દરેક ભારતીય એકવાર તો વિદેશ અને તેમાંય સિંગાપુર જવાની જરુર ઇચ્છા રાખતો હશે. સિંગાપુરમા ફરવાની જગ્યાઓની કોઇ કમી નથી તો અમે કેટલાક મિત્રો સાથે મળીને એક લિસ્ટ તૈયાર કર્યું છે. આવો જોઇએ સિંગાપુરની ફરવાલાયક જગ્યાઓ.
1. ગાર્ડન્સ બાય ધ બે
સિંગાપુરની જાણીતી જગ્યાઓમાં ગાર્ડન્સ બાય ધ બેનો સમાવેશ થાય છે. રાતમાં અહીંની રોશની જોવા જેવી છે. મિત્રો સાથે ફરવા જાઓ તો અહીંનું સ્વાદિષ્ટ ખાવાનું જરુર ખાજો.
2. બોટનિક ગાર્ડન
જો તમે સિંગાપુરની ભીડભાડથી દૂર કોઇ શાંત જગ્યાએ જવા માંગો છો તો બોટનિક ગાર્ડન પરફેક્ટ છે. કુદરતી સુંદરતાની સાથે તમે પોતાના દોસ્તોની સાથે આ જગ્યાનો આનંદ લઇ શકો છો.
3. ચાઇનાટાઉન
નામ પરથી જ ખબર પડે છે કે અહીં ચીનની ઘણી જ પરંપરાગત ચીજો મળે છે. અહીં ચીનનું સૌથી પ્રાચીન મંદિર પણ છે. સાંજે ચાઇનાટાઉનો માહોલ ખીલી ઉઠે છે.
4. પંગગોલ વોટરવે પાર્ક
સિગાપુરની મનમોહક જગ્યા છે પંગગોલ વૉટરવે પાર્ક. લીલાછમ વૃક્ષોની વચ્ચે બનેલા આ વૉટરપાર્કની અસીમ સુંદરતા જોવાલાયક છે. જો તમે સિગાપુર જાઓ તો આ જગ્યાઓ જરુર જજો.
5. સિંગાપુર ફ્લાયર
સિંગાપુર ફ્લાયર એશિયાનું સૌથી મોટુ જાયન્ટ વ્હીલ છે. તેની ઊંચાઇ લગભગ 165 મીટર છે. અહીંથી તમે આખા સિંગાપુરને જોઇ શકો છો. સૂર્યાસ્તનો નજારો આ વ્હીલ સિવાય બીજે ક્યાંયથી જોવા નહીં મળે.
6. સિંગાપુર ઝૂ
પ્રાણી સંગ્રહાલય એવી જગ્યા છે જ્યાં તમે પોતાના પરિવારની સાથે જઇ શકો છો અને દોસ્તોની સાથે પણ. સિંગાપુર ઝૂમાં એવા ગણાં પ્રાણીઓ જોવા મળશે જે તમે બીજે ક્યાંય જોયા નહીં હોય. ખાતરી રાખો સિંગાપુરના પ્રાણી સંગ્રહાલય જોયા પછી તમે આશ્ચર્યથી ગરકાવ થઇ જશો.
7. યૂનિવર્સલ સ્ટુડિયોઝ
સિંગાપુરનો યૂનિવર્સલ સ્ટુડિયોઝ તમને રોમાંચથી ભરી દેશે. જો તમે હોલીવુડ મુવીઝના શોખીન છો તો તમને આ જગ્યા ઘણી જ પસંદ આવશે. સૈનટોસા આઇલેન્ડ પર સ્થિત યૂનિવર્સલ સ્ટુડિયોઝ તમારો દિવસ બનાવી દેશે.
8. ચંગી બીચ
સિંગાપુરમાં એક બીચ પાર્ક પણ છે જેને ચંગી બીચના નામથી ઓળખવામાં આવે છે. 28 હેક્ટરમાં ફેલાયેલા આ પાર્કથી સમુદ્રની સુંદરતા નિહાળી શકાય છે. સનસેટ જોયા પછી તમે અહીં રાતમાં કેમ્પિંગ પણ કરી શકો છો. કેમ્પિંગ કરવાની ખરી મજા તો દોસ્તોની સાથે જ આવે છે. અહીં સીફૂડ પણ મળે છે. જેનો ટેસ્ટ તમે કરી શકો છો.
9. આર્ચર રોડ
સિંગાપુરમાં શોપિંગ કરવા માટે આર્ચર રોડ બેસ્ટ છે. શોપિંગ કરો કે ન કરો તમે અહીંની ચમકમાં તમે ખોવાઇ જશો.
10. ચંગી મ્યૂઝિયમ
આ મ્યૂઝિયમ બીજા વિશ્વ યુદ્ધના પીડિતોની કહાની વ્યક્ત કરે છે. તે સમયના પત્રો અને તસવીરો તમને અહીં જોવા મળશે.
11. હાજી લેન
પગે ચાલીને તમારે સિંગાપુરની પ્રસિદ્ધ જગ્યા હાજી લેન જરુર જવું જોઇએ. અહીં દિવાલો પરના ચિત્રો અને પેઇન્ટિંગ્ઝ જોઇને તમે ખુશ થઇ જશો. દોસ્તો સાથે સેલ્ફી લો.
12. લિટલ ઇન્ડિયા
સિંગાપુરમાં ભારત જોવું હોય તો લિટલ ઇન્ડિયા પહોંચી જાઓ. સિંગાપુરના આ સૌથી ફેવરિટ પ્લેસમાંનું એક છે. અહીં મંદિર જોઇ શકાય છે, હેરિટેજ વોક કરી શકાય છે. મુસ્તફા સેન્ટર પણ જઇ શકાય છે.
13. સેનટોસા આઇલેન્ડ
સિંગાપુરનો આ આઇલેન્ડ ઘણો જ સુંદર છે. આ આઇલેન્ડ 3 આર્ટિફિશિયલ બીચમાં વહેંચાયેલો છે. પલાવન બીચ, સિલોસો બીચ અને તંજોગ બીચ. તમે આ દરિયા કિનારે દોસ્તોની સાથે મસ્તી કરી શકો છો.
14. એસઇએ એક્વેરિયમ
સમુદ્રની અંદરની દુનિયા અલગ જ હોય છે. સિંગાપુરમાં પાણીમાં ગયા વગર તમે આ દુનિયાનો અનુભવ કરી શકો છો. સેનટોસા આઇલેન્ડ પર પાણીની નીચે રિસોર્ટ બનેલો છે. જેની ઉપર તમને સમુદ્રી દુનિયા જોવા મળશે. ચારેબાજુ સમુદ્રી જીવ જોવા મળે છે.
15. મસ્જિદ સુલતાન
સિંગાપુરમાં ઘણી ઐતિસાહિક જગ્યાઓ પણ છે. તેમાંની એક છે મસ્જિદ સુલતાન. આ મસ્જિદ આર્કિટેક્ચરનો બેજોડ નમુનો છે. કહેવાય છે કે 1824માં આ મસ્જિદને બનાવાઇ હતી.
16. નાઇટ સફારી
સિંગાપુરમાં તમે દોસ્તોની સાથે મજા કરવા નાઇટ સફારીનો અનુભવ લઇ શકાય છે. નાઇટ ઝૂમાં તમે વાઇલ્ડલાઇફ કલ્ચરનો અનુભવ લઇ શકો છો. આ જગ્યા તમને ઘણી જ પસંદ આવશે.
17. સિંગાપુર કેબલ કાર
સિંગાપુરનો આ રોપ-વે તમારી યાત્રાને શાનદાર બનાવી દેશે. અહીંથી તમને સિંગાપુરનો સુંદર નજારો જોવા મળશે. તો દોસ્તો સાથે કરો રોપ-વે ની મુસાફરી.
18. પુલાઉ ઉબિન
સિંગાપુરના ઉત્તરપૂર્વ કિનારે પુલાઉ ઉબિન આવેલું છે. જો તમારે શાંતિ જોઇતી હોય તો આ એક પરફેક્ટ જગ્યા છે. અહીં સિંગાપુરના કલ્ચરનો અનુભવ લઇ શકો છો.
19. શ્રી મરિઅમ્મન મંદિર
સિંગાપુરમાં દ્રવિડ શૈલીનું શ્રી મરિઅમ્મન મંદિર ફક્ત ભારતીયો માટે જ નહીં દુનિયાભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં આવો તો આ મંદિરને એકવાર એક્સપ્લોર જરુર કરજો.
20. જુરોંગ બર્ડ પાર્ક
જો તમે પક્ષી પ્રેમી છો તો સિંગાપુર જુરોંગ બર્ડ પાર્ક તમને જરુર પસંદ આવશે. તમને અહીં એવા પક્ષીઓ જોવા મળશે જે પહેલા તમે ક્યારેય જોયા નહીં હોય.
આ જગ્યાઓ વિશે જાણીને તમે અત્યાર સુધી સમજી ગયા હશો કો સિંગાપુર કેટલી સુંદર જગ્યા છે. અહીં જોવા માટે સમય કાઢીને આવવું જોઇએ. જ્યારે પણ તક મળે સિંગાપુરનો પ્લાન અચુક બનાવો.
સિંગાપુર ટૂરિઝમ બોર્ડના સૌજન્યથી