2022ના વર્ષને બનાવો ખાસ, પ્રવાસના આ અવનવા અનુભવો કરીને

Tripoto
Photo of 2022ના વર્ષને બનાવો ખાસ, પ્રવાસના આ અવનવા અનુભવો કરીને 1/1 by Jhelum Kaushal

મુસાફરો અંતે આખી દુનિયા એ ખજાનો છે અને આ ખજાનો જેટલો પણ જુઓ ઓછો નથી થતો! ભારતમાં અમુક અનુભવો મેં અહીંયા શોર્ટલિસ્ટ કાર્ય છે જે કરીને તમને વિશ્વ વધુ સુંદર લાગશે!

1. ઇગ્લુમાં રહો, સેથાન ગામ, હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશના સેથાન ગામમાં વાર્ષિક 7 ફર બરફ પડે છે માટે નોર્વે ન જઈને તમે અહીંયા જ ઇગ્લુનો આનંદ લઇ શકો છો.

2. આદિવાસીઓની મુલાકાત, મૌન, નાગાલેન્ડ

વિચિત્ર હેડ કટિંગ માટે જાણીતા નાગાલેન્ડના કોન્યાક જાતિના લોકોને તમે મળી શકો છો. આ જાતિના લોકો પોતાના દુશ્મનના માથાના કલમ કરવા માટે જાણીતા છે. અહીંના ટેટુ, આદિવાસી ઘરેણાં અને ચહેરાંના પેન્ટિંગ જોવા જેવા હોય છે.

3. સમુદ્ર અને નદી વચ્ચે ડ્રાંઇવિંગ, કુંડપુરા, કર્ણાટક

રોડટ્રિપનાં શોખીનો માટે આ જગ્યા અચૂક જવાલાયક છે. અહીંયાનો રસ્તો એક બાજુ નદી અને એકબાજુ સમુદ્ર વચ્ચેથી પસાર થાય છે!

4. જુઓ સ્નો લેપર્ડ, કિબ્બર, સ્પીતી વેલી

વિશ્વમાં બહુ ઓછા જોવા માલ્ટા જાણવારોમાંના એક એવા સ્નો લેપર્ડને જોવા માટે સ્પીતી વેલી અચૂક જાઓ! આ ટ્રિપની શૌરાત કિબ્બરથી થાય છે પરંતુ તમારે ધીરજ રાખવી જરૂરી છે.

5. આસામમાં ચાખો વિશ્વનું સૌથી તીખું મરચું!

આસામના બહાદુર યોધ્ધાઓના નામ પરથી જેનું નામ રખાયું છે એવું ભૂત જોલોંકીયા મરચું એ વિશ્વનું સૌથી તીખું મરચું છે. અસાં, અરૂણચલ અને મણિપુરમાં આ મરચું જોવા મળે છે.

6. જેસલમેરના 12 મી સદીમાં બનેલા કિલ્લામાં રહો

1156 માં બનેલો રાજસ્થાનનો આ કિલ્લો એ બીજા નંબરનો સૌથી જૂનો કિલ્લો છે. કિલ્લાની અંદર જુના લોકો સિવાય હોટેલ્સ પણ છે. અહીંયા રાજવી ઠાઠનો અનુભવ કરો.

7. રિવર્સ વોટરફોલ, નાનેઘાટ, મહારાષ્ટ્ર

મુંબઈથી માત્ર 3 કલાકના અંતરે આવેલ આ ધોધની મુલાકાત ચોમાસામાં ચોક્કસ લો.

8. કાયાકિંગ સાથે ચમકતો સમુદ્ર જુઓ, હેવલોક

હેવલોક ટાપુ, અંડમાનમાં તમે નાઈટ કાયાકિંગ કરવાની સાથે બાયોલુમિનન્સની પ્રક્રિયાના કારણે ચમકતો સમુદ્ર જો શકો છો.

9. રાજસ્થાની થાળી, જયપુર, રાજસ્થાન

દળ બાટી, ચુરમા, કઢી, ગટ્ટાનું શાક, કચોરી વગેરે રાજસ્થાની ભોજનનો લાભ લેવાં માટે નીકળી પડે જયપુર!

10. મહેંદીપુર બાલાજી મંદિર, રાજસ્થાન

કાળો જાદુ, ભૂત પ્રેત અને ખરાબ આત્માઓ ને ભગાવવા માટે પ્રચલિત એવા હનુમાનજીના આ મંદિરની અવશ્ય મુલાકાત લો.

11. કાળા જાદુનું ગામ, મેયૉન્ગ, આસામ

ભૂત પ્રેત અને પિશાચોનું ઘર મનાતા આ ગામમાં લોકોના ગાયબ થવાની, લોકો જાનવર બનવાની વાર્તાઓ પ્રચલિત છે! કહેવાય છે કે અહીંયા આજે પણ માણસોની બાલી ચઢાવવામાં આવે છે.

12. સ્પેસશીપ જુઓ, ચંદ્રતળ, સ્પીતી વેલી

અહીંયા એવું કહેવાય છે કે પરીઓનું રાજ છે જે અહીંના મુસાફરો પાસેથી કશૂકને કશુંક ચોરી લે છે! ઉપરાંત સ્થાનીઓના મતે અહીંયા સ્પેસશીપ દેખાવાના પણ કિસ્સાઓ છે.

13. ટ્રી હાઉસ માં રહો, જીભી, તીર્થન વેલી

બાપલાંના સપનાને પૂરું કરવા મતે અહીંયા ટ્રી હાઉસમાં રહીને હોટ ચોકલેટ પીવાનો આનન્દ જરૂર માણો.

14. આકાશગંગાના દર્શન કરો, નાકો, કિન્નોર

આકાશદર્શનના શીખીનો મતે સ્પીતિની આ જગ્યા બેસ્ટ છે. કોઈ શાંત જગ્યા પસંદ કરીને ટેલિસ્કોપ લઈને બેસી જાઓ આકાશગંગાના દર્શન કરવા!

15. છંગનો સ્વાદ, સિક્કિમ

બજરમાંથી બનતા આ ડ્રિન્કમાં તિબેટી સ્વાદની અસર જોવા મળે છે. ગરમીની સીઝનમાં એને ઠંડુ કરીને પીવામાં આવે છે.

16. સર્ફન્ગ કરો, પોન્ડિચેરી

પોન્ડિચેરીમાં બીચ સરફિંગ કરવાનો આનંદ અનેરો છે.

17. જયપુરમાં ઝગમગતું આકાશ જુઓ!

મકરસંક્રાતિ પર જયપુર જરૂર જાઓ કારણકે અહીંયા આકાશમાં જાણે પતંગોનો મેળો જામે છે! નાહરગઢ કિલ્લાથી રત્ન સમયે લૅન્ટર્નને પણ જોવાની મજા છે.

18. હાઉસબોટની સવારી, કેરળ

કેરળના બેકવોટર્સમાં બેડરૂમ, લિવિંગરૂમ, બાથરૂમ કિચન વગેરેની સુવિધા સાથેની હાઉસ બોટની મુસાફરીનો મોકો જવા ન દેવાય! હનીમૂન એન્જોય કરવા માંટે પણ આ શ્રેષ્ઠ ઓપ્શન છે.

19. આંદામાનમાં સ્કૂબા ડાઇવિંગ કરો

આંદામાનના નીલ, હેવલોક અને પોર્ટ બ્લેર ટાપુઓ પર તમે સ્કૂબા ડાઇવિંગ કરી શકો છો. બેસ્ટ સકુવા ડાઇવિંગની મજા તમને નીલમ આવશે!

20. લેહના ફાર્મ સ્ટેનો અનુભવ

લેહના પયંગ અને ફેય ગામમાં તમે ફાર્મ સ્ટેનો અનુભવ કરી શકો છો. સ્થાનિક મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા આ ફાર્મ સ્ટે કોઈ હોટેલથી કમ નથી. અહીંયા તમને સંપૂર્ણ લદ્દાખી સંસ્કૃતિની ઝલક જોવા મળશે.

21. ભારતનું સૌથી ઉંચુ બરફનું થીજેલું સરોવર જુઓ, ગુરુદોગમાર, નોર્થ સિક્કિમ

17800 ફૂટની ઉંચાઈએ આવેલ આ સરોવર સુધી પહોંચવું સરળ નથી. સિક્કિમના જોખમી રસ્તાઓ પસાર કરીને અહીંયા પહોંચી શકાય છે. શિયાળામા આ સરોવર બિલકુલ જામી જાય છે ત્યારે અહીંયા કુદરતી સુંદરતા નિહાળવાનો અનુભવ બેસ્ટ છે. ભૂલીને પણ સરોવર પર ચાલવાનો પ્રયત્ન ન કરવો કારણકે એ જાનલેવા સાબિત થઇ શકે છે. ઉપરાંત આ સરોવરને પવિત્ર પણ ગણવામાં આવે છે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads