આજકાલ જેને જોઈએ તે ટ્રાવેલર બનીને બેઠા છે. દરેક પ્રકારના લોકો એટલું બધું ફરે છે કે આપણને પણ બધું મૂકીને ફરવાનું મન થઈ જાય. પણ ફરવાથી ઘર નથી ચાલતું, કામ કરવાથી ચાલે છે.
જે લોકોને આવો ભ્રમ હોય તેમના માટે અહીં 14 એવી નોકરીઓની યાદી છે જેથી તમારું ફરવાનું સપનું પણ પૂરું થશે અને કમાણી પણ થશે.
1. ટૂર ગાઈડ
ફરવા સાથે સંલગ્ન નોકરીઓને ફાલતુ માનીને ઇગ્નોર ના કરો. બોલિવૂડમાં ભલે ટૂર ગાઈડ ગમે તેવા લફંગા દર્શાવવામાં આવ્યા હોય, તમે એજ્યુકેશનલ કે સંયુક્ત રાષ્ટ્ર જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનો માટે ટૂર ગાઈડ બનીને ઘણું જ સારું કામ કરી શકો છો. ગાઈડ બનીને પ્રવાસીઓને ઇતિહાસ કે સંસ્કૃતિ સમાજમાં એક જ મુસીબત છે કે એ ગ્રુપમાં તોફાની બાળકોની ટોળકી પણ સામેલ હોય.
આટલું જાણો: ભારતમાં ટૂર ગાઈડ બનવા માટે ભારતીય પર્યટન અને યાત્રા પ્રબંધ સંસ્થાની એક પરીક્ષા પાસ કરવી પડશે. આના વિષે વધુ માહિતી માટે વાંચો: ટૂર ગાઈડ કેવી રીતે બનવું. ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ આ માટે કોર્સ ધરાવે છે, જેમકે: એજ્યુકેશનલ ટ્રાવેલ એડવેન્ચર, ઇન્ટરનેશનલ ગાઈડ એકેડમી, અને ઇન્ટરનેશનલ ટૂર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ.
2. ક્રૂઝ કે જહાજ પર કામ
આ કામ કરવું એ ઘણા લોકોનું સપનું હોય છે કેમકે આમાં આખી દુનિયા ફરવાની તક મળે છે. ભવ્ય અને શાનદાર જહાજમાં સમુદ્ર ખેડવો એ એક બહુ મોટી વાત કહેવાય. ફિલ્મોમાં ભલે તેને માત્ર રોમેન્ટિક એંગલ જ આપવામાં આવ્યું હોય પણ જો તમને સી સિકનેસ ન હોય તો આ કામ વિષે ચોક્કસ વિચારવા જેવું.
આટલું જાણો: ક્રૂઝની નોકરી શોધવા માટે એક ખાસ પોર્ટલ છે: ક્રૂઝલાઇનજોબ્ઝ.કોમ. ભારતમાં થતી ભરતી માટે આ વેબસાઇટ ચેક કરવી. અહીં અને અહીં નોકરીની સંભાવના તેમજ જરૂરી શરતો દર્શાવવામાં આવી છે.
3. ઔ પેયર
જો તમે વિદેશમાં છો અને તે દેશની ભાષા જાણો છો તો તમે બાળકોનું ધ્યાન રાખીને (ઢગલોબંધ) પૈસા કમાઈ શકો છો. ઔ પેયરનો અર્થ કામવાળી બાઈ નથી થતો. ઘર અને બાળકોની સંભાળ રાખવાના બદલામાં તમને મફતમાં રહેવા-જમવા મળશે. બીજું નાના-મોટા કામ કરવાના અન્ય નાણાં મળે છે.
આટલું જાણો: ક્રેગ્સલિસ્ટ અથવા સોશિયલ મીડિયા મારફતે આ નોકરી વિષે અપડેટ મેળવી શકાય છે. ઉપરાંત ઔપેયર વર્લ્ડમાંથી પણ બધી જ જાણકારી મળી રહેશે.
4. અંગ્રેજી શીખવો
અંગ્રેજી એક ગ્લોબલ ભાષા બની ચૂકી છે. વૈશ્વિક કક્ષાએ અંગ્રેજીનું જ્ઞાન લગભગ ફરજિયાત બની ગયું છે. જો તમે કોઈ અન્ય વિદેશી ભાષાના જાણકાર હોવ તો તે દેશમાં જઈને ત્યાં અંગ્રેજી શીખવીને અઢળક નાણાં કમાઈ શકો છો.
આટલું જાણો: ઇન્ટરએક્સ્ચેન્જ અને ગોઅબ્રોડ શ્રેષ્ઠ વિકલ્પ છે. ઉપરાંત આવી નોકરીઓ આપતી સ્થાનિક સંસ્થાઓ પર પણ ધ્યાન આપવું. જો ભારતમાં બ્રિટિશ કાઉન્સિલ ઈન્ડિયા બેસ્ટ પ્રોગ્રામ છે.
5. ફ્લાઇટ અટેન્ડન્ટ
આ કામ કરવું દરેકની ક્ષમતાની વાત નથી કેમકે તે માટે બેઝિક ટ્રેનિંગ તેમજ શારીરિક ક્ષમતા જરૂરી છે. તો પણ ફ્લાઇટ અટેન્ડન્ટનું કામ ઘણું જ રોમાંચક હોય છે. દેશ-વિદેશમાં ફરવાનું, ફાઇવ સ્ટાર હોટેલમાં રહેવાનું અને બીજી કેટલીય સુવિધાઓ. અલબત્ત, જેટલેગ સાથે કલાકો સુધી કામ કરવું એ પણ બહુ જ અઘરું કામ છે. પણ જો તમે આ કરી શકવા સમર્થ હોવ તો ટ્રાવેલ સાથે સંબંધિત આનાથી સારી નોકરી એકપણ નથી.
આટલું જાણો: ભારતમાં ફ્રેન્કફીન ઇન્સ્ટિટ્યૂટ અને એર હૉસ્ટેસ એકેડેમી આ અભ્યાસ માટે શ્રેષ્ઠ છે.
6. જૈવિક ખેતરમાં કામ કરો
WWOOF રાષ્ટ્રીય સંગઠનોનું એક એવું નેટવર્ક છે જે જૈવિક (ઓર્ગેનિક) ખેતરો માટે સ્વયંસેવકો શોધવાનું કામ કરે છે. આ પણ ટ્રાવેલ સાથે જોડાયેલા કામોમાં કામ કરવાની એક અદભૂત તક છે. વિશ્વના 99 દેશોમાં આનું નેટવર્ક ફેલાયેલું છે.
આટલું જાણો: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
7. પ્રોગ્રામર/ વેબ ડેવલપર
ઈન્ટરનેટને કારણે આખા વિશ્વના દરવાજા ખૂલી ગયા છે. કોડ લખવામાં બીજા દેશની ભાષાની જાણકારી હોવી જરૂરી નથી. જો તમે તમારા સમયનું કોમ્પ્યુટર લેંગ્વેજ અને કોડિંગ શીખવામાં રોકાણ કર્યું હોય તો એ શ્રેષ્ઠ નિર્ણય કહી શકાય.
આટલું જાણો: ડેવલપરના કામ માટે ઘણી ફ્રીલાન્સ ટ્રાવેલિંગ જોબ મળી રહેશે. કામ શોધવા માટે ટોપટલ અને ડબલ્યુપીહાયર્ડ બેસ્ટ વિકલ્પ છે.
8. વેબ ડિઝાઇનર
મારો સમય તો સાહિત્યની ડિગ્રીઓ ભેગી કરવામાં જ વીતી ગયો, પણ જો તમે સમય કાઢીને વેબ ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો હોય તો એ તમે બહુ જ સમજદારીનું કામ કર્યું છે. ફ્રીલાન્સ ટ્રાવેલની દુનિયા તમારી માટે ખૂલી ગઈ છે. ‘ઓલા’ થી માંડીને ‘બોંઝૂર’ સુધી તમે બધા જ દેશમાં ઘણું સારું કમાઈ શકો છો.
આટલું જાણો: 99 ડિઝાઇન્સ આ ક્ષેત્રમાં વિવિધ સ્પર્ધાઓ દ્વારા સારું કામ કરી રહ્યું છે અને અપવર્ક ફ્રીલાન્સર માટે કામ શોધવા વિશ્વનું બેસ્ટ નેટવર્ક છે.
9. ટ્રાવેલ એજન્ટ
જો તમે કોઈ ચોક્કસ જગ્યા વારંવાર ફરીને ત્યાંનાં જાણકાર બની ગયા હોવ તો આ કામ તમારા માટે છે. થોડી મહેનત કરીને આ લાઇનમાં તમે તમારી ઘણી સારી ઓળખ જમાવી શકો છો. કોઈ જગ્યાએ જો તમે પોતે વિદેશી છો તો અન્ય વિદેશી તમારી સલાહ પર વધુ વિશ્વાસ કરશે.
આટલું જાણો: વિકીહાઉ પર ‘ટ્રાવેલ એજન્ટ કેવી રીતે બનવું’ વિષે વિસ્તૃત જાણકારી છે.
10. ફોટોગ્રાફર અને ફિલ્મ
જો તમને કેમેરા ચલાવતા ફાવતું હોય અને ફરવાના શોખીન હોવ તો ત્યાંના ફોટોગ્રાફ્સ અને વિડિયોઝ લઈ શકો છો. તેને ટુરિઝમ કંપનીઝ કે વેબસાઇટને વેચીને નાણાં કમાઈ શકો છો. થોડો અનુભવ ભેગો થાય તે પછી પોતાની વેબસાઇટ કે યુટ્યુબ પણ ઘણો સારો વિકલ્પ છે.
આટલું જાણો: યુટ્યુબથી કઈ રીતે નાણાં કમાવવા
11. બ્યુટી થેરાપીસ્ટ
સ્ટોક માર્કેટ ભલે ગમે એટલું તૂટે પણ કોઈ પોતાની સુંદરતાની કાળજી રાખવાનું ક્યારેય નહિ ભૂલે. બ્યુટી માર્કેટ હંમેશા તેજીમાં જ રહેવાનું. બ્યુટી થેરાપીસ્ટ કે સર્વિસ પ્રોવાઇડર બનીને તમે દુનિયાના ગમે તે ખૂણે જઈને કામ કરીને નાણાં કમાઈ શકો છો.
આટલું જાણો: વીએલસીસી દ્વારા કરાવવામાં આવતા કોર્સ ઘણા દેશોમાં માન્ય છે. કોર્સ અને ફીની જાણકારી માટે અહીં ક્લિક કરો. ઓરેન ભારતનું જ એક જાણીતું સંગઠન છે જે બ્યુટિશિયન બનવા માટેના શોર્ટ તેમજ લોંગ ટર્મ કોર્સ કરાવે છે.
12. બારટેન્ડર
જો માણસોને એકબીજાથી નજીક લાવવામાં કોઈએ મદદ કરી હોય તો તે છે શરાબ. દુનિયામાં લોકો પુષ્કળ શરાબ પીવે છે અને એ માન્ય પણ છે. ફરવાનો શોખ ઘણો જ ખર્ચાળ છે પણ જો તમે કોઈ બારમાં બારટેન્ડરની નોકરી કરવા તૈયાર હોવ તો નહિ. અલબત્ત આ કામમાં કલાકોની મહેનત લાગે છે પણ તેમાં સ્થાનિકો સાથે વાત કરવાની અને તેમને જાણવાની તક પણ મળે છે.
આટલું જાણો: ચેન્નાઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બારટેન્ડિંગના કોર્સ વિષે જાણી લો. 6 માસથી લઈને 1 વર્ષ સુધીના પ્રમાણિત કોર્સ અહીં થાય છે.
13. સર્ફ/ સ્કૂબા/ યોગાટીચર
શીખેલું ક્યારેય વ્યર્થ નથી જતું. જો તમારી પાસે કોઈ એવી કળા કે શોખ હોય કે જેની પાછળ આખી દુનિયા ઘેલી બની રહી છે તો તેનું સર્ટિફિકેટ મેળવી લ્યો. આ કામમાં તમે જ તમારા બોસ છો.
આટલું જાણો: કલ્લીયાલે સર્ફ સ્કુલ, લોનલી પેમેન્ટ, એબ્સોલ્યુટ સ્કૂબા ઈન્ડિયા, શિવાનંદ યોગ વેદાંત કેન્દ્ર ઘણી સારી ઇન્સ્ટિટ્યૂટ છે.
14. લખો
તમને શું લાગે છે આ જૂનું થઈ ગયું? જો તમને લખવાનો શોખ અને ફાવટ હોય તો રાઇટિંગ અને બ્લોગિંગ વડે શબ્દો સજાવીને લોકોનું મનોરંજન કરી શકાય છે. ઈન્ટરનેટ પર તમારા પ્રવાસના અનુભવો લખીને, જે તે સ્થળો વિષે માહિતી આપીને નાણાં કમાઈ શકો છો.
આટલું જાણો: ટ્રાવેલ ક્ષેત્ર સાથે જોડાયેલી ટ્રીપોટો ઘણી જ પ્રખ્યાત વેબસાઇટ છે. તમે અહીં તમારા અનુભવો લખીને શરૂઆત કરી શકો છો.
.