19 વર્ષના આ છોકરાએ 50 હજાર કિ.મી. હિચહાઇકિંગ કરીને કંઇક આ રીતે ફરી નાંખી આખી દુનિયા

Tripoto
Photo of 19 વર્ષના આ છોકરાએ 50 હજાર કિ.મી. હિચહાઇકિંગ કરીને કંઇક આ રીતે ફરી નાંખી આખી દુનિયા 1/9 by Paurav Joshi

રખડુ બનવાનું સહેલુ નથી હોતું. મારી પાસે એક આવા જ રખડુની સ્ટોરી છે જે બિહારના એક નાનકડા ગામ મુંગેરથી નીકળીને 3 વર્ષ સુધી અલગ-અલગ ખંડોમાં 30 દેશો અને 50 હજાર કિ.મી. હિચહાઇકિંગ કરી ચૂક્યો છે.

Photo of 19 વર્ષના આ છોકરાએ 50 હજાર કિ.મી. હિચહાઇકિંગ કરીને કંઇક આ રીતે ફરી નાંખી આખી દુનિયા 2/9 by Paurav Joshi
ક્રેડિટઃ નોમેડ શુભમ

તે પોતાને નોમેડ શુભમ કહે છે. શુભમ માટે આખી દુનિયા જ તેનું ઘર છે. 17 વર્ષની ઉંમરમાં જ્યારે લાખો વિદ્યાર્થી કોટામાં જેઇઇ મેન્સની એગ્ઝામ માટે તૈયારી કરી રહ્યા હતા ત્યારે શુભમે પોતાનું ઝનુન પુરુ કરવા માટે એક પગલુ ભર્યું. પહેલા એણે એવું વિચાર્યું હતુ કે પહેલા પાયલોટ કે એન્જિનિયર બની જાઉં પછી ફરવા જઇશ.

આની પ્રેરણાઃ

સપ્ટેમ્બર 2017માં શુભમના રુંવાડા ઉભા થઇ ગયા જ્યારે તે વરુણ વાગીશનો વીડિયો જોઇ રહ્યો હતો. ત્યારે તેણે પોતાની જાતને કહ્યું કે હું પણ આ કરી શકું છું. બાકીનો ઇતિહાસ છે.

પ્રારંભિક યાત્રાઓઃ

Photo of 19 વર્ષના આ છોકરાએ 50 હજાર કિ.મી. હિચહાઇકિંગ કરીને કંઇક આ રીતે ફરી નાંખી આખી દુનિયા 3/9 by Paurav Joshi
ક્રેડિટઃ નોમેડ શુભમ

શુભમે પોતાની ઘણી જ ઓછી બચત અને આવકની સાથે રાજસ્થાનના જયપુર, જેસલમેર, બીકાનેર, પુષ્કર, શિમલા, સ્પીતિ અને લદ્દાખની યાત્રા કરી.

રશિયા

Photo of 19 વર્ષના આ છોકરાએ 50 હજાર કિ.મી. હિચહાઇકિંગ કરીને કંઇક આ રીતે ફરી નાંખી આખી દુનિયા 4/9 by Paurav Joshi
ફોરેનર્સ સાથે હિચહાઇકિંગ

ફોરેનર્સની સાથે હિચહાઇકિંગ

17 વર્ષની ઉંમરમાં શુભમે પહેલીવાર 4 સપ્તાહ માટે રશિયા અને કઝાકિસ્તાનમાં પોતાની પહેલી ઇન્ટરનેશનલ યાત્રા કરી. તેમાં ફ્લાઇટના 16 હજાર રુપિયા, વીઝાના 2 હજાર, રોજનો ખર્ચ 5 હજાર રુપિયાનો ખર્ચ આવ્યો. તેમણે પોતાની પહેલી વિદેશ યાત્રામાં 7 હજાર કિ.મી.નું હિચહાઇકિંગ (જમીની યાત્રા) કરી.

દક્ષિણ પૂર્વી એશિયા

ત્યાર બાદ શુભમે દક્ષિણ પૂર્વી એશિયાના મલેશિયા, થાઇલેન્ડ, લાઓસ, કમ્બોડિયા, મ્યાંનમાર, લાઓસ અને ચીન માટે પોતાની 7 મહિનાની જમીની યાત્રા શરુ કરી. જેમાં દરરોજ 400 રુપિયાનો ખર્ચ આવે છે.

મધ્ય એશિયા

સંપૂર્ણ રીતે રખડુ બન્યા બાદ તેમનું આગળુ ડેસ્ટિનેશન ચીન, મંગોલિયા અને રશિયા હતું. ત્યાર બાદ તેણે કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ફરીથી કઝાકિસ્તાન, રશિયા અને અઝરબૈઝાનની લાંબી જમીની યાત્રા કરી.

ઓમ્યાકોન

સૌથી પહેલા શુભમે ભારતથી સાઉથ આફ્રિકા માટે હિચહાઇકિંગનો પ્લાન બનાવ્યો પરંતુ જ્યારે તેણે દુનિયાની સૌથી ઠંડી જગ્યા ઓમ્યાકોનની ડોક્યુમેન્ટ્રી જોઇ તો પોતાના એડવેન્ચરને વધારતા ઉઝબેકિસ્તાનથી પોતાની યાત્રાને 20 હજાર કિ.મી. પાછળ ધકેલી દીધી.

કોરોનાની મહામારી જ્યારે ધીમી થઇ તો તેણે તુર્કી જવા માટે પરમિશન મળી ગઇ. જ્યાંથી તે સર્બિયા, તંઝાનિયા, કેન્યા, દુબઇ અને ભારત ગયો. ત્યાર બાદ તે ઇરાક, યુક્રેન, ઇથિયોપિયા, સૂડાન, કિર્ગિસ્તાન, યુક્રેન, અફગાનિસ્તાન અને સીરિયાથી આગળ વધીને સર્બિયામાં ઉતર તરફ ગયો.

ફરવા માટે પૈસાઃ

સામાન્ય રીતે આ સવાલનો સૌથી સરળ ઉત્તર છે ફરવા માટે વધુ પૈસાની જરુરીયાત નથી. આના માટે સારી રીતે મેનેજમેન્ટની જરુરીયાત છે. શરુઆતમાં, તેણે માતા-પિતાના પૈસાના મોટા ભાગને બચાવ્યો અને પછીથી કમાણીના ઘણાં રસ્તા અપનાવ્યા.

- કોટામાં ટ્યૂશન કર્યું જેને બાદમાં સ્કાઇપ કક્ષાઓમાં બદલી નાંખ્યુ

- હૉટલ્જ ડૉટ કોમ પર હૉસ્ટેલની સમીક્ષા કરીને 250 ડૉલરથી વધુની કમાણી કરી

- બુકિંગ ડૉટ કૉમથી રેફરલ

- વર્લ્ડપેકર્સ માધ્યમમાં વૉલયંટરિંગ જેમાં ખાવા અને રહેવાના બદલે હોટલમાં કામ કર્યું.

ખર્ચમાં ઘટાડોઃ

- કાઉચસર્ફિંગથી લોકલ લોકોની સાથે રહેવું

- હિચહાઇકિંગ

- જમીનના રસ્તે યાત્રા કરવી, ઘણું જ જરુરી હોય ત્યારે જ ફ્લાઇટ્સ લેવી

- હૉસ્ટેલમાં રહેવું અને ભોજન બનાવવું

Photo of 19 વર્ષના આ છોકરાએ 50 હજાર કિ.મી. હિચહાઇકિંગ કરીને કંઇક આ રીતે ફરી નાંખી આખી દુનિયા 5/9 by Paurav Joshi

14 મહિના સુધી ફરવાનો ખર્ચ ફક્ત 1.6 લાખ હતોઃ

- 60 હજાર વીઝા માટે

- 80 હજાર રોજના ખર્ચા માટે

- ફ્લાઇટ્સ માટે 20 હજાર

- દરરોજ 400 રુપિયા ખર્ચ આવ્યો, આનાથી થોડુક જ વધારે અમે ભારતમાં દરરોજ ખર્ચ કરી નાંખીએ છીએ

શુભમ ટૂરિસ્ટની જેમ નહીં પરંતુ એક અસલી રખડુની જેમ યાત્રાઓ કરે છે. તે ટૂરિઝમવાળી જગ્યાઓ પર ખર્ચ નથી કરતો. ક્યાંય પણ ટેન્ટ લગાવી દે છે.

Photo of 19 વર્ષના આ છોકરાએ 50 હજાર કિ.મી. હિચહાઇકિંગ કરીને કંઇક આ રીતે ફરી નાંખી આખી દુનિયા 6/9 by Paurav Joshi

એક વર્ષની બેહિસાબ યાત્રા કર્યા બાદ 2019માં પોતાના રેડમી ફોન પર બ્લોગ બનાવીને યૂટ્યૂબ પર નાંખવાનું શરુ કરી દિધું. ધીમે-ધીમે તેના 10 હજાર સબ્સ્ક્રાઇબર થઇ ગયા. સાઇબેરિયાન યાત્રા પછી આ આંકડો 1 લાખનો થઇ ગયો.

Photo of 19 વર્ષના આ છોકરાએ 50 હજાર કિ.મી. હિચહાઇકિંગ કરીને કંઇક આ રીતે ફરી નાંખી આખી દુનિયા 7/9 by Paurav Joshi

શુભમને સારી રીતે ઓળખોઃ

અત્યાર સુધીની યાત્રામાં તમારા માટે સૌથી સારી જગ્યા કઇ છે?

મ્યાનમાર અને સખા ગણરાજય યકુટિયા પ્રેમાળ લોકોથી ભરેલી સારી જગ્યા

સૌથી સારી અને સૌથી ખરાબ ડિશ જે તમે અનુભવ કર્યો અને ક્યાંની છે?

મને સૌથી વધુ ઇથિયોપિયાઇ ડિશ પસંદ છે અને ખાવાની રીત- 1 પ્લેટમાં 4 લોકો

શું તમે ક્યારેય તમારી યાત્રામાં કોઇ ખરાબ સ્થિતિનો સામનો કર્યો છે?

આ 3 વર્ષોની યાત્રામાં ફક્ત બે વાર એવું થયું છે, એક મ્યાનમારમાં-મારો ટેન્ટ લોકલ લોકોએ છિનવી લીધો અને ફેંકી લીધો. બીજુ થાઇલેન્ડમાં હિચહાઇકિંગ દરમિયાન એક ડ્રાઇવરના કારણે ઉત્પીડનનો સામનો કર્યો.

યાત્રા ઉપરાંત, તમાર શોખ કયા-કયા છે?

હંમેશા ગૂગલ પર અલગ-અલગ જગ્યાઓ અંગે સર્ચ કરવાનું, ચેસ રમવું અને ખાવાનું બનાવવું

તમારુ ભવિષ્યનું પ્લાનિંગ શું છે?

મેં દક્ષિણ અમેરિકા માટે 5-6 મહિના ફરવાની યોજના બની રાખી છે. જેમાં આફ્રિકા, સોમાલિયા અને જિબૂતી છે. આ ઉપરાંત, મૉરિટાનિયા, નામીબિયા અને જામ્બિયા પણ મારા બકેટ લિસ્ટમાં છે.

એક છોકરી માટે તમારી જેમ સોલો ટ્રાવેલ કરવાનું કેટલું સરળ છે?

હું ઘણી સોલો ટ્રાવેલ કરનારી છોકરીઓને મળ્યો. તેમાંથી એક કિર્ગિસ્તાનની દાનિયા હતી, એક જર્મન છોકરીએ એક ઘાડા પર આખા મંગોલિયાની યાત્રા કરી. એકવાર લૂંટાયા પછી પણ તેણે હાર ન માની. એક ગરીમા બક્ક્ષી છે જે હરિયાણાની એક બ્લોગર છે. તે ફક્ત 20 વર્ષની છોકરી છે અને હાલ સૂડાનમાં છે.

Photo of 19 વર્ષના આ છોકરાએ 50 હજાર કિ.મી. હિચહાઇકિંગ કરીને કંઇક આ રીતે ફરી નાંખી આખી દુનિયા 8/9 by Paurav Joshi

આ આખી યાત્રામાંથી તમે શું પાઠ શિખ્યા છો?

ઘણું બધુ શિખ્યો છું. લોકોનો એક નવો દ્રષ્ટિકોણ મળ્યો છે. તે દરેક જગ્યાએ એક જેવા છે. તેમને પર્સનલી મળવા પર નેગેટિવિટી જતી રહે છે જે આપણે આપણા મગજમાં સેટ કરી શકીએ છીએ.

તમે તમારા મા-બાપને કેવીરીતે સમજાવ્યા?

દરેક ભારતીય માતા-પિતાની જેમ મારા પેરન્ટ્સ પણ ઘણું જ વિચારતા હતા. મેં તેમને ધીમે-ધીમે સમજાવવાની કોશિશ કરી. જ્યારે તે રશિયાની મારી પહેલી યાત્રા સાથે સહમત ન થયા તો મેં તેમને વિશ્વાસમાં લેવા માટે વરુણ વાગીશનો વીડિયો બતાવ્યો.

શું તમે સોલો ટ્રાવેલર્સને કંઇક સલાહ આપવા માંગશો?

યાત્રા કરવાનું ઘણીવાર મોંઘુ તો ઘણીવાર સસ્તુ હોય છે. મને લાગે છે કે આ યાત્રા કરવાની સૌથી સારી રીત છે. સર્તક રહો, વાંચો અને તૈયાર રહો. જ્યાં પણ શક્ય હોય કાઉચસર્ફિગ અને હિચહાઇકિંગનો વિકલ્પ પસંદ કરો અને રસ્તામાં કોઇપણ પરિસ્થિતિનો સામનો કરો. 

Photo of 19 વર્ષના આ છોકરાએ 50 હજાર કિ.મી. હિચહાઇકિંગ કરીને કંઇક આ રીતે ફરી નાંખી આખી દુનિયા 9/9 by Paurav Joshi

તેમની સાથે વાત કરતી વખતે સમજમાં આવે છે કે તે કેટલા વિનમ્ર છે. તેમણે દરેક ચીજનો વિસ્તારપૂર્વક અને પૂરા ઉત્સાહની સાથે જવાબ આપ્યો. તે આ સદીના ઇબ્ન બતૂતા અને ખુલ્લા વિચારોવાળા વ્યક્તિ છે. તે કંઇપણ ઇચ્છે છે અને આઝાદીથી વાત કરે છે. તેમની યાત્રા કરવાની રીત વાસ્તવમાં બધા માટે પ્રેરણાથી કમ નથી. 

તેમની સાથે સોશ્યલ મીડિયાથી જોડાઓ:

ફેસબુકઃ નોમેડ શુભમ

ઇન્સ્ટાગ્રામઃ નોમેડ શુભમ

યૂટ્યૂબઃ નોમેડ શુભમ

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads