકલા મુસાફરી કરનાર પ્રથમ ભારતીય મહિલા રાઈડર રોશની શર્મા વિશે ખબર પડી.
દક્ષિણ ભારતથી ઉત્તર ભારતની અદભૂત યાત્રા પછી, હવે આ ત્રિપુટીનું આગળનું મિશન પૂર્વથી પશ્ચિમનું અંતર માપવાનું છે. સુનીતા કહે છે કે તે પણ કોઈ માટે રોશની શર્મા બનવા માંગે છે. તે એ સંદેશ દેવા માંગે છે કે યોગ્ય તૈયારી સાથે મહિલાઓ માટે ભારતમાં મુસાફરી કરવી સલામત છે.