MBA ઇન્ટર્નશિપ પછી મેં, શિખા અને રમણે નક્કી કર્યું કે ટ્રેક પર જઈએ. રમણે એના ઘરે મહાબળેશ્વરનું કહ્યું, શિખાએ દિલ્હીનું અને મેં કોઈને કશું જ ન કહ્યું! કસોલની બસ લેટ હોવાથી અમે ધર્મશાળાની બસમાં બેસી ગયા. આગલી સવારે અમે ત્યાં પહોંચી ગયા. ત્યાંથી ટેક્ષીમાં મેક્લોડગંજ અને પછી હોટેલ. સાંજે અમે ભોક્ષુનાગ મોનેસ્ટ્રી, અને આસપાસના બજારમાં ફર્યા.
પછીના દિવસે અમારે ટ્રિયુન્ડ ટ્રેક જવાનું હતું. ચેક આઉટ કરીને સપ્રોર્ટસ શૂઝ વગેરે ખરીદીને અમે ટ્રેક માટે નીકળ્યા.
શિખા પાસે એક હેન્ડ બેગ હતી અને એણે સફેદ શોર્ટ્સ પહેરી હતી, મારી પાસે રક્સેક અને કેમેરો હતો અને રમણ નશામાં હતો! વરસાદ જોઈને અમે રેઇનકોટ પહેરીને આગળ વધ્યા. અમે ગલ્લુ દેવી મંદિર પહોંચ્યા જ્યાં સુધી ખરેખર કારમાં આવવાની જરૂર હતી જેથી અમારી શક્તિ બચી રહે. ત્યાં વરસાદ બંધ થઇ ગયો હતો પરંતુ જેવા અને ટ્રેંકિગ શરુ કર્યું ત્યાં મુશળધાર વરસાદ શરુ થઇ ગયો. 20 મિનિટ પ્રકૃતિ સાથે સહર્ષ પછી અમે સાવ જ ભીના થઇ ગયા હતા અને અમારો સામાન પણ! ત્યાં અમને કેટલાક લોકો મળ્યા જેમણેકહ્યું કે હજી 5 કિમી બાકી છે. ત્યાંથી બીજા 20 મિનિટ ચાલ્યા અને બીજા લોકો અમને ત્યાં મળ્યા એમને પણ કહ્યું કે હજી 5 કિમી બાકી છે! ત્યાંથી બીજા 15 મિનિટ ચાલ્યા પછી પણ સેમ જવા! અમને ખુબ જ ગુસ્સો આવ્યો હતો. ત્યાં અમે એક પ્રખ્યાત ઢાબા એ પહોંચ્યા.
મેગી ખાઈને અમે ટ્રેક ફરી શરુ કર્યો. હવે વરસાદ અટક્યો હતો અને હજુ અમે ખુબ જ ઓછું અંતર પસાર કર્યું હતું.
શીખ થાકી ચુકી હતી અને અમે 1 વાગ્યાના ટ્રેક માટે નીકળ્યા હતા અને 6 વાગી ચુક્યા હતા! અંધારા પહેલા ઉપર પહોંચવું જરૂરી હતું. અંતે ઘણી મહેનત પછી અમે ગાયોનું ઝૂંડ પસાર કરીને ટ્રિયુન્ડ પહોંચ્યા.
ઝાડીઓમાં જ કુદરતી પ્રક્રિયા પટાવવી જરૂરી હતી જે પુરી કરીને અમે ટેન્ટ લગાવ્યો. અમારી પાસે સુખા કપડાં પણ ન હતા અને ખાવાનું પણ ન હતું. 3 પ્લેટ મેગી અમે 350 રૂપિયા આપીને ખરીદી!
ઠંડી વધતી જતી હતી અને અમે તરત જ જમીને સ્લીપિંગ બેગમાં ગોઠવાઈ ગયા.
બાજુમાં હરિયાણા અમુક છોકરાઓ નાચગાન કરતા હતા એના કારણે અમને નીંદર પણ મોડી આવી. રાત્રે ઘેટાં બકરાએ અમારો ટેન્ટ પણ ખુબ હલાવ્યો.
આખરે સવાર પડી અને સુરજ ઉગ્યો. વરસાદનુ પણ નામ ન હતું! અમે 3 જ કલાકમાં નીચે ઉતરી ગયા. મેકલોડિગંજમાં એક CCD માં અમે ફ્રેશ થયા.
શિખા, રમણ સાથે મેં ઘણી ટ્રીપ કરી છે પણ હવે એ ટ્રેક માટે ચોખ્ખી ના જ પાડી દે છે!
.