નાગાલેન્ડના એકદમ અલગ તીખા ભોજનથી લઇને ગુજરાતની મીઠાશ સુધી, ભારતનો અલગ અલગ સ્વાદ બધી મર્યાદાઓને પાર કરીને એટલો ફેલાયેલો છે- કે જો દેશના દરેક હિસ્સાનું ખાવાનું ચાખવું પડે તો ઉંમર વીતી જાય! કદાચ એટલા માટે મને ટ્રેનથી ટ્રાવેલ કરવાનું ઘણું પસંદ છે જેથી હું અલગ-અલગ સ્ટેશન્સ પર ઉતરીને ત્યાંના લોકલ વ્યંજનોનો આનંદ માણી શકું.
અહીં હું તમને તમારી પસંદના 15 રેલવે સ્ટેશન ફૂડ આઇટમ અંગે જણાવી રહી છું જેથી તમે પણ તક મળે તેનો સ્વાદ લઇ શકો.
1. રતલામ સ્ટેશને ડુંગળી પૌંવા
મધ્યપ્રદેશમાં મોટાભાગના લોકો નાસ્તામાં પૌંવા ખાવાનું પસંદ કરે છે અને વ્યસ્ત રતલામ જંકશન રેલવે સ્ટેશન પણ તેનાથી અલગ નથી. અહીંના દુકાનદાર આ ક્લાસિક ઇન્ડિયન બ્રેકફાસ્ટને પોત પોતાની રીતે બનાવીને રજૂ કરે છે. જેને જોઇને યાત્રી ગાડીઓથી ઉતરીને ખાવા માટે મજબૂર થઇ જાય છે.
2. અજમેર સ્ટેશન પર કઢી કચોરી
કઢી કચોરી, રાજસ્થાન- ગુજરાત ક્ષેત્રની સ્પેશ્યલ બ્રેકફાસ્ટ આઇટમ છે જે ક્લાસિક દહીંથી બનેલી કઢી અને ખાસ્તા કચોરીનું કોમ્બિનેશન છે. આ આખા બેલ્ટમાં આ લોકલ લોકોનો પસંદગીનો નાસ્તો છે અને દુકાનદારોને સરળતાથી લગભગ દરેક જગ્યાએ તેને વેચતા જોઇ શકાય છે.
3. જાલંધર રેલવે સ્ટેસન પર છોલે ભટૂરે
પંજાબ એક એવી જગ્યા છે જ્યાં લોકો પોતાના નાસ્તાની શરૂઆત ભરવાં પરોઠાથી કરે છે અને ડિનર પ્રાઇડ ચિકનની સાથે. જાલંધરમાં ઘણી એવી જગ્યા છે જે બેસ્ટ છોલે ભટૂરે ખવડાવવાનો દાવો કરે છે અને જાલંધર રેલવે સ્ટેશન તેમાનું એક છે. મારા મતે તો તમારે અહીંના છોલે ભટૂરે મિસ કરવાનો ના ચાન્સ બિલકુલ ના લો.
4. અમૃતસર સ્ટેશન પર મશહૂર અમૃતસરી લસ્સી
જો તમે પંજાબથી ટ્રાવેલ કરી રહ્યા છો અને અત્યાર સુધી એક ગ્લાસ મીટી લસ્સી પીધી છે તો તમે વાસ્તવમાં કંઇક મોટુ (વાસ્તવમાં મોટું) મિસ કરી રહ્યા છો. અમૃતસર રેલવે સ્ટેશન દુનિયાભરના યાત્રીઓ માટે એક શાનદાર જગ્યા છે અને અહીંની મલાઇદાર સ્વાદિષ્ટ લસ્સીનો કોઇ જવાબ નથી.
5. ગુવાહાટી રેલવે સ્ટેશન પર લાલ સાહ
દેશમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન આસામમાં થાય છે. અહીંની ચા સૌથી સારી જાતની ગણાય છે. લાલ સાહ એટલે કે લાલ ચા સ્થાનિક લોકોની સૌથી પસંદગીની ચા છે. ખાંડની સાથે ચા વગર દૂધ તૈયાર કરવામાં આવે છે અને ગુવાહાટી રેલવે સ્ટેશન પર આખા આસામમાં મળે છે.
6. કર્જત સ્ટેશનનો વડા પાઉં
7. હાવડાની ચિકન કટલેટ
હાવડા રેલવે સ્ટેશન પર, શહેરના કેટલાક સારા વેન્ડર છે અને અહીંની ચિકન કટલેટ નો તો જવાબ જ નથી!
8. ટુંડલાની આલૂની ટિક્કી
એક ઘણું જ અંતરરિયાળ શહેર હોવા છતાં, જેનું નામ કદાચ જ તમે પહેલાં સાંભળ્યું હશે, ટૂંડલામાં ભોજનનો સ્વાદ ઉત્તર પ્રદેશના સ્વાદથી ભરપૂર છે. અને અહીંના રેલવે સ્ટેશનની ઘણી મોટી આલૂ ટિક્કી ખાવાના શોખીનોમાં ઘણી જ પસંદ કરવામાં આવે છે.
9. ચિતોડગઢ સ્ટેશનના પકોડા
રાજસ્થાનમાં ભોજન કરવાનું કોઇ શાહી અનુભવથી કમ નથી. જ્યારે પણ તમે ચિત્તોડગઢ ફરવા જાઓ કે તે શહેરને પાર કરો તો ત્યાંના રેલવે સ્ટેશન પર એક કપ ચાની સાથે સ્વાદિષ્ટ મિક્સ ભજીયા ખાવાનું ન ભૂલો. આ ભજીયા ચિત્તોડગઢ સ્ટેશનની સ્પેશ્યાલિટી છે.
10. મદુરના મદ્દુર વડા
બિસ્કિટ સ્ટાઇલના મદુર વડા કર્ણાટકના માંડ્યા શહેરની ઉપજ છે. આ સ્વાદિષ્ટ વડા એક કપ ચાની સાથે સાંજનો બેસ્ટ નાસ્તો છે. જો તમે મદુર સ્ટેશને ઉભી રહેતી ટ્રેનમાં હોવ છો તો તમારે ટ્રેનમાંથી ઉતરવાની જરૂર પણ નથી પડતી કારણ કે આને વેચનારા વેન્ડર ગાડીમાં જ આવીને તમારી સીટ સુધી ગરમાગરમ વડા લઇને પહોંચી જાય છે.
11. ચેન્નઇ સેન્ટ્રલ સ્ટેશન પર ઘી ઓનિયન રવા ઢોસા
ઘણાં લોકોનું માનવું છે કે દક્ષિણ ભારતમાં દરેક જગ્યાએ મળનારુ ખાવાનું એક જેવું જ હોય છે પરંતુ હકીકતમાં આવું નથી. ચેન્નઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશનના ઢોસા વેન્ડર, આમ તો ઘણી રસપ્રદ વેરાઇટી બનાવે છે પરંતુ એ વાતની ગેરંટી છે કે ઘી ઓનિયન રવા ઢોસા ખાધા બાદ તમે તેને વારંવાર ખાવા માંગશો
12. ચારબાગ સ્ટેશનની લખનવી બિરિયાની
લખનઉનો ઉલ્લેખ થતા જ ઘણાંબધા સ્વાદિષ્ટ વ્યંજનોની તસવીર આંખો સમક્ષ આવી જાય છે અને વાત પણ સાચી છે. ચારબાગ રેલવે સ્ટેશન પોતાનામાં જ એક ખાવાનો ખજાનો છે અને અહીં મળનારી લખનવી બિરયાની, સ્ટેશન પર મળનારા ભોજન અંગે તમારો વિશ્વાસ ફરીથી અપાવી દેશે.
13. ખડગપુર રેલવે સ્ટેશન પર આલુ પુરી
વિદ્યાર્થીઓની વધારે વસતી હોવાના કારણે, ખડગપુરમાં ખાણી-પીણીની ઘણી બધી જગ્યાઓ છે જે સસ્તી પણ છે અને સ્વાદિષ્ટ પણ. તેમાંની એક જગ્યા જે બધાને આકર્ષિત કરે છે તે છે ખડગપુર રેલવે સ્ટેશન. આ વ્યસ્ત સ્ટેશન પર જાણીતું દમ આલુ અને ગરમાગરમ તળેલી પૂરી વેચનારાની લાઇન લાગેલી રહે છે.
14. જમશેદપુરના ટાટાનગરની ફિશ કરી
ટાટાનગર જંકશન રેલવે સ્ટેશન પર જે કેન્ટીન છે તેનો કોઇ જવાબ જ નથી. કેન્ટીનના કર્મચારીઓ માછલીની કરી બનાવવા માટે તાજા માછલીનો ઉપયોગ કરે છે. તેને સાદા બાફેલા ચોખાની સાથે પીરસવામાં આવે છે. આ ફિશ કરી ઘણી જ સ્વાદિષ્ટ હોય છે. તક મળે તો તેને જરૂર ખાઓ.
15. મથુરા સ્ટેશન પર મથુરાના પ્રસિદ્ધ પેંડા
તમને ગળ્યું પસંદ હોય કે ન હોય પણ મથુરાના પ્રસિદ્ધ પેંડા અંગે તમે જરૂર સાંભળ્યું હશે. ઘણી વેરાયટી અને અલગ-અલગ ફ્લેવરમાં મળનારા આ પેંડા વર્ષોથી મથુરાનું આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે. આ શહેરની કેટલીક સૌથી ફેમસ મીઠાઇની દુકાનદાર, મથુરા રોકાતી ગાડીઓની અંદર પેંડાના ડબ્બા વેચતા નજરે પડે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો