હવે પછી તમે જયારે હિમાચલના પહાડોમાં ફરી રહ્યા હો ત્યારે એવા ચાન્સીસ છે કે તમને HRTC ના હમીરપુર ડેપોની બસ ચલાવતી પહેલી લેડી ડ્રાઈવર મળી જાય!
નાનકડા હમીરપુર ગામની આ 21 વર્ષની છોકરી વુમન એમ્પાવરમેન્ટના ક્ષેત્રે અલગ જ મુકામ હાસિલ કરી ચુકી છે.

કેવી રીતે નેન્સીએ ગાડરિયા પ્રવાહની વિરુદ્ધમાં કશું કર્યું?
જયારે હેવી વિહિકલને નેન્સીએ ખુબ જ આત્મવિશ્વાસ પૂર્વક પહાડોમાં ચલાવી દેખાડ્યા ત્યારે લોકો દંગ થઇ ગયા હતા. નેનસે બે મહિના સુધી HRTC એટલે કે હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશનમાં તાલીમ લીધી છે અને 17 લોકોના ક્લાસમાં તેણી એકમાત્ર સ્ત્રી વિદ્યાર્થી રહી ચુકી છે.
નવયુવાન યુવતીઓ માટે અલગ જ રાહ દેખાડતી નેન્સી
બી કોમ ડિગ્રી ધરાવતી નેન્સીનું સપનું છે કે એ ભારતીય સેનામાં આર્મી ટ્રક ચલાવવા માટે જોડાય. "મેન ડોમિનેટેડ" ફિલ્ડમાં કામ કરવાનું પસંદ કરીને તેણી નવયુવાન યુવતીઓને એક નવો જ રસ્તો દેખાડી રહી છે.
