પહાડોની સાત મોટી રેન્જ ભારતમાં આવેલી છે. એટલા માટે દુનિયાભરના પર્વતારોહકોને ભારત આકર્ષિત કરે છે. પછી વાત હોય હિમાલયના પહાડોની કે પૂર્વોતરના પહાડોની, ભારત આ મામલે ધનવાન છે. આજ પહાડો રખડનારાઓ, એડવેન્ચર પ્રેમીઓ અને બીજા યાત્રીઓને દરવર્ષે પોતાની તરફ આકર્ષિત કરે છે. અત્યારે સંજોગો એવા છે કે તમે આ સુંદર જગ્યાઓનો આનંદ નથી લઇ શકતા પરંતુ જાણકારી એકઠી કરીને જરુર રાખો. તમારુ ટ્રાવેલ લિસ્ટ અપડેટ કરી લો.
આ છે ભારતના 20 હિલ સ્ટેશન, જે આપને એક સાચા પહાડપ્રેમી બનાવી દેશે.
શ્રીનગર
જમ્મૂ-કાશ્મીર ગરમીઓમાં ફરવા માટે સૌથી ઉમદા ટૂરિસ્ટ સ્પોટ છે. સુંદર સરોવરો, તેમાં તરતા શિકારા અને સામે આવતા બરફમાં શરમાતા પહાડો, ઉત્તર ભારતમાં કાશ્મીરનું કંઇક આવુ જ વર્ણન થઇ શકે છે.
નૈનીતાલ
ઉત્તરાખંડના પહાડો પર સ્થિત નૈનીતાલ ભારતના સૌથી સુંદર હિલ સ્ટેશનમાંનું એક છે. પોતાની ઊંડી ખીણો અને નૈની લેકના કારણે તે હંમેશા ટૂરિસ્ટોનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.
મનાલી
હિમાચલના મનાલીમાં ફરવા માટે ઘણી જગ્યાઓ છે. સ્કીઇંગ, સ્નો બાઇકિંગ જેવી અનેક રમતો તમે અહીં અજમાવી શકો છો. એક હિડિમ્બા મંદિર છે અને એક મનુ મંદિર, બન્ને મંદિર ખાસ છે. તિબ્બતી મઠમાં થોડોક સમય આરામ કરો, સોલાંગ ખીણ અને રોહતાંગ પાસ પણ ફરવા નીકળી શકો છો.
શિમલા
પહેલા આને સિમલા અને હવે શિમલા બોલાય છે. ઠંડુ વાતાવરણ, લીલા પહાડમાં વીંટળાયેલુ શિમલા વાંરવાર આવો કહીને બોલાવે છે. ક્રાઇસ્ટ ચર્ચની તે ચમકતી બારીઓ આજે લોકો માટે લેન્ડમાર્ક પણ થઇ ગઇ છે. વાઇસેરેગલ લૉજમાં રોકાવાનો પ્લાન બનાવો, ટિકિટ પહેલા બુક થઇ જાય છે. આ સાથે જ અનેક પહાડો પર પણ ફરવાનો પ્લાન બનાવી શકો છો.
ઉટી
ઉટીને દક્ષિણ ભારતમાં ઉટાકામંડલમ કહેવામાં આવે છે. ગરમીની ઋતુમાં જ્યારે દક્ષિણ ભારત તપી રહ્યું હોય છે તો આ જગ્યા ઘણાં લોકોનું આરામઘર બને છે. ઉટીનું બોટેનિકલ ગાર્ડન ફરવાલાયક જગ્યા છે, જેને ન જોવો તક ગુમાવવા બરાબર છે. નીલગિરી પહાડો પર ડોડાબેટ્ટા ટ્રેક ઘણો જ ગજબ હોય છે. ઉટી સરોવર પર બોટિંગ માટે જઇ શકો છો. મોટા પહાડો, ઉંડી ખીણો અને ગાઢ જંગલો, કોઇપણ ટ્રિપને ગુલઝાર કરી દે છે.
તવાંગ
પોતાના એડવેન્ચરના શોખને પૂરો કરવા માટે કે પછી શાંતિની ખોજમાં લોકો અહીં પહોંચી જ જાય છે. કેંપિંગ પણ કરવા માટે આ જગ્યા શ્રેષ્ઠ છે. ગુવાહાટીથી લગભગ 100 કિ.મી. દૂર છે આ જગ્યા જે આને ઘણાં ટુરિસ્ટ આપે છે. અહીં આ જગ્યા શોંગા-સેર સરોવર એક ભૂકંપના કારણે બન્યું છે. તમે આ ઉપરાંત, પાગંગ સરોવર પર પણ ફોટોગ્રાફી કરીને નીકળી શકો છો. છઠ્ઠા દલાઇ લામાનો જન્મ પણ તવાંગમાં જ થયો હતો.
ચિખલદરા
અહીં પહોંચવા માટે તમારે અમરાવતી આવવું પડશે. અમરાવતીથી તમને કિચકદારી, શક્કર સરોવર, ગાવિલઘર કિલ્લો, વાઇલ્ડલાઇફ મ્યૂઝિયમ, વાઇલ્ડલાઇફ સેન્ચૂરી જેવી જગ્યા માટે બસ મળી જશે. આ અમરાવતીથી 100 અને મુંબઇથી 750 કિ.મી. દૂર છે.
યેલાગિરી ફાર્મ હાઉસ
તવાંગ કે લેહની જેમ આ હિલ સ્ટેશન પણ હરિયાળીથી ભરેલુ છે. ઉટી જેટલુ નહીં પરંતુ છતાં પણ પ્રસિદ્ધ હિલ સ્ટેશનોમાં આવે છે. અહીં આવો તો પુંગાનુર સરોવર અને પાર્ક જરુર ફરવા આવો.
શિમોગા
પશ્ચિમના ઘાટોમાં ઘણું જ ચર્ચિત નામ છે શિમોગાનું. પોતાના અંગતની સાથે કેટલીક પળો વિતાવવા માટે અહીં જવાનો વિકલ્પ ઘણો સારો છે. નજીકમાં જોગનો ધોધ છે. અને આ જાણીતા ધોધની પાસે જ સૌથી ઉંચું કોદાચરી શિખર છે. પરંતુ આ સાથે જ અહીંના મંદિર અને ગુફાઓ રખડવાનું કેન્દ્ર બિંદુ પણ છે.
હાફલાંગ
ભારતનું અનમોલ હિલ સ્ટેશન છે. અહીંની આકર્ષક જગ્યાઓંમાંનું એક છે હાફલોંગ તળાવ. અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ છે ગુવાહાટી અને દીમાપુરનું. પરંતુ જો તમે ટ્રેનથી આવવા માંગો છો તો દીમાપુર કે લુમડિંગ ઉતરી જાઓ.
પેલ્લિંગ
સિક્કિમની રાજધાની છે ગંગટોક, જે પોતે એક સુંદર હિલ સ્ટેશન છે. પરંતુ ટ્રાવેલિંગનો કિડો દરેક વખતે કંઇક નવું ઇચ્છે છે. તો આ કીડો પેલ્લિંગ આવીને શાંત થઇ જાય છે. ફોટોગ્રાફી માટે મસ્ત, ટ્રેકિંગ માટે જબરજસ્ત પેલ્લિંગ હિલ હિલ સ્ટેશન કંચનજંઘા પર્વતશ્રેણીમાં આવે છે. અન્ય આકર્ષક જગ્યાઓમાં તમે ચાંગી અને કંચનજંગા ધોધ અને પેમાયાંગસે મઠ જોવાનો પ્લાન બનાવી શકો છો.
ઇદુક્કી
દક્ષિણ ભારતના કેટલાક પસંદગીના હિલ સ્ટેશનોમાં આનું નામ આવે છે. કેટલાક દિવસો પછી આનું નામ પણ તમને મોંઢે ચડશે. જો કે અહીંના જંગલી જાનવરોથી બચીને ચાલજો. ક્યાંક તમને દેખાશે હાલતા-ડોલતા મસ્તીમાં ઝુમતા હાથી, તો વાઘ અને શિયાળ. અને હાં, આ બધાની વચ્ચે તમે અહીંના લેક અને ડેમ જોવાનું ન ભૂલતા.
શિલોંગ
મેઘાલયના શિલોંગમાં વસેલુ ખાસી હિલ સ્ટેશન ઘણું જ લોભામણું છે. વાદળોનું બીજુ ઘર પણ કહેવાય છે. ભારતમાં પ્રસિદ્ધ આ હિલ સ્ટેશન પર તમને સેંકડો વિદેશીઓની ભીડ પણ મળી જશે. તેઓ આને પૂર્વનું સ્કોટલેન્ડ પણ કહે છે. પારંપરિક સંગીત, રૉક મ્યૂઝિક, લોકલ પબ, લઝીઝ મસાલેદાર ખાવાનું અહીંની વિશેષતા છે.
પહેલગામ
જમ્મૂ અને કાશ્મીરમાં આવેલી આ જગ્યા સમુદ્રની સપાટીએથી 7200 ફૂટની ઊંચાઇ પર સ્થિત છે પહેલગામ. સ્વર્ગ અને હકીકત અહીં એક સાથે એકબીજાની બાહોમાં રહે છે. બૉલીવુડ ફિલ્મોનું શૂટિંગ અહીં થાય છે.
મુન્નાર
ભગવાન અહીં સાક્ષાત વસે છે. અહીંની તસવીરોને ઘણીવાર મોટા ફોટોગ્રાફરોના ઇન્સ્ટા પેજ પર ખુબ લાઇક મળે છે. શાંત, પહાડોથી ઘેરાયેલી આ સુંદર જગ્યા પર ઘણાં ચા અને કોફીના બગીચાઓ જોવા મળે છે.
ડેલહાઉસી
પોતાની પ્રેમિકાને મનાવવી હોય તો ધીમેથી તેને ડેલહાઉસીની ટિકિટ બતાવી દેજો, પછી જે સ્માઇલ આવશે ચહેરા પર તે સાચે જ અનમોલ છે. આ જગ્યા હિમાચલની પોપ્યુલર જગ્યાઓમાંની એક છે. કેટલાક હિંદુ મંદિરો છે અહીં અને કેટલાક સ્કોટિશ અને વિક્ટોરિયન વાસ્તુકળાના બંગલા અને ચર્ચ, જેને જોવાનો પ્લાન અધૂરો છોડવો મૂર્ખામી હશે. કાલાટોપ, પંજકુલા, ખજ્જર અને કારલાનુ ફરવા જાઓ. આ સાથે જ તમે લોહાલી ગામને બિલકુલ ન છોડતા, તે અહીંની શાન છે.
ગુલમર્ગ
ગુલમર્ગનો અર્થ છે ફુલોનું ઘાસ. પર્યટકો માટે ટોપ સ્કીઇંગની જગ્યા છે આ. અહીં તમે દુનિયાની સૌથી લાંબી કેબલ કારનો આનંદ લો. જો તમારી આંખો ડેઝી, બ્લૂબેરી અને આવી જ નાજુક ફૂલોનો રસ લેવા માંગો છો તો ગુલમર્ગ એકદમ યોગ્ય જગ્યા છે.
ચંબા
ચંબા ખીણ હિમાચલના સૌથી રહસ્યમયી હિલ સ્ટેશનોમાંની એક છે. ચંબા ભારતની એ ખીણોમાંની એક છે જ્યાં તમે પહાડોના શાનદાર દ્રશ્યો જોવા આવે છે. અહીં આવવા પર તમે અખંડ ચંડી પેલેસ અને રંગમહેલ જરુર જાઓ. ચામુંડા દેવી મંદિર અને ચંપાવતી મંદિર પણ બહુ દૂર નથી.