માત્ર ફરવાને બદલે સાથે જે તે જગ્યા માટે કશુંક મદદરૂપ થવાની પ્રવૃત્તિ આજકાલ ટ્રેન્ડિંગ છે.
હું તમારા માટે લાવી છું એવા 22 દેશોનું લિસ્ટ જ્યાં તમે વોલન્ટિયરિંગ કરી શકો છો
કોલંબિયા
કોલંબિયાની રાજધાની બગોટામાં આ સંસ્થા તમને બાળકો અને વૃધોની મદદ કરવાની તક પુરી પાડશે. અને વિકેન્ડમાં કેરેબિયન આઇલેન્ડ અને બીચનો આનંદ ઉઠાવવા પણ મળશે.
સમય : 2 અઠવાડિયા
વોલન્ટિયરિંગની કોસ્ટ : એક અઠવાડિયાના 270 ડોલર
વન વે વિમાનભાડું : 54523 રૂપિયા
![Photo of Columbia, SC, USA by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1622019490_1476775538_24271449223_d383365b4f_z.jpg.webp)
પ્રાગ
અહીંના ગામડાઓની મુલાકાત લઈને ત્યાં તમારી સેવા આપવાને કારણે તમારો પ્રાગનો અનુભવ ખુબ જ સુંદર બનશે. કોમ્યુનિટી ડેવલપમેન્ટ, સફાઈ અભિયાન અને પર્યાવરણ સુરક્ષા અભિયાન જેવા પ્રયોગો અહીં કરવામાં આવે છે. આ કરવા માટે લઘુતમ 2 વર્ષ સ્પેનિશ શીખવાનો અનુભવ હોવો જરૂરી છે.
સમય : 1 થી 3 મહિના
વોલન્ટિયરિંગની કોસ્ટ : 5995 ડોલર
વન વે વિમાનભાડું : પેકેજમાં શામિલ
![Photo of Prague, Czechia by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1622019609_1476774811_4538156859_4ec6088e3a_z.jpg.webp)
પેરા લા ટીએરીયા
પેરાગ્વેના એટલાન્ટિક જંગલોમાં વોલન્ટિયર્સ જાતે પોતાના પ્રોજેક્ટ નક્કી કરી શકે છે. મોટા ભાગે આ પ્રોજેક્ટસ રૂરલ અને પર્યાવરણ ડેવલપમેન્ટ તથા જંગલ જીવનની સુરક્ષા અંગેના હોય છે. ફ્લ્યુઅન્ટ ઇંગલિશ એ એક માત્ર જરૂરિયાત છે.
સમય : 2 - 4 અઠવાડિયા
વોલન્ટિયરિંગની કોસ્ટ : 800 ડોલર
વન વે વિમાનભાડું : 22642 રૂપિયા
![Photo of Fundacion Para La Tierra, Mariscal José Félix Estigarribia, Pilar, Paraguay by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1622019734_1476775145_5994705629_a55c0248f5_b.jpg.webp)
પેરુ
તમારે અહીંયા મુશ્કેલીમાંથી પસાર થઇ ચૂકેલા વિવિધ પ્રાણીઓ જેમકે કાચબાઓ, ઈલામા વગેરેની સંભાળ રાખવાની હોય છે. જો તમને પ્રાણીઓ સાથે લગાવ ન હોય તો તમે ટુરિઝમ અને હોસ્પિટાલિટી કાર્યક્રમમાં પણ ભાગ લઇ શકો છો. અહીંયા તમને સ્પેનિશના પાઠ પણ ભણાવવામાં આવે છે!
સમય : 2 અઠવાડિયા
વોલન્ટિયરિંગની કોસ્ટ : 2268 ડોલર
વન વે વિમાનભાડું : 85768 રૂપિયા
![Photo of વિશ્વ માટે પોતાના તરફથી કશુંક કરવા માંગતા ભારતીય પ્રવાસીઓ માટે વિદેશમાં 22 વોલન્ટિયરિંગ by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1622019830_1476775755_303100172_750d6be50c_z.jpg.webp)
અલાસ્કા
તમે અહીંના નોન પ્રોફિટ સંસ્થાન અલાસ્કા વ્હેલ ફાઉન્ડેશનમાં સેવા આપી શકો છો અને અહીંયા કામ કરવા માટે કોઈ ખાસ અનુભવની પણ જરૂર નથી! જો તમારી પાસે કોઈ ટેક્નિકલ નોલેજ હોય તો તો વધુ સારું!
સમય : વેબસાઈટ જુઓ
વોલન્ટિયરિંગની કોસ્ટ : વેબસાઈટ જુઓ
વન વે વિમાનભાડું : 67761 રૂપિયા
![Photo of Alaska, USA by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1622019964_1476776092_16938382817_129dd679f2_z.jpg.webp)
હવાઈ
અહીંયા હવાઇન ઝૂમાં સેવા આપો અને હોનોલુલુમાં 3 મહિના રહો. તમને ઝૂ ટોકર કહેવામાં આવશે અને તમે એક ઝૂ ગાઈડ તરીકે કામ કરશો. શિફ્ટમાં કામ થતું હોવાથી બાકીનો સમય તમે બીચ પાર પસાર કરી શકો છો!
સમય : 3 મહિના
વોલન્ટિયરિંગની કોસ્ટ : વેબસાઈટ જુઓ
વન વે વિમાનભાડું : 67614 રૂપિયા
![Photo of Hawaii, USA by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1622020066_1476778276_8332542_57fc4f34fe_z.jpg.webp)
માડાગાસ્કર
માદાગાસ્કરમાં રણ, બીચ અને જંગલો બધું જ છે! તમે અહીંયા ઘણા જ પ્રોગ્રામમાં ભાગ લઇ શકો છો, રીફ સર્વે, ટર્ટલ મોનીટરીંગ, કોમ્યુનિટી બિલ્ડીંગ, બીચ ક્લીનીંગ, ડેઝર્ટ ક્લીનીંગ વગેરે.
સમય : 2 - 4 અઠવાડિયા
વોલન્ટિયરિંગની કોસ્ટ : 500 ડોલર
વન વે વિમાનભાડું : 25263 રૂપિયા
![Photo of Madagascar by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1622020162_1476778392_4315993100_d2117433cb_z.jpg.webp)
મોરોક્કો
મોરોક્કોમાં રહેવું અને મોરોક્કોમાં ફરવું એ ખુબ જ અલગ છે. અહીંયા વિમેન એમ્પાવરમેન્ટ, ચાઈલ્ડ કેર, હેલ્થ અને એડ્યુકેશન ડેવલપમેન્ટ, વગેરે કામ કરતા અઢળક એન જી ઓ છે જેમાં તમે મદદ કરી શકો છો.
સમય : 2 અઠવાડિયા
વોલન્ટિયરિંગની કોસ્ટ : 540 ડોલર
વન વે વિમાનભાડું : 41568 રૂપિયા
![Photo of Morocco by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1622020197_1476778626_15402541963_c671c451b3_z.jpg.webp)
તુર્કી
તમે તુર્કીમાં શિક્ષક તરીકે અથવા નર્સ તરીકે કામ કરી શકો છો અથવા તો સાવ સામાન્ય એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં પણ મદદ કરી શકો છો.
સમય : 2 અઠવાડિયા
વોલન્ટિયરિંગની કોસ્ટ : ચેક
વન વે વિમાનભાડું : 20250 રૂપિયા
![Photo of Turkey by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1622020301_1476778866_8274726324_7968dd86dc_z.jpg.webp)
મોંગોલિયા
અહીંયા વર્ષો જુના રિવાજોનું આજે પણ પાલન થાય છે અને આ પ્રદેશ હજી પણ બહુ ખેડાયેલો નથી. ગામડાઓના બાળકોને અંગ્રેજી શીખવો, અથવા તો કમ્યુનિટી ડેવલપમેન્ટ માટે કામ કરો. તમને ગમતો પ્રોગ્રામ તમે અહીંયા પસંદ કરી શકો છો.
સમય : 1 - 2 અઠવાડિયા
વોલન્ટિયરિંગની કોસ્ટ : 270 - 650 ડોલર
વન વે વિમાનભાડું : 66873 રૂપિયા
![Photo of Mongolia by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1622020338_1476779147_24024568586_ba1ac4e88b_z.jpg.webp)
કંબોડીયા
અહીંયા વોલન્ટિયરિંગ એક એડવેન્ચર જેવું છે. તમે અહીંયા વિશ્વના અનેક પ્રોબ્લેમ્સ જોઈ શકશો. શિક્ષણ અને દવાની સુવિધા તથા ચાઈલ્ડ કેર અને કમ્પ્યુટર શિક્ષણ અહીંયા કરવા જેવા કામો છે.
સમય : 2 અઠવાડિયા
વોલન્ટિયરિંગની કોસ્ટ : 350 ડોલર
વન વે વિમાનભાડું : 20867 રૂપિયા
![Photo of Cambodia by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1622020418_1476779612_11753707934_cc3ca7ba06_z.jpg.webp)
ફિલિપાઇન્સ
તમને અહીંયા સેવા આપવામાં લોકલ મેરિન લાઈફ અને બીચ અંગે જાણવા મળશે. ઉપરાંત લોકલ ફૂડની લહેજત માણવા પણ મળશે. લોકોને અંગ્રેજી શીખવો અને બાળકોને સાચવવા જેવા કાર્ય અહીંયા કરો.
સમય : 1 - 2 અઠવાડિયા
વોલન્ટિયરિંગની કોસ્ટ : 270 ડોલર
વન વે વિમાનભાડું : 26230 રૂપિયા
![Photo of Philippines by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1622020492_1476779981_29534224545_9c7c36b3f3_z.jpg.webp)
બાલી
ફુરસતના સમયમાં તમે અહીંયા અન્ય જગ્યાઓની જેમ જ બાળકોને અંગ્રેજી શીખવો, તથા આર્ટ અને ક્રાફ્ટ પણ શીખવી શકો છો.
સમય : 1 - 2 અઠવાડિયા
વોલન્ટિયરિંગની કોસ્ટ : 300 ડોલર
વન વે વિમાનભાડું : 23920 રૂપિયા
![Photo of Bali, Indonesia by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1622020572_1476780174_4676171310_b985bb98ec_z.jpg.webp)
સેશેલ્સ
આ ટાપુ ગ્લોબલ વોર્મિંગનો સામનો કરી રહ્યો છે. તમે અહીંયા આવીને સારા પર્યાવરણ માટે ઘણા કામો કરી શકો છો. મરિન કચરાનો નિકાલ અને પર્યાવરણના વર્ગો વગેરે અહીંયા સામાન્ય વાત છે. અહીંયા વોલન્ટિયરિંગમાં ઘણા લોકો એક સાથે ભાગ લઇ શકે છે.
સમય : 4 અઠવાડિયા
વોલન્ટિયરિંગની કોસ્ટ : 2736 ડોલર
વન વે વિમાનભાડું : 23920 રૂપિયા
![Photo of Seychelles by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1622020592_1476780407_4239672043_ea89e237f4_z.jpg.webp)
શ્રીલંકા
અહીંયા ઘણી એલીફન્ટ સેન્ચ્યુરી આવેલી છે જેમાં એલીફન્ટ ફીડિંગ, બાથીંગ અને એમના અંગેની જાગૃતિ લાવવાના કાર્યક્રમો થતા હોય છે. લોકલ ખેતરોમાંથી હાથીઓ માટે ખોરાક એકઠો કરવાનું કામ પણ થઇ શકે છે. સ્વયંસેવકો અહીં આવતા પ્રવાસીઓને મદદ કરવાનું કામ પણ કરી શકે છે.
સમય : 1 અઠવાડિયા
વોલન્ટિયરિંગની કોસ્ટ : 828 ડોલર
વન વે વિમાનભાડું : 96620 રૂપિયા
![Photo of Sri Lanka by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1622020679_1476780661_7244790058_22cfb9fa3d_z.jpg.webp)
મ્યાનમાર - બર્મા
તમારી વિમાન ટિકિટ સિવાય અહીંયા બધું જ ફ્રી છે! તમને અન્ય દેશો ફરવાનો મોકો પણ મળી શકે છે. માત્ર તમારે તમારું એક વર્ષ આપવું પડશે. તમને અહીંયા કઠિન સામાજિક પ્રશ્નો અંગે જાણવા મળશે.
સમય : 1 વર્ષ
વોલન્ટિયરિંગની કોસ્ટ : ફ્રી
વન વે વિમાનભાડું : 30275 રૂપિયા
![Photo of Myanmar (Burma) by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1622020760_1476781035_10325948433_126d0c749e_z.jpg.webp)
જાપાન
વેલકમ તો કન્ટ્રી ઓફ ઝેન. અહીંયા વોલન્ટિયરિંગમાં ઘણું જ કમ્યુનિટી કામ કરવાનું હોય છે. તમે અન્ય પરિવાર સાથે એમના જ કુટુંબના સભ્યની જેમ રહેશો. તમારે ખેતી થી લઈને બાળકોને સાંભળવાનું કામ કરવાનું હોય છે. તમે ફુરસતના સમયમાં જાપાન ફરી પણ શકો છો.
સમય : 1 - 2 અઠવાડિયા
વોલન્ટિયરિંગની કોસ્ટ : 0 - 500 ડોલર
વન વે વિમાનભાડું : 33002 રૂપિયા
![Photo of Japan by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1622020961_1476781420_16016370006_dc138d854b_z.jpg.webp)
ઇસ્ટ ટીમોર
આ એશિયન કોસ્ટ પર આવેલ એક આઇલેન્ડ છે. અહીંયાના વોલન્ટિયરિંગ વર્કમાં મહિલા સશક્તિકરણ અને મહિલા શિક્ષણ મુખ્ય હોય છે.
સમય : અલગ અલગ
વોલન્ટિયરિંગની કોસ્ટ : અલગ અલગ
વન વે વિમાનભાડું : 55077 રૂપિયા
![Photo of વિશ્વ માટે પોતાના તરફથી કશુંક કરવા માંગતા ભારતીય પ્રવાસીઓ માટે વિદેશમાં 22 વોલન્ટિયરિંગ by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1622021038_1476781749_7168906532_a1b9c9407b_z.jpg.webp)
લેસબોસ
લેસબોસ એ ગ્રીસનો ત્રીજો સૌથી મોટો આઇલેન્ડ છે. અહીંયા તમે સિરિયન રેફ્યુજી કેમ્પમાં બાળકોને મદદ કરી શકો છો. કલાઉન્સ વિધાઉટ બોર્ડર અને લાઈટ હાઉસ રિલીફ જેવી સંસ્થાઓ અહીંયા કામ કરે છે.
સમય : 3 અઠવાડિયા
વોલન્ટિયરિંગની કોસ્ટ : અલગ અલગ
વન વે વિમાનભાડું : 26797 રૂપિયા
![Photo of વિશ્વ માટે પોતાના તરફથી કશુંક કરવા માંગતા ભારતીય પ્રવાસીઓ માટે વિદેશમાં 22 વોલન્ટિયરિંગ by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1622021058_1476782084_7567143572_d9128f1cf4_z.jpg.webp)
કોસ્ટા રીકા
અહીંયા સૌથી પ્રખ્યાત વોલન્ટિયરિંગ કામ છે ટર્ટલ કંઝર્વેશનનું. તમે અહીંયા બાયોલોજીસ્ટને મદદ કરી શકો છો અને બીચ પર પેટ્રોલિંગ પણ કરી શકો છો. અને ફુરસતના સમયમાં સર્ફિંગ, પાર્ટી અને ખરીદી પણ કરી શકો છો.
સમય : 2 અઠવાડિયા
વોલન્ટિયરિંગની કોસ્ટ : 300 ડોલર
વન વે વિમાનભાડું : 61309 રૂપિયા
![Photo of વિશ્વ માટે પોતાના તરફથી કશુંક કરવા માંગતા ભારતીય પ્રવાસીઓ માટે વિદેશમાં 22 વોલન્ટિયરિંગ by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1622021170_1476782211_3434623631_732401bb81_z.jpg.webp)
લાઓસ
લાઓસની રાજધાનીની નજીક એક સુંદર હોંકાઉ નામનું ગામડું આવેલું છે. અહીંયા વોલન્ટિયરિંગમાં તમને વિશ્વભરના પ્રવાસીઓ સાથે રહેવાની તક મળે છે. શિક્ષા, હેલ્થ કેર, કમ્યુનિટી બિલ્ડીંગ, ચાઈલ્ડ કેર, કન્સ્ટ્રક્શન અને રિનોવેશન જેવી પ્રવૃતિઓ તમે અહીંયા કરી શકો છો.
સમય : 1 - 2 અઠવાડિયા
વોલન્ટિયરિંગની કોસ્ટ : 270 ડોલર
વન વે વિમાનભાડું : 36012 રૂપિયા
![Photo of વિશ્વ માટે પોતાના તરફથી કશુંક કરવા માંગતા ભારતીય પ્રવાસીઓ માટે વિદેશમાં 22 વોલન્ટિયરિંગ by Jhelum Kaushal](https://static2.tripoto.com/media/filter/nl/img/2027917/TripDocument/1622021225_1476779330_173777069_c5f8c4733d_z.jpg.webp)
ઉપર વોલન્ટિયરિંગ માટેની અંદાજિત કિંમત દર્શાવેલી છે. કોઈ પણ આયોજન કરતા પહેલા વેબસાઈટ ચેક કરીને કિંમત જાણી લેવા વિનંતી. ઉપરાંત વિમાનસેવાના ભાવ અને સમય પણ બદલાઈ શકે છે.
.
આ લેખ કોવિડ-19 મહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.