પેરિયાર નેશનલ પાર્ક એ દક્ષિણ ભારતના મુખ્ય નેશનલ પાર્કમાં આવે છે. પેરિયાર અને મુલાયર નદીઓ ઉપર 1895 માં ડેમ બન્યો હતો. 925 ચોરસ કિમીમાં ફેલાયેલા આ નેશનલ પાર્કમાં બાઈસન, સાંભાર, જંગલી સુવર લંગુર, હાથીઓ અને વાઘ જોવા મળે છે.
કેવું છે નેશનલ પાર્ક?
અહીંયા ઘણા રિસોર્ટ છે જે તમને નેશનલ પાર્કને નજીકથી જોવા માટેની સુવિધા પુરી પાડે છે પરંતુ અહીંયાનું મુખ્ય આકર્ષણ છે - બોટ સફારી. જંગલી જાનવરોને નજીકથી જોવાનો રોમાન્સ આ સફારી પૂરો પાડે છે.
પેરિયાર બોટ સફારી
મોટાભાગે માર્ચથી એપ્રિલ મહિનામાં આ બોટ સફારી એ નેશનલ પાર્કની સુંદરતાનો અનુભવ કરવા માટે શ્રેષ્ઠ છે. કેરળ પર્યટન વિભાગ દ્વારા આ 2 કલાકની બોટ સફારી પેરિયાર નેશનલ પાર્કના કૃત્રિમ સરોવર પર ચલાવવામાં આવે છે. જંગલી પ્રાણીઓ આ સરોવરના કિનારે પાણી પીવા આવે છે એને પણ આરામથી કેમેરામાં કેદ કરી શકાય છે! દાતાર, એગ્રેસ અને કિંગફિશર તથા ગરમીની ઋતુમાં અહીંયા ભારતીય ઓટ્ટાર પક્ષીઓને પણ જોઈ શકાય છે.
કેવી રીતે કરવું બુકીંગ?
આ લિંક પર ક્લિક કરીને ઓનલાઇન બુકીંગ થઇ શકે છે.
પાર્ક પર ડાયરેક્ટ પહોંચીને પણ બુકીંગ કરી શકાય છે. એક સફારી લગભગ 90 મિનિટ ચાલે છે.
સમય - 07 : 30 થી 09 : 30 , 11 - 15 થી 01 : 45 અને 03 : 30
કિંમત - મોટાઓ - 150 રૂપિયા અને બાળકો - 50 રૂપિયા
સૌથી સારો સમય
અહીંયા ફરવા માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરીનો સમય શ્રેષ્ઠ છે. પરંતુ હાથી અને હરણ જોવા માંગતા હો તો માર્ચ અને એપ્રિલનો સમય બેસ્ટ છે. પેરિયાર નેશનલ પાર્ક ચોમાસામાં પણ ખુલ્લો રહે છે.
કેવી રીતે પહોંચવું
વિમાનમાર્ગ - 140 કિમી દૂર મદુરાઈ એરપોર્ટ અને 146 કિમી દૂર કોચી એરપોર્ટ છે.
રેલમાર્ગ - 114 કિમી દૂર કોટ્ટાયમ સ્ટેશન છે જ્યાં કોચી, મુંબઈ અને બેંગ્લોરથી ટ્રેન આવે છે.
વાહનમાર્ગ - કોચી - 200 કિમી, કોટ્ટયમ - 117 કિમી અને મદુરે - 140 કિમી દૂર છે.
નજીકના રિસોર્ટ અને હોટેલ
સૌથી નજીકના કુમિલી નામના ગામમાં હોટેલ, હોમસ્ટે, દુકાન, એમ્પોરિયમ વગેરે બધું જ છે. કેરળ પર્યટન વિભાગની 3 હોટેલ અહીંયા ચાલે છે. લેક પેલેસ - દિવસના ૧૦૦૦૦ રૂ., અરણ્ય નિવાસ - દિવસના 3500 રૂ. અને પેરિયાર હાઉસ - દિવસના 2000 રૂ.
સ્પાઇસ વિલેજ - દિવસના 14000 રૂ.
ફોરેસ્ટ કાનોપી - દિવસના 9000 રૂ.
કેરાલી પેલેસ હોમસ્ટે - દિવસના 1500 રૂ. થી શરુ
પાર્કનો સમય - સવારે છ થી સાંજે સાત
પ્રવેશ ફી - મોટાઓ - 25 રૂ. અને બાળકો 5 રૂ.
આ નેશનલ પાર્કના ફરવાની તક એ વખત તો જરુરથી લો!
.