ભારત એક એવો દેશ છે જેને ફરવા નીકળશો તો ઘણી એવી જગ્યા જોવા મળશે અને ઘણા એવા કિસ્સા સાંભળવા મળશે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. પણ અમુક જગ્યા તો એવી છે જેની સામે વિજ્ઞાને પણ હાર માની લીધી છે.
૧. મહારાષ્ટ્રની અજંતા ઈલોરા ગુફા
આજથી ૪૦૦૦ વર્ષ પહેલા બનેલ આ ગુફાને પહાડ કાપીને બનાવવામાં આવેલ છે. આખી સંસ્કૃતિ માત્ર એક પહાડથી બનેલ છે. અજંતામાં કુલ ૩૦ ગુફાઓ છે જેમાંથી ૫ પ્રાર્થના ભવન અને ૨૫ વિશાળ બૌદ્ધ મઠ છે. તેની સાથે જ ઈલોરા ગુફાઓમાં ૧૨ ગુફાઓ બૌદ્ધ ધર્મ,૧૭ હિન્દુ ધર્મ અને ૫ જૈન ધર્મ પર આધારિત છે. કહેવાય છે કે આ વિશાળ ચટ્ટાનની નીચે એક શહેર પણ વસેલું છે.
હવે સવાલ એ છે કે ૪૦૦૦ વર્ષ પહેલા આપણી પાસે આજની ટેક્નોલોજીના સાધનો પણ ન હતા ત્યારે કોણે આ મોટી ચટ્ટાન કાપીને આ ગુફા બનાવી અને જે પહાડને કાપીને આ ગુફાઓ બનાવી તો તેનો બચેલો ભાગ ક્યાં ગયો. આ સવાલ આજે પણ લોકોના મનમાં છે જેનો જવાબ કોઈની પાસે નથી.
૨. કેરલનું પદ્મનાભાસ્વામી સ્વામી મંદિર
આ વિશાળ મંદિર કળિયુગથી ૫૦૦૦ વર્ષ પહેલાનું બનાવેલ કહેવામાં આવે છે. અંદર ભગવાન વિષ્ણુ અનંતશયનની અવસ્થામાં વિરાજમાન છે. આ મંદિરમાં કુલ ૬ દરવાજા છે જેમાંથી અમુકમાં કાઢેલા આભૂષણોની કુલ કિંમત ૧ લાખ કરોડ થી પણ વધારે છે. અને અમુકને તો આજ સુધી ખોલી નથી શક્યા. એક દરવાજો ચેમ્બર B ને ખોલવા માટે ખુબ જ પવિત્ર અને વિજ્ઞ સાધુ દ્વારા જ ખોલી શકાય છે જે ગરુડ મંત્રના જાપ કરીને નાગબંધમ અને નાગપાશમનું નિવારણ જાણતા હોય.
સવાલ એ છે કે આ મંદિરમાં આટલા બધા આભૂષણો કોણ રાખીને ગયું. સવાલ એ પણ છે કે આ દરવાજાને બંધ કોણે કર્યો અને કેવી રીતે કર્યો. એંજીન્યરીંગ ના ચમત્કાર આ મંદિરમાં સ્થિત કુલ ૫ મોટા આલે છે જેમાંથી ૨૧ અથવા ૨૨ માર્ચ અને ૨૨ અથવા ૨૩ સપ્ટેમ્બરના સુરજ બિલકુલ વચ્ચેથી નીકળે છે. કિસ્મતથી આ તારીખોમાં દિવસ અને રાત બરાબર સમયના હોય છે.
૩. રાજસ્થાનનો ભાનગઢ કિલ્લો
ભારત વાર્તાઓનો પણ દેશ છે. ગુગલ કરી લો અથવા લોકોના મોઢેથી સાંભળી લો , રાજસ્થાનની રાજધાની જયપુરથી ૩૨ મિલ દૂર કિલ્લો પોતાની વાર્તાઓ અને ભૂતિયા કિસ્સાઓ માટે મશહૂર ભાનગઢ કિલ્લો ૧૭મી સદીથી જ ભૂત પ્રેતો વાળી જગ્યા કહેવાય છે.
૪. આસામનું જતિંગા ગામ
રહસ્ય એવી વસ્તુ છે કે લોકો કાન લગાવીને સાંભળે. ઘણી વખત આ રહસ્ય તમને દુઃખમાં, એકલા અને અસહાય છોડી દે છે. આસામનું જતિંગા ગામનું રહસ્ય પણ કંઈક આવું જ છે.
આસામના આ ગામે કેટલી વખત પક્ષીઓને આકાશમાંથી જાતે પડતા જોયા છે.ઓક્ટોબરની આસપાસ દર વર્ષે જેટલા પક્ષી અહિયાં ઉડે છે , બધા કારણ વગર પડવા લાગે છે. સાંજના ૬ થી ૯ વાગ્યાની વચ્ચે આ પક્ષી પડવાને કારણે મોતનો શિકાર બને છે. નિરિક્ષક અને વૈજ્ઞાનિક આજ સુધી તેનું કારણ નથી જાણી શક્યા.
એક એવું બયાન પણ છે કે આ ગામના લોકો જ પક્ષીઓને મારે છે. વૈજ્ઞાનિકો તેના પર પણ કઈ કહી શક્યા નથી.
૫. ઉત્તરાખંડનું રૂપકુંડ તળાવ
રૂપકુંડ તળાવનું નામ આવે છે એટલે આંખની સામે ઝુલતા હાડપિંજરના માથા અને હાડકા આવે છે. હિમાલયના ટ્રેકની ઈચ્છા ધરાવતા લોકો માટે આ પસંદગીનું સ્થળ છે. જમીનથી ૫૦૨૯ મીટરની ઉંચાઈ પર આવા નજારા જોવા મળે તો લોકો તેને તસવીરોમાં કેદ કરે છે. રૂપકુંડ તળાવ અનેક હાડપિંજરથી ભરેલ છે.
૧૯૪૨ માં અંગ્રેજોના જંગલોના ગાર્ડે આ જગ્યાની શોધ કરી હતી. તેના પછી આ તળાવ વિદેશી અને દેશી પુરાતત્વ વિભાગોનો અડ્ડો બની ગઈ. પહેલા થોડા દાયકામાં હજારોથી વધારે રિસર્ચ થઇ ગયું છે પણ કોઈ કહી નથી શક્યું કે અહિયાં આટલા હાડપિંજર આવ્યા ક્યાંથી.
વર્ષો સુધી રિસર્ચ કર્યા પછી વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ હાડપિંજર ૮૫૦ ઈ.સ. ના છે. પરંતુ તેમની મોતનું કારણ હજી સુધી નથી ખબર. તેઓ અહીના લોકોની કહાની પરથી જાણવાનો પ્રયત્ન કરે છે. સ્થાનીય લોકોનું કહેવું છે કે સદીઓ પહેલા અહિયાં ખુબ બરફ પડયો. એટલો બરફ પડયો કે જમીન ૫૩ સે.મી. સુધી બરફથી ઢંકાઈ ગઈ અને આ ઠંડીથી લોકોનું મોત થયું.
વૈજ્ઞાનિકોનું માનીએ તો ખોપડીમાં તડ જોવા મળી જેનો મતલબ છે કે જે પ્રભાવ હતો તે ગોળાકાર રહ્યો હશે.
૬. પાલી શહેરના બુલેટ બાબાના બાઈકનું મંદિર
રાજસ્થાનના જોધપુરથી ૩૦ માઈલ દૂર એક ગામ છે ચોટીલા. અહિયાં એક માણસ હતા ઓમ બન્ના એટલે કે બુલેટ બાબા. વર્ષ ૧૯૮૮માં બાબા પોતાના ગામની તરફ આ બાઈક પર આવતા એક એક્સિડન્ટ ના શિકાર બન્યા અને તેમનું મોત થયું.
આ એક્સિડન્ટ પછી બાઈક ચાલવાની હાલતમાં ન હતું. બીજા દિવસે સવારે તેના ગુમ થવા માટે તેને પોલીસની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું હતું. શોધવા પર આ બાઈક જ્યાં એક્સિડન્ટ થયું હતું ત્યાં જ મળી આવ્યું. આ બાઇકને ફરી પોલીસ સ્ટેશન માં રાખવામાં આવ્યું અને ફરી તે બાઈક ગાયબ થઇ ગયું.
લોકોએ આ બાઈક અને બુલેટ બાબાને પવિત્ર આત્મા માનીને તેના માટે એક ભવ્ય મંદિર બનાવ્યું. આ બાઈકની ત્યાં પૂજા થવા લાગી. આસપાસના લોકો પણ તેની પૂજા કરવા લાગ્યા અને મંદિર બુલેટ બાબા નામના મંદિરથી પ્રસિદ્ધ થયું.
૭. રાજસ્થાનનું કુલધરા ગામ
જેસલમેરથી ૨૦ કી.મી. દૂર એક ગામ છે કુલધરા. ૩ દાયકા પહેલા આ જગ્યા બ્રાહ્મણ સમુદાયનું ઘર હતું પણ અમુક સંજોગોને કારણે લોકો અહીંથી ભાગી ગયા. કારણ કોઈને નથી ખબર પણ પુરાતત્વવાળા માટે એક સર્વેક્ષણ સ્થળ બની ગયું છે.
કેટલાક લોકો તેને પ્રેત નો સાયો કહે છે તો કેટલાક લોકો ભગવાનની માયા, શબ્દ બધા પાસે છે પણ હકીકત કોઈને ખબર નથી.
૮. લેપાક્ષિનો લટકતો પિલર, આંધ્રપ્રદેશ
આંધ્રપ્રદેશના લેપાક્ષી ગામમાં ૧૬મી સદીમાં બનેલ એક મંદિર છે જેનું વાસ્તુ તેને આંખ ભરીને જોવા લાયક બનાવે છે. ૭૦ પિલરવાળું આ મંદિર સાચે જ કોતરણીની ખાણ છે.
પણ આ મંદિરને વિચિત્ર બનાવે છે અહીનું એક પિલર જે સિલિંગ ના આધારે હવામાં લટકતું રહે છે. હવામાં લટકતા પીલરની નીચેથી તમે કાગળનો ટુકડો અથવા કોઈ કાપડ સહેલાઈથી નીકાળી શકો છો. આવું કેમ બનાવેલ હશે કે તે ભૂલથી બની ગયું હશે તે કોઈને નથી ખબર.
૯. રાજસ્થાનનું કરણી માતાનું મંદિર
રાજસ્થાનમાં ફરવાના લિસ્ટમાં આવે છે દેશનોક ગામમાં કરણી માતાનું મંદિર. બિકાનેરથી ૩૦ કી.મી દક્ષિણ પર આ ગામ પડે છે જ્યાં રોજ ૨૦૦૦૦ થી વધારે ઉંદરને સ્વાદિષ્ટ દૂધ અને ભોજન પીરસવામાં આવે છે. તેથી તેને ઉંદરનું મંદિર પણ કહે છે.
આ મંદિરમાં ઉંદરોની અર્ચના થાય છે. તમને ૩૦થી વધારે સંખ્યામાં એક પ્લેટમાં દૂધ પીતા ઉંદરો જોવા મળે છે. માતા કરણીને લોકો ૧૪મી સદીથી માને છે અને ૧૫મી સદીમાં અહીના રાજા ગંગા સિંહે માતા કરણીનું ભવ્ય મંદિર બનાવ્યું હતું. આ મંદિર માર્બલથી બનેલ છે. નવાઈની વાત તો એ છે કે લોકો ઉંદરોએ ખાયેલ ભોજન ગ્રહણ કરે છે અને તો પણ બીમાર નથી પડતા.
૧૦. મણિપુરનું લોકતક તળાવ
જો તમને ધરતી પર સ્વર્ગ જોવાની ઈચ્છા છે અને ભગવાનની બનાવેલ સુંદર જગ્યાને આંખોમાં કેદ કરવા માંગો છો તો લોકતક તળાવ આવી જાવ. આ ચમત્કારી તળાવ મણિપુરના લોકોને જીવન આપનાર છે. આ તળાવે પોતાની ઉપર એક આખા દ્વીપને રાખેલ છે જે ફુમદિના નામથી ઓળખાય છે. આ દ્વીપમાં કિબુલ લમજાઓ રાષ્ટ્રિય પાર્ક જે આખા વિશ્વમાં એક જ તરતું રાષ્ટ્રિય પાર્ક છે.
૧૧. જુડવા બાળકોવાળું કોડીનહિ ગામ , કેરલ
જયારે તમે આ ગામમાં આવશો તો બધું સામાન્ય લાગશે. તે જ સરસ વાતાવરણ , તે જ સ્કૂલ જતા બાળકો , તે જ પોતાના પતિ સાથે નોકજોક કરતી પત્ની , અમુક જુના રિવાજ માનતા લોકો. તો શું ખાસ છે આ જગ્યામાં ? ૨૦૦૦ પરિવારવાળા આ ગામમાં જુડવા બાળકોની ૨૨૦ જોડ મળશે .
લોકોનું માનવું છે કે અહી એક તાંત્રિક એક જમાનામાં જાદુ કરતા હતા , રાતના સમયમાં જે લોકો ખોટું કામ કરતા હતા તેમને મારી દેતા હતા. ભારતના પુરાતત્વ વિભાગે સાંજના સમય પછી કિલ્લાની અંદર ન જવાનું બોર્ડ લગાડી રાખ્યું હતું. કેટલાક વિદેશી લોકો આ જગ્યાનું રહસ્ય જાણવા આવ્યા પણ બધા ખાલી હાથે પાછા ફરી ગયા જેમાં ડિસ્કવરી ચેનલ પણ શામિલ છે.
વર્ષ ૨૦૦૮ માં ૩૦૦ માંથી ૧૫ પરિવારોમાં જુડવા બાળકોનો જન્મ થયો. ૨૦૦૯ થી ૧૪ ની વચ્ચે ૩૦ પરિવારોમાં જુડવા બાળકોના જન્મ થયો. વૈજ્ઞાનિકોને પૂછો તો તે પોતે આશ્ચર્યથી કહે છે કે અહિયાં શું ચાલી રહ્યું છે. તેમની પાસે પણ કોઈ જવાબ નથી.
૧૨. લદ્દાખનો ચુંબકવાળો રસ્તો
લદ્દાખનું નામ આવતા જ મનમાં હાર્લે ડેવીડસનની બાઈક અને કાળું જેકેટ પહેરતા લોકોની બેચ જે પોતાની જ મસ્તીમાં લાંબા લાંબા રસ્તા કાપે છે.
લદાખથી લેહની તરફ જતા એક રસ્તો મળે છે જે ચારેય તરફથી પહાડોથી ઘેરાયેલ છે, જેને મેગ્નેટિક હિલ કહે છે. ચઢાઈ હોવા છતાં આ રસ્તા પર ગાડી પોતાની રીતે ઉપર ચડે છે. લદ્દાખની ચુંબકવાલી આ જગ્યા પર તમે બાઈકનું એન્જીન બંધ કરી દો તો પણ બાઈક ઉપર ખેંચાતી જાય છે.
નજીકના લોકોની કહાની પણ સાંભળવા લાયક છે.
તે લોકો કહે છે કે આ રસ્તાની આસપાસ પહાડ હોવાથી ચઢાઈવાળો રસ્તો લાગે છે પણ છે ઉતરતો રસ્તો. પહાડ હોવાથી સાચો અંદાજો નથી લાગતો તેથી ઉતરતો રસ્તો પણ ચઢાઈવાળો લાગે છે.
મેં પોતે નહોતું વિચાર્યું કે ભારતમાં આટલી જગ્યાઓ છે અને આવી અજીબ વાર્તાઓ મળશે જેને સાંભળીને વૈજ્ઞાનિક કન્ફ્યુઝ થાય જશે. જો તમારી પાસે આવી કોઈ જગ્યાની માહિતી છે જે વિજ્ઞાનના બધા નિયમોને હરાવી દે છે તો નીચે કોમેન્ટ બોક્સમાં કહો.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ