28 રાજ્ય, 28 ડિશ: ભારતના રાજ્યો ફરીને આવો તો ત્યાંનો અસલી સ્વાદ ચાખવાનું ભૂલતા નહીં!

Tripoto
Photo of 28 રાજ્ય, 28 ડિશ: ભારતના રાજ્યો ફરીને આવો તો ત્યાંનો અસલી સ્વાદ ચાખવાનું ભૂલતા નહીં! 1/1 by Paurav Joshi

આ સ્વાદિષ્ટ ખાવાનું લિસ્ટ જોઇને તમારા મોંમા પાણી આવવું સ્વાભાવિક છે. હિમાલયની ઊંચાઇઓ પર મળનારા થુક્પાથી લઇને દક્ષિણની કોસ્ટલ કરી સુધી, ક્યારેક તો આનો ટેસ્ટ કરવો જોઇએ. જો કે અમે જે રીતે બતાવી રહ્યા છીએ, તમે વધુ સમય સુધી મોંમા પાણીને રોકી નહીં શકો!

તમે તમારી જાતને સંભાળો અને જ્યારે પણ ક્યારેય દેશના રાજ્યોમાં જવાની તક મળે તો આ પકવાનોનો સ્વાદ લેવાનું ભૂલતા નહીં. તો પછી ચાલો શરુ કરીએ!

1. ચના મદ્રા અને નાશપતી શાક હિમાચલ પ્રદેશ માટે કમ્પલીટ ડિનર હોય છે.

હિમાચલ પ્રદેશ

2. ભાંગની ચટણી સાથે પાકેલા લીંબુની ચાટ ઉત્તરાખંડની એક જબરજસ્ત ડિશ છે.

ઉત્તરાખંડ

3. વાત કરીએ હવે પંજાબની તો તમે જાણતા જ હશો, મકાઇનો રોટલો અને સરસવનું શાક

પંજાબ

4. આ લિસ્ટમાં આગળ હરિયાણા છે તો ખાવામાં ગાજર મેથી હોવા જોઇએ.

હરિયાણા

5. શાકાહારી રાજ્ય તરીકે જાણીતા રાજસ્થાન માટે તો દાળ બાટી ચૂરમુ જ ખાસ્સુ ટેસ્ટી હોય છે.

રાજસ્થાન

6. સ્વાદિષ્ટ મસાલાવાળુ ગલૌટી કબાબ ઉત્તર પ્રદેશમાં તમારી થાળીને નવાબી બનાવી દેશે.

ઉત્તર પ્રદેશ

7. મધ્ય પ્રદેશના ઇંદોરી પાલર પુરીને જોઇને બધાની આંખો લીલી થઇ જાય છે.

મધ્ય પ્રદેશ

8. ગુજરાતમાં તો જ્યારે પણ ખાવા બેસો ખાંડવી તમારા સામે હશે.

ગુજરાત

9. બિહારના મજેદાર ચટપટા લિટ્ટી ચોખા તમારા સ્વાગત માટે આતુરતાથી રાહ જુએ છે.

10. પશ્ચિમ બંગાળમાં સોરશે ઇલિસ માછલીનો સ્વાદ મોંમાં કલાકો સુધી ટકી રહે છે.

11. આસામના પાલક ખારનો તો કોઇ જવાબ જ નથી.

આસામ

12. અરુણાચલ પ્રદેશ જાઓ તો ત્યાં બામ્બૂ શૂટની સાથે ડ્રાઇ ફ્રાઇડ ચિકનનો ટેસ્ટ જરુર કરો.

અરુણાચલ પ્રદેશ

13. તમારી પ્લેટમાં ખુશીના રંગ, મેઘાલયની જદોહ

મેઘાલય

14. માછલીથી બનેલી આ ડિશ મણિપુરમાં એક અલગ જ રંગમાં જોવા મળે છે જેને થમ્બોઉ સિંગજુ કહેવાય છે.

મણિપુર

15. તમને ખબર હોવી જોઇએ કે સૌથી સારા મોમો ક્યાં મળે છે...સિક્કિમમાં બીજે ક્યાં!

સિક્કિમ

16. મુઇ બોરોક ત્રિપુરામાં તમારી થાળીની શાન હોય છે.

ત્રિપુરા

17. મિજોરમની મિસા માછ પૂરાને સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

મિજોરમ

18. નાગાલેંડમાં ડ્રાઇ બામ્બૂના સાથે પોર્કનો સ્વાદ તમારુ મન મોહી લેશે.

નાગાલેન્ડ

19. ઝારખંડના સત્તૂ પરાઠા ખાઇને જુઓ કારણ કે બટાકા તો ખાતા જ રહો છો.

ઝારખંડ

20. રાયપુર, છત્તીસગઢના પેઠા જે મિઠાસ માટે જાણીતા છે, તેને જરુર ચાખો.

છત્તીસગઢ

21. સમુદ્રના કિનારે ગોવામાં ફિશ કરી ખાઇને તો જાણે કે જન્નત મળી જાય છે.

ગોવા

22. તમે આને મલ્લૂ પિઝા કહેવાની હિંમત નહીં કરી શકો, આ કેરળનું ઉત્તપમ છે.

કેરળ

23. ઓરિસ્સાએ આ દુનિયાને રસગુલ્લા જેવી મિઠાસ આપી છે. આવો આપણે બધા સન્માનમાં નમીએ.

ઓરિસ્સા

24. ગણેશ ચતુર્થી પર મરાઠી લોકોમાં એનર્જી આવે છે, તે પૂરણપોળીમાંથી તો આવે છે.

મહારાષ્ટ્ર

25. આંધ્ર પ્રદેશમાં હૈદરાબાદી બિરયાની ઘણું જ મહત્વનું ફૂડ હોય છે!

આંધ્ર પ્રદેશ

26. કર્ણાટકના મૈસૂર ડોસા કંઇક અલગ જ જાતના છે.

કર્ણાટક

27. તેલંગાણાના નાટૂ કોડી પુલુસુનો સ્વાદ તમે ભૂલી નહીં શકો.

તેલંગાણા

28. અને અહીં ઇદિયપ્પમ છે જે તામિલનાડુની ઘણી જ ખાસ ડિશ છે.

તામિલનાડુ

તો જો તમે ઇન્ડિયા અંગે વધુમા વધુ શોધ કરવા માંગો છો તો ક્યાંય જવાની જરુર નથી. ફક્ત ખાવાનું ખાઇને ઘેર બેઠા પણ સ્વાદ લઇ શકો છો. દેશ અંગે જાણવાની આ એક અનોખી રીત હોઇ શકે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads