સિંગાપુર, દરિયાકિનારાની ભૂમિ, ટાપુઓની ભૂમિ, સુંદરતાની ભૂમિ. ભારતનો આ ક્યૂટ પડોશી કેટલો સુંદર છે તેની પ્રતીતિ તમને અહીં આવ્યા પછી જ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ દેશે જે પ્રગતિ કરી છે તેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેને પોતાનો પ્રથમ વિદેશ પ્રવાસ માને છે. એટલે કે પ્રથમ વિદેશી ટૂર માટે સિંગાપુરની પસંદગી કરે છે. જો તમે સિંગાપોરની સુંદરતા પર નજર નાખશો તો અહીં મરિના બે, સેન્ટોસા આઈલેન્ડથી લઈને તમામ સુંદર જગ્યાઓ છેલ્લા કેટલાક દશકાઓમાં વિકસી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ દેશ વિશે ઘણી બધી વાતો લોકો સુધી પહોંચી છે, જેના કારણે આ સુંદર દેશની પ્રતિષ્ઠા વિદેશોમાં ખરડાઇ છે.
આજે અમે એવી જ કેટલીક અફવાઓ વિશે વાત કરીશું, જેને અત્યાર સુધી તમે સાચી માનતા હતા, પરંતુ સત્ય કંઈક બીજું જ છે.
1. લોકો માટે સુરક્ષિત નથી
સોશિયલ મીડિયાએ આ અફવા એટલી વાયરલ કરી છે કે તે લગભગ સાચી લાગે છે, પરંતુ જે કોઈ પણ વ્યક્તિએ ક્યારેય સિંગાપુરની મુલાકાત લીધી હોય તેમના અનુભવો વિશે પૂછો. તમને હંમેશા સારા જવાબો મળશે. સિંગાપુર હંમેશા પ્રવાસીઓ માટે સુરક્ષિત દેશ રહ્યો છે.
2. અહીં હરવું-ફરવું ખૂબ જ મોંઘું છે
આ એક એવી અફવા છે, જે દરેક પ્રસિદ્ધ જગ્યા માટે કહેવામાં આવે છે. જો તમે સાચા અને અનુભવી પ્રવાસી છો, તો તમે તમારા બજેટમાં આ સુંદર દેશની મુસાફરી કરી શકો છો. Airbnb અને Couchsurfing એ બે એવી રીતો છે જેનાથી તમે ઓછા ખર્ચે સિંગાપુરની તમારી સફરનો લાભ લઈ શકો છો.
3. અહીં સોલો ટ્રાવેલ કરવું ઘણું પડકારજનક છે
સાચું કહું તો, માત્ર સિંગાપુરમાં જ નહીં, ક્યાંય પણ એકલા મુસાફરી કરવી મુશ્કેલ માનવામાં આવે છે. સિંગાપોરમાં સોલો ટ્રાવેલિંગ પડકારજનક કહી શકાય નહીં. સિંગાપુર સહિત આખું વિશ્વ, સોલો ટ્રાવેલર્સને વિશ્વાસ સાથે જુએ છે, લોકો તમને એટલી મદદ કરે છે કે જરૂર ન હોય તેવી કેટલીય ચીજો તમને ઓફર કરે છે. આ ચીજોના બદલામાં તેઓને જરુર છે ફક્ત તમારા એક સ્માઇલની.
4. અહીં તમને ભાષાની ઘણી મુશ્કેલી પડશે
સિંગાપુરની મુખ્ય ભાષા સિંગાપુરી છે. આને લોકો સામાન્ય રીતે ખરાબ અંગ્રેજી કહે છે. પણ આ વાતો જુની પેઢી સુધી સાચી કહી શકાય. પરંતુ અત્યારના સમયમાં તો સિંગાપુરના મોટાભાગના લોકો અંગ્રેજીની સાથે બીજી ભાષા (તમિલ, મેન્ડરિન, મલય)ની સારી સમજ ધરાવે છે.
5. સિંગાપુરના ક્રૂઝ કંટાળાજનક હોય છે
સિંગાપુર સમુદ્રોનો દેશ છે. દરિયાકિનારાથી ઘેરાયેલા આ દેશમાં ક્રૂઝ ક્યારેય કંટાળાજનક ન હોઈ શકે. એક સમય એવો હતો જ્યારે એવા લોકો આ ક્રૂઝમાં આવતા હતા, જેમની પાસે અપાસ ધનદોલત હતી અને જીવન જીવવા માટે ભરપુર સમય પણ હતો. હવે આપણા જેવા સામાન્ય બજેટ ધરાવતા લોકો પણ આ ક્રૂઝનો ભાગ બની શકે છે અને નવા સાહસોનો આનંદ માણી શકે છે.
6. અહીં તમારા માટે માત્ર સિંગાપુરનું ભોજન અને સમુદ્ર જ છે
આવું તો બિલકુલ નથી. કોઈપણ પ્રવાસમાં, સ્વાદિષ્ટ ભોજન તે સ્થળની પહેલી ડિમાંડ હોય છે, પરંતુ તેની સાથે નવી જગ્યાઓ પણ તમારી સફરને અદ્ભુત બનાવે છે. અહીં જો તમે પ્રસિદ્ધ સ્થળોને બદલે નવી જગ્યાઓ પર ફરવા માંગો છો, તો તમને ઘણું બધું જોવા મળશે. સિંગાપુરના લોકોનું જીવન, તેમની જીવનશૈલી અને તેમના તહેવારો, અહીં જોવા જેવું ઘણું છે.
7. અહીંની જગ્યાઓ માત્ર વન ટાઇમ વોચ છે
ઘણી વખત લોકો ફરવાને બદલે તેમનું સંપૂર્ણ ધ્યાન ફક્ત ફોટા પાડવા પર જ રાખતા હોય છે. સિંગાપુરના સુંદર સ્થળોમાં એટલી બધી નવીનતા છે કે તમે વારંવાર અહીં આવવા ઈચ્છશો. સિંગાપુરના પ્રખ્યાત યુનિવર્સલ સ્ટુડિયો હોય કે પછી મરીના ખાડીની સેન્ડ્સ, એવી કેટલીક જગ્યાઓ છે જે તમને દરેક સિઝનમાં એક અલગ જ આનંદ આપે છે.
8. દર્શન માટે કોઈ મંદિરો નથી
સિંગાપુર તેના મંદિરો માટે ખૂબ પ્રખ્યાત છે. અહીંના મંદિરોમાં માત્ર દર્શન જ નહીં પરંતુ મોટા તહેવારોની ઉજવણીમાં ગીત-સંગીત અને નૃત્યનો પણ સમાવેશ કરવામાં આવે છે. જો તમે સિંગાપુર આવો છો, તો તમારે શ્રી મરિયમ મંદિર, શ્રી મુરુગન મંદિર, શ્રી શિવન મંદિર, શ્રી કૃષ્ણ મંદિર અને શ્રી રામાર મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ.
9. વેજ ભારતીય ખોરાક શોધવો મુશ્કેલ છે
સિંગાપુર ભારતીય પ્રવાસીઓ માટે મનપસંદ પ્રવાસન સ્થળ છે. આ અફવાના બદલામાં અમે તમને વધારે નહીં કહીએ, એટલું જ કહીએ કે સિંગાપુરમાં તમને માત્ર વેજ ઈન્ડિયન ફૂડ જ નહીં, પરંતુ દક્ષિણ ભારતીય, ઉત્તર ભારતીય, દેશી ઈન્ડિયન ફૂડ જેવી દરેક વેરાયટી મળશે, એટલું જ નહીં તે ઘરે રાંધેલા ખોરાકની જેમ સ્વાદિષ્ટ બનશે. ગોકુલ વેજ રેસ્ટોરન્ટ હોય કે એમટીઆર સિંગાપોર, તેઓ તમારી બધી વેજ ઈન્ડિયન ફૂડ ડિમાન્ડનું ધ્યાન રાખશે.
10. નાઈટલાઈફના નામે કંઈ નહીં
સિંગાપુરની નાઈટલાઈફ ભારતીયો માટે એવો અનુભવ રહ્યો છે કે ભારતમાં આવ્યા પછી લોકો તેને ખૂબ જ મિસ કરે છે. ક્લાર્ક ક્વે, મરિના બે, ઓર્ચાર્ડ રોડ અથવા ક્લબ સ્ટ્રીટ આ પ્રખ્યાત સ્થળોના નામ છે, જ્યાંની નાઇટલાઇફ ખૂબ જ અદભૂત છે. સિંગાપુરમાં કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં તમને દિવસ દરમિયાન ખૂબ જ ઘોંઘાટવાળી ભીડ જોવા મળશે, પરંતુ શુક્રવારની રાત આવતા સુધીમાં અહીંનું વાતાવરણ ડિસ્કો જેવું થવા લાગે છે. સિંગાપુર તેની નાઇટલાઇફ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.
11. ચાંગી એરપોર્ટમાં વસ્તુઓ ઘણી મોંઘી હોય છે
સિંગાપુરનું ચાંગી એરપોર્ટ સ્વર્ગસમાન છે. જો તમે અહીં ખરીદી કરવા જાઓ છો, તો તમને લક્ઝરી વસ્તુઓની શ્રેણીમાં આવતી ઘણી દુકાનો પર 25 ટકાથી વધુ ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ સાથે, તમારે એરપોર્ટ પર GST ભરવાની જરૂર નથી.
12. તેની પોતાની કોઈ સંસ્કૃતિ નથી
જેમ ભારતની પોતાની પરંપરાઓ અને સંસ્કૃતિ છે તેમ સિંગાપુરની પણ પોતાની સંસ્કૃતિ છે. આ દેશ ભારત જેટલો જૂનો નથી, પરંતુ તમને અહીં મલેશિયા, ઈન્ડોનેશિયા અને ચીનની સંસ્કૃતિઓનું મિશ્રણ જોવા મળશે. તમે લિટલ ઈન્ડિયા, ચાઈના ટાઉન અને કેમ્પોંગ ગ્લેમની મુલાકાત લઈને સિંગાપુરની આ સંસ્કૃતિથી પરિચિત થઈ શકો છો.
13. અહીં બાળકોના ફરવાલાયક કંઈ નથી
સિંગાપુર હંમેશા યુવાનો, મોજ-મસ્તી કે સાહસ-પ્રેમીઓ માટેની એક જગ્યા માનવામાં આવે છે. પરંતુ સિંગાપુર છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા નવા અનુભવો ઉમેર્યા છે. બાળકો માટે જોવા અને કરવા માટે ઘણી જગ્યાઓ છે, જે સિંગાપુરને તમારા માટે પરફેક્ટ ટુરિસ્ટ સ્પોટ બનાવે છે. જો તમે બાળકો સાથે આવો છો, તો સેન્ટોસા ફન પાસ, ગાર્ડન્સ બાય ધ બે, એરઝોન સિંગાપુર, કિજ્ટોપિયા ટિકિટ્સ અને યુનિવર્સલ સ્ટુડિયોની મુલાકાત લો. આ સિવાય પણ બાળકો માટે ઘણી જગ્યાઓ છે.
14. અહીંનું સ્થાનિક ભોજન ભારતીયોને અનુકૂળ નથી આવતું
સિંગાપુરનું લોકલ ફૂડ ભારતીયોને ખૂબ જ પસંદ આવે છે. ત્રણ અલગ-અલગ સંસ્કૃતિઓએ અહીં ઘણી ફ્યુઝન વાનગીઓ બનાવી છે, જેનો સ્વાદ તમને પણ ખૂબ ગમશે. સમુદ્રની નજીક હોવાને કારણે અહીં સી ફૂડ ખૂબ જ પસંદ કરવામાં આવે છે, જે તમને લોકલ ફૂડમાં પણ જોવા મળશે. તમારે ચિલી ક્રેબ, લક્સા, હોકિન પ્રોન મી, ફિશ હેડ કરી, ઓઇસ્ટર ઓમેલેટ, બક કટ તેહ જેવી વાનગીઓ અજમાવી જ જોઈએ.
15. તે છોકરીઓ માટે કમ્ફર્ટેબલ નથી
જો તમે ઈન્ટરનેટ પર સર્ચ કરશો, તો તમને સિંગાપુરમાં મહિલાઓ માટે ફરવા માટેના સ્થળોની એક અલગ કોલમ જોવામળશે જ્યાં તેઓ તણાવમુક્ત થઈને ફરી શકે છે. સિંગાપુર ઝૂ, સેન્ટોસા આઇલેન્ડ, રિવર ક્વે, સિંગાપોર ગાર્ડન્સ એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં મહિલાઓ સંપૂર્ણ સ્વતંત્રતા સાથે એકલા મુસાફરી કરી શકે છે.
સિંગાપુર ટુરિઝમ બોર્ડના સૌજન્યથી
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો