જેવા જ વાળ સફેદ થવા માંડે એટલે લોકો પથારી પકડીને બેસી જાય છે એવા સમયમાં મુંબઈના 70 વર્ષના મહિલા, મહર મુરના 18 પાસપોર્ટમાં 180 દેશના થપ્પા લાગી ચૂક્યા છે! છેલ્લા 50 વર્ષોની તેમની મુસાફરીની વાર્તાઓ ઘણી જ રોમાંચક છે.
શરૂઆત
1965 માં 20 વરસની મહર મૂરે ફરવાને જ પોતાનું જીવન બનાવી લેવાનું નક્કી કરી લીધું હતું. 7 વર્ષ એર ઈન્ડિયામાં ફ્લાઇટ અટેન્ડન્ટની નોકરી કર્યા પછી એમને સીનિયર ટુરિઝમ ઓફિસિયલ બનાવવામાં આવ્યા હતા. નોકરી કરતાં કરતાં એમણે ઘણી જ જગ્યાઓએ ફરવાનો મોકો મળ્યો. જે ઉમરમાં મહિલાઓ બાળકોની જવાબદારીમાં લાગી જાય છે એ ઉમરમાં મહરએ પોતાના સપનાંને પહેલું પ્રાધાન્ય આપ્યું.
કેટલી વાર તો લોકો એમને પૂછે છે કે એવો કોઈ દેશ છે જે તેમણે નથી ફર્યો! બોબો, દાયલસો, ન્યુ કેલએડોનિયા એવા કેટલાય ન સાંભળેલા દેશી એ ફર્યા છે. લોકો અમેરિકા અને યુરોપ જવાન સપના જોતાં હોય ત્યારે આ પારસી સ્ત્રી કોંગોના પિગમી કે પછી પ્રશાંત મહાસાગરના ઈસ્ટર આઇલેંડ પણ ફરી રહી હતી.
જો તમને લાગતું હોય કે મહર માત્ર એમની નોકરીના કારણે આટલું ફરી શકી તો એ વાત ખોટી છે. એમણે બચત કરીને રજાઓ લઈને પણ પ્રવાસો કર્યા છે. 6 મહિનામાં આફ્રિકા ફરવા સિવાય એશિયાના મારકો પોલો રુટ પર પણ તેઓ ફર્યા છે.
આવા જ કોઈ પ્રવાસ દરમિયાન એ પ્રસિદ્ધ અમેરિકી સ્વીડિશ લર્સ એરિક લીંદબલેડને પણ મળ્યા હતા. એમણે મહારને એન્ટાર્કટિકા સાથે આવવા માટે પણ આમંત્રિત કરેલ. અને એવું નથી કે 180 દેશ ફરી લીધા પછી હવે તેઓ કશી જગ્યા એ જવા નથી માંગતા. એ હવે માઇક્રોનેશિયા, મલાવી, ઉત્તર કોરિયા, જૉર્ડન, ટ્યુનિશિયા, મોઝામ્બિક જેવા દેશો જોવા માંગે છે.
મહર એ એવા લોકો માટે પ્રેરણારૂપ છે જે લોકો રોમાંચક જીવનને પ્રેમ કરે છે, તેઓ હવે ત્યાં જવા માંગે છે જ્યાં કોઈ જ ન ગયું હોય અને એ જગ્યા થોડી ખતરનાક પણ હોય.
બચત, સ્પોન્સરશીપ અને કોમ્પલિમેન્ટરી ટિકિટની મદદથી એમણે પોતાની આ સફર પાર પડેલી છે.
અત્યારે જ્યારે લોકો ઇન્ટરનેટ વગર ઘરમાં પણ નથી રહી શકતા ત્યારે ભગવાન જાણે મહરએ પોતાના સમયમાં કેવી રીતે 180 દેશોની યાત્રા પૂરી કરી! એમણે હમેશા એશિયાટીક લાઇબ્રેરિ અને એબીસી વર્લ્ડ એરવેઝ ગાઇડનો ઉપયોગ કર્યો હતો.
આજે 70 ની ઉમરે જ્યારે તેમની દ્રષ્ટિ અને શ્રવણ ક્ષમતા થોડા નબળા પડ્યા છે ત્યારે પણ તેમનો ફરવાનો જુસ્સો હજુ પણ 20 વર્ષની મહર જેવો જ છે! અને અત્યારે તેઓ ઉત્તર અમેરિકામાં 3 મહિનાની રજાઓ ગાળી રહ્યા છે!
.
આ લેખ કોવિડ-19 માહામારી પહેલાં લખવામાં આવેલો છે. તેથી વાચકવર્ગને વિનંતી છે કે મુસાફરી કરતા પહેલા સ્થાનિક પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા સૂચનોને ધ્યાન પર લેવા હિતાવહ છે.
.